Jaagrukta Hemshila Maheshwari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jaagrukta

જાગરૂકતા

હેમશીલા’ માહેશ્વરી... “શીલ”...


hema.shah.03.hs@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જાગરૂકતા

ધૂળી આળસ મરળી ઉભી થઈ ને ખાટલા પરની પથારી સંકેલી એણે બાજુના ખાટલે સુતેલા નાથુને જગાડતા કહ્યું "એલા ઉઠ આજે સાક્ષર સોસાયટી માંથી કચરો લાવવા તારે જવાનું મોડું થશે "

નાથું ઉભો થઈ હાથ મોં ધોઈ ને ચા પહેલા બીડી પીવાની આદત વશ મોમાં બીડી મૂકી ને ઓટલે બેઠો. બીડીના કશ ને ઝડપી કરતા એણે ધૂળી ને કહ્યું "કેમ તારા હાથ માં મહેંદી છે ."

ધૂળી એ ખાટલાને ગુસ્સામાં પટકાવી ને બાજુ પર મૂકતા કહ્યું, "તને ખબર છે ને કે મને એ સોસાયટી ના અમુક ઘરના કચરા લેવાનું ગમતું નથી" આમ કહી એણે નાથું માટે પ્રાયમસ પર ચા મૂકતા દોરી પર સુકાતા કપડાને ઝાટકી ને ગડી કરી આડશે ઉભેલા લાકડા ના કબાટ માં મુક્યા તથા નાહવા માટે ખાળ-ચોકડી માં ગઈ. નાથુ ને રોજના નિયમ મુજબ ચા પ્રાયમસ પરથી ઉતારવાનું કામ સોપ્યું .

ઉતાવળમાં સાણસી મુકવાનું ભૂલી ગઈ.

નાથુ મોં ધોઈ ચા લેવા પ્રાયમસ પાસે આવ્યો.

ચા હવે તૈયાર થઈ ઉભરાવાની તૈયારી માં હતી .નાથુ એ આમ તેમ નજર ફેરવી સાણસી ક્યાય ન દીઠી.

ધૂળી પર મનમાં ગુસ્સો કરતો એ ચુપચાપ ગમછા થી તપેલું ઉતારવા ગયો, ગરમ તપેલી માં ગમછો ચોટ્‌યો ને નાથુ ના હાથ પર શેક આવતા એના હાથમાંથી તપેલો વછૂટ્‌યો, ગરમ ચા નાથુ ના હાથ-પગ પર પડી રાડ નીકળી ગઈ નાથુ ની, ધૂળી દોડતી ઘરમાં આવી, નાથુને આવી તકલીફમાં જોઈ એ રડવાનું રોકી ન શકી, ને ખુદને કોસવા લાગી .જલ્દીથી એણે નાથુને માટલાના પાણીથી હાથ-પગ ધોવડાવ્યા ને ખાટલે બેસાડી હવા નાખવા લાગી.

થોડીવાર પછી બેઉ પરિસ્થિતિ ને સ્વીકારી ને ચુપચાપ પોત-પોતાના માં પોરવાયા.

ધૂળી એ નાથુ ને કહ્યું "તું આજે ઘરે રહે હું જી સાક્ષર સોસાયટી માંથી કચરો લઈ આવીશ "

નાથુ એ કહ્યું,"તને તો સુગ છે ને એ સોસાયટી માં જવાની,"?? તો પછી???

ધૂળી એ નાથુ માટે ફરી મુકેલી ચા નો કપ એના હાથ માં આપતા કહ્યું,"કચરા માટે સુગ છે પણ તારા માટે વેર નથી કે તને આવી હાલત માં કામ કરાવું,"

નાથુ એની આ દરકાર ની ભાવના પર ઓવારી ગયો.

ટી.વી. ચાલુ કરી એણે સમાચાર જોવાનું શરૂ કર્યું.સવારના વખતે ભાગ્યે જ કઈ ગમતો પ્રોગ્રામ ચાલતો હોય.ટી.વી .ના સ્ટેશન ફરાવતા ફરાવતા એણે ડીસ્કવરી ચેનલ પર ટી.વી.સેટ કર્યું.

આજે ત્યાં પર્યાવરણ ના બગાડ પર પ્રકાશ પાડતા મુદ્દા ની ચર્ચા ચાલતી હતી.

ધૂળી પણ ઘરનું કામ કરતા ,કાને પડતા ટી.વી. ના અવાજને ઝીલતા ગીત ગણગણી રહી.

અચાનક હવાને ,જમીન પ્રદુષણ ને લગતા કારણો ને સજાની કલમો પર તેના કાન સરવા થયા, સજાગ થઈ એ બધું સાંભળવા લાગી, ને પછી મનમાં મરક્તી કઈ બોલ્યા વગર કામ પતાવી, સાક્ષર સોસાયટી માં કચરો લેવા ગઈ.

બંગલા નં.૧૬ પાસે આવીને તે થોડી ખમચાઈ,

એક વખત તો થયું કે નથી જ જવું આ ઘરે કચરો લેવા, પછી થયું આજે તો વાત ચોખાઈ કરી જ દેવી છે.

દરવાજે ઉભા રહી બેલ વગાડી. નાઈટ ગાઉન માં માંડ સમાતું દેહ લઈ એક ગોરી સન્નારી પ્રગટ થયા,

હાથ થી ઉભા રહેવાનો ઈશારો કરી એ ઘરમાં ગઈ, પાંચ મિનીટ પછી પાછી આવી.

આ વખતે એના હાથમાં જે નાનું ડસ્ટ બિન હતું તેને બારણે મુકેલા મોટા ડબ્બા માં ખાલવવા ગઈ ત્યાં ધૂળી એ આગળ આવી ડબ્બો ઉપાડી લેતા કહ્યું, "જુઓ મેમસાબ આ પહેલી ને છેલ્લી વાર કહું છું, કચરો ઉપાડવાની ના નથી, પણ તમે જે રીતે આમ અમારૂં અપમાન કરો છો, કચરો ગમે તેમ ડસ્ટબિન માં નાખી ને તેમાય તમે પર્યાવરણ પણ નુકશાન કરો છો, હું આ નહિ સાંખી લઉં.

હું પર્યાવરણ સુરક્ષા ઓફીસ માં જી તમારી વિરૂદ્ધ ફરિયાદ કરીશ. તમે મોટા માણસો તો તમારી સગવડ માટે રાતે સામાન ખરીદી ઉપયોગ પછી તેને સવારે ગમે તેમ ફેંકી દો છો, એના કરતા તો કોઈ કાગળ માં કે પ્લાસ્ટિક માં લપેટી ને અલગ મુકો. આવા કચરા તો હવાને જમીન બંને ને નુકશાન કરે છે. પણ અમે એને ઊંંડા ખાડા કરી તેમાં ધરબાવી દઈએ છીએ.

તમે ઘરના કચરાને તમારા કચરા માં ભેળવો. અમને પણ આ કચરા તારવતા નાકે દમ આવે છે .

મેડમ મને કરવા પડતા શ્રમ કરતા તો તમે પર્યાવરણને મદદરૂપ થવા પણ આવા કચરા હવે પછી ગમે ત્યાં નહિ ફેંકો એવી આશા રાખી શકુ, બાકી ટી.વી. જોઈ જાગૃત તો હું પણ થઈ ગઈ છું .પછી ન કહેતા કાઈ ખોટું લાગે તો ...."

કહી ને ધૂળી મેડમ ને એના કચરા સાથે બારણે વિચાર કરતા છોડી ને ચાલી નીકળી...