ચેપ્ટર - 6
માણેકલાલ ના માણસો જે ખાન ની પાછળ આવેલા એ લોકો ઝાડ ની પાછળ છુપાયેલા હતા. મને છુપાયેલા રાઠોડ એ જોઈ લીધા પેહલા તો એને એ સમજ ના પડી કે આ લોકો કોણ છે? અને અહીંયા છુપાઈ ને સુ કરે છે? એમના એક માણસ પર રાઠોડ ની નજર ગઈ એ એને ઓળખતો હોય એવું લાગ્યું તો એને યાદ આવ્યું આ એજ માણસ છે જે ને ચૌધરી સાહેબ સાથે એ એક હોટેલ માં લંચ માં મળેલો ગુજરાત ના કોમી તોફાનો વખતે એ અહીંયા ગુજરાત માં હતો અને એ આર્મી માં હતો. એને તરત એનું નામ દિમાગ માં આવ્યું અરે આતો મિશ્રા અને એ એને અવાજ આપવા જતો હતો ત્યાં સામે થી બાઈક પર એને રોહિત અને બક્ષી ને આવતા જોયા. મિશ્રા અને એના માણસો થોડા સતેજ થયા બાઈક ને એક ઝાડી પાછળ છુપાવી ને એ લોકો ફાર્મહાઉસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં ઝાડ ની પાછળ રહેલા મિશ્ર એ અને એના માણસો એ બંને પર હુમલો કરી દીધો અને બંને ને થોડા ફટકાર્યા બંને દર્દ ના લીધે અજીબ અવાજો નીકળી રહ્યા હતા. ત્યાં રાઠોડ ત્યાં ભાગતો જઈ રહ્યો હતો મિશ્ર ની નજર એના પર ગઈ અને એની સામે બંધુક તાકી વાતાવરણ થોડું ગંભીર બની ગયું હતું અને એક અજીબ સન્નાટો ચાવી ગયો હતો વળી આછું અજવાળું હતું.
રાઠોડ એ તરત સમય સુચકતા વપરાતું કીધું એ ચૌધરી સાહેબ ની સાથે એને હોટેલ માં લંચ પર મળેલો મિશ્ર એ એને નજીક આવા કીધું એને એનું મોઢું બરાબર જોયું અને યાદ આવી ગયું. રાઠોડે એની સાથે રહેલા સાથીઓ અને પ્રભાસ ની વાત કરી અને આ બંને પણ આપડી સાથે જ છે. મિશ્રા રોહિત ની છાતી પર ચડી ને બેઠો હતો વાત નો ખુલાસો થતા એ નીચે ઉતર્યો અને બંને ની માફી માંગી હવે એમની પાસે એક મોટી ટીમ હતી એને હથિયારો હતા. આમતો મિશ્ર અને એના સાથીઓ જ સો થી વધારે લોકો પર ભારે પડે એવા હતા એમને ઘણી ખૂંખાર લડાઈઓ લડી હતી. એટેજ એ માણેકલાલ સાથે હતા.
એવા માં આકાશ માં જોરદાર અવાજ આવા લાગ્યો બધાની નજર ઉપર ગતિ તો ત્યાં એક ચોપર હતું પ્રભાસ તરત ઓધખી ગયો કે આતો એમનુંજ ચોપર છે એટલે એને બધા ને ઝાડ ની નીચે છુપાઈ જવા માટે કીધું થોડી વાર માં ચોપર ફાર્મહાઉસ માં રહેલા હેલિપેડ પર લેન્ડ થયું અને વિલાસરાવ એમાંથી નીકળી અને બાબુલાલ અને ખાન પાસે ગયો. વિલાસરાવ સવારે બનેલા નરસંહાર થી અજાણ હતો નહીંતર એ આવા નું જોખમ ક્યારેય લે નહીં.
અંદર સોફા પર બાબુલાલ, વિલાસરાવ અને ખાન ગપ્પા મારતા હતા દૂર ખેતર માં રાઠોડ, મિશ્રા અને પ્રભાસ બધા રાહ જોઈ રહ્યા હતા. બક્ષી અને રોહિત પણ લપાઈને બેઠા હતા મિશ્રા ના મુક્કો ની અસર થી બંને ના મોં સુજી ગયા હતા. એવામાં ગેટ પર એક લાંબી કાર આવીને ઉભી રહી એને એ સીધી અંદર ઘુસી ગયી અને અંદર થી એક માણસ બહાર આવ્યો એ ને થોડા અજીબ વેશ હતો. રાઠોડ અને મિશ્રા નાઈટ વિસન વાળા દૂરબીન થી જોઈ રહ્યા હતા. એ માણસ કોઈ શૈખ જેવો દેખાતો હતો એમને તો એવું હતી કે જાફર પોતે આવાનો છે. એમને જાફર ના બદલે આવેલા આ અંજાન મેહમાન થી થોડું કુતુહલ થયું.
પેલો શૈખ સીધો અંદર ગયો અને સામે બેઠેલા વિલાસરાય, બાબુલાલ અને ખાન ઉભા થઈ ગયા અરે તમે આવા વેસ માં તો શૈખે પોતાની દાઢી નીકળી અને કીધું ભાઈ ઘણા દેશ ની ગુપ્તચર સંસ્થાઓ એની તપાસ કરે છે તો આવા વેશ માં આવેતો કોઈને ખ્યાલ ના આવે એટલે આવેલો છું. એ માણસ બીજું કોઈનાય પરંતુ જાફર પોતે હતો. એને બાબુલાલ ને મોનિકા વિશે પૂછ્યું એને કીધું કે મોનિકા ક્યાંય દેખાતી નથી અને જાફર એ મોનિકા ના નંબર પર કોલ કર્યો એ બક્ષી ની જેબ માં પડેલો હતો એ વાગી ઉઠ્યો. ઘણી વાર રિંગ વાગી પણ ફોન રિસિવ ના થયો બક્ષી એ તરત જાણ કરી કે ચિંતા ના કરી અંદર ગયેલો માણસ જાફર જ છે.
જાફર મોનિકા સાથે વાત ના થવાથી થોડો વિચલિત થયો એને બાબુલાલ સામે જોઈને કીધું કેમ બાબુલાલ આપડી સુ વાત થઈ તી.... વાતચીત અનુસાર મોનિકા અહીંયા હોવી જોઈએ પણ એ નથી. બાબુલાલ એ એને શાંત પડતા કીધું એ હમણે આવી જશે જાફરભાઈ તમે ચિંતા ના કરો આપડે મિટિંગ ચાલુ કરીયે.
જાફરે થોડી વાર પછી કીધું કે કાલે દેશ ના પ્રધાનમંત્રી ગાંધીનગર માં એક સભા સંમ્બોધવા માટે આવના છે અને આ દરમિયાન એમના પર એક આત્મઘાતી બોમ્બર થી હુમલો કરી અને એમને પતાવી દેવાના છે અને દેશમાં અફળાતા તફડી મચી જશે અને આ હુમલા ની જવાબદારી હું લઇસ એટલે મારો ડર નું સામ્રાજ્ય મોટો થઈ જશે એને બાબુલાલ નવો વડાપ્રધાન બનશે એટલે હું બિન્દાસ મારો ધંધો આરામ થી બે ખૌફ અહીંયા કરી શકું.
આ બધી વાત માં વિલાસરાવ ને એ ફાયદો હતોકે જો બાબુલાલ વડાપ્રધાન બને તો પછી એને નવી નવી કંપની બનાવ સરકારી જમીન મળે અને બેન્ક લોન લઈને એ લખલૂટ પૈસા કમાય સરકાર ના પૈસે ધંધો કરી અને સરકાર ને લૂંટે એવો એનો પ્લાન હતો અને વળી દેશ ની જેટલી પણ કોન્સ્ટ્રક્સન કોન્ટ્રાક્ટ એનેજ મળે તો એને અરબો રૂપિયા કમાવા મળે બસ એ આજ લાલચ માં એમની સાથે હતો.
બાબલાલે કીધું ભાઈ જાફર તું આઇયા કેમ આવ્યો આ કામ તો તું દુબઈ માં હોત તો અમે પણ પતાવી દેત. જાફરે કીધું ભાઈ કાલ થી તારુંજ રાજ છે એટલે હું એક દિવસ અહીંયા રહી અને કાલ થી બે ખૌફ ફરી શકું.
પણ આ આત્મઘાતી હુમલો કોણ કરશે અરે બાબુલાલ આપડે સોનું ને સુ કામ ઉઠાવી છે એને એના માટેજ તો ઉઠાવેલી છે. હકીકત માં આ વાત ની વિલાસરાવ અને બાબુલાલ ને જરા પણ જાણ નહતી. બંને ચોંકી ગયા ખાન પણ આ વાત થી અજાણ હતો. આ વાત સાંભળી બધા ઉછાળી પડ્યા અને એક સાથે મોઢા માંથી નીકળી ગયું સુ?
લાવો એને આપડે દુલ્હન ની જેમ સજાવી દઈએ. બાબુલાલ, ખાન અને વિલાસરાવ ને તો કાપે તોય લોહી ના નીકળે એવી સ્થિતિ ઉભી થઈ ગઈ. હવે આ કિલિંગ મશીન ને કોણ કે કે સોનું તો હાથ માંથી નીકળી ગઈ અને એનું બેક અપ એવી સ્મિતા પણ નથી. રૌફલાલ ઉપરવાળા ને પ્યારો થઈ ગયો છે. હિમ્મત કરીને બાબુલાલે સોનું ના હાથ માંથી નીકળી જવાની વાત કરી. જાફર એટલો ગુસ્સે થયો કે એના નાક ના ફન ચડી ગયા એને એને બાબુલાલ ને એક તમાચો છોડી દીધો. બાબુલાલ ને થોડું આત્મસન્માન ઘવાયું અને એ કઈ બોલી શકે એવી હાલત માં નહતો.
આ વાત માં વિલાસરાવે મધ્યસ્થી કરી અને બનેલી ઘટના વિશે જાણ કરી એને સોનું એમના હાથ માંથી નીકળી ગઈ એની વાત કરી અને એના બેકઅપ માટે સ્મિતા ને લાવેલા એ પણ નીકળી ગઈ એ અને રૌફલાલ નું મૃત્યુ તો એના માટે પણ આશ્ચર્ય ઉપજાવે એવું હતું. બાબુલાલે આખી વાત નો ઘટસ્પોટ કર્યો હવે કોઈ વસ્તુ છુપાવા જેવું નહતું. એટલે એને રૌફલાલ ના મૃત્યુ ના સમાચાર આપ્યા અને ચૌધરી ને રૌફલાલ એ જ મરેલો કારણ કે એ આખી વાત જાણી ગયો હતો. એટલે એને ઈન્જેકશન આપી અને એક દમ સફાઈ થી મારવામાં આવેલો.
જેથી હાર્ટ એટેક લાગે અને વધારે હોબાળો ના થાય. આ બધી વાત ઝાલા એ એક દમ સફાઈ થી ગોઢવેલા કેમેરા માં કેદ થતી હતી અને બહાર ઉભેલી આખી ટીમ આ વાત સાંભળતી હતી. બધા એક દમ ચકિત થઈ ગયા અને રાઠોડ નું ખૂન એક દમ ઉકાળવા લાગ્યું એને અંદર જઈને બધાને પતાવી દેવાની ઈચ્છા થઈ. અને એ બંધુક પર હાથ કસી ને અંદર જવા જતો હતો ત્યાં મિશ્રા એ એને રોક્યો અને થોડી વાર રાહ જોવા માટે કીધું.
આ બધી વાત સાંભળી જાફર ભડક્યો અને એને કીધું સાલાઓ આટલું બધું બની ગયું અને મને તમે લોકો એ અંદરમાં રાખ્યો હું હવે તમને બધા ને પતાવી દઈશ. ખાને વચ્ચે પડતા કીધું કે જાફરભાઈ શાંતિ રાખો આપડે કઈ રસ્તો કાઢીસુ.
સ્મિતા રસ્તા માં બેહોશ થઈ ગયેલી અને એ જયારે હોશ માં આવી ત્યારે દલપતરામ પાસે એક દમ સહી સલામત હતી એને સ્વસ્થ થઈને દલપત રામ ને વાત કરી જ્યારે એ ટ્રેકિંગ માં ગઈ હતી ત્યારે હું સાથીઓ થી અલગ પડી ગઈ અને રસ્તો ભટકી ગઈ હતી ત્યાં મેં એક નાનું ઝૂંપડી જેવું મકાન જોયું ત્યાં જઈને મેં તપાસ કરી તો મુખ્યમંત્રી બેઠા હતા અને સાથે બંદૂકધારી આતંકવાદી જેવા માણસો બેઠા હતા એટલે મને કઈ રંડાઈ રહ્યું હોય એવું લાગ્યું એટલે મેં કેમેરો નીકળી અને ફોટા ક્લીક કરી લીધા અને મેમરી કાર્ડ સાચવીને મૂકી દીધું પરંતુ હું જ્યારે ત્યાંથી નીકળતી હતી ત્યારે મને એ લોકો જોઈ ગયેલા અને મને પકડી લીધી. મારી પૂછતાછ કરતા ખાન ને એ વાત ની જાણ હતી કે હું દલપરમ ની છોકરી છું એટલે એમને મને સોનું નો ફોટો બતાવ્યો એટલે હું ચૂપ થઈ ગઈ અને મને કીધુકે તું અમને સહકાર આપ નહીતો સોનું ને મારી નાંખીશુ. સોનું ની જાણ ને ખતરો હતો એટલે એમને મેં સહકાર આપ્યો અને એ લોકો મને ટ્રેન માં લાવી રહ્યા હતા ત્યાં મેં એ પર્શ કોઈ છોકરાને આપ્યું જેમાં મેમોરી કાર્ડ હતું.
હવે આખી વાત નું ઘટસ્પોટ થઈ ચૂક્યું હતું સડયંત્ર ના માસ્ટર માઈન્ડ ને હવે પકડવાનો હતો. રાઠોડ અને મિશ્રા ના સાથીઓ હવે હુમલો કરવા તૈયાર હતા. ત્યાં અંદર જાફરે કીધું સાલાઓ દલપતરામ ની છોકરી ને એટલે આમ સામેલ કરેલી હતી કે એને કોઈ તપાસે નૈ અને એ બે રોક ટોક ફુલહાર લઈને પ્રધાનમંત્રી સુધી જઈ શકે હવે કોણ જશે. એવા માં જાફર ની નજર વિલાસરાવ પર ગઈ અને એને કીધું હવે આ કામ તું કરીશ વિલાસરાવ એમ દમ કાર ગરી રહ્યો અને ઘૂંટણે પડી ગયો. આજે એ સ્વાર્થી પોતાની ભૂલ નો અહેસાસ અનુભવતો હતો. જાફરે કીધું તારી તો આદત છેને લોકોને સ્વાર્થ માટે ઉપયોગ કરવાનો હવે તું મારા સ્વાર્થ માટે બાળી ચડી જ એને તૈયાર કરવામાં આવ્યો અને બળજબરી થી આત્મઘાતી જેકેટ પહેરવા આવ્યું જેની વ્ય્વસ્થા જાફર કરીને આવેલો.
વાતાવરણ માં થોડી અરાજકતા અને અજીબ શાંતિ હતી આવા સમય એ રાઠોડ ન કંપની એ હુમલો કરવાનું નક્કી કર્યું બધા બે બે ની ટીમ માં વહેંચાઈ ગયા અને પ્લાન પ્રમાણે મિશ્રા અને એના સાથી ફાર્મહાઉસ ના બંગલા પર એટેક કરશે અને રાઠોડ ની ટીમ બહાર ના માણસો થી નિપટસે. આખો પણ ઘટી અને એ લોકો એ એક તાકાત થી હુમલો કર્યો વાતાવરણ ના ગોળીઓ ના અવાજ થી ગુંજી રહ્યું હજુ અફરા તફરી મચી ગઈ હતી.
મિટિંગ માં ભંગ પડ્યો અને એ લોકો પણ અચાનક હમણાં માટે તૈયાર નહતા આવા સમયે માણેકલાલ ની ટુકડી એ અંદર પ્રવેશી અને ખાન ને ગોળી મારી દીધી ખાન એકાદ ગોળી માં જમીન પર પડી ગયો અને લોહી ના ખાબોચિયામાં માં નહતો હતો. મિશ્રા એ બીજી ગોળી મૂકયમન્ત્રી ના પગ માં ડર્બી દીધી અને એના એક સાથી એ જાફર ને હાથ માં ગોળી મારી આ દરમિયાન વિલાસરાવ ખૂણા માં ખુટણિયે બેઠો હતો.
બહાર રાઠોડ અને એની ટીમે બધા સાગરીતો ને મોત ના મુખ માં નાખી દીધા હતા અને એ લોકો અંદર આવ્યા ત્યારે પ્રભસે એના પિતાજી સામે જોયું એ નીચું મોં કરી અને રડી રહ્યા હતા. પ્રભાસ ને આજે એના પિતા પ્રતેય ઘૃણા હતી. તમે આવા માણસો નો સાથ આપ્યો આજે એમણેજ તમારી જાણ દાવ પર લગાવી લીધી. વિલાસરાવ પાસે બોલવા માટે એક શબ્દ નહતો.
એવા માં જાફરે એના ખીચા માં રહેલા રિમોટ ને બહાર નીકળ્યું અને ધમકી આપી જો કોઈ હરકત કારસો તો એ રિમોટ દબાવી દેશે અને વિલાસરાવે પહેરેલા જેકેટ નો ધમાકો થશે અને બધા મારી જઈસુ એને બધા ને હથિયાર નીચે ફેંકી દેવા માટે કહ્યું. બધાએ હથિયાર નીચે ફેંકી દીધા પણ પ્રભાષ હજુ હાથ માં ગાન સાથે ઉભો હતો એને અચાનક હાથ ઊંચો કરી અને એક ગોળી છોડી એ સીધી જાફરની ખોપડી ઉડાવીને નીકળી ગઈ અને એક ધડાકા સાથે જાફર જમીન પર. વિલાસરાવ એટલો બધો લજ્જિત હતો કે એને સુ કરવું એ સુજતુ નહતું. એને એની નજીક પડેલી ગન હાથ માં લીધી અને પોતાના માથા પર રાખી અને કીધું દીકરા મને માફ કરી દેજે મને આ સડયંત્ર ની એટલી ગંભીરતા નહતી. એમ કહી અને એને ગોળી છોડી એ ગોળી વિલાસરાવ ના ખોપડી માંથી આરપાર નીકળી ગઈ.
બાબુલાલ માં એટલી હિમ્મત નહતી કે એ પોતાની જાતને ગોળી મારી શકે થોડી વાર માં દલપતરામ એક મોટી ટીમ લઈને ત્યાં આવી પોહ્ચ્યા એમને ચારે તરફ લાશો જોઈ એમને અંદાજો આવી ગયો કે અહીંયા મોટો નાર સંહાર થયો છે. સ્મિતા પણ એમની સાથે જીદ કરીને આવી હતી. એ રોહિત ને હેમખેમ જોઈને એને ભેટી પડી.
દલપતરામે લપાઈને બેઠેલા બાબુલાલ ને એક ચપટ આપી અને કીધું સાલા તને દેશ વિરુદ્ધ કાવતરું કરતા શરમ ના આવી થોડી વાર માં મીડિયા ને જાણ થઈ એટલે એક મધ માખીના ઝુંડ ની જેમ મીડિયા વાળા ત્યાં બનબનવા મંડ્યા. દરેક ન્યૂઝ ચૅનલ માં લાઈવ બતાવી રહ્યાં હતા. ઝાલા એ અંદર રાખેલા ગુપ્ત કેમેરા એ કરેલા રેકોર્ડિંગ ની કોપી મીડિયા ને આપી. ન્યૂઝ ચેનલ માં વાળા એ રેકોર્ડિંગ દેખાડવાનું ચાલુ કરી દીધું ચારે બાજુ અરાજકતા વ્યાપી ગઈ દરેક ના મોઢે સડયંત્ર નિજ વાત હતી. પણ લોકો ને એ વાત ની રાહત હતી કે રૌફલાલા, વિલાસરાવ, ખાન અને સૌથી મોટું જાફર ના મોત થી રાહત હતી. ચારે બાજુ આતંક ફેલાવનાર જાફર આજે ઢેર થઈ ગયો હતો.
અને ચારે તરફ આ ઓપેરશન કરનાર રાઠોડ ની ટીમ, માણેકલાલ ની ટીમ અને રોહિત, પ્રભાષ અને બક્ષી ની ખૂબ પ્રસન્નતા થતી હતી. બક્ષી એ મોનિકા ના ઘરે પડેલી એની લાસ ની માહિતી રાઠોડ ને આપી રાઠોડે બક્ષી અને રોહિત ની હિમ્મત ને બિરદાવી.
દલપતરામે આખી વાત ની જાણકારી પ્રધાન મંત્રીને આપી અને કાર્યક્રમ એમજ નિયત સમયે રાખવામાં આવ્યો. કાર્યક્રમ ના દિવસે જેટલે માણસ ની અપેક્ષા હતી એના કરતા વીસ ગણા લોકો હજાર હતા અને પ્રધાનમંત્રી એ ઓપેરશન માં સામેલ દરેક વ્યક્તિ ની પ્રશંસા કરી એમને સ્ટેગ પર બોલવી અને ઇનામ આપ્યા. રાઠોડ ને પ્રમોશન આપી અને આસિસ્ટન્ટ કમિશનર બનાવી દીધી અને એના સાથીઓ ને પણ બઢતી મળી. માણેકલાલ અને ટીમ ને પણ બઢતી આપી અને ભરો ભાર પ્રશંસા કરી. બક્ષી ને ગુજરાત સરકાર સાથે કામ કરવા માટે કીધું અને એને એક સ્પેશ્યલ સર્વિસ ની જવાબદારી આપી. રોહિત અને પ્રભાસ ને બહાદુરી પુરસ્કાર આપ્યો. આને પ્રજા ને માંગ ને માં આપી દલપતરામ ને રાજ્ય ના નવા મુખ્યમંત્રી બનવામાં આવ્યા.
***