પ્રગતિ નો પગરવ Pragati Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ નો પગરવ

  • 1 - તારા ઝાડની નાનકડી ડાળ
  • તારા ઝાડની નાનકડી ડાળ,વણજોયા મૂળ જોવા ઝંખે બાળ,તારા ઝાડની નાનકડી ડાળ

    જન્મથી તે કુલ ઉજાળ્યું અલગ બાળ થઈને,યૌવન તારું શિક્ષણ ને ઉમદા રમતવીર થઈને….

    વર્ણવે છે, આજતારા ઝાડની ડાળ નાનકડી,અદ્રશ્ય રહી તે માણી પિતા બનવાની સોગાત…..

    સર્વ સ્વરૂપ લઈને તે સીંચ્યો સ્નેહથી તુજ બાળ,માં, માસી અનેક રૂપે મમતાએ મનાવ્યા ગોપાલ.

    મનના તમે મક્કમ રહી મળ્યા દૂર કરી અંતરમાળ,અનુપસ્થિત છતાં,શીખવ્યું ઘણું તોડી કાલ ની જાળ..

    જાણ્યું જીવન તારું બાના કાળજે ને તૂજ કાગળે,લખું છું હું તુજ લખવાના લક્ષણે વરસના વહાણે.

    તુજ આદર્શો સાર્થક કરીએ, આપો આશિષનો થાળપાવન પ્રેમાળ આત્માને આજે પ્રેમ ભર્યા પ્રણામ.

    ટૂંકા પણ વટવૃક્ષ સમાં, તારા જીવનની ઝાંખી લખે બાળ.,તુજ સ્નેહ ને શબ્દ કેરા આભૂષણ સજાવે વાહલુડા બાળ.

    ***

  • 2 - બિરદાવું……
  • સંજોગને બિરદાવું કે શણગારેલ સમયને?જેણે દુઃખ તો આપ્યું, પ્રેમને પારિતોષિકમાં.
  • પ્રણયને સમજવું કે પ્રેરણાદાયી વિચારને?જેણે ઠોકરો તો આપી મને, સુંદર સરતાજમાં.

    પ્રાણને વળગુ કે પ્રાણ પૂરનાર પુરુષોત્તમને?જેણે પ્રમાણ તો આપ્યું, પણ પ્રમાણિકતામાં.

    રંગને ઓળખું કે રંગલા સમ મેઘધનુષને?જેણે રંગ તો રેડ્યા, લાગણીભર્યા રુદિયામાં.

    સમાજને નમું કે સચોટ સાચી સમજણને?જેણે સમજ તો આપી, શાણી સમજાવટમાં.

    બિરદાવી લઉ કે બ્રાન્ડેડ બિરુદ "પ્રકૃતિ" આપું?જેણે શબ્દોની સજાવટ, આપી ખીલેલી સાંજમાં.

    ***

  • 3 - એકતારો બનાવું
  • એકાંતને કોતરીને લાવને એકતારો બનાવું.સૌથી મોટા દુશ્મનને લાવને લિજ્જત કરાવું.

    શરમને શણગારીને લાવને શાસ્ત્રોક્ત બનાવું.સૌથી વધુ સત્ય છુપાવતું લાવને આભૂષણ ઉતારું.

    સમાજને સાથે લઈને લાવને એક સંજોગ બનાવું.સૌથી વધુ સંબંધ તોડતી શંકાની સાજને શમાવું.

    મન મગજને સાથે લઈને લાવને મનોરમ્ય દ્રશ્ય બનાવું.સૌથી અલગ જવાબ આપતા બંનેને એક કાગળે ઉતારું.

    હું-તું બંને સાથે લઈને ભૂલોને ભૂલનારું બનાવું.સૌથી મોટા ઝઘડા કારણે લાવને કંડારી કેડી બનાવું.

    ડર અને દુઆને બંને સાથે લઈને લાવને ડરને ડુબાડું.બારણું ખખડવાના ખણકારને લાવને જરા ખો આપું.

    ***

  • 4 - અહો ''માં''…
  • મ્હારો શ્વાસ છે તું, મ્હારો વિશ્વાસ પણ તું ,દર્શન પ્રભુના કરું છું જ્યારે જ્યારે, મ્હારો પરમાત્મા પણ તું .

    મમતાનું મર્મ અને લાગણીનો લહેકો,મ્હારો શબ્દ અને કલમનો ટહુકો છે તું,અસ્તિત્વ માત્ર મ્હારું, તે તું .

    છે સૂરજ તું અને કિરણ પણ તું,મ્હારા અંતરે છે કોડિયું પણ તું,મ્હારી જીવન યાત્રાનું અખંડ તેજ અહો મા, તે તું .

    અંતરના ભાવ અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન : બા, તુજ ને અર્પણ

    મમતાનું મર્મ, ‘મા' પણ તું છે મારી બા,મારા રક્ષણનું રામબાણ પણ તું છે મારી બા.

    ***

    5 - કોશિશ છે……

    લાગણીના રંગથી શબ્દોની દોર મજબૂત છે.પણ અહીં તો ગોઠવણના ગાંઠા-ગડીયા છે.

    પ્રેમના પાણીએ અલંકાર પૂર્ણ ચમકેલા છે. પણ અહીં તો છંદના છાન-ગપતિયા છે.

    ઝાંકળના જોરે જોડણી તો જોરદાર છે.પણ અહીં તો પ્રાસ કેરા પાનખરીયા છે.

    સહજતાના સાજે સમાસ તો સરસ છે.પણ અહીં તો કાવ્ય પ્રકારનાપરબીડિયાં છે.

    કુદરતની કરામતે કાવ્યભાવો તો કાયદેસર છે.પણ અહીં તો કવિ ને કૃતિ બેવ મૂંજાયા છે.

    બધાની સંતાકૂકડીમાં કાવ્યની કોશિશ છે.પણ અહીં તો જીઓનું નેટ કાવ્યનો થપ્પો કરી દે છે.

    ***

  • 6 - લાડકી……
  • મનુષ્યજન્મ ગમ્યો તો તે દરેકની દીકરી કરી લાડકીહું તો જો ને કર્મોની પણ કલાત્મક કંચનરૂપ લાડકી.

    વરસાદ ગમ્યો કમોસમી તો તે માવઠું કરીને મોકલ્યુંહું તો જો ને વરુણદેવની પણ વિધિવત રીતે લાડકી.

    આકાશ ગમ્યું ચિતરાયેલું તો તે સંધ્યાના રંગો કરી મોકલ્યું.હું તો જો ને નીલવર્ણ વિષ્ણુની વ્યવહારિક રીતે લાડકી.

    સૂર્યનું ગમ્યું તેજ તો તે તેજસ્વિતા મુજ મસ્તકમાં કરી મોકલ્યું.હું તો જો ને સૂર્યદેવની પણ શાશ્વત રીતે લાડકી.

    અગ્નિ ગમી કુમળી તો તે અંગારકી ચોથનું પર્વ કરી મોકલ્યું.હું તો જો ને અગ્નિદેવની પણ અનંત રીતે લાડકી.

    ભૂમિ ગમી કળયુગમાં ભમવા તો તે ભંડોળ ભારે મોકલ્યું.હું તો જો ને ભોમની ભીતરથી લાડકી.

    જે ગમ્યું તે તરત કુદરતે તે કોતરણી કરી મોકલ્યું.કુદરતની કરામતે, કુદરતના ખોળે,શાશ્વત , પ્રકૃતિની પ્રગતિ લાડકી.

    ***

  • 7 - શાન છે……
  • બૂરાને આન, બાન ને શાન છે.સચ્ચાઈ સાંભળવા ક્યાં કોઈને કાન છે?

    દગો, છેતરપિંડી ને પરાક્રમ કેવાનું જ્ઞાન છે.સૈનિકોને સાચવવવાની ક્યાં કોઈને સાન છે?

    સદંતર ખોટાને સાચું કહેનાર પર માન છે.નિર્દોષને દોષીમા ફેરવતા કર્મોનું ક્યાં ભાન છે?

    મંદિરોમાં દેખાડો કરવા દરેક પાસે દાન છે.ગરીબોને ખવડાવવા ક્યાં કોઈની કોઠીએ ધાન છે?

    એકાદી વાત મનેય ઈશ્વરને પૂછવાનું મન છે.શું તારી ઉત્તમ અદાલતનો ન્યાય છે?

    ***

  • 8 - મળ્યું છે…….
  • કુદરતની કરામતે કેવું સુંદર કચ્છી કામ રચ્યું છે?કુદરતનેય જાણે કવિતા રચવાનું કર્તવ્ય મળ્યું છે.

    સંધ્યા ખીલાવી સોનેરી આભ આજ કંચન બન્યું છે.આકાશનેય જાણે રંગીન થવાનું રમજાનમાં ફળ્યું છે.

    પવનની લહેરખીએ માણસને લીલાંલહેરનું રાજ મળ્યું છે.કવિઓનેય જાણે મનને નઠારવાનું મુગટસમ માન મળ્યું છે.વીજળીને વાદળોને વળગવાનું મનોરથ મનગમતું ફળ્યું છે.ધરતીનેય જાણે રીઝવવા આભ ચિતરાયેલું ગમ્યું છે.

    દિવસે શ્વેતા સાથે શાંત અને રાતે નિશા સાથે અશાંત રહ્યું છે.આભનેય જાણે વરસના વચલા દિવસે ગરાજવાનું મળ્યું છે.

    ***

  • 9 - મોંઘા પડ્યા
  • મનના મોરલાના ટહુકા,મગજને મોંઘા પડ્યા,કોને ખબર, કેટલાય ખાબોચિયા એને ટપવા પડ્યા?

    વિચારો ઓળઘોળ એવા વંટોળે વીંટળાઈ પડ્યા,કે મને ખબર પડી કે, એમને બોલવા પડ્યા.

    તારા ને મારા મળવાના અવસર અનોખા નીકળી પડ્યા,એમાં તો,કેટલાયના હૈયા ધબકારો ચુકતા ચમકી પડ્યા.

    ચક્કર ખાઈને ભૂમિ પર પડેલા,આકાશને ભોગવા પડ્યા,કોણ જાણે,અવનવા કેટલાય પ્રશ્નો જવાબને,તલસી પડ્યા.

    કેટલાય પૂછપરછના ચાંદરડા મગજ પર પાડ્યા,યાદોના દ્વાર માત્ર,આકાશના અજવાળે , ઉઘડી ગયા.

    ***

  • 10 - રિસર્ચ……
  • લાવને રિસર્ચના લેક્ચરને આજે લિબ્રલ લઈએ,વિરમેલાં વિરમના વાક્યને આજે વાયરલ કરીએ.

    લાવ ને રિસર્ચના પ્રપોઝલને આજે રીઝન લઈએ,દોડતા દોતીના ડેન્જર્સને આજે સ્પાઇરલ કરીએ.

    લાવને રિસર્ચના લેક્ચરને આજે ઓરીજનલ લઈએ,પ્રાર્થના પ્રાંજલીના પરમાનંદો ને આજે પોપ્યુલર કરીએ.

    લાવને રિસર્ચના રિપોર્ટને આજે ડિજિટલ લઈએ,નાચતા નીલમના નજારાઓને આજે નેચરલ કરીએ.

    લાવને રિસર્ચના વાઈવાને આજે વોલિયન્ટરલ લઈએ,લડતા રિદ્ધિબાના લૅજન્ડને આજે લિટરલ કરીએ..

    લાવને રિસર્ચને સીઝનલ આજે કરવાનું છોડીએ.,પ્રેકટીકલ નોલેજ આપતા એને દરેકમાં ઓફિશ્યિલ કરીએ.

    ***

  • 11 - એકલા જવાના……
  • એકલા આવ્યા ને એકલા જવાના,તોય મન શાને કરે અભરખા બેકલા રેવાના?

    કર્મના બંધને આવ્યા ને કર્મે જવાના,તોય શાને મલોખાં નોખા આવવા ને જવાના?

    આવ્યા ત્યારે કશું નહોતા લાવ્યા કે લઇ જવાનું થશે,તોય ઈચ્છાઓ શાને કરે વાલોખાં વચગાળાને વેચવાના?

    જીવ શિવે આપ્યો ને શિવમાં ભળી જશે.,તોય માણસ શાને કરે મૃત્યુને મેળાવડાંના મેળમાં?

    જન્મથી મૃત્યુ સુધી છે અનોખી યાત્રા,તો ઉત્સવ બનાવી જીવનને અનોખો થાવને રવાના.

    ***

  • 12 - શંખનાદ છે……
  • આવીજા ઉડી ને મનનાં માંડવે,

    તારીતો લાગણીઓ ને પણ પાંખ છે.

    શોધી લે તારા ગમતા સરનામાં,

    તારા તો પ્રેમ ને પણ પાંખ છે.

    લખીલે તારા અરમાનો કાગળ માં,

    તારી કલમમાં પણ શંખનાદ છે.

    ચિતરીલે તારી ચબરખી માં ચાંદની,

    તારી તો પીંછી માં પણ શાખ છે.

    શીખી લે તું પણ કવિતા પ્રકૃતિ,

    તારી તો કોશિશ પણ લાખ છે.

    Pragati Raval

    ***