કાવતરું ભાગ ૧ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવતરું ભાગ ૧

ચેપ્ટર -1

રવિની કોલેજપૂરી થઈ ગઈ હતી મન માં એક ગજબ ની શાંતિ હતી અને ઘરે જવાનો આનંદ હતો. મન માં પ્રસન્નતા સાથે રવિ ટ્રેન માં બેઠો હતો અને વીતી ગયેલા વારસો ના યાદો માં ખોવાયેલો હતો અને યાદો એની સામે મંદ મંદ હાસ્ય એના ચહેરા પર આવતું હતું. એવા માં અચાનક એની નજર બે સીટ છોડી ને સાઈડ લોઅર સીટ પર બેસેલી એક છોકરી પર પડી. એ છોકરી પણ એને ત્રાંસી નજરે જોતી હતી. શરૂઆત માં તો રવિ ને સહજ લાગ્યું ટ્રેન માં તો લોકો જોવે એક બીજા ની સામે પણ એની નજર જયારે જયારે ત્યાં જતી એ એને જોતો હતો રવિ સીટ પર સૂતો હતો બહાર વરસાદ હતો એટલે એ બારી ની બાજુ પગ રાખી ને સૂતો હતો આમ પણ એ જયારે ટ્રેન માં ચડ્યો ત્યારે માંડ રાત્રી હતી અને ઘણા લોકો સુતા હતા. એને ફરી જોયું તો એ છોકરી એની સામેજ ત્રાંસી આંખે જોતી હતી અને જાણે કઈ કહેવા માંગતી હતી એવું રવિ ને લાગ્યું.

રવિ એ આછા પ્રકાશ માં જોયું તો એ એક સુંદર છોકરી હતી. એના કપડાં પણ વ્યવસહિત હતા દેખાવ માં એ કોઈ સારા ઘર ની છોકરી લાગતી હતી. પણ પોતાની સામે આવી રીતે જોવાનું કારણ એને સમજાતું નહતું. રવિ ને થયું કોઈ ઓળખીતું તો નૈ હોય ને રવિ ઘણા સમય થી ઘર થી બહાર હતો બસ વેકેશન માં આવતો એટલે એ વધારે સોશ્યિલ પણ નહતો એટલે એને કોલેજ સિવાય કોઈ વધારે મિત્રો પણ નહતા. એનું મગજ ચકરાવે ચડી ગયું કોણ હશે આ છોકરી. એની ઉત્સુકતા વધી ગઈ. એને ફરી એ છોકરી સામે જોયું એ હજુ રવિ નેજ જોતી હતી. રાવીને થયું હવે એની પાસે જઈને પૂછવુંજ પડશે એ ઉભો થવા જતો હતો ત્યાં છોકરી એ આંખ ના અને હાથ ના હલકા ઈશારા થી એને ના પડી. રાવીને સમજાયું નૈ કે કામ આમ કરતી હશે. કધાચ એ કોઈના થી ડર્ટી હતી. એને થયું એની જોડે કદાચ એના માતા પિતા હશે એટલે એ ડરતી હશે પરંતુ એની નજર એ એની ઉપર અને જ્યાં સુધી એ જોઈ શકતો હતો ત્યાં નજર ફેલાવી તો ત્યાં એની ઉપર ની સીટ પર એક માણસ હતો પણ એતો સૂતો હતો. રવિ ને થયું કદાચ સામે ની સીટ પર કોઈ હશે. એટલે એને લઘુ શંકા કરવાના બહાને ઉભો થયો અને એને જતા જતા એ છોકરી ની સામે વળી સીટ પર નજર કરી ત્યાં એક પડછંદ એક માણસ બેઠો હતો. મોટી મૂછો અને એ છોકરી ની સામે જોતો હતો. રવિ ને એને જોતા લાગ્યું કે આ આનો કોઈ સાગોવાળો તો નથીજ.

રવિ થોડી વાર બાથરૂમ પાસે ઉભો રહ્યો એને લાગ્યું કે એ છોકરી એની પાસે આવશે. પણ એ છોકરી ના આવી રવિ એ પાછા સીટ પર જવાનું વિચાર્યું. રવિ નું મન હવે એકદમ બેચેન હતું. કોણ છે એ છોકરી કેમ એ એની સામે જોતી હતી અને કોના થી એ બિયાતી હતી. રાવીને થયું ક્યાંક એ મુસીબત માં તો નૈ હોય ને આવા બધા મન માં વિચારો સાથે એ પાછો સીટ પર આવીને બેઠો.

રાવીને ઊંઘ નહતી આવતી પણ રાત્રી નો બે વાગ્યા આજુબાજુ નો સમય હતો એને થોડી ઝપકી આવી ગઈ અને પાછો એ સફાળો જાગી ગયો. છોકરી ની સામે ની સાઈડ પર બેઠેલો માણસ પણ ઊંઘ આવતી હોવાથી થોડું સુવા આડો પડ્યો થોડી વાર માં એ છોકરી એ રવિ ને ઈશારો કર્યો કે બાથરૂમ બાજુ આવ. રવિ એક પણ પળ નો વિચાર કાર્ય વગર એ સીધો બાથરૂમ બાજુ રીતસર નો ભાગતો હોય એમ ચાલવા લાગ્યો જતા જતા એની નજર પેલા બેર્થ પર ગઈ પેલો મહાકાય માણસ સૂતો હતો.

પેલી છોકરી કોચ ની અંદર દેખાય એમ ઉભી હતી અને રવિ ટ્રેન ના દરવાજા પાસે આવી ને ઉભો રહ્યો એવામાં રવિ એ પૂછ્યું કોણ છે તું?પેલી છોકરી એ એને કીધું કે એ મુસીબત માં છે એના ગાળા માંથી મહા મુશ્કેલી થી અવાજ નીકળી રહ્યો હતો. એવું રવિ ને લાગ્યું અને અવાજ માં ખૂબ દર્દ હતું જાણે કોઈ મહા મુસીબત માં હોય. પેલી છોકરી એ રવિ સામે જોઈને કીધું એ ની સામે બેઠેલો માણસ એનું અપહરણ કરીને લાવેલો છે. તું મને મદદ કર. રવિ ને પેલા થોડું અજીબ લાગ્યું કે પછી એને પેલી છોકરી ને પૂછ્યું કોણ છે તું અને અપહરણ થયું હોય તો મોકો તો છે આગળ ના સ્ટેશન પર ઉતરીજા આમ પણ પેલો માણસ તો સૂતો છે. પેલી છોકરી ખૂબ રડવા લાગી અને એને કોચ માં કઈ હરકત થતા જોઈ એ ખૂબ ગભરાઈ ગઈ એને નજર કરી પણ હજુ પેલો સુતોજ હતો. એટલે રવિની સામે જોઈને કીધું કે મારું નામ સ્મિતા છે અને તું હવે વધારે સવાલ ના કર હું તને એક નંબર આપીશ એના પર તો ફોન કરજે. અને એમને જાણ કરજે સ્મિતા અમદાવાદ માં છે. બસ આટલુંજ જ કેવાનું રવિ એ કીધું કઈ દઈશ.

સ્મિતા એ રવિ ને ફટાફટ નંબર આપ્યો રવિ એ એ નંબર મગજ માં ફિટ કરી લીધો. અને એને રવી ને કીધું એ જ્યારે ત્યાંથી નીકળે એટલે એ તને એક પર્સ આપશે એ પણ લઈ લેજે અને આ જેનો નંબર છે એને કેજે એ લઈ જશે. પર્સ એ એ વખતે એટલા માટે લઈ નહતી કે કદાચ એ લઈને જાય અને પેલો માણસ જોઈ જાય તો મહામુસીબતે થાય. એક દમ ભાગી ને જગ્યા પર જઈને એક દમ સફાઈ થી સુઈ ગઈ રવિ હજુ ત્યાંજ ઉભો હતો હોસ્ટેલ માં રહેતો હતો એટલે એની પાસે મોબાઈલ નહતો નઈતો એ તરત કોલ કરી દેત જતી વખતે રવિ એ સ્મિતા પાસે થોડી વાર ઉભો રહ્યો ત્યાં એની સામે ના બર્થ પર પેલો હજુ સૂતો હતો પણ એ ગમે ત્યારે જાગી જાય એવો ડર હતો. સ્મિતા એ એને એક નાનકડું કાળા કલર ની પર આપ્યું રવિ એ પર્સ લીધું સ્મિતા એ એની સામે સ્માઈલ કરી અને ઈશારા માં આભાર માન્યો.

રવિ એની સીટ પર આવી ગયો કોલેજ નો લાસ્ટ દિવસ હોવાથી આખો દિવસ ખૂબ ધમાલ કરી હતી એટલે એ ખૂબ થાકી ગયો હતો અને એનો વિચાર ઊંઘી જવાનો હતો પણ આ સ્મિતા ના લીધે એના મન માં ઘણું મનોમંથન ચાલુ રહ્યું હતું. એને સ્મિતા એ આપેલું પર્સ એ એની બેગ માં મૂકી દીધું. એવા માં રવિ ને ઊંઘ આવવી ગઈ અને જયારે એ જાગ્યો ત્યારે અમદાવાદ આવી ગયું હતું. એને પેલી સીટ પર જોયું તો સ્મિતા ગાયબ એ સફાળો ઉભો થયો અને ત્યાં જઈને જોયું તો પેલો માણસ પણ ગાયબ હતો. રવિ એ અંદાજ લાગ્યો કદાચ એ લોકો એક સ્ટેશન પહેલા ઉતરી ગયા હશે.

રવિ એ નીચે ઉતરી ને સીધે સ્મિતા એ આપેલા નંબર પર કોલ કર્યો સામે છેડા થી અવાજ આવ્યો ગૃહમંત્રી ઓફિસ રવિ એક દમ ચોકી ગયો. એની હિમ્મત ના થઈ શરીર શિથિલ થઈ ગયું અને અવાજ ના નીકળ્યો સામે છેડા થી કોઈ હજુ હેલ્લો... હેલ્લો... કરતું હતું.

રવિ ઑટો પકડી અને સીધો ઘરે ગયો. રવીના પિતાજી અને એની મમ્મી રવિ નિજ રાહ જોતા હતા રવિ એના પિતાજી ને અલગ લઈ જઈને ટ્રેન વળી સ્મિતા ની આખી વાત કરી અને એને એ પણ કીધું એ સ્મિતા એ આપેલા નંબર પર કોલ કર્યો પણ ગૃહ મંત્રી ની ઓફિસ નો નંબર છે એટલે આગળ વાત ના કરી. રવિ ના પિતાજી મોહનરામે કીધું આપડા રાજ્ય ના ગૃહ મંત્રી એની સાથે પ્રાથમિકશાળા માં જોડે હતા એ એમને કોલ કરી અને આખી વાત જાણશે તું ચિંતા ના કર.

ક્રમશ