Vicharmadana Moti - 5 books and stories free download online pdf in Gujarati

વિચારમાળાનાં મોતી ૫

વિચારમાળાનાં મોતી

રાકેશ ઠક્કર

આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકો અને અનુભવીઓના વિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.

મણકો - ૫

* બીજાઓ સાથે એવું જ વર્તન કરો જેવું તમે પોતાની સાથે ઈચ્છો છો.- મેનસિયસ

* દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એક પ્રકારના બહુ ભણેલા હોય છે અને બીજા પ્રકારના જિંદગીની મજા લૂંટનારા હોય છે.-માર્ગરેટ કૂલર

* કોઈ નવું કામ કે નવી વસ્તુની શોધ એવું વિચારીને ન કરો કે એનાથી તમને શું ફાયદો થશે. તમે માત્ર એ નવું કામ કે સારી નવી વસ્તુની શોધ કરો. એ શોધથી બીજાઓને ફાયદો થશે એ તો નિશ્ર્ચિત જ છે.-મેરી ક્યુરી

* ચિંતા કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. જો કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે એમ હોય તો પછી એની ચિંતા કરવી વ્યર્થ છે અને જો કોઈ સમસ્યાનો ઉકેલ ન હોય તો એની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી! -દલાઈ લામા

* એવા માણસોની સાથે તેમનું સારું નસીબ હંમેશાં હોય છે કે જે લોકો મુશ્કેલીનો સામનો કરવાનું જાણે છે અને એ માટેની હિંમત રાખે છે.- પુબ્લિયસ વેરગિલિયસ મારો (વર્જિલ)

* જ્યારે દરેક વ્યક્તિ પોતાનું કામ નિષ્ઠાથી કરવા લાગશે અને પોતાના કામથી જ કામ રાખશે ત્યારે દુનિયા વધુ ઝડપી થઈ જશે.- લુઈસ કેરોલ

* ફિલોસોફર બનો. ફિલોસોફીથી જોડોયેલી ઊંડી વાતો પણ કરો, પરંતુ બધાને અંતે તો તમે મનુષ્ય જ રહો એ સૌથી મહત્ત્વનું છે. - ડેવિડ હ્યુમ

* પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર

* જે આપણા વિચારોમાં હોય છે એ નજીક હોય છે. પછી ભલે ને તે વાસ્તવમાં જોજનો દૂર હોય. પરંતુ જે વ્યક્તિ આપણા હૃદયમાં નથી હોતી તે સામે હોવા છતાં પણ ઘણી દૂર હોય છે. – ચાણક્ય

* જે વ્યક્તિ પાસે વધારે જ્ઞાન હોય તેને શત્રુઓ સાથે પ્રેમ કરતા આવડવું જોઈએ અને પોતાના મિત્રો સાથે વેર રાખતા આવડવું જોઈએ.-ફ્રેડરિક નીત્શે

* બુદ્ધિશાળી માણસ એક વાર કોઈ એક માણસથી છેતરાયા પછી તેની ઉપર ફરી વાર ક્યારેય વિશ્ર્વાસ કરતો નથી. - રેને દેકાર્ત

* જે વ્યક્તિ પોતાની જાત સાથે તાલમેલ સ્થાપિત કરી શકે છે તે પૂરી દુનિયાથી તાલમેલ સ્થાપિત કરી શકે છે. - માર્કસ ઓરેલિઅસ

* જેના મગજમાં શાંતિ હોય છે તે મુશ્કેલીમાં નથી હોતો અને ન તો તે બીજાને હેરાન કરે છે. – ઈપિક્યુરસ

* કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે

* સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ

* જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ

* જે વ્યક્તિ વિશ્ર્વાસ નથી કરતી તેના પર વિશ્ર્વાસ ન મૂકી શકાય.-લાઓ ત્ઝુ

* ગમે એટલા હતાશ કે નિરાશ હો તો પણ ઊભા થાઓ, તૈયાર થાઓ અને કામે વળગી જાઓ. - રીજાઈના બ્રિટ

* મુશ્કેલી આવતા પહેલા એના વિશે ચિંતા કરવી હાનિકારક છે.- વિલિયમ રાલ્ફ ઈંગે

* સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ

* કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો. – બ્રહ્માનંદ સરસ્વતી

* તમારી નજર ત્યારે સ્પષ્ટ થશે જ્યારે તમે તમારા મનની અંદર જોઈ શકશો. જે માણસ બહાર જુએ છે તે સપના જુએ છે અને અંદર જુએ છે તે જાગૃત થઈ જાય છે. -કાર્લ ગુસ્તાવ જંગ

* આંખોને તો ઘણી વસ્તુઓ પસંદ પડે છે, પણ જે વસ્તુ હૃદયને ગમી જાય એના પર ભરોસો કરવો જોઈએ.- ચીની કહેવત

* ઘર ત્યારે જ સંપૂર્ણ ઘર બને છે જ્યારે એમાં શરીર માટે ભોજન અને સામાન હોય એ જ રીતે દિમાગ માટે પણ ભોજન અને સામાન હોય. - માર્ગરેટ કૂલર

* જો આપણે શરૂઆત માટે એવી ક્ષણની રાહ જોઈને બેસી રહીએ કે બધું સારું થઈ જાય પછી શરૂઆત કરીશું તો આપણે ક્યારેય શરૂઆત નહીં કરી શકીએ. - ઈવાન તુર્ગનેવ

* સૌંદર્ય વસ્તુમાં નહીં, મગજમાં હોય છે. - ડેવિડ હ્યુમ

*પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા. – વિનોબા ભાવે

* જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. –ગૌતમ બુદ્ધ

* ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય. – મહાત્મા ગાંધી

* બીજાઓને મદદરૂપ થવાથી આંતરિક શક્તિઓ જાગૃત થાય છે. - ઈસુ ખ્રિસ્ત

* બીજાઓને સુખ આપવા માટે જાતે દુ:ખ વેઠે એનું નામ સંત. - ડોંગરેજી મહારાજ

* પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. – ડૉ. રાધાકૃષ્ણન

* તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ

* ગુણવત્તા અચાનક પ્રાપ્ત નથી થઈ જતી, એ હંમેશાં સમજદારીથી કરાયેલા પ્રયાસોનું પરિણામ હોય છે. - આર્નોલ્ડ પામર

* પ્રાર્થના કરવી એ સારી વાત છે, પણ એનાથી ઉત્તમ પ્રવૃત્તિ છે લોકોની મદદે જવાની. - હિપોક્રેટ્સ

* બધાને પ્રેમ કરો, કેટલાક લોકો પર વિશ્ર્વાસ મૂકો અને કોઈની પણ સાથે ખોટું ન કરો કે ખરાબ રીતે ન વર્તો. - વિલિયમ શેક્સપિયર

* માણસનું ચારિત્ર્ય જ તેનું નસીબ છે. - હિરા કિલટસ

* જો તમે દિશા ન બદલો તો શક્ય છે કે ત્યાં પહોંચી જશો કે જે તરફ તમે ચાલવાનું શરૂ કર્યું હતું. - લાઓ ત્ઝુ

* જે માણસ સમજદાર અને સાચી વ્યક્તિની વાત પ્રત્યે આંખ આડા કાન કરે છે એનાથી વધુ કમનસીબ કોઈ ન હોઈ શકે. - મેનસિયસ

* ઘણા લોકો તમારા પર રાજ કરે કે તમારે શું કરવું એ કહેતા રહે એ ઉચિત નથી. - હોમર

* જે લોકોમાં વિરોધ કરવાની હિંમત નથી હોતી તેમના માટે અધિકારી હોવા - ન હોવાનું કશું મહત્ત્વ નથી હોતું. - આલફ્રેડ ટેનિસન

* ન્યાય અને શક્તિશાળીને સાથે લાવવા જોઈએ, જેથી જે પણ ન્યાયી હોય તેઓ શક્તિશાળી થાય અને જે શક્તિશાળી હોય તેના હાથમાં ન્યાયનું ત્રાજવું આવે. -બ્લેઝ પાસ્કલ

* જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે. –વિલિયમ રોસ્ટર

* બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.–સરદાર પટેલ

* આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. –સ્ટિવેન્સન

* વધારે પડતી દયા ઘણી વાર અપરાધ વધારે છે અને એ નિર્દોષ તથા પીડિત લોકો માટે ઘાતક સાબિત થાય છે. એટલે ન્યાયને અગ્રકમ આપવો જોઈએ અને દયાને પછીના ક્રમે મૂકવી જોઈએ.-અગાથા ક્રિસ્ટી

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED