ગુજરાતી ચલચિત્ર Nirav Chhabhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી ચલચિત્ર

સાલ 1930 માં ભારત માં પહેલી ફિલ્મ રાજા હરિસચંદ્ર દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવી. ત્યારબાદ બોલતી ફિલ્મ નો યુગ આવ્યો 1931 ની સાલ માં પહેલી બોલતી મૂવી આલમ આરા આવી જેને લોકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો.

કહેવાય છે કે કોઈ દેશ કે પ્રદેશ ને જાણવું હોય તો તેની ફિલ્મો જોઈ લો. ફિલ્મો શું હતું અને શુ થઈ શકે તેની શક્યતા બતાવતું એક માધ્યમ છે અને એજ રીતે ગુજરાતી ફિલ્મો અને સિનેમા નું મહત્વ ભારતીય ફિલ્મ ક્ષેત્રે અપ્રતિમ છે. એટલું જ નહીં ગુજરાતી ફિલ્મો એ ભારતીય સિનેમા ના આધારસ્તંભ સમાન છે. 1932 ની સાલ માં પહેલી બોલતી ફુલ લેંથ ગુજરાતી ફિલ્મ "*નરસિંહ મહેતા*" રૂપેરી પડદા પર રજૂ થઈ. આ ફિલ્મ ગુજરાતી સાહિત્ય અને ધાર્મિક કથાઓ થી પ્રેરિત હતી.

ત્યારબાદ વિશ્વયુદ્ધ થી ઘેરાયેલા વર્ષો માં (1932-1942) માત્ર 12 ફિલ્મો જ રૂપેરી પડદે આવી જેમાં સતી સાવિત્રી,ગુણસુંદરી, અછૂટ જેવી સુંદર ફિલ્મો સામેલ હતી. ધીમે ધીમે ફિલ્મો માં ધાર્મિક વિષયો જોડે સામાજિક વિષયો પણ જોડાવા લાગ્યા, "*ઘરજમાઈ*" જેવી કૉમેડી ફિલ્મ પર પ્રયોગ કરીને હોમી માસ્ટર એ ગુજરાતી ફિલ્મ માં એક નવી દિશા ચીંધી.

જામનગર ના વતની શ્રી ચંદુલાલ શાહ નું ગુજરાતી અને ભારતીય સિનેમા ક્ષેત્રે અદ્દભુત યોગદાન રહ્યું છે. 1946 ની સાલ માં ગુજરાતી ફિલ્મ "*રાણકદેવી*" આવી, જેમાં નિરૂપા રોય નો એક બળકટ અભિનેત્રી તરીકે ઉદય થયો. આ ઉપરાંત મીરાંબાઈ,કરિયાવર અને ગુણસુંદરી જેવી ફિલ્મો માં નિરૂપાજી એ પોતાનો અભિનય ની ક્ષમતા બતાવી. આ દાયકા માં વડીલો ના વાંકે, મંગલફેરા અને કન્યાદાન જેવી વિવિધ વિષયો થી ભરપૂર ફિલ્મો રિલીઝ થઈ. મનહરરસ કપૂર અને ચતુર્ભુજ દોશી જેવા દિગ્દર્શકો એ ફિલ્મો માં નવા સફળ પ્રયોગો કર્યા. ત્યારબાદ ગુજરાતી લેખકો ના સાહિત્ય પર થી ફિલ્મો બનવાની શરૂ થઈ જેમકે ઝવેરચંદ મેઘાણી ની નવલકથા પર થી "*વેવિશાળ*" પ્રભુલાલ દ્વિવેદી દ્વારા લિખિત બુક પર થી "*ગાડાં નો બેલ બની*".

1947 ની સાલમાં "*હોથલ પદમણી*" ફિલ્મ થી અવિનાશ વ્યાસ જેવા જાજરમાન સંગીતકાર અને ગીતકાર નું ગુજરાતી સિનેમા માં પ્રવેશ થયો. 200 થી વધુ ગુજરાતી ફિલ્મો માં સંગીત આપનાર શ્રી અવિનાશ વ્યાસ નું "*મંગળફેરા*" ફિલ્મ નું સંગીત ખૂબ વખણાયુ. "*કરિયાવર*' ફિલ્મ ના સંગીતકાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ "*દીવાદાંડી*" નું ગીત "તારી આંખ નો અફીણી" આજ દિન સુધી આપણા બધા ની જબાન પર રમે છે. 1952 થી 1965 નો સમય ગુજરાતી ફિલ્મ માટે મંદી નો સમય નીવડ્યો. પણ અમુક સુંદર ફિલ્મો આ અર્શા માં પણ જોવા મળી જેમકે "મળેલા જીવ", "મુલું માણેક", "મહેંદી રંગ લાગ્યો", "અખંડ સૌભાગ્યવતી". અખંડ સૌભાગ્યવતી એ પહેલી એવી ગુજરાતી ફિલ્મ હતી જેને એન.એફ.ડી.સી તરફ થી ફાઇનાન્સ મળ્યું હતું. હિન્દી ફિલ્મ જગત ની પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખ એ આ ફિલ્મ માં લીડ રોલ કર્યો હતો અને કલ્યાણજી આનંદ જી ના સંગીત એ પણ મહત્વ નો ફાળો આપ્યો. "નજર ના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે" એ આ ફિલ્મ નું જ સંગીત છે. પડતી ના સમય બાદ ગુજરાતી ફિલમો ને 1966 થી 1990 સુધી નો સમયગાળો ઉગારી ગયો.

"*કંકુ*" જેવી ફિલ્મ ને નેશનલ એવૉર્ડ મળ્યો અને તેની અભિનેત્રી ને શિકાગો ફિલ્મ ફેસ્ટિવેલ માં બેસ્ટ એકટ્રેસ નો એવોર્ડ મળ્યો. અરુણ ભટ્ટ જેવા દિગ્દર્શક એ આ અર્શા માં સાબિત કરી બતાવ્યું કે આજની પેઢી અને આધુનિક સમાજ ને આવરી લેતી ફિલ્મો પણ બની શકે છે અને સફળ પણ થઈ શકે છે. તેમને રિસ્ક લઈ ને "*મોટા ઘર ની વહુ*","*લોહી ની સગાઈ*","*પારકી થાપણ *" જેવી સુપરહિટ ફિલ્મો આપી.

1968 ની સાલ માં પહેલી ગુજરાતી રંગીન ફિલ્મ રૂપેરી પડદે પ્રદર્શિત થઈ અને તેનું નામ હતું "*લીલુડી ધરતી*". 1980 માં કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ "*ભવની ભવાઇ*" એક સોગાત રૂપે ગુજરાતી સિનેમા ને મળી. આ ફિલ્મ ને 3 નેશનલ એવોર્ડ મળ્યા. આ ફિલ્મ માં નસરૂડીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ જેવા દિગ્ગજ કલાકારો એ પોતાનો અભિનય બતાવ્યો.

આના પરથી સવાલ એ પણ ઉઠે છે કે આવી શક્તિ ધરાવતા દિગ્દર્શકો અને અભિનેતા ગુજરાતી ફિલ્મ થી દુર કઈ રીતે થયા? ત્યારબાદ 1980 સુધી ગુજરાતી ગીતો નો મહત્વ નો ફાળો રહ્યો છે ફિલ્મ ને હિટ બનાવવા. આવું ટેલેન્ટ ગુજરાતી સિનેમા થી દુર કેવી રીતે થયું અને કેમ થઈ રહ્યું છે. ત્યારબાદ ના સમય માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને સંજીવ કુમાર જેવા કલાકારો નો ઉદય થયો.

ત્યારબાદ તો "*રામ રમાડે","જેશલ તોરલ","જીગર અને અમી","સંસાર લીલા" જેવી યાદગાર ફિલ્મો બની.

1990 થી 1996 નો સમય ગુજરાતી સિનેમા માટે ફરી મુશ્કેલ નીવડ્યો. નરેશ કનોડિયા જેવા અભિનેતા એ જાણે એકલા હાથે ગુજરાતી સિનેમા ને ઉગારવા ની કોશિશ કરી પણ તેમની ફિલ્મો માત્ર ગ્રામીણ પ્રદેશો માં જ ચાલી શકી. હિતેન કુમાર ની "દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા" જેવી ફિલ્મ એ ગ્રામીણ અને શહેરી એમ વિભાજીત થઈ ગયેલી ઓડીએન્સ ને ફરી એક કરવાની કોશિશ કરી પણ આવા પ્રયોગો વધુ થઈ શક્યા નઈ. આની સાથે ઉત્તર ગુજરાત તથા કાઠિયાવાડ અને આસપાસ ના વિસ્તારો ને ધ્યાન માં રાખી ને ગ્રામ્ય પરિવેશ માં અમુક સફળ ફિલ્મો બની જેમકે "*એકવાર પિયુ ને મળવા આવજે*", "*વાગી કાળજે કટારી તારા પ્રેમની*" વિક્રમ ઠાકોર અને હિતુ કનોડિયા જેવા કલાકારો ને કારણે ગણી ફિલ્મો ને સારો પ્રતિસાદ મળ્યો.

શહેરી દર્શકો માટે હિન્દી ફિલ્મો નો મોટો વિકલ્પ હતો તેથી ગુજરાતી દર્શકો બે ભાગ માં વિભાજીત થઈ ગયું અને 1996 થી આજ સુધી ગુજરાતી સિનેમા નો નવા પ્રયોગો થી સભર એક નવો પડાવ રહ્યો. 2005 ની સાલ માં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મો ને 100% કરમુક્ત કરી તથા બીજા ઘણા પ્રયોગો કરી સિનેમા ક્ષેત્રે પ્રગતિ લાવવાના પ્રયોગો કર્યા. 2004 માં વિપુલ શાહે ગુજરાત ની સૌથી પહેલી 35mm સિનેમા બનાવી. "*દરિયા છોરું *" જેવી ફિલ્મ ને ગુજરાત રાજ્ય ના નવ એવોર્ડ પ્રાપ્ત થયા. 2006 માં ફિલ્મ "*દીકરી મારી વહાલ નો દરિયો*" ખૂબ સફળ નીવડી. આશિષ કકડ દિગ્દર્શિત ફિલ્મ "*બેટરહાલ્ફ*" પણ ક્રિટિક્સ થી બહુ જ સારો પ્રતિસાદ મળ્યો.

જ્યારે "*ધ ગુડ રોડ*" જેવી પ્રયોગણાત્મક ફિલ્મ ભારત તરફ થી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી. આ ગુજરાતી માટે ગર્વ ની વાત હતી.

2012 નું વર્ષ ગુજરાતી સિનેમા માટે નવી આશા નું કિરણ લાઇ ને આવ્યું. નવા વિચાર અને નવી તાજગી થી અભિષેક જૈન ની ફિલ્મ "*કેવી રીતે જઈશ*" રજૂ થઈ. ત્યારબાદ તો અર્બન ગુજરાતીના નેજા હેઠળ અનેક ફિલ્મ રજૂ થઇ અને દર્શકો ને પસંદ પણ આવી. "બે યાર","જો બકા","પ્રેમજી","ગુજ્જુભાઈ ધ ગ્રેટ", "છેલ્લો દિવસ","રોમ કોમ", "વ્રોગ સાઈડ રાજુ" જેવી ફિલ્મો ને ઔડિયન્સ નો સારો પ્રતિસાદ મળ્યો કારણકે બધી જ ફિલ્મો મલ્ટિપ્લેક્સ ઔડીએન્સ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવી હતી. "વ્રોગ સાઈડ રાજુ" જેવી ફિલ્મ નેશનલ એવોર્ડ માટે નોમિનેટ થઈ.મોટા બજેટ ની ફિલ્મો રજૂ થઈ હોવા છતાં ગ્રામીણ અને શહેરી નું અંતર હજુ પણ વટાવી શકાયું નથી. ગુજરાતી સિનેમા એ 2015 ની સાલ માં પ્રથમ વખત 35 કરોડ નો આંકડો વટાવ્યો. આના પરથી એવું કહી શકાય કે આ એક ઐતિહાસિક સમય છે ગુજરાતી સિનેમા માટે…

આશા કરું છું કે આગળ નો સમય ગુજરાતી સિનેમા મા વિકાસ અને આગવી ઓળખ ઉભી કરશે.

***