સફરમાં મળેલ હમસફર ભાગ-5 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર ભાગ-5

સફરમાં મળેલ હમસફર

ભાગ-5

ભરતભાઈએ એટલા તો અહંકારથી તમાચો માર્યો હતો કે તેની ગુંજ પુરા બંગલામાં સંભળાતી હતી અને રૂમની બહારથી નિલાબેનના રુદનનો આવાજ પણ પુરા હોલને ગમગીન કરતો હતો. પલભર માટે બધું જ થંભી ગયું, પિતા અને પુત્રની નજર એક થઇ અને એ જ નજરમાં ફેંસલો થઇ ગયો.

મેહુલ રૂમમાંથી બહાર આવ્યો, નિલાબેનને રડતા જોઈ તેને શાંત કર્યા. ભરતભાઈ પણ તેની મર્સીડીમાં બેસી બંગલા બહાર નીકળી ગયા. મેહુલ તેના દોસ્ત, દોસ્ત કમ ભાઈ સાથે કાંકરિયા તળાવ આવી ગયો જ્યાં તે આવા સમયમાં અક્સર જતો. એ એક કલાક કદાચ સાશ્વત બંગલામાં મોટો વળાંક આપવાની હતી.

“શું થયું મેહુલ, કેમ આમ સવાર સવારમાં અહીં લાવ્યો?” તેના જીગરી દોસ્ત રણવિરે કહ્યું.

મેહુલની આંખો રાતી હતી, જાણે કોઈ નશો જ ના કર્યો હોય, પરંતુ ના, તેણે નશો નો’હતો કર્યો તેના મગજમાં માત્રને માત્ર એક જ વાત ઘૂમતી હતી “ આ કંપની મારા પાપાની છે, તો મારુ શું?, હું કોણ?, મારી શું ઓળખ?” આવા વિચારો મેહુલને તેના પાપાથી વિરુદ્ધ જવા માટે કાફી હતી અને તેમાં ભી પુત્ર તો ભરતભાઈનો જ હતો, આજે પહેલીવાર તેના પપ્પાને કારણે અહમ ઘવાયો હતો, સ્વાભાવિક રીતે ન જોઈ શકાય તેવા ચીથરા ઉડવાના હતા. તેથી મેહુલની આંખો રાતી હતી. તેણે સિગરેટના પાકીટમાંથી બે સિગરેટ કાઢી એક રણવીરને આપી.

સિગરેટ નો ક્રશ લેતા કહ્યું “રણવીર મારે અમદાવાદમાં નહિ રહેવું, મારે મારા પાપાને બતાવવું છે કે હું તેનાથી કમ નહિ, પણ મારી પાસે અભી કોઈ ઓપશન નહિ.” મેહુલ પાસે આટલી જાહો-જલાલી હોવા છતાં અત્યારે આવી એકલતાની ભાવના જન્મી હતી.

“પણ થયું શું એમ તો કહે?”સિગરેટનો ક્રશ લેતા રણવીરે કહ્યું. મેહુલે સવારે બનેલી તમામ ઘટના રણવીર સમક્ષ રજુ કરી દીધી અને આ ઘટના કહેતા સમયે મેહુલના હાવભાવ એટલા તો તીવ્ર હતા કે રણવીરને પણ ના છૂટકે જૂનુન ચડી ગયું.

“મેહુલ તું થોડા દિવસ મુંબઈ જતો રહે, ત્યાં મારા માસીનું ઘર છે, થોડા દિવસ તારા પાપાથી દૂર રહીશ તો તેને પણ અહેસાસ થશે અને મને એવું લાગશે ત્યારે હું તને પાછો બોલાવી લઈશ.” રણવીરે મેહુલને ધરપત આપતા કહ્યું.

“ના, રણવીર... હું મુંબઈ જાઉં તે વાત કોઈને ખબર ના કહેતો અને હું પાછો આવીશ અમદાવાદ એક વર્ષ પછી, ત્યારે મારી પાસે બધું જ હશે, જેનો મારા પાપા અહમ કરે છે” કહેતા મેહુલની આંખોમાંથી શ્વેતબિંદુ ઝરી પડ્યું. રડતી આંખોએ મેહુલે વાત આગળ ધપાવી “રણવીર હું માત્ર મારા પાપાને બતાવવા જ નહિ માંગતો, મારે ખુદ મારા પગ પર ઉભા થવું છે. ”મેહુલની વાતોમાં આત્મવિશ્વાસની બૂંદો ટપકતી હતી.

“ઠીક છે, હું તને મારા માસીના ઘરનું એડ્રેસ સેન્ડ કરું છું, ચાર વાગ્યાની ટ્રેનમાં મુંબઈ જવા રવાના થઇ જા, હું તારા ઘરેથી લગેજ મંગાવી લઉં છું, ત્યાં સુધી તું મારા ઘરે આરામથી બેસ. ”રણવીરે આ મામલો સાંભળી લીધો હતો.

ચાર વાગ્યે મુંબઈની ટ્રેન ઉપડી, જતા જતા બંનેએ કોન્ટેક્ટમાં રહેવાનું કહી છુટા પડ્યા. રણવીર સીધો શાશ્વત બંગલા તરફ અગ્રેસર થયો.

અહીં ભરતભાઈને પણ તેની ભૂલ પર પસ્તાવો થઇ રહ્યો હતો, મેહુલ પાસે માફી માંગવા તે ઘરે પરત ફર્યા પણ ત્યારે મેહુલ ન હતો અને મેહુલના આવવાની રાહ જોઈ બેસી રહ્યા.

રણવીરે આવી બધી જ વાતો નિલાબેન અને ભરતભાઈને કહી અને સાથે એ પણ કહ્યું કે તે પોતાના પગ પર ઉભા રહેવા મથે છે અને એક વર્ષમાં તે કઈ અલગ કરી બતાવશે. નિલાબેન તો પડી જ ભાંગ્યા હતા અને ભરતભાઈ આખરે તો એક પિતા હતા જ, તેનું દિલ પણ પીઘળી ગયું, તેની જ ભૂલ ને કારણે મેહુલે આવું પગલું ભર્યું તે જાણી તેને અસહ્ય દુઃખ થતું હતું પણ જે થવાનું હતું તે થઇ ચૂક્યું હતું અને આ વાત તેઓએ પણ સ્વીકારી લીધી હતી.

અચાનક ભરતભાઈ ચમક્યા, તેના વિચારોમાં એક અલગ વિચારની સેર પસાર થઇ જે કદાચ હકીકત બનાવવી થોડી મુશ્કેલ હતી પણ અશક્ય ન હતી. તેઓને લાગ્યું તેઓ એક મોટી બાજી જીતી ગયા છે. તેણે પોકેટમાથી સેલફોન કાઢ્યો અને વડોદરા રહેતા તેના બાળપણના મિત્ર હરેશભાઈને ફોન કર્યો. બધી જ વાત હરેશભાઈને કહેવામાં આવી ત્યારબાદ એક યોજના અમલમાં મુકવામાં આવી જે મેહુલના આવતા એક વર્ષ માટે ઘડવામાં આવી હતી. આ યોજના થકી ભરતભાઈનું પણ કામ બની ગયું અને મેહુલની સાથે પણ કોઈક હશે તેની ખાત્રી પણ મળી હતી. આ યોજનાની નાયિકા એક જ છોકરી હતી- “જિંક્લ”.

***

છેલ્લી રાત્રી એટલે 31st …. પુરા મુંબઈમાં જોરોશોરોથી આ રાત્રીનો જશન ઉજવવામાં આવ્યો હતો. મુંબઈની એ સવાર બંને માટે પહેલી સવાર હતી, આમ તો પહેલી સવાર સ્ટેશન પર થઇ હતી પણ તે સવારને માન્ય ન રાખતા આ સવાર જ પહેલી માનવામાં આવી, છેલ્લી રાત્રે જિંક્લ પુરી રાત સુઈ ન હતી.. માત્રને માત્ર આવતી કાલના જ વિચારોમાં તેણીએ પુરી રાત કરવટ બદલી બદલીને ગુજારી હતી, ગયા વર્ષે આ દિવસે તેની સાથે જે ઘટના બની હતી તેના વિચારમાત્રથી તે સહેમી ઉઠતી હતી. તેની પાસે માત્ર એક જ સુખદ વિચાર હતો, તે વિચારમાં માત્ર મેહુલ જ હતો, મેહુલે તે ચોર પાસેથી પર્સ તો બચાવી બચાવી લીધું હતું પણ તેણે જે જિંક્લની બેચેની ચુરાવી હતી તે પરત ન’ હતી કરી.

વહેલા ચાર વાગ્યામાં જિંક્લ તૈયાર થઈને વિચારતી હતી “આ મારી પહેલી ડેટ છે, તેની પહેલી હશે કે નહિ, તે બીજી કોઈ ગર્લને લાઈક તો નહિ કરતો હોય ને?, તેની કોઈ ફ્રેન્ડ હશે તો?, ના આવા વિચાર નહિ. ”આવા જ વિચારોમાં સમય પસાર કરી કેપ્રી અને ટી-શર્ટમાં જ મેહુલનો શર્ટ સાથે લઇ નીકળી ગયી. જિંક્લના અંકલને માત્ર એક પુત્રી હતી દિશા જે જિંક્લની ઉમર જેટલી ઉંમરની હતી, માત્ર તેને જ જાણ હતી કે જિંક્લ ક્યાં જઈ રહી છે કારણ કે ગઈરાત્રે જિંક્લે બધી જ વાત તેને કહી હતી. જિંક્લ દિશાની સ્કુટી લઇ સરદાર પટેલ જોગર્સ પાર્ક પહોંચી ગયી, વાતાવરણ પણ માણવા લાયક હતું, વહેલી સવારના આછા પ્રકાશમાં કેટલાક કપલ્સ તો કેટલાક ગ્રુપ ત્યાં જોગિંગ કરતા નજરે ચડતા હતા, જિંક્લે ઈયરફોન લગાવી સ્લોવ રોમેન્ટિક સોંગ શરુ કરી રાઉન્ડ શરુ કર્યો. તે વારંવાર પાર્કના એન્ટર ગેટ પર નજર કરતી હતી પણ તેને ખ્યાલ હતો કે તે સમય પહેલા આવી ચુકી છે.

બરોબર સાડા છ ના ટકોરે મેહુલ એકટીવા પર ત્યાં પહોંચ્યો, તેણે પણ બ્લેક પેન્ટ પર ‘V’ આકારનું ગ્રે કલરના ટી-શર્ટ પર બ્લેક જેકેટ પહેર્યું હતું, મેહુલના ગળે હેડફોન હતા, જેનો આવાજ થોડા થોડા સમયે મેહુલના ધ્યાનને આકર્ષતો હતો. મેહુલ ગેટમાં એન્ટર થતો જોઈ જિંક્લે ખુશ થઇ છુટા વાળને રીબીન વડે એકઠ્ઠા કરી નાખ્યા.

“ગુડ મોર્નિંગ એન હેપ્પી ન્યુયર”… “વેરી ગુડ મોર્નિંગ એન મી ટુ. ”

“લેટ નહિ થયું ને?”મેહુલે જિંક્લનો ચહેરો જોતા કહ્યું, જિંક્લના ચહેરા પર થોડો પરસેવો હતો જેને જોઈને લાગતું હતું કે નેપકીન દ્વારા સાફ થયા છતાં રાઉન્ડ લગાવ્યાના કારણે હજી બહાર આવે છે.

“ના, હું જ વહેલા આવી ગયી હતી. ”જિંક્લે બીજીવાર નેપકીન દ્વારા સ્વેતબિંદુ લૂછતાં કહ્યું.

“કેમ વહેલા?? અને નાઇસ શર્ટ” પોતાનો જ શર્ટ જિંક્લના ટી-શર્ટ પર જોતા મેહુલે આશ્રય સાથે કહ્યું.

“Ohh Thank you Dear, મારા ખાસ ફ્રેન્ડે ગિફ્ટમાં આપેલ છે” મેહુલનું અટેંશન લેવાના ઈરાદાથી જિંક્લે કહ્યું.

“તો ફિર, તે પણ રિટર્ન ગિફ્ટ આપ્યું જ હશે ને??” પોતાના ગિફ્ટની બેતાબીથી રાહ જોતા મેહુલે કહ્યું.

“હા, આપ્યું જ હોઈને પણ તેના માટે સરપ્રાઈઝ છે તો તેને નહિ ખબર” અડપલાં કરતા જિંક્લે કહ્યું.

“ઓહ્હ, કેટલો ખુશ નસીબ હશે તમારો ફ્રેન્ડ, જેને તમારા તરફથી ગિફ્ટ મળશે” ફ્લર્ટ કરતા મેહુલે પણ કહ્યું.

“તે તો હશે જ પણ તેના કરતા હું વધારે ખુશ નસીબ છું, કોઈ એ મારા બર્થડેના એક દિવસ પહેલા, પહેલીવાર ગિફ્ટ આપ્યું છે એટલે. ”

“ઓહ, Many Many Return Of The day In Advance, તો કાલના દિવસનો શું પ્લાન છે?” મેહુલે ઉત્સુકતાથી કહ્યું.

“કઈ ખાસ નહિ, અહીં કોઈ ફ્રેન્ડ નહિ ને, મારી કઝીન દિશા સાથે કઈક પ્લાન બનાવીશ, તું ફ્રી હોય તો કંઈક વિચારીએ..” જિંક્લે કહ્યું.

“Why Not, બોલ શું કરશું કાલે?” મેહુલે પૂછ્યું.

“જે તને પસંદ આવે તે. ” જિંક્લે મુસ્કુરાઈ કહ્યું.

“હમમ, બીચ પર જઈએ, મુવી, ગાર્ડન, રેસ્ટોરન્ટ.. બધી જ જગાએ જઈશું પણ તને શું પસંદ છે એમ તો કહે?” મેહુલે પૂછ્યું.

“તારી સાથે રહેવું પસંદ છે, કોઈ ભી જગાહ ચાલશે.” જિંક્લના દિલમાં મેહુલ માટે જે કૂણી લાગણી હતી તે હવે બહાર આવવા લાગી હતી.

“ઓહ, તો વિચારવું પડશે, પણ મારી ગિફ્ટનું શું?” મેહુલે પૂછ્યું.

“મળી જશે યાર, તું ચિંતા ના કર, હવે વૉક થઇ ગયું, મને સારી જગાહ પર કૉફી પિવરાવ.” જિંક્લે ઉભા રહી કહ્યું.

મેહુલ જિંક્લને ‘અપના કૉફી હાઉસ’ પર લઈ ગયો જ્યાં બંનેએ કૉફીની લિજ્જત માણી, થોડીવારમાં સુરજ સોળે કળાએ ખીલી ઉઠ્યો, શિયાળાની સવારના કુણા કિરણો શરીરને સ્પર્શીને અલગ જ ઉર્જા ઉમેરતા હતા. છૂટા પડતી વેળાએ જિંક્લે મેહુલને એક ડાયરી આપી અને કહ્યું “આ રહ્યું તારું ગિફ્ટ, આશા રાખું તને પસંદ આવશે. ”

“થૅન્ક યુ” મેહુલે કહ્યું.

“ઓય, મને રિટર્ન કરવાની છે હો અને માત્ર તને જ વાંચવાની પરમિશન છે. ”હસતા હસતા જિંક્લે કહ્યું. “શ્યોર.. વાંચીને પરત કરીશ. ”મેહુલે ડાયરી એક્ટિવાની ડિક્કીમાં મૂકતા કહ્યું.

મેહુલના મનમાં તે ડાયરી વાંચવાની ખુબ ઉત્સુકતા હતી, ઘરે પહોંચી સીધો ગેસ્ટ રૂમમાં જઈ ખુરશી પર ડાયરી લઇ બેસી ગયો. ડાયરીનું મુખપૃષ્ઠ અન્ય ડાયરી કરતા વધારે આકર્ષક હતું, તેમાં કૉફીનો કપ હાથમાં રાખીને ગાર્ડનમાં ખુરશી પર બેસેલી એક છોકરીનો ફોટો હતો અને નીચે જિંક્લના નામ સાથે તેની સિગ્નેચર હતી, ડાયરીનું ટાઇટલ “પર્સનલ ડાયરી” હતું અને નીચે નોંધ લખેલી હતી “Please do not touch. ” મેહુલને વાંચવાની પરવાનગી મળી ગયી હતી એટલે તે નોંધને ધ્યાનમાં ન લેતા ઉત્સુકતાથી ડાયરીનું મુખપૃષ્ઠ ખોલ્યું.

“આજે મારો વીસમો જન્મદિવસ છે, કદાચ આજ પહેલા મારે આ ડાયરી લખવાની જરૂર ન હતી, પરંતુ હું જે વાતો કોઈને નહિ કરી શકતી તે વાતો હું આ ડાયરીમાં ટપકાવવા માંગુ છું. અત્યારે રાત્રીના અગિયાર વાગ્યા છે અને મારો બર્થડે સેલિબ્રેટ કરી સૌ જતા રહ્યા છે, મમ્મી-પપ્પા પણ તેના રૂમમાં સુઈ ગયા હશે, માત્ર મને જ નિંદ નહિ આવે પુરી રાત સુધી. ”પ્રસ્તાવનાનું પહેલું પૅજ પૂરું થયું એટલે મેહુલે તુરંત બીજું પૅજ ફેરવ્યું.

“પાપા તમે ખરેખર મહાન છો એટલા મહાન કે હવે તમારી સામે આવતા પણ મને ડર લાગે છે. ”

(ક્રમશઃ)

-Mer, Mehul