I like the religion that teaches liberty, equality and fraternity.
~ Dr. B. R. Ambedkar
“હું એક એવા સમાજની પસંદગી કરીશ જે આપણને સ્વતત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે.”
~ ડૉ. બી. આર. આંબેડકર
કોરેગાંવ-ભીમા બૅટલ
* વૉરગ્રાઉન્ડ:
૧૮૦૦ના દસકા સુધી, મરાઠાઓને એક ઢીલી પરંતુ એક સહભાગીદારીમાં એકઠાં કરવામાં આવ્યા. આ ભાગીદારી સંગઠનના પ્રમુખ લોકોમાં પૂણેના પેશ્વા, ગ્વાલિયરના સિંધિયા,ઇન્દોરના હોલકર, વડોદરાના ગાયકવાડ અને નાગપુરના ભોંસલે શુમાર હતાં. બ્રિટિશરોએ આ જૂથો સાથે શાંતિ સંધિઓ કરી અને તેના પર હસ્તાક્ષર કર્યા. તેમની રાજધાનીઓમાં નિવાસની શરૂઆત કરી. બ્રિટિશરોએ પેશ્વા અને ગાયકવાડ વચ્ચેના રાજકીય-મડાગાંઠ વિવાદમાં હસ્તક્ષેપ કર્યો. ૧૩ જૂન ૧૮૧૭ના રોજ, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પેશ્વા બાજીરાવ દ્વિતીયને ગાયકવાડના સન્માનના દાવાઓને છોડી અને અંગ્રેજોના વિસ્તારમાં સ્વાધીનતા પ્રાપ્ત કરવાના દાવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવા મજબૂર કર્યા. પૂણેની આ સંધિએ ઔપચારિક સ્તરે અન્ય મરાઠા પ્રમુખો પર પેશ્વાઓની નિષ્ઠાને સમાપ્ત કરી દીધી, આ પ્રકારે ઓફિશિયલી મરાઠા સંઘનો સૂર્યાસ્ત થઈ ગયો. આના તુરંત બાદ, પેશ્વાઓએ પૂણેમાં બ્રિટિશ રેસિડેન્સીને સળગાવી. પરંતુ,તેઓને બ્રિટિશરો દ્વારા પૂણે પાસે ખડકીના યુદ્ધમાં પરાજિત કરવામાં આવ્યા હતાં.
અબ ક્યા હુઆ? तनिक रुकिए बर्खुद्दार बताते है|
બન્યું એવું કે, પરાજય બાદ પેશ્વા તો સતારા ભાગી છૂટ્યા. અને, આ સ્થળોએ કંપનીએ નિયંત્રણ હાંસિલ કર્યું. પૂણેના કર્નલ ચાર્લ્સ બાર્ટન બર્રના નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું હતું. જ્યારે જનરલ સ્મિથને એક બ્રિટિશ સૈન્યના નેતૃત્વમાં પેશ્વાઓને ભગાડ્યા હતાં. સ્મિથને ડર એવો હતો કે, મરાઠાઓને કોંકણથી બચીને ત્યાં નાની બ્રિટિશ ટૂકડી પર કબજો કરી શકે છે. તેથી,તેમણે કર્નલ બોરને સૂચન આપ્યું કે તેઓ કોંકણ સૈન્ય મોકલે અને બદલામાં જરૂરત પડે તો શિરૂરથી સૌનિકોને બોલવવામાં આવે. ઉપરાંત, મરાઠાઓને પણ એવો ડર હતો કે જનરલ જોસેફ સ્મિથની આગેવાની હેઠળ બ્રિટિશ ટૂકડી ત્યાં પહોંચી જશે તો મુકાબલો આસન નહીં રહે. ડિસેમ્બરના અંતમાં, કર્નલ બર્રને સમાચાર મળ્યા કે પેશ્વાનો ઇરાદો પૂણે પર હુમલો કરવાનો હતો, અને તેણે શિરૂરમાં મદદ માટે તૈનાત કરેલા કંપનીના સૈનિકોને પૂછ્યું. શિરૂરથી મોકલવામાં આવેલા સૈનિકો પેશ્વાની સેના પાસે આવ્યા હતા, પરિણામે કોરેગાંવની લડાઇ થઈ હતી.
* સૈન્ય અને યુદ્ધ:
પેશ્વાના સૈન્યમાં વીસ હજાર ઘોડેસવાર અને આઠ હજાર પાયદળ હતું. આમાંથી બે હજાર સૈનિકો સતત બ્રિટિશ ટૂકડી પર હુમલો કર્યા કરતાં હતાં. આ સૈનિકો વચ્ચે અરબ, ગોસાઈ અને મરાઠાઓ શુમાર હતાં. જેમાંના આરબો ઉત્કૃષ્ટ હતાં. હુમલો કરનારને એક ઘોડેસવાર અને આર્ટિલરીના બે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં.
આ હુમલો બાપૂ ગોખલે, અપ્પા દેસાઈ અને ત્ર્યંબકજી ડેન્ગલે દ્વારા નિર્દેશિત હતો. હુમલા વખતે કોરેગાંવ ગામમાં પ્રવેશ કરનાર ત્ર્યંબકજી હતાં. પેશ્વા અને અન્ય મુખ્યાલય કોરેગાંવ પાસે ફૂલશેર ગામમાં રહેતાં હતાં.
જનરલ સ્મિથ ૩ જાન્યુઆરી કોરેગાંવ પહોંચ્યા, પરંતુ આ સમય સુધીમાં પેશ્વા પહેલેથી જ જગ્યા છોડી ચૂક્યા હતાં. જનરલ પ્રોત્ઝલરની આગેવાનીમાં એક કંપનીએ પેશ્વાનો પીછો કર્યો હતો, જેણે મૈસૂર ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, જનરલ સ્મિથ દ્વારા પ્રતાપસિંહની રાજધાની સતારા કબજે કરવામાં આવી. સ્મિથ ૧૯ ફેબ્રુઆરી ૧૮૧૮માં આશ્તો (અથવા અષ્ટ)માં એક યુદ્ધમાં પેશ્વાને ઘેરી લીધો; આ ક્રિયામાં બાપુજી ગોખલે માર્યા ગયાં. ત્યારબાદ, પેશ્વા ખાનદેશમાં ભાગી ગયા, જ્યારે તેમના જાગીરદારોએ કંપનીની પ્રતિજ્ઞા સ્વીકારી લીધી. નિરાશ પેશ્વાએ ૨ જૂન ૧૮૧૮ના રોજ જ્હોન માલ્કૉમની મુલાકાત લીધી, અને પેન્શન અને બિઠૂરમાં એક નિવાસસ્થાનને બદલે પોતાના શાહી હક્કોને સસ્પેન્ડ કર્યા. અંતે, આ રીતે પેશ્વાયુગનો અંત આવ્યો.
* મૂળ યુદ્ધ અને યુદ્ધનું મૂળ:
કોરેગાંવ ભીમામાં ૧ જાન્યુઆરી, ૧૮૧૮ના રોજ પેશ્વા બાજીરાવ પર બ્રિટિશ સૈનિકોની જીત થઈ હતી. દલિત નેતા બ્રિટિશ ફોજની આ જીતનો જશ્ન એટલા માટે બનાવે છે કારણ કે, એવું માનવામાં આવે છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલી ટૂકડીમાં મહત્તમ મહાર સમુદાયના લોકો હતાં, જેને અછૂત માનવામાં આવતા હતાં. આ બ્રિટિશ ટૂકડીમાં જે ફૌજી હતાં તેઓ બોમ્બે નેટિવ ઇન્ફેન્ટ્રી સાથે સંબંધ ધરાવતાં હતાં.
જેમ્સ ગ્રાન્ટ ડફે પોતાના પુસ્તક ‘અ હિસ્ટ્રી ઓફ ધ મરાઠાઝ’માં આ લડાઈનો ઉલ્લેખ કર્યો છે. તેમાં લખ્યું છે કે, “રાતભર ચાલ્યા બાદ નવા વર્ષની સવારે ભીમાને કિનારે પહોંચ્યા જ્યાં લગભગ ૨૫ હજારથી વધુ મરાઠાઓને રોકીને રાખ્યા. તેઓ નદીની તરફ માર્ચ કરતાં રહ્યાં અને પેશ્વાના સૈનિકોને લાગ્યું કે તેઓ નદી પાર કરવા માંગે છે. પરંતુ, તેમણે ગામમાં આસપાસના હિસ્સા પર કબજો જમાવ્યો, અને બાદમાં એક છાવણીના રૂપમાં તબદીલી કરવામાં આવી.”
હેન્રી ટી પ્રિન્સેપના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધ પોલિટિકલ એન્ડ મિલિટરી ટ્રાન્ઝેક્શન ઇન ઇન્ડિયા’માં આ લડાઈમાં મહાર દલિતોથી સજ્જ અંગ્રેજ ટૂકડીના સાહસનો ચિતાર મળી આવે છે.
આ પુસ્તકમાં લખ્યું છે કે, ‘કેપ્ટન સ્ટોન્ટનની આગેવાનીમાં જ્યારે આ ટૂકડી પૂણે જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થવાની આશંકા હતી. હુલ્લી જગ્યા પર ફસાઈ જવાના ડરથી બચવા માટે ટૂકડીને કોરેગાંવમાં પહોંચીને તેણે પોતાનો કિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો. જો આ ટૂકડી ખુલ્લામાં ફસાઈ જાય તો મરાઠાઓ તેમની હાલત ખરાબ કરી શકે તેમ હતાં.
અલગ-અલગ ઇતિહાસકારો મુજબ આ લડાઈમાં ૮૩૪ કંપની સૈનિકોમાંથી ૨૭૫ માર્યા ગયાં, ઘાયલ થયાં અથવા લાપતા થયાં. તેમાંથી બે અફસરો પણ શામેલ હતાં.
* અસ્મિતાની લડાઈ:
જે ઇતિહાસકાર મહારો અને પેશ્વા સૈન્ય વચ્ચેના આ યુદ્ધને વિદેશી શાસનકર્તા અંગ્રેજોની સામે ભારતીય શાસકોના યુદ્ધ સ્વરૂપે જુએ છે. તથ્ય જોવા જઈએ તો તે જરાયે ખોટું નથી. પરંતુ જાણકારો માને છે કે મહારો માટે અંગ્રેજોની નહીં પરંતુ પોતાની અસ્મિતાની લડાઈ હતી.
દલિતોને વર્ણવ્યવસ્થાની બહાર ગણવામાં આવેલ ‘અસ્પૃશ્ય’ની સાથે જે વ્યવહાર પ્રાચીન ભારતમાં થતો હતો, તે જ વ્યવહાર પેશ્વા શાસકોએ મહારો સાથે કર્યો હતો. ઇતિહાસકારોએ ઘણી જગ્યાએ લખ્યું છે કે, મહારોને પોતાની કમરમાં એક સાવરણો બાંધીને ચાલવાનું રહેતું હતું. જેથી તેમના ‘પ્રદૂષિત અને અપવિત્ર’ પગલાંઓના નિશાન તેના પાછળ છૂટે નહીં અને સાવરણાને લીધે ભૂંસાતા જાય. તેઓને પોતાના ગળામાં એક વાસણ પણ લટકાવવાનું રહેતું હતું. આ વાસણમાં જ તેને થૂંકવાનું રહેતું હતું. જેથી તેના થૂંકથી કોઈ સવર્ણ અપવિત્ર ન બને. તેઓ સવર્ણોના કૂવાઓ અથવા તળાવોમાંથી પાણી કાઢવાનું વિચારી પણ નહોતા શકતાં.
* મરાઠાઓ નહીં, બ્રાહ્મણો સામે હતી લડાઈ:
ઇતિહાસકાર અને વિવેચક પ્રો. ઋષિકેશ કામ્બલે કોરેગાંવ ભીમાનો બીજો પક્ષ પણ કહે છે. તેમનું કહેવું છે કે, મહારોએ મરાઠાઓને નહીં પરંતુ બ્રાહ્મણોને હરાવ્યા હતાં. બ્રાહ્મણોએ છૂત-અછૂતની પ્રથાને દલિતો પર બળજબરીપૂર્વક બેસાડી દીધી હતી. તેથી તેઓ નારાજ હતાં. જ્યારે મહારોએ બ્રાહ્મણોને આ પ્રથા બંધ કરવા કહ્યું ત્યારે તેઓ માન્યા નહીં અને અંતે મહારો બ્રિટિશ ફોજ સાથે મળી ગયાં.
બ્રિટિશ ફૌજ દ્વારા મહારોને તાલીમ આપવામાં આવી અને પેશ્વાઓ સામે લડવાની પ્રેરણા આપી. મરાઠા શક્તિના નામ પર જે બ્રાહ્મણોની પેશ્વાઈ હતી, એ યુદ્ધ ખરેખર છે, તેમની સામે હતી અને મહારોએ તેમને હરાવ્યાં. આ મરાઠાઓના સામેની લડાઈ તો કદી હતી જ નહીં.
કામ્બલે કહે છે કે, મહારો અને મરાઠાઓની વચ્ચે કોઈ પ્રકારનું મતભેદ અથવા ઝગડા છે, આ વાતને ઇતિહાસમાં કોઈ સ્થાન નથી. જો બ્રાહ્મણોએ છૂત-અછૂતની લડાઈને ખત્મ કરી દીધી હોત તો આ લડાઈ જ ન થઈ હોત.
તે કહે છે કે, મરાઠાઓનું નામ આમાં આથી લેવાય છે કારણ કે, બ્રાહ્મણોએ મરાઠા પાસેથી પેશ્વાઈ છીનવી હતી. આ છેલ્લી પેશ્વાઈ તાકાત હતી અને બ્રિટિશ તેમને હરાવવા માંગતા હતાં. આથી સૈન્યે મહારોનો સાથ લીધો અને પેશ્વારાજ ખત્મ કર્યું.