સફરમાં મળેલ હમસફર
ભાગ-2
સામેથી કોઈ આવાજ સંભળાય તે પહેલા જિંક્લ બોલી “હેલ્લો અંકલ, ટ્રેન સુરતથી નીકળી ગયી છે અને મને મેહુલ નામનો નાઇસ બોય મળી ગયો છે તમે ચિંતા ના કરતા હું મુંબઈ પહોંચી તમને કોલ કરું, Bye. ”
સામેથી કોલ કટ થઇ ગયો અને જિંક્લના મોબાઈલમાં એક ટેક્સ મેસેજ આવ્યો “Thank You So Much. ” જિંક્લ થોડી મુસ્કુરાઇ અને મેહુલની વાતોમાં ધ્યાન આપવા લાગી. મેહુલે જે-જે ઘટના કહી તે સાંભળી જિંક્લે જાણી જોઈને આશ્રય લાગે તેવા રિએક્શન આપ્યા અને તેની વાતોથી તે પણ દુઃખી છે તેવું બિહેવિઅર કર્યું. થોડીવાર બર્થમાં ચુપકીદી છવાઈ ગયી. જિંક્લે અચાનક પૂછ્યું “If U Don’t mind તમે મારા અંકલને ત્યાં આવી શકો છો.. ઉપ્સ sorryyy તું. ”
“નહિ મારો રસ્તો હું ખુદ શોધી લઈશ અને Thanks for This. ”
“Ok, As Your Wish. I Think We R now Good Friends?જિંક્લે સવાલ પૂછ્યો.
“Ohh, Really!!!” મેહુલે ઉદગાર વચને કહ્યું.
“Ya 100%” જિંક્લે મક્કમતાથી કહ્યું.
“મને નહિ લાગતું, હા હા હા. ” કહી મેહુલ હસવા લાગ્યો.
“ઑય, તને કેમ નહિ લાગતું?”
“મને લાગ્યું આપણે Best Friends છીએ પણ તને તો …. ”
“Ohh, Really!!!” જિંક્લે ઉદગાર વચને કહ્યું.
“Ya 100%” મેહુલે મક્કમતાથી કહ્યું.
“મને નહિ લાગતું, હા હા હા. ” કહી જિંક્લ હસવા લાગી.
“ઉફ, મારી ચાલ મારા પર જ!!!, ok fine આપણે Good Friend ખુશ???”
“નહિ તે જ કહ્યુંને તે જ ઠીક છે, Best Friend કહ્યું તો એક સવાલ પૂછું. ” જિંક્લે પૂછ્યું.
“એ વાત બરોબર છે!!! દોસ્ત પણ માને છે અને વાત પૂછવા પણ પૂછવાનું, ખરી શાણી છે હો.. પૂછો જે પૂછવાનું હોય તે” મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.
“કોઈ Girlfriend છે કે નહિ મેહુલને?” જિંક્લે અચકાતા અચકાતા પૂછ્યું.
મેહુલ વિચારમાં પડી ગયો શું કહેવું કેમ કે તે સૌની સાથે વાતો તો કરી શકતો હતો પણ આવી વાતો કરવામાં તે અચકાટ અનુભવતો. હજી મેહુલ કઈ વિચારે તે પહેલા જિંક્લે મેહુલના વિચારો પર બ્રેક મારતા કહ્યું “ઓય, મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા સિમ્પલ સવાલ છે Gf છે કે નહિ?”
“નહિ.. નહિ એટલે હું એ વિચારતો હતો કે તું આ બધું મને કેમ પૂછે છો, I min પર્સનલી કે જસ્ટ GK માટે?” મેહુલે વાત બદલવાના પ્રયોજનથી પૂછ્યું.
“બંને માટે, ચાલ બોલ હવે” જિંક્લે કડકાઈથી કહ્યું.
“છે.. છે એવી ઘણી બધી ગર્લ્સ છે જે મારા પપ્પાના રૂપિયા પાછળ ગાંડી છે પણ પર્સનલી એવી કોઈ ગર્લ નથી જેની સાથે એકલા બેસી વાતો કરવાનું મન થાય અથવા સુખદુઃખ વહેંચવાનું મન થાય. ” મેહુલે જિંક્લની આંખોમાં જોતા કહ્યું.
“Means કે BPL છો બાપાના પૈસે લીલા લહેર, હા હા હા.. બટ તો હવે એવી ગર્લ ક્યારે મળશે જેની સાથે એકલા બેસી વાતો કરીશ. ”
“મળશે આવા જ સફરમાં જેને જોઈને હું દિલ ઔર દિમાગ પરથી કાબુ ગુમાવી બેસીશ અને એક પણ ક્ષણના વિલંબ વિના હમસફર બનાવી લઈશ. ” મેહુલે વિચારતા વિચારતા કહ્યું.
“ઓહ સો સ્વીટ ઑફ યુ” કહેતા સાથે જિંક્લ મનમાં બોલી “જેવો સાંભળ્યો હતો તેનાથી તદ્દન વિપરીત છે તું. ”
મેહુલને પહેલીવાર કોઈ છોકરીને સામેથી પૂછવાની તાલાવેલી થઇ. “હા એતો છું જ પણ મેડમને કોઈ Boyfriend છે કે અમસ્તા જ હવામાં છોડે છે” મેહુલે હસતા હસતા પૂછ્યું.
“છે ને હુસ્ન પર મરવાવાળા પણ જેને જોઈને ધડકન રુકી જાય તેવું કોઈ નહિ મળ્યું હજી” જિંક્લ તેનો ભૂતકાળ યાદ કરતા કહ્યું.
“અને એ ક્યારે મળશે?” મેહુલે પૂછ્યું.
“આવા જ સફર…હા હા હા…” કહી જિંક્લ જોરથી હસવા લાગી.
“બધી ચાલ મારા પર જ!!! કોઈ બાત નહિ”
મેહુલને જિંક્લ સાથે વાતો કરવામાં મજા આવતી હતી અને સામે જિંક્લ પ્લાન મુજબ આગળ વધતી જતી હતી. તે મનમાં વિચારતી હતી “પાપાએ કહ્યું તેનાથી સાવ અલગ જ છોકરો છે હવે મારે તેને કેવી રીતે મનાવવો, કહી હું તેની વાત ના માની બેસું.. નહિ.. નહિ જિંક્લ તારે માત્ર પાપાના કહ્યા મુજબ જ કરવાનું છે બીજું કઈ નહિ. ” તેને પગ પર જે હાથ હતો તેને ધીમેથી ઘૂંટણ પર પછાડ્યો.
મેહુલ પણ જિંક્લનો નિર્દોષ ચહેરો જોતા વિચારતો હતો “આટલી બધી ગર્લ્સ મળી અમદાવાદમાં પણ આ વડોદરા વાળી સાવ અલગ જ છે, કોઈ પણ ગર્લ્સ મારી સાથે આવી સ્વાર્થ વિના વાતો નથી કરતી એટલે કદાચ પણ જો તેને તેના સ્વાર્થની ખબર ન પડે અને મારો સાથ તેને પસંદ પડશે તો હું ચોક્કસ એક વાર મારા મનની વાતો કહીશ પણ… પણ… મેહુલ તારી પાસે અત્યારે કઈ નહિ, ક્યાં ચહેરે તેની સામે પ્રસ્તાવ મુકીશ, ભૂલી જા અત્યારમાં અને તે વિચાર કે કામ શું કરીશ જેથી પાપાને બતાવી શકીશ, નહિ આટલું બધું નહિ વિચારવું.. બસ.. બસ.. ” મેહુલે આંખો બંધ કરી અને જિંક્લને કહ્યું “નિંદ નહિ આવતી?”
“same question…તને નહિ આવતી??” સામે જિંક્લે પણ તંદ્રામાંથી બહાર આવતા કહ્યું.
“હા આવે જ.. ચલ Good night. ”
“હા અમસ્તા ભી આપણે આમ વાતો કરતા રહેશું તો એકબીજાને પસંદ કરી લેશું. ” થોડા ગંભીર પણ ચહેરા પર હલકા સ્મિત સાથે કાન પાસેની લટ આંગળીઓ વડે ઘુમાવતા અને નજરો થોડી નીચે ઝુકાવતાં જિંક્લ બોલી.
મેહુલનું હૃદય સુન્ન પડી ગયું આ વાત સાંભળી જાણે ચાલતી ટ્રેન થંભી ગયી હોય તેમ મેહુલની ધડકન પણ થંભી ગયી. જિંક્લ ઊંચું જોઈ શકતી ન હતી અને મેહુલ આંખો મેળવવા માંગતો ન હતો. જો ત્યારે બંનેની આંખો મળી હોત તો બંને ઈઝહાર કરી નાખેત પણ એવું ન થયું મેહુલને અચાનક શું સુજ્યું તે મજાકના મૂડમાં આવી ગયો અને જિંક્લને કહ્યું “ના એવું નહિ થાય, આપણી વચ્ચે એવું કઈ નહિ થયું ઔર હા, તુમ્હારે ઔર મેરે બીચ એસા કુછ નહિ હોને વાલા સમજી ગયી ડફર…. Conttrol…. લેલા…. conttrol” કહેતા મેહુલે જિંક્લના કપાળે ટપલી મારી અને હસવા લાગ્યો.
જિંક્લ ચોકી ગયી અને ત્યારે તેને ભાન થયું કે તે શું કહી બેઠી છે તેની જ વાત પાછી વાળવાનો તેણે પ્રયત્ન કર્યો “લેલા…લેલા તેનો શું મતલબ??”
“જેમ Conttrol મજનુ conttrol હતું તેમ તારા માટે Conttrol…. લેલા…. conttrol”
“હાહાહા સહી પકડે, ચાલ good night” કહી જિંક્લે બારી પર માથું ઢાળી દીધું. ” હા.. good night” મેહુલે ઊંડો શ્વાસ છોડતા કહ્યું.
થોડીવારમાં જિંક્લ સુઈ ગયી, મેહુલે જિંક્લનો ચહેરો જોયો, બારીમાંથી ફૂંકાતી હવાના કારણે તેના ચહેરા પર વાળ આવી ગયા હતા, તેને ઠંડી લાગતી હતી તેથી તેના હાથમાં જુનવાણી પર્સ હતું તે છાતીએ ચાંપીને સૂતી હતી. બે ઘડી મેહુલે જિંક્લને મન ભરી નિહાળ્યા બાદ ઉભો થયો અને બારણાં બાજુ ગયો. કમ્પાર્ટમેન્ટમાં જોયું તો સાવ ખાલી હતો માત્ર પેલા ચાર છોકરામાંથી બે છોકરા મોબાઈલમાં વ્યસ્ત જાણતા હતા બીજા થોડાઘણા પેસેન્જર હતા તેઓ પણ ગાઢ નિંદ્રામાં હતા.
મેહુલ બારણાં પાસે ગયો પોકેટમાંથી સિગરેટનું પેકેટ કાઢ્યું અને બીજા પોકેટમાંથી લાઇટર કાઢી સિગરેટ જલાવી. સિગરેટનો એક ક્રશ લીધો બીજો હાથ પોકેટમાં રાખી વિચારોમાં ખોવાઈ ગયો. “what a girl!! પહેલી જ મુલાકાતમાં આટલું એટ્રેક્શન કોઈના પ્રત્યે નહિ થયું અને આજે હું કેવી હાલતમાં છું, શું કરવું કઈ જ ખબર નહિ પડતી એમાં ભી આજે કારણ વિના મેં તેને ઉદાસ કરી દીધી. ” મેહુલે સિગરેટ ખતમ કરી ત્યાં સુધીમાં આવા ઘણાબધા વિચારો તેના મગજમાંથી પસાર થઇ ગયા હતા. મેહુલે પોકેટમાંથી તેના પપ્પાએ છેલ્લા જન્મદિવસ પર ગિફ્ટમાં આપેલ i-phone 7 કાઢ્યો અને તેના દોસ્તને કૉલ કર્યો. તે ક્યાં છે તેની જાણકારી આપી અને તેણે જે સુજાવ આપ્યો અને મદદ કરી તેનો આભાર માની ફોન કટ કરી નાખ્યો.
“જિંક્લ, કેટલું સુંદર નામ છે, નામ જેટલું સુંદર તેટલી જ સુંદર, યાર કેમ ઓચિંતા મારી સામે આવી ગયી અને સામે આવી તો આવી વાતો કેમ કરી, નક્કી મારા મહાદેવે આપણું કંઈક ગોઠવ્યું છે, હવે તે કરે તે સાચું” જિંક્લ સામે એકીટશે જોતા મેહુલ મનમાં જ બબડતો જતો હતો અને વિચારોમાં ક્યારે સુવાઈ ગયું તેને પણ ખ્યાલ ના રહ્યો.
રાત્રીના સવા બે વાગ્યે ટ્રેન મૈત્રીપાર્કથી થોડે દૂર હતી, બીજો પહોર હોવાથી સૌ ગાઢ નિંદ્રામાં સુતા હતા, પેલા બે છોકરા જે મોબાઈલમાં વ્યસ્ત હતા તેણે બીજા બે સાથીદારોને જગાવ્યા અને ચારેય થોડી વાતચિત કરી છુટા પડ્યા. તેમાંથી એક લગભગ બાવીશ વર્ષનો છોકરો જ ત્યાં ઉભો રહ્યો બીજા બધા યોજના મુજબ વિખાઈ ગયા. ટ્રેન મૈત્રીપાર્ક ઉભી રહી પેલા છોકરો જિંક્લ સામે આવી ઉભો રહ્યો અને “સૉરી બેબી” કહેતા જે જુનવાણી પર્સ હતું તે લઇ દોડવા લાગ્યો. જિંક્લ જાગી અને તે છોકરાને જોઈ રાડો પાડવા લાગી “ચોર…ચોર કોઈ પકડો ઉસે” પણ કોઈ સાંભળવાવાળું ન હતું. માત્ર મેહુલ આ આવાજ સાંભળી જાગી ગયો તેને જોયું તો જિંક્લ પેલા છોકરા પાછળ દોડતી હતી.
મેહુલ પણ તેની પાછળ દોડવા લાગ્યો, છોકરો ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ પર દોડવા લાગ્યો. આગળ છોકરો, પાછળ જિંક્લ અને તેની પાછળ મેહુલ…. એકાએક મેહુલે પ્લેટફોર્મ પર પડેલ ખાલી પ્લાસ્ટિકનું ડસ્ટબીન ઉઠાવ્યું અને પેલા છોકરા તરફ ફેંક્યું. છોકરો પ્લેટફોર્મ પર પડી ગયો અને મેહુલે તેને પકડી લીધો, જિંક્લ કોઈ વ્યક્તિ હોય તો મદદ માટે બોલાવવા ગયી પણ ત્યાં કોઈ પેસેન્જર ન હતું તેથી બંને વચ્ચે હાતાપાઈ શરુ થઇ ગયી, મેહુલનું પળલુ ભારે પડતા છોકરાએ કમરમાંથી છરો કાઢ્યો અને મેહુલના ડાબા ખભેથી થોડે નીચે હાથ પર વાર કરી ભાગવા લાગ્યો, સદનસીબે પર્સ મેહુલના હાથમાં રહી ગયું.
“રુક રુક ઓય કમીને અભી પુલિસ કો બુલાતી હું” કહેતી જિંક્લ છોકરા પાછળ દોડી પણ ત્યાં સુધીમાં તે છોકરો અંધારામાં અદ્રશ્ય થઇ ગયો હતો.
જિંક્લ પાછી મેહુલ તરફ આવી અને રડતા રડતા મેહુલને ગળે બાજી ગયી.
(ક્રમશઃ)