Kavataru - 5 books and stories free download online pdf in Gujarati

કાવતરું ભાગ ૫

ચેપ્ટર - 5

રવિએ એની બેગ નો બધો સામાન કાઢી ને સાઈડ માં મુકેલી હતી એમાં એને કોલેજ ની એક રીશિપ ની જરૂર હતી એને ઘણી શોધ કરી પણ રીશિપ એને મળતી નહતી એટલા માં એની નજર બેગ પર ગઈ અને બેગ ચેક કરતો હતો ત્યાં એની બેગ નું આગળ નું ખાણું ખોલ્યું તો એમાં થી એને એક કાળું પર્સ દેખ્યું એને તરત મગજ માં આવી ગયું કે આતો સ્મિતા એ આપેલું અને એને એ વાત નો અફસોસ થતો હતો કે આટલા સમય માં એને એ પર્સ યાદ કેમ ના આવ્યું. રવિએ પર્શ ચેક કર્યું એમાં એક મેમોરી કાર્ડ હતું.

રવિ એ તરત રોહિત પાસે જઈને ને સ્મિતા એ આપેલા પર્સ વિશે જાણકારી આપી અને મેમોરીકાર્ડ એના હાથ માં આપ્યું. રોહિતે તરત આ મેમોરીકાર્ડ ને લેપટોપ સાથે કનેક્ટ કર્યુંતો એમાં રહેલા ફોટો જોઈને એ ની અંખી ફાટી ગઈ રવિ અને રોહિત એક બીજા ની સામે જ જોતા રહ્યા. રોહિતે આ વિશે દલપતરામ ને કરવાનું વિચાર્યું એ લોકો મોહનરામ ને પણ ફોટા બતાવ્યા મોહનરામ તો એક દમ સ્તભ થઈ ગયા ફોટો ઉપર એમને વિશ્વાસ નહતો થતો. રોહિત અને મોહનરામ અડધી રાત્રે દલપતરામ ને મળવા માટે દોડી ગયા.

રાઠોડે એના બીજા ચાર સાથી રાણા, ઝાલા અને ગઢવી ને સાથે રાખી અને રૌફલાલ પર હુમલો કરવાનો પ્લાન બન્યો આ આખું ઓપેરશન અનઓફિશ્યિલ હતું અને વળી એને સોનું ના મોઢે મુખ્યમંત્રી અને રૌફ લાલા ના કનેકશન વળી વાતપણ ચોંકવનારી હતી. રાઠોડે એના ચાર સાથી જે અને નાનપણ ના મિત્ર હતા અને જોડે પોલીસ માં લાગેલા અને એમનો આદર્શ ચૉધારી સાહેબ હતા. જ્યારે રાઠોડે ચારેય ને આ વાત કરી ત્યારે એ લોકો એક પણ પળ પર્વ કાર્ય વગર રાઠોડ ની મદદ કરવા ઠૈયાર થઈ ગયા. એમને અનઓફિશ્યિલ ગન અને શાસ્ત્રો સાથે આ રૌફલાલ ને પકડવાનું ઓપેરશન બનાવ્યું. ત્યાંજ રાઠોડ ને એના કોઈ ઇન્ફોર્મર એ માહિતી આપી કે કાલે રૌફલાલ અને બાબુલાલ બંને કોઈ ગુપ્ત મિટિંગ રાખેલી છે બાબુલાલ ના ફાર્મ હાઉસ પર અને કોઈ મેહમાન પણ આવાનો છે ત્યાં. એટલે રાઠોડે તરત પ્લાન બદલી અને હવે મુખ્યમંત્રી ના ફાર્મ હાઉસ પર વૉચ ગોઠવી અને જે મહેમાન આવાનું છે એ આવે એટલે એટેક કરવાનો પ્લાન ઘડી કાઢ્યો.

દલપતરામે જયારે રોહિત અને મોહનલાલે આપેલા ફોટા જોયા તો મોઢું ખુલ્લું રાઈ ગયું અને આખો ઉપર ના ડોઘા ઉપર ચડી ગયા. દલપતરામે તરત તો કઈ ના સુજ્યું કે સુ કરે પરંતુ એમને થોડા સ્વસ્થ હતી અને દિલ્હી કોઈની જોડે વાત કરી નક્કી સામેનો વ્યક્તિ એ એમનો કોઈ ખાસ અને વિશ્વસું હશે. એમને ફોટો માં જોયેલા કર્નલ ખાન વિશે વાત કરી અને નક્કી કર્નલ ખાન નું આ સડયંત્ર માં હાથ છે. અને મદદ કરવા માટે પણ કીધું.

દલપતરામે મોહનરામ ને કીધુકે એની વાત થઈ એ કર્નલ માણેકલાલ હતા. માણેકલાલ એ દેશ નું ગુપ્ત વિભાગ સાથે કામ કરતા હતા અને એમને દેશ માટે ઘણી જંગ લડી હતી. અને એમને દેશ ના હુલ્લડો પણ કાબુ માં કરવા બોલવામાં આવતા. કર્નલ ખૂબ બાહોશ ગુપ્તચર વિભાગ સાથે કામ કરતા હતા. કર્નલ માણેકલાલ ને આ વાત તરત માની લીધી. કારણકે કે એમને પહેલાથી માહિતી હતી કે દેશ માં કોઈ રાજ્ય માં કંઈક મોટું કાંડ થાવનું છે. પરંતુ હજુ મન પૂરી માહિતી નહતી અને એ આગળ ની તપાસ કરી રહ્યા હતા ત્યાં દલપતરામ ના ફોને એમને જાણે એક રસ્તો બતાવ્યો હોય એવું લાગ્યું નક્કી આબધી વાત ને કઈ તો કનેકશન છે.

કર્નલ માણેકલાલ એકજ સેકન્ડ માં નિર્ણય લીધો અને એના બાહોશ અને વિશ્વાસુ લોકો ને ખાન ને પકડવા માટે મોકલી દીધા. કર્નલ ખાન ને લસ્કર માંથી કોર્ટમાર્શલ કરવામાં આવેલો હતો એનું કારણ હતું એના દુસ્મન દેશ સાથે ના સંબંધ અને લસ્કર નું ગુપ્ત વાતો ની માહિતી દુસ્મન દેશ ને આપવી. એના પર દેશદ્રોહ ના પણ આરોપ હતા પણ કેશ હજુ ચાલુ હતો અને પાક્કી માહિતી ના અભાવે કોર્ટે આગળ તપાસ ના આદેશ આપેલા અને કોઈ પાક્કા પુરાવા લાવવા જણાવેલું.

માણેકલાલ ના માણસો જયારે એને ખાન ને પકડવા ગયા ત્યારે ખાન બેગ પેક કરીને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને એની વાતચિત્ત વિલાસરાવ જોડે ચાલી રહી હતી અને એને બંને ની વાતચીત પરથી એ નક્કી હતું કે એ લોકો કોઈ મિટિંગ માટે જઈ રહ્યાં છે. અને આ આખું સડયંત્ર ને ગુજરાત સાથે કનેકશન છે. અને એ ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો એટલે માણેકલાલે એને પકડવાને બદલે એની પાછળ જવાનો પ્લાન બનાવ્યો એટલે આખા સડયંત્ર નો પર્દાફાશ થઈ જાય. ખાન વાત કરી અને નીકળી ગયો એ જે ફ્લાઈટ માં ગયો એની પાછળ માણેકલાલે એના માણસો ને પણ મોકલી દીધા એ ફ્લાઈટ અમદાવાદ જઈ રહી હતી.

જેવી ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે એરપોર્ટ પર થી એને કાર હાયર કરી અને મુખ્યમંત્રી ના ફાર્મ હૉઉસ પર પહોંચશે. એ જયારે ત્યાં પહોંચ્યો ત્યારે થોડી વાર માં પોતાના પર્સનલ ચોપર થી વિલાસરાવ પણ ત્યાં આવી પહોંચશે એવો પ્લાન હતો.. રોહિત અને બોક્ષિ એ પણ ત્યાં જવાનો પ્લાન બનવ્યો. પણ બોક્ષિ એ રોહિત ને કીધું કે આપડી પાસે હજુ એક દિવસ છે મિટિંગ કાલે છે આપડે મોનિકા ને હવે આપડી બાન માં લઈ લેવી જોઈએ અને એની પાસે થી માહિતી લઈ લેવી જોઈએ. રોહિત ને આ વાત યોગ્ય લાગી એ લોકો મોનિકા ના ઘર પર પહોંચ્યા એમને એક હતું કે એક એકલી છોકરી અને આપડે બંને આરામ થી એને પકડી લઈશુ.

રોહિત આગળ હતો એને દરવાજો ખખડાવ્યો સામે મોનિકા ઉભી હતી. લાલ કલર ની નાઈટી માં એનું ગોરું બદન સંગેમરમર ની પ્રતિમા ની માફક દેખાઈ રહ્યું હતું. રોહિતે કીધું મોનિકા તારો ખેલ ખતમ અને એની સામે ગન તાકી. મોનિકા માર્શલ આર્ટ જાણતી હતી એની જાણ રોહિત ને હોત તો કદાચ આ ભૂલ રોહિત ના કરત. એક વીજળી ના ચમકારા ની જેમા મોનિકા એ એક પગ ની લાત રોહિત ને આવી જગ્યા પર મારી કે રોહિત ની આંખે અંધારા આવી ગયા અને એ જમીન પર બેસી ગયો. પાછળ થી બોક્ષિ મોનિકા પર હુમલો કરવા જતો હતો ત્યાં ઢીસુમ મોનિકા નો એક મુક્કો બોક્ષિ ના ગાલ પર અને બોક્ષિ ના બે દાંત બહાર આવી ગયા અને મોઢા માંથી લોહી નીકળવા લાગ્યું અને એકજ મુક્કા માં એ ઢેર થઈ ગયેલો.

મોનિકા એ બંને ને પકડી અને ખુડસી સાથે બાંધી દીધા અને પૂછ્યું કોણ છો તમે લોકો મને કેમ પકડવા આવ્યા છો પોલીસ વાળા તો નથી લાગી રહ્યા. રોહિતે એને સવાલ કર્યો સ્મિતા ક્યાં છે? મોનિકા એ કીધું કેમ સ્મિતા સુ થાય તારી. ત્યારે રોહિતે કીધું એ મારી પ્રેમિકા છે અને હું તમને લોકો ને નઈ છોડું. મોનિકા એ કીધું સ્મિતા હાલ તો સુરક્ષિત છે પણ કાલ પછી ખબર નઈ એનું સુ થશે અને હા આજે મારો આસિક આવાનો છે એટલે આજે એ ખુશી માં હું ખૂન કરવા નથી માંગતી અને એક દમ અભિમાન થી કીધું ખબર છે મારો આસિક કોણ છે "ડોન જાફર" સમજ્યા એટલે જીવ વાલો હોત તો આઇયા આવાની ભૂલ નાકારત.

આ બધી વાત ચિત્ત ચાલી રહી હતી ત્યારે રોહિતે ધીમે ધીમે અને હાથ ખોલી નાખેલા અને એની ચેર જ્યાં પડી હતી ત્યાં ટેબલ પર એક મોટી ફુલદાની પડી હતી. રોહિત જાણતો હતો એ એની પાસે એકજ મોકો છે. એટલે જયારે મોનિકા અભિમાન સાથે આ વાત કરી રહી હતી ત્યારે એ ચાલતા ચાલતા વાત કરી રહી હતી એમાં એ જયારે પલટવા ગઈ ત્યારે રોહિતે ફુલદાની લઈ અને મોહિની ને એટલી જોરથી મારી કે એ બેહોશ થઈ ગઈ.

મોહિની ને ફુલદાની માથા માં એટલી જોર થી વાગી હતી કે એ નીચે જ્યાં પડી હતી ત્યાં ચારે તરફ લોહી ની ખાબોચિયું ભરાઈ ચૂક્યું હતું. રોહિતે જ્યારે એની પાસે જઈને તપાસ કરી તો એ મારી ચુકી હતી. હવે એ ડર હતો કે જો લોકો ને આ વાત ની ખબર પડે તો રોહિત ને પકડી લેવામાં આવે આને કદાચ સાંજ ની મિટિંગ પણ કૅન્સલ થઈ જાય તો સડયંત્ર નો પરદા ફાંસ ના થઈ શકે. એટલે બોક્ષિ અને રોહિત બંને એ મોહિની ની લાસ ને એના ઘર માં સંતાડી દીધી.

રોહિત અને બોક્ષિ ત્યાં થી નીકળી ગયા જતા જતા બોક્ષિ એ મોહિની ની મોબાઈલ પોતાની પાસે લઈ લીધો એમાં એને આવેલા મેસેજ વાંચ્યા એમાં એને જાણવા માંડ્યું કે કાલે ડોન જાફર, વિલાસરાવ અને બાબુલાલ એની સાથે ખાન કરીને કોઈ આ મિટિંગ માં આવના છે. આ બધા ભેગા માંડી ને સુ કાવતરું ઘડવાના છે એ કઈ સમજાતું નહતું. દલપતરામ ને આ વાત ની જાણ કરી. દલપતરામે ફોટો તો જોયેલાજ હતા એ ફોટો માં એમને જોયેલું કે ખાન, બાબુલાલ અને જાફર એક બીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા અને આ કોઈ ગુપ્ત જગ્યા હતી.

પ્રભાષ મુખ્યમંત્રી ના ફાર્મહાઉસ ની બહાર ઉભો હતો ચારે બાજુ ફાર્મ જ હતા અને એકદમ સુમ સામ જગ્યા હતી. કોઈ દિવસે પણ નજર નહતું આવી રહ્યું. પરંતુ અંદર ચહલ પહલ ચાલી રહી હતી. એને ત્યાં ગાર્ડન માં સિગરેટ ના કસ ખેંચાતા એક માણસ ને જોયો એને દીવાલ પર ચડી અને એક લીંબડા ના ઝાડ ની પાછળ છુપાઈ ને એને એ માણસ ને જોયો એને ખ્યાલ આવી ગયો કે આ રૌફ લાલ જ છે. અવાર નવાર સંચાર ના પેહલા પણ પર એના ગુણ ગાન ગવાતા હતા.

પ્રભાસે ચારે તરફ નજર ફેરવી અને અંદાજો મેળવી લીધો કે કેટલા માણસ છે. એને તક નો લાભ લઈને એક સિંહ જેમા તરાપ મારે એમ રૌફલાલ પર તૂટી પડ્યો. એક દમ ખડતલ અને પહાડી શરીર ના રૌફલાલ ને તો એક પળ એ ખબર ના પડી કે સુ થયું અને એ જમીન પર પડ્યો હતો અને એની આંખો પ્રભાષ પર હતી. પ્રભાષ કરાટે માં બ્લેક બેલ્ટ હતો એને બરાબર ખ્યાલ હતો કે ક્યાં અને કેટલો વાર કરવામાં આવે તો સુ અસર થાય. એની સાથે પ્રભાસે રૌફલાલ ના માણસો પર હાલ્લાં બોલી દીધો એને દસ એક જેવા એના સાગરીતો ને ધૂળ ચટાવી દીધી. બધા જમીન પર સાપોલિયાની જેમા આરોટી રહ્યાં હતા ત્યારે પ્રભાસે અંદર જઈને સ્મિતા ને શોધવા લાગ્યો એને સ્મિતા એક રૂમ માં હાથ, પગ અને મોં બાંધેલી હાલત માં મળી એને સ્મિતા ને દોરડાના બંધન માંથી મુક્ત કરી અને ત્યાંથી તરત નીકળી જવા માટે કહ્યું.

એ લોકો જ્યારે ભાગી રહ્યા હતા ત્યાં પાછળ થી રોહિત ને એક ઘણ નો ઘા એના માથા માં વાગ્યો હોય એવું લાગ્યું અને લોહી વહેવા લાગ્યું એ જમીન પર ફસાડી પડ્યો અને સ્મિતા એ પાછળ જોયું તો રૌફ લાલ એ એક મોટો પથ્થર પ્રભાસ પર મરેલો. પ્રભાષ બેહોશ થઈ ગયો અને સ્મિતા રૌફલાલ ના હાથ માં હતી. લાલ એ સ્મિતા ને રૂમ માં ફરી પૂરી દીધી અને એને એમ કે પ્રભાષ ના રામ રમી ગયા એટલે એ થોડો સ્વસ્થ થયો. અને પ્રભાષ ને બંગલાના પાછળ ના ભાગ માં ફેંકી દીધો.

એ જયારે પ્રભાષ ને બંગલાના પાછળ ના ભાગ માં ફેંકી રહ્યો હતો ત્યારે રાઠોડ નો સાથી ત્યાં છુપાઈ ને નજર રાખી રહ્યો હતો એની નજર પડી આ છોકરો કોણ હશે એને એ સમજ્યું નઈ એને તરત રાઠોડ ને આના વિશે જાણ કરી ત્યારે રાઠોડ અને એના ચારેય સાથી બંગલાની પાછળ એકઠા થયા. અને આ છોકરાને બચાવવો જોઈએ એમ વિચારી અને એ લોકો એ ગોરીલા હુમલો કર્યો ફાર્મ હાઉસ પર થોડી વાર ફાર્મ હાઉસ ગોળીઓ ના અવાજ થી ધમરોળી રહ્યું. રાઠોડ અને એના સાથીઓ એ રૌફલાલ અને એના સાગરીતો નું કામ તમામ કરી નાખ્યું હતું.

રાઠોડ અને એના સાથી એ બંગલા ની તપાસ કરી અને ત્યાં રહેલી બંદી સ્મિતા ને છોડાવી અને ત્યારે ઝાલા એ પ્રભાષ ની તપાસ કરી એ મરેલો નહતો પણ મારના લીધે બેહોશ હતો. ઝાલા એ પાણી ની છાલક મોં પર મારી માં થોડી વાર માં ખાન ત્યાં આવી પહોંચ્યો. કાર ને ગેટ પાસે ઉભી રાખી એમની નીકળી અને કાર નું ભાડું ચૂકવી ચારે બાજુ નજર કરી અને એ ફાર્મહાઉસ ના ગેટ પાસે ઉભો હતો એને અંદર જવા એને ધીમે ધીમે પાગલ મંડ્યા. અંદર નું દ્રસ્ય જોઈને એના તો હોશ ઉડી ગયા.

રૌફલાલ ના માણસો ચારે બાજુ મારેલી હાલત માં હતા. એનેવાત નો અણસાર આવી ગયો કે નક્કી આઇયા કોઈ જોરદાર ધમાસાણ થઈ હશે. ખાન સાતિર દિમાગ વાળો અને બાહોશ માણસ હતો એ લસ્કર માં હતો એટલે એના માટે આવા દ્રસ્યો જોવા ની આદત હતી એ થોડીવાર વિચલિત થયો પણ તરત એ એક દમ બિલ્લી ચાલે અંદર જતો ગયો ત્યાં કોઈ હજાર નહતું અને બંગલા માં બધે અને ફાર્મ માં પણ એને તપાસ કરી તો ત્યાં એના સિવાય કોઈ હતું નહીં એને અંદાજ આવી ગયો કે સ્મિતા ને છોડવા માટે આ પ્લાન થયો હશે અને એ લોકો ને કદાચ આજ ની ગુપ્ત મિટિંગ ની માહિતી હોય કે ના પણ હોય.

જે પણ હોય એને તરત બાબુલાલ ને એના ફાર્મહાઉસ પર બનેલા માનવ સ્ન્હારા ની જાણકારી આપી બાબુલાલ એક દમ હક્ક પાક્કા રહી ગયા કે સાલું મારા ફાર્મહાઉસ પર કોણ હુમલો કરે. બાબુલાલે ખાન ને મિટિંગ કૅન્સલ કરવા કીધું. ખાને કીધું કે હવે મિટિંગ કૅન્સલ ના થાય. જાફર હવે ગમે ત્યારે અહીં આવી જશે અને જો એને થોડો પણ અણસાર આવશે ગડબડી નો તો આપડે બંને ને મારવી નાખશે. બાબુલાલ તું એક કામ કાર અહીંયા થોડા માણસો મોકલ અને તું આવીજ આપડે આ લાશો ક્યાંક છુપાવી દઈએ અને મિટિંગ ની વ્યવસ્થા પણ કરી લૈયે. બાબુલાલ તરત ત્યાં જવા માટે નીકળી ગયો અને એને થોડી ગુંડા જે એને હંમેશ મદદ કરતા હુલ્લડો માટે એમને પણ ત્યાં આવા જણાવ્યું.

દૂર ખેતર માં પ્રભાષ ને હોશ આવ્યો ત્યારે એની સામે રાઠોડ હતો રાઠોડે એને પૂછયું કોણ છે તું અને અહીંયા સુ કરે છે. પ્રભાસે કીધું કે એ વિલાસરાવ નો છોકરો છે અને અહીંયા એ સ્મિતા ને બચવા આવેલો છે. અને એને રૌફલાલ સાથે થયેલી હાથાપાઈ ની વાત કહી. રાઠોડે કીધું તું ચિંતા ના કાર સ્મિતા હવે બરાબર છે. પ્રભાષ ને એ વાત નું દુઃખ હતું કે વિલાસરાવ આવા લોકો ની કેમ મદદ કરે છે. એને રાઠોડ ને વિલાસરાવ ની આ સડયંત્ર માં હાથ હોવાની માહિતી આપી.

બાબુલાલ અને એના સાગરીતો ફાર્મહાઉસ પર આવી પહોંચ્યા અને ચારે તરફ પડેલી લાશો ને બંગલા ની પાછળ રહેલા ગોડાઉન માં મૂકી દીધી અને સફાઈ કરી નાખી અને એવું કરી નાખ્યું જાણે કઈ થયું નહતું. મિટિંગ કેન્સલ થાય તો સુ પરિણામ આવે એની ગંભીરતા બાબુલાલ ને બરાબર હતી અને અંજામ પણ એ જાણતો હતો. ખાન અને બાબુલાલ બંને દુવિધા માં હતું એમને જેટલી લાસ જોઈ એના પરથી એમને અંદાજો આવી ગયો હતો કે આ કોઈ પ્રોફેશનલ માણસો એ કરેલું છે સાધારણ માણસ નું કામ નથી. પણ મિટિંગ કેન્સલ કરે તો એનો અંજામ એમની જિંદગી જ હોય. એટલે બંને ચૂપ હતા અને એકજ રાત વીતવાની હતી એ પણ જાણતા હાલ કાલ પછી તો એમનોજ સમય હશે એ વાત એમને દિલાસો આપતી હતી.

દલપતરામ અને મોહનરામ બંને સાથે બેસી ને વિચારતા હતા કે કાલે એવું તો સુ છે કે જાફર પોતે અહીં આવાનો છે ત્યારે પાસે બેસેલી સ્મિતા ને યાદ આવ્યું કે એ લોકો દેશ ના પ્રધાનમંત્રી ની કઈ વાત કરતા હતા. આના પરથી દલપતરામ ને યાદ આવ્યું કે કાલે તો દેશ ના પ્રધાનમંત્રી ગાંધીનગર માં એક સભા સંબોધવા આવના છે. દેશ ના પ્રધાનમંત્રી અને દલપતરામ ને ખૂબ નીકળ સંબંધ હતા બંને દિલ્હી માં સાથેજ કામ કરતા હતા એ એક નેક દિલ માણસ હતા. દલપતરામ ને પોતાની જાત પર ગુસ્સો આવા લાગ્યો કે એ એટલી મહત્વની વાત કેમ ભૂલી ગયા. હવે એમને થોડો અણસાર આવી ગયો હતો કે નક્કી આ લોકો નું સડયંત્ર વડાપ્રધાન ની સાથે કઈ કરવાનું છે

ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED