બેકફૂટ પંચ-ep.૧૩ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેકફૂટ પંચ-ep.૧૩

બેકફૂટ પંચ

ભાગ ૧૩

(આતંક એ ઇન્ડિયા ના આતંકવાદી ઓ દ્વારા આદિત્ય ની પ્રેમિકા લિસા નું અપહરણ કરવામાં આવે છે. લિસા ને છોડવાના બદલામાં એ લોકો આદિત્ય જોડે ટીમ ઇન્ડિયા ને એમના કહ્યા પ્રમાણે ની જગ્યા એ લાવવાનું કહે છે. ATF ના ઓફિસર આતંકવાદી ઓ નો ખાત્મો કઈ રીતે બોલાવવો એની તૈયારી માં લાગી જાય છે. રાઠોર દ્વારા આતંકવાદી ઓ પર વૉચ રાખવામાં આવે છે. લિસા ને લઈ આતંકવાદી ઓ છુપી જગ્યા એ પહોંચે છે.. એમનો બોસ પણ બીજા દિવસે ત્યાં આવવાનો હોય છે, હવે આગળ...)

આખરે એ દિવસ આવી ગયો જેની બધા રાહ જોઇને બેઠા હતા.આદિત્ય પોતાના દિલ ની વાત સાંભળી આતંકવાદી ઓ ના ચુંગાલમાંથી લિસા ને મુક્ત કરવા માટે ટીમ ઇન્ડિયા ને કઈ રીતે એમની કહેલી જગ્યા એ લાવવી એની તૈયારી માં લાગી ગયો હતો..અત્યારે હજુ સવાર ના આઠ વાગતા હતા..ટીમ ઇન્ડિયા ની ફ્લાઇટ સાંજે ૫ વાગ્યા આજુ બાજુ લેન્ડ થવાની હતી એટલે આદિત્ય માટે સમય ઓછો અને વેશ ઝાઝાં જેવો ઘાટ સર્જાયો હતો.ATF માંથી એની મદદ માટે કોઈ આવ્યું નહોતું કે એને કોઈનો પણ ફોન આવ્યો નહોતો..પોતાના ટીમ ના સભ્યો ની જાન પોતાના અંગત સ્વાર્થ માટે જોખમ માં મુકતા એનું મન પાછું પડતું હતું..!!

અત્યારે ટોની પોતાના ઘરે ગયો હતો..એ બપોરે આવવાનો હતો એટલે આદિત્ય રૂમ માં એકલો પડ્યો પડ્યો ક્યારેક પોતાની મા,ક્યારેક લિસા તો ક્યારેક પોતાના ટીમમેટ વિશે વિચારતો હતો..એના મન માં જાણે કે દ્વંદ્વ ચાલી રહ્યું હતું.એકવાર તો એને થયું કે હું આતંકવાદી ઓ નો કોલ આવે તો એમના કીધા મુજબ કામ કરવાની ના પાડી દઉં, પણ પછી લિસા જોડે પસાર કરેલો મીઠો સમય અને પોતાના લીધે લિસા નું કિડનેપ થયું છે એ જાણી એ પોતાના મન ને કિડનેપરો ના કહ્યા મુજબ કરવા મનાવી લેતો.!!

બપોર ના ૧૨ વાગ્યા હતા,પણ આદિત્ય ના ચેહરા પર ભૂખ નું નામોનિશાન નહોતું. એના મોબાઈલ માં અચાનક ડિસ્પ્લે પર એક અજાણ્યો નમ્બર ફ્લેશ થયો..આદિત્ય સમજી ગયો કે આતંકીઓ નો જ કોલ હોવો જોઈએ..આદિત્ય એ ફોન રિસીવ કર્યો સામે પક્ષે કોઈ પુરુષ નો કર્કશ અવાજ સંભળાયો..

"શું કરો છો MR. આદિત્ય??"

"હું મજામાં છું.. પણ તમે કોણ??"આદિત્ય એ પૂછ્યું..

"મારા વિશે જાણવાની તારે કોઈ જરૂર નથી.હું તારો શુભ ચિંતક બોલું..એક વાત તો માનવી પડે કે તારી પ્રેમિકા ખરેખર ખુબસુરત છે..મને તો એમ થાય છે કે એના જોડે થોડો સમય મજા કરી લઉં..પછી આખી જિંદગી એ તારી જ છે ને.."સામે થી અવાજ આવ્યો..

"યુ બાસ્ટર્ડ.. લિસા ને હાથ અડાડયો છે તો"આદિત્ય બોલ્યો..

"તો તું શું કરી લઈશ.. તારા થી કંઈ થઈ શકે એમ નથી..તું અત્યારે અમારા હાથ ની કઠપૂતળી છે..અમે નચાવીએ એમ તારે નાચવાનું છે..સમજ્યો.."ધમકી ભર્યો અવાજ આદિ ના કાને પડ્યો..

"સોરી સોરી..મારા થી ભૂલ થઈ ગઈ..તમે કહેશો એમ જ કરીશ..બસ લિસા ને કંઈપણ ના થવું જોઈએ.."આદિત્ય ને પોતાની ભૂલ સમજતા કહ્યું..

"ગુડ તને ખબર તો છે તારે શું કરવાનું છે..આજે સાંજે ટીમ ઇન્ડિયા ની ફ્લાઇટ જેવી લેન્ડ થાય એવી જ તારે એમ ની લકઝરી બસ લઈને હું જે એડ્રેસ મોકલવું ત્યાં બધા ને લઈ ને આવવાનું છે..કોઈ પણ જાત ની ચાલાકી કરવાની કોશિશ ના કરતો નહીં તો તને ખબર છે કે અમે લિસા ની શું હાલત કરી શકીએ છીએ"બોસ એ કહ્યું..

"સારું તમે કહ્યું એમ જ થશે..હું પુરી ટીમ ને લઈ તમે કહેશો એ જગ્યા એ આવી જઈશ..બસ પછી મારી લિસા ને છોડી મુકજો"આદિત્ય એ કહ્યું..

"આદિત્ય જેમ તું તારા દેશ પ્રત્યે વફાદાર છે એમ અમે પણ અમારી જબાન ના વફાદાર છીએ..એકવાર કીધું કે તું અમારું કિધેલું કરીશ તો લિસા નો વાળ પણ વાંકો નહીં થાય અને સહી સલામત એ તારા જોડે પહોંચી જશે"બોસ એ કહ્યું અને કોલ કટ કરી દીધો..

અત્યારે રૂબી જેને બોસ કહીને વાત કરતી એ વ્યક્તિ ફાર્મહાઉસ પર આવી પહોંચી હતી..રૂબી સિવાય કોઈને ખબર જ નહોતી કે એ માણસ હકીકત માં કોણ છે..જ્યારે બધા એ એમના એ બોસ નો અસલી ચેહરો જોયો ત્યારે બધા ના તો જાણે જીવ ઊંચકાય ગયા..એમને તો કલ્પના જ નહોતી કે આટલો મોટો માણસ આ રીતે આપના પ્લાન માં સામેલ છે અને આપણો બધા નો બોસ છે..એના આવ્યા પછી તો ત્યાં હાજર દરેક સભ્યો માં જાણે નવી શક્તિ નો સંચાર થયો હતો..કોણ જાણે એમને તો હવે પોતાની સફળતા પર ૧૦૦℅ ભરોસો બેસી ગયો હતો..બસ હવે રાહ હતી સાંજ ના ૬ વાગવાની પછી વિજય ધ્વજ એમના શિરે શોભવાનો હતો..!!!

આદિત્ય સાથે વાત પૂર્ણ કર્યા બાદ બોસ એ આ જગ્યા નું એડ્રેસ આદિત્ય ને સેન્ડ કર્યું સાથે બંધક અવસ્થા માં બેભાન લિસા ના ફોટોસ..એ લોકો આદિત્ય ના મન જોડે રમવા માંગતા હતા..હવે મેદાન તૈયાર હતું બસ આદિત્ય એમના કહ્યા પ્રમાણે રમે તો એમની જીત નક્કી જ હતી..!!!

***

"એજન્ટ ઓરેન્જ તૈયાર છો ઓપરેશન લાસ્ટ બોલ ને અંજામ આપવા માટે"નિખિલે ગુંજન ને સંબોધી ને કીધું..

"યસ,વી આર રેડી ફોર થિસ ગુડ કોઝ..અમે તૈયાર છીએ આ સારા કામ માટે.."ઓફિસર ગુંજને કહ્યું..

"સર..આજે એ બધા આતંકી ઓ મારી ને આપણે મેજર સૂર્યવીર સિંહે આપણા પર મુકેલા વિશ્વાન ને કાયમ રાખવાનો છે.."ગણેશે કહ્યું..

"ગુડ સે યંગ બોય..રાઠોર ના માણસો એ એ જગ્યા શોધી કાઢી છે જ્યાં આતંકવાદી ઓ છુપાયા છે..મારી ઈચ્છા તો એમને ત્યાં જ ઢેર કરવાની હતી પણ લિસા ને કારણે એમ કરી શકતો નથી.."નિખિલ સાલુંકે એ કહ્યું..

"આજે તો કોઈપણ ભોગે આતંક એ ઇન્ડિયા નું નામ જ મિટાવી દેવું છે..જેટલા પણ આતંકીઓ બચી ગયા છે એમને એમના ભાઈઓ જોડે નર્ક સુધી પહોંચાડવાના છે"ગુંજને મક્કમતા થી કહ્યું.

"યા ઓફિસર એવું જ થશે..પણ આપણે એ પેહલા આપના પ્લાન મુજબ આગળ વધવાનું છે..મેં રાઠોર ને થોડા સશસ્ત્ર પોલીસ ઓફિસર લઈને એરપોર્ટ ની પાસે આવેલા બિલ્ડીંગ ના બેઝમેન્ટ માં આવવા માટે કહી દીધું છે..ત્યાં થી ઓપરેશન લાસ્ટ બોલ ની રૂપરેખા તૈયાર થશે..લાસ્ટ બોલ પર છક્કો વાગે છે કે વિકેટ પડે છે એ હવે આપણા હાથમાં છે"નિખિલે કહ્યું..

"સર વી આર ટોટલી રેડી.."ગુંજને પોતા ના પેન્ટ માં રિવોલ્વર છુપાવતા કહ્યું

ત્યારબાદ ગુંજન,ગણેશ અને નિખિલ નીકળી પડ્યા હિથ્રો એરપોર્ટ ની બાજુ માં આવેલ બિલ્ડીંગ ના બેઝમેન્ટ માં.. જ્યાં જોઈન્ટ કમિશનર રાઠોર બીજા ૧૦ ઓફિસર સાથે રેડી હતા..એમને શું કરવાનું છે એ બધું નિખિલે ફોન પર જણાવી દીધું હતું..રાઠોરે નિખિલ ના જણાવ્યા મુજબ ની બધી તૈયારી પેહલા થી જ કરી દીધી હતી.નિખિલે આવીને ફરીથી એ બધા ને ઓપરેશન લાસ્ટ બોલ ને અંતર્ગત શું કરવાનું એ વિશે વિગતવાર ચર્ચા વિચારણા પણ કરી લીધી.રાઠોરે પસંદ કરેલા ૧૦ એ ૧૦ ઓફિસર બિલકુલ ચુસ્ત અને મજબુત બાંધા ના હતા..જેમને જોઈ નિખિલ ને રાઠોર ની પસંદગી અને કામ કરવાની પદ્ધતિ પર મનોમન માન ઉપજ્યું.

બસ હવે રાહ જોવાઈ રહી હતી ભારતીય ટીમ ને લઈને આવતી ફ્લાઇટ ની

***

પાંચ વાગવાની સાથે ઇન્ડિયન ટીમ ને લઈને આવતી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ હતી..યોજના મુજબ આદિત્ય એ ટીમ મેનેજમેન્ટ ને કોલ કરી પોતે બધા ને લેવા આવવાનો છે એ જણાવી દીધું હતું..આ ઉપરાંત આદિત્ય એ બધા ને એમ કહ્યું હતું કે હજુ મેચ ને ૩ દિવસ ની વાર છે તો બધા ને લઈને હું મારા એક મિત્ર ના ફાર્મહાઉસ ઉપર લઈ જઈશ જ્યાં મેં બધા ના મનોરંજન ની બધી વ્યવસ્થા કરી રાખી છે.આદિત્ય ની વાત સાંભળી દરેક પ્લેયર એની કિધેલી જગ્યા એ જવા રાજી થઈ ગયા હતા.એમની મંજૂરી મળતા આદિત્ય ખુશ પણ હતો અને દુઃખી પણ..એ બધા નો જીવ આમ જોખમ માં મુકવા એ તૈયાર નહોતો પણ લિસા માટે આ બધું કરવું પડી રહ્યું હતું એ સમય આગળ લાચારી મહેસુસ કરી રહ્યો હતો.

ઇન્ડિયન ટીમ લેન્ડ થઈ અને બધા મેમ્બર જેવા બહાર આવ્યા એવાજ આદિત્ય ને એમના સ્વાગત માં હાજર જોઈને ખુશ થઈ ગયા..માં બધા મેમ્બર ને લઈ ને આદિત્ય ટીમ લકઝરી માં બેસાડી ડ્રાઈવરને આતંકીઓ એ કિધેલા સ્થાન તરફ આગળ વધવાનું કહી એ બધા પ્લેયરો જોડે પાછળ બેઠો.

સોઢી,સતીશ,વિકી, બધા જોડે આદિત્ય વાતો કરી રહ્યો હતો..લકઝરી ધીરે ધીરે આગળ વધી રહી હતી.આતંકીઓ એરપોર્ટ પર ગોઠવેલા માણસે કોલ કરી એમના બોસ ને આદિત્ય બધા ને લઈ લકઝરી માં નીકળ્યો એની માહિતી પણ આપી દીધી.

લગભગ કલાક જેટલો સમય વીતી ગયો અને લકઝરી ફાર્મહાઉસ ના ગેટ આગળ આવીને ઉભી રહી.આદિત્ય લકઝરી માંથી નીચે ઉતર્યો અને અંદર પ્રવેશ્યો.ગેટ ના પ્રવેશતા જ આદિત્ય ની મુલાકાત સત્યા જોડે થઈ.સત્યા અત્યારે સતેજ હતો. એને લકઝરી ના કાળા કાચ ની અંદર બેઠેલા પ્લેયર ને જોઈ લીધા હતા.એટલે એને આદિત્ય પર કોઈ શંકા નહોતી..આદિત્ય એ એમના પ્લાન મુજબ જ બધુ કર્યું છે એ વાત ની ખાતરી કરી લીધા વગર એ આદિત્ય જોડે આવ્યો અને એને ઉભો રહેવાનું કહી એની તલાશી લીધી.બધું ઠીકઠાક લાગતા એને રૂબી ને ફોન કરી આદિત્ય ના આવવાની અને બધું પ્લાન મુજબ ઓકે છે એની માહિતી આપી દીધી.

"મૈં સબકો લેકર આયા હું,અબ તુમ લોગ લિસા કો છોડ દો"આદિત્ય એ કહ્યું..

"તુમ મેરે સાથ અંદર ચલો.."આટલું કહી સત્યા ચાલતો ચાલતો આગળ વધ્યો..

આદિત્ય સત્યા ની પાછળ પાછળ હતો..અત્યારે એના ધબકારા વધી રહ્યા હતા..થોડું ચાલ્યા બાદ ફાર્મ હાઉસ ના મુખ્ય બિલ્ડીંગ ના બારણાં જોડે સત્યા એ પહોંચી ને પેહલા ૩ વાર પછી થોડું અટકીને ૨ વાર અને પાછું થોડું અટકીને ૨ વાર નોક કર્યું એટલે કાદિરે બારણું ખોલ્યું. કાદિર પણ હાથ માં ગન લઈને જ ઉભો હતો.આદિત્ય ને એની પાછળ જવાનું કહી સત્યા પાછો વળ્યો.

અંદર મેઇન હોલ માં સોફા પર એક વ્યક્તિ મોઢા પર માસ્ક પેહરી ને બેઠો હતો અને બીજા લોકો એની આજુ બાજુ ઉભા હતા..આદિત્ય એ મનોમન વિચારી લીધું કે આ જરૂર એમનો બોસ હશે.પણ આદિત્ય ને સૌથી વધુ આંચકો લાગ્યો રૂબી ને જોઈને..કેમકે આદિત્ય રૂબી ને બહુ સારી રીતે ઓળખતો હતો..એની રૂબી સામે જોયું અને બોલ્યો..

"રેહાના તું આ લોકો જોડે..ફોન પર જે છોકરી જોડે મારી વાત થતી હતી એ તું જ હતી.. તને ભાન છે તું કેવા લોકો નો સાથ આપી રહી છો?"આદિત્ય એ રૂબી ને કહ્યું..

"રેહાના નહીં રૂબી...રેહાના તો એ દિવસે જ મરી ગઈ હતી જે દિવસે તે મારા પ્રેમ નો અસ્વીકાર કર્યો હતો"રૂબી ભૂતકાળ ના કોઈ પ્રસંગ ને યાદ કરી ને બોલી..

આદિત્ય નું મગજ પણ એ સમય માં પહોંચી ગયું જેની રૂબી વાત કરતી હતી.એ સમયે આદિત્ય ૧૧ માં ધોરણ માં હતું..રેહાના આદિત્ય ની ક્લાસમેટ હતી..એ સ્વભાવે થોડી જિદ્દી અને ગુસ્સેલ હતી એને કોઈ જોડે બનતું નહોતું સિવાય કે આદિત્ય..આદિત્ય પણ એને પોતાની ખાસ મિત્ર સમજતો..બંને હંમેશા જોડે ને જોડે રહેતા.કેન્ટીન માં પણ આ બંને ની જોડી એકસાથે જ જોવા મળતી હતી.

રેહાના ઉર્ફે રૂબી ને ધીરે ધીરે આદિત્ય પ્રત્યે પ્રેમ જાગ્યો..એ મનોમન આદિત્ય ને પ્રેમ કરવા લાગી આમ ને આમ એક વરસ વીતી ગયું.. અને એ લોકો ૧૨ માં ધોરણ માં આવી ગયા..બધું બરાબર ચાલતું હતું ત્યારે બનેલી એક ઘટના એ રેહાના ની જિંદગી ની કાયાપલટ કરી દીધી.

આદિત્ય બીજી કોઈ છોકરી જોડે બોલે એ રેહાના ને સહેજ પણ પસંદ નહોતું..એમના કલાસ માં એક બીજી છોકરી હતી રિયા જે દેખાવે સુંદર હતી..એ ઘણીવાર આદિત્ય ની નજીક આવવાનો પ્રયત્ન કરતી એવું રેહાના ને લાગતું એક દિવસ આદિત્ય અને રિયા કેન્ટીન માં કોફી પીતાં હતા ત્યારે એ બંને ને જોઈ રેહાના એ એક પગલું ભર્યું.

સાંજ ના સમયે જ્યારે સ્કુલ છૂટી ત્યારે રેહાના એ રિયા ને બસ ના આગળ ધક્કો માર્યો જો બસ ચલાવનારે બ્રેક ના મારી હોત તો રિયા નું મોત નક્કી જ હતું..બધા એ રેહાના ને આમ કરતી જોઈ હતી..પ્રિન્સિપાલ એ જ્યારે રેહાના ને આમ કરવાનું કારણ પૂછ્યું તો એને કીધું"મારા અને આદિત્ય વચ્ચે કોઈ આવશે તો એને હું જીવતી નહીં છોડું"..

"પણ કેમ આવું કરે છે રેહાના"આદિત્ય પણ ત્યાં હાજર હતો એટલે એને રેહાના ને સવાલ કર્યો..

"આદિત્ય આઈ લવ યુ..તું ફક્ત મારો જ છે.."રેહાના એ કહ્યું..

"પણ રેહાના તું મારી ફક્ત સારી મિત્ર છે..તારું આ વર્તન યોગ્ય નથી..હું તને ક્યારેય પ્રેમ ના કરી શકું"આદિત્ય એ કહ્યું..

આદિત્ય ની વાત સાંભળી રેહાના જોર જોર થી રડવા લાગી અને બુમો પાડીને આદિત્ય આઈ લવ યુ..નું રટણ કરવા લાગી..પ્રિન્સિપાલ એ રેહાના ના માતા પિતા ને બોલાવી એને કોઈ સારા મનોચિકિત્સક ને બતાવવાનું કહી એને સ્કુલ માંથી બરતરફ કરી મૂકી..એ દિવસ હતો ને આજ નો દિવસ લગભગ ૧૦ વરસ ના લાંબા અંતરાલ બાદ આદિત્ય એ રેહાના ને આ નવા અવતાર માં જોઈ ત્યારે એને પારાવાર આશ્ચર્ય થયું..!!

"કયા સોચ રહે હો..?"વચ્ચે બેસેલા બોસે આદિત્ય ને કહ્યું..એનો અવાજ સાંભળી આદિત્ય વર્તમાન માં પાછો ફર્યો..

"કુછ નહીં.. આપને બોલા એસા મૈને કર દિયા હૈ..સબકો લેકર આ ગયા હું..આપ લિસા કો મેરે સાથ ભેજો મૈં લકઝરી કો અંદર ભેજતા હું..થોડી જલ્દી કરના વરના સબકો શક હો જાયેગા"આદિત્ય એ કહ્યું..

"ઠીક હૈ..સલીમ ઉસ લડકી કો બહાર લેકર આઓ"બોસે કહ્યું..

એનો અવાજ સાંભળતા જ સલીમ અંદર ગયો અને લિસા ને ગન પોઇન્ટ પર બહાર લઈને આવ્યો..જેવી લિસા ની નજર આદિત્ય પર પડી એવી જ એ બધું ભૂલી ને દોડતી આદિત્ય ની તરફ આવી અને એને લપાઈ ગઈ..આદિત્ય એ પણ લિસા ને પોતાના મજબૂત બાહુપાશ માં જકડી લીધી..અત્યારે બંને ની આંખ માં આંસુ હતા પણ ખુશી ના..એકબીજા ને ફરીવાર જોઈ શકવાનું સુખ હતું એમના ચેહરા પર.

"આદિત્ય તું ઇન્ડિયા નો નમ્બર વન ક્રિકેટર છે અને તે આ વાત મારા થી છુપાવી?"લિસા એ આદિત્ય ને કહ્યું.આતંકી ઓ ની વાતચીત પર થી એ જાણી ગઈ હતી કે એ જેને પ્રેમ કરતી હતી એ આદિત્ય બીજું કોઈ નહીં પણ દુનિયા નો પ્રથમ હરોળ નો ક્રિકેટર આદિત્ય વર્મા છે.લિસા એ આદિત્ય નો ચેહરો ક્યારેય જોયો નહોતો પણ એના વિશે ઘણીવાર એની ફ્રેન્ડ્સ ના મોઢે સાંભળ્યું હતું.

"લિસા એ માટે હું તારી માફી માંગુ છું..પણ એ બધું કરવા પાછળ મારો હેતુ અલગ જ હતો.હું એવું નહોતો ઇચ્છતો કે તું મારી દોલત કે શોહરત ના લીધે પ્રેમ કરે પણ તું મારા સ્વભાવ ને મારા હૃદય ને પ્રેમ કરે એવી મારી ઈચ્છા હતી"આદિત્ય એ લિસા ના આંસુ લૂછતાં લૂછતાં કહ્યું.

"આદિ ખરેખર તારા પ્રત્યે આજે મારો પ્રેમ આ વાત સાંભળી વધી ગયો છે. આટલો મોટો ક્રિકેટર હોવા છતાં તારા માં થોડું એ ઘમંડ નથી.હું મારી જાત ને નસીબદાર માનું છું કે મને તારા જેવો પુરુષ મારા લાઈફ પાર્ટનર તરીકે મળ્યો."આટલું કહી લિસા એ આદિત્ય ને જોર થી પોતાની બાહો માં લઇ લીધો.

અત્યારે આદિત્ય અને લિસા ને એકબીજા સિવાય કંઈ દેખાતું નહોતું.એ ભૂલી જ ગયા હતા કે હજુ એ લોકો આતંકીઓ ની ચુંગાલમાંથી બહાર નથી નીકળ્યા.આદિત્ય અને લિસા નું આ મિલન રૂબી ને ખટકી રહ્યું હતું એટલે એ ગુસ્સા માં એ બંને તરફ ગઈ અને એમને અલગ કરી ને જોર થી ચિલ્લાયી."હવે આ ફિલ્મી ડ્રામા પતી ગયો હોય તો લૈલા મજનું અહીં થી બહાર નીકળો.પછી અમારા બોસ નો વિચાર ક્યારે બદલાઈ જાય એનું નક્કી નહીં.આદિત્ય અમે પણ અમારો વાયદો પુરો કર્યો તું લિસા ને લઈને નીકળ અને ઇન્ડિયન ટીમ ની લકઝરી ને અંદર આવવા નું જણાવ"

રૂબી ની વાત સાંભળી આદિત્ય લિસા ને લઈ ફટાફટ એ બિલ્ડીંગ માંથી બહાર નીકળી ને ફાર્મહાઉસ ના મેઈન ડોર પર આવ્યો.લકઝરી ના પાછળ ટોની કાર લઈને ઉભો હતો.લિસા ને કાર માં બેસાડી ટોની ને જલ્દી માં જલ્દી આ સ્થળ છોડી દૂર નીકળી જવાનું કહી આદિત્ય લકઝરી માં પાછો ચડે છે અને લકઝરી ના ડ્રાઇવર ને લકઝરી અંદર લઈ લેવાનું સૂચન કરે છે.

સત્યા આદિત્ય ને પાછો લકઝરી માં આવતો જોઈ પેહલા તો નવાઈ પામે છે કેમકે આદિત્ય ને એ લોકો એ અહીં થી જવા માટે ની છૂટ આપી હતી છતાં એ પોતે મોત ના મુખ માં જઇ રહ્યો છે એ વાત ની ખબર હોવા છતાં એ પોતાના ટીમમેટ જોડે આવ્યો.આદિત્ય ના આવા સાહસ ના લીધે સત્યા ને એના માટે થોડું માન પણ થયું.

ધીરે ધીરે ઇન્ડિયન ટીમ અને સપોર્ટિંગ સ્ટાફ ને લઈને આવેલી લકઝરી ફાર્મહાઉસ ના મુખ્ય ચોગાન માં આવીને અટકી જાય છે.જેવી લકઝરી અટકે છે મેઈન બિલ્ડીંગ માં થી નીકળી ને બધા આતંકીઓ એની ફરતે હાથ માં હથિયાર લઈને ઉભા રહી જાય છે.હવે આખી ઇન્ડિયન ટીમ એમના કેદ માં હતી એટલે ભારત સરકાર પર દબાણ કરી પોતાના આકા યાકુબ પઠાણ અને વલીખાન ને કેદ માંથી મુક્ત કરાવી શકાશે એ વાત માં કોઈ મીનમેખ નહોતો..

"પાકિસ્તાન જીંદબાદ, પાકિસ્તાન જીંદબાદ"ના નારા થી આખા ફાર્મહાઉસ નું વાતાવરણ ગુંજી ઉઠે છે.

વધુ આવતા અંકે....

આતંકે ઇન્ડિયા ના આતંકી ઓ નો નાપાક મનસૂબો પૂરો થશે કે નહીં ? શું આદિત્ય અને ATF ઇન્ડિયન ટીમ ને બચાવી શકશે કે નહીં? આદિત્ય ની જીંદગી કયા રસ્તે જઇ રહી હતી? આ બધું જાણવા આવતા મંગળવારે રજૂ થનારો બેકફૂટ પંચ નોવેલ નો આખરી ભાગ વાંચવાનું ચુકતા નહીં.

જતીન આર. પટેલ