Vicharmadana Moti books and stories free download online pdf in Gujarati

વિચારમાળાનાં મોતી

વિચારમાળાનાં મોતી

રાકેશ ઠક્કર

આ પુસ્તકમાં મહપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકોના સુવિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.

મણકો -૧

* પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા

* જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. – ખલિલ જિબ્રાન

* વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી. – બર્ટ્રાન્ડ રસેલ

* જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. – ગાંધીજી

* જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે. – શેક્સપિયર

* સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. – પં. રામકિકર ઉપાધ્યાય

* ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી. –સૉક્રેટિસ

* કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન.

* જ્યારે પારકાં પણ પોતાનાં થઈ જાય છે, ત્યારે જ આપણું પરમ સૌભાગ્ય હોય છે. પણ જ્યારે દુર્ભાગ્ય કે સંકટ આવે છે ત્યારે પોતાનાં પણ પારકાં થઈ જાય છે. – રવીન્દ્રનાથ ટાગોર

* પ્રેમ એ સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રેમ એટલે કોઈની માવજત કરવી, તેની કાળજી કરવી, તેને જાણવું, તેને સમજવું, તેની ઉષ્માનો પ્રતિભાવ આપવો, સ્વીકૃતિ આપવી, અને ખાસ તો પ્રેમ મળે ત્યારે માણવો. – ઍરિક ફૉર્મ

* સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન. – જે. કૃષ્ણમૂર્તિ

* જીવન ટૂંકું છે. વ્યવસાય ઘણો છે ને તેમાં વાચનનો સમય વાચન સામગ્રીની સામે નજર કરતાં થોડો છે માટે પસંદ કરી કરીને વાંચવું. – ગિજુભાઈ

* આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય

* કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે

* આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન

* આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ

* બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી

* વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા

* ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ

* દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ

* ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ

* દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક

* દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ

* આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર

* જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય

* માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી

* માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત

* મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે. અને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. –રણછોડદાસજી મહારાજ

* જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. – સ્વેટ માર્ડન

* મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. – રવિન્દ્રનાથ ટાગોર

* સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ

* ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ. – વર્ડઝવર્થ

* એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ

* જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. –જલારામબાપા

* જે માનવી આપત્તિ આવતાં ગભરાતો નથી, જે સાવધાન રહીને નિત્ય મહેનત ઈચ્છે છે, અને જે સમયે આવી પડેલા દુઃખને સહન કરે છે, તે ધુરંધર મહાત્મા છે અને તેના શત્રુઓ જિતાયેલા છે. – સુભાષિત

* ધર્મનાં પુસ્તકો અને સંતોનાં લખાણો વાંચવા માટે દષ્ટિ જોઈએ. એ કોઈ અભ્યાસ નથી, સંશોધન નથી, મનોરંજન નથી. એ જ્ઞાન છે, ધર્મ છે, સાધના છે, શુદ્ધ નિર્મળ પવિત્રજળ છે. એ તરસ માટે છે, સ્વાદ માટે નહીં. – ફાધર વાલેસ

* જે દૈનિકપત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, તે પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે. – ઓલિવ શ્રાઈનર

* વાચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે. વાચનથી બાહ્ય દેહ મળે છે અને મનનથી તેના આત્માને અર્થાત સાર તત્વને પામી શકાય છે. – જ્હૉન લેક

* ઈતિહાસના વાચનથી જુવાન માણસ વૃદ્ધ થાય છે; એટલે વૃદ્ધ માણસની માફક એને શરીરે કરચલીઓ પડતી નથી, કે વાળ ધોળા થતા નથી, કે નબળાઈ આવી જતી નથી પણ એનામાં ઈતિહાસના વાચનથી માણસના જેવું ડહાપણ અને અનુભવ આવે છે. – ફુલર

* પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ

* જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ

* જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ

* માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ

* મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર

* એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ

* જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED