આંધી-8 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

આંધી-8

આંધી-૮

એ દરમ્યાન તેણે એ વિસ્તારની ઇંચે-ઇંચ જગ્યા જોઇ લીધી હતી અને તેનો એક પરફેક્ટ નક્શો તેના દિમાગમાં ફીટ થઇ ચૂકયો હતો... કંઇક વિચારમાં તેણે ખાસ્સો એવો સમય એ ટીંબા ઉપર વિતાવ્યો.... તેની પાસે હવે એ મીનીટ્રકની રાહ જોવા સીવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. તેને ખાતરી હતી કે એ ટ્રક આ જ રસ્તે પાછો આવશે, પરંતુ કયારે.....? એ તે નહોતો જાણતો.

તે આ મીશન પર નીકળ્યો ત્યારનું તેણે કશું ખાધુ કે પીધુ નહોતું એટલે તેનું ગળુ સુકાતું હતું. અત્યાર સુધી તેને એ વાતનો ખ્યાલ જ નહોતો આવ્યો. પરંતુ જેવો થોડો ફ્રી સમય મળ્યો કે તેના મગજનાં તંતુઓએ શરીરની જરૂરીયાત તરફ ધ્યન ખેંચ્યુ.... તેને કશુંક સ્ટ્રોંગ પીવાની તલબ ઉઠી.... જીપની આગળ ચાલીને તે બોનેટ તરફ આવ્યો.... પીઠ બોનેટ તરફ રાખી હાથના હલ્કા-સા ઇશારે તે બોનેટ ઉપર ચડી બેઠો. તેણે પહેરેલા બ્લેક જેકેટની અંદર હાથ નાંખી તેણે એક નાનકડી અમથી ટીનની અમેરીકન બનાવટની ઇમ્પોર્ટેડ રમની બોટલ બહાર કાઢી તેનું ઉપરનું ઢાંકણુ ગોળ ઘૂમાવ્યુ અને બાટલી હોઠે લગાવી. એક મોટો રમનો ઘુંટ તેના ગળા નીચે ઉતર્યો. તેના ગળામાં, તેની છાતીમાં ગરમી છવાઇ.... બીજો ઘુંટ ભર્યો.... નીટ રમના બે ઘૂંટે તેના શરીરના સ્નાયુઓમાં સળવળાટ વ્યાપ્યો, મગજમાં એક હળવો પણ આહલાદક નશો છવાયો. અત્યારે તેને આ ચીજની ખૂબ જરૂર હતી. હળવે રહીને જેકેટનાં બીજા પેકેટમાંથી માર્લબોરો સીગારેટનું પેકેટ કાઢયું. એક સીગારેટ ખેંચી હોઠ વચ્ચે દબાવી. એ જ પોકેટમાંથી લાઇટર કાઢી સીગારેટ સળગાવી.... એક ઉંડો કશ ખેંચી ધુમાડો બહાર હવામાં ફેંકયો. થોડીવાર બાદ ફરી રમનો એક મોટો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, બોટલ બંધ કરી અને સફાઇથી પોકેટમાં સેરવી.... અને લીજ્જતથી માર્લબોરોના કશ ખેંચતો, બંને પગ બોનેટથી નીચે લબડાવીને કંઇક બેફીકરાઇથી વિચારતો બેઠો. તે જ્યારે પણ કોઇ મીશન પર નાકળતો ત્યારે આ બે ચીજો અચૂક સાથે લેતો. અમેરાકન બનાવટની સ્પેશિયલ રમની નાની પરંતુ મજબુત ટીનની બોટલ અને માર્લબોરોની સીગારેટનું પેકેટ... આ બે ચીજો વગર તેને ચાલતું નહી. એ ચીજો તેના માટે સંકટ સમયની સાથીદાર જેવી હતી. તે એક અસામાન્ય વ્યક્તિ હતો અને તેના કામ પણ અસામાન્ય હતા.... ખતરનાકમાં ખતરનાક અને જીવનાં જોખમ ભર્યો વ્યવસાય એ તેનું કામ હતું એટલે અમુક ચીજો વગર તે કયારેય બહાર નીકળતો નહિ. તેમાં તેની જર્મન બનાવટના બે ગન, ધારદાર કનીફનો સેટ, રમની નાની બોટલ અને માર્લબોરોનું પેકેટ અચૂક હોય જ.

આમ તો આવા વેરાન વગડા વિસ્તારમાં આગનો નાનો અમથો ચમકારો પણ દુર-દુર સુધી કોઇને પણ નજરે ચડી શક તેમા કોઇ બેમત નહોતો. તેણે જે અદાથી સીગારેટ સળગાવી હતી એ તેના માટે એક ગમખ્વાર ભૂલ સાબિત થઇ શકે તેમ હતી.... પરંતુ તેને એવી કોઇ ફીકર નહોતી. તેને એ પણ ખબર હતી કે કેમ્પની આસપાસના જંગલ વિસ્તારમાં કેમ્પની નીગરાની રાખવા માટે ચોક્કસ કોઇક માણસો ગોઠવવામાં આવ્યા જ હશે અને એ લોકોએ કેમ્પને ધમાકાઓમાં નેસ્તો નાબુદ થતો જોયો હશે....અને તેનું સૌથી પહેલું રીએકશન તે લોકોએ વાયરલેસ વોકીટોકી દ્વારા કેમ્પમાંથી બહાર ગયેલા વ્યક્તિઓને સંપર્ક કરવાનું કર્યુ હશે. તેમાં કોઇ બે-મત ના હોઇ શકે. તે એવુ જ તો ઇચ્છતો હતો કે મીની ટ્રકમાં ગયેલા નકસલવાદીઓને કોઇપણ પ્રકારે કેમ્પની ઘટનાની જાણકારી પહોંચે. જેથી તેઓ જલ્દી પાછા ફરે. તેને ખાતરી હતી કે એવું થયુ જ હશે અને એટલે જ તે બેફીકરાઇથી સીગારેટનાં ઉંડા કશ લગાવતો તે લોકોની રાહ જોઇને બેઠો હતો.

આખરે અડધા એક કલાક બાદ તેની તપશ્ચર્યા ફળી. દુર દેખાતા પહાડીના ઢોળાવની પડખેથી કોઇક ગાડીના હેડલેમ્પનું અજવાળુ ઝાડવાઓના ઝુંડ વચ્ચે રેલાયું..... જે ઘડીની તે ઇંતેજારી કરી રહયો હતો એ ઘડી નજદીક આવી રહી હતી. એ હેડલેમ્પ મીનીટ્રકનાં જ હોઇ શકે તેમાં શંકાને કોઇ સ્થાન નહોતું. પહાડીઓમાં બનેલા વાંકા-ચૂકા રસ્તાઓ પર દોડતા એ વાહનની હેડલાઇટોનો પ્રકાશ સંતાકૂકડી રમતો હોય તેમ થોડી-થોડી વારે કોઇક આડાશે ક્ષણભર માટે અલોપ થઇ ફરી પ્રગટતો હતો. તેણે રીસ્ટવોચના રેડીયમ કાંટા પર નજર નાંખી. એ વાહન ખાસ્સુ દુર હતું એટલે અહી સુધી પહોંચતા કમ સે કમ ત્રીસ થી પાંત્રીસ મીનીટ લાગશે એવો અંદાજ તેણે મુકયો અને તૈયારીઓ શરૂ કરી. તેને પાક્કો અંદાજ હતો કે એ ગાડી અહીથી થયેલા નકસલવાદીઓનો મીનીટ્રક જ હશે. તેમછતા તે કોઇ ચાન્સ લેવા માંગતો નહોતો. તેણે ગળામાં લટકતું નાઇટવીઝન બાયનોકયુલર આંખે લગાવ્યુ અને તેની ફ્રીકવન્સી સેટ કરી. એ શક્તિશાળી બાયનોકયુલરમાં સામે દેખાતો સમગ્ર વિસ્તાર ઉજાગર થઇ ઉઠયો. તેણે એ હેડલાઇટ અને તેની આસપાસનાં વિસ્તાર ઉપર ફોકસ વધાર્યું... અને... એ ટ્રક તેના કેપ્ચરમાં આવી. એ ટાટાની ૪૦૭ જેવી બંધબોડીની ટેમ્પા જેવી મીનીટ્રક હતી. તેનું અનુમાન એકદમ ઠીક નીકળ્યું.

ઝડપથી તે જીપના બોનેટ પરથી નીચે કુદ્યો અને જીપના પાછળનાં ભાગે આવ્યો. પાછળનાં ભાગમાં પડેલો થેલો ઉઠાવી ખભે ભરાવ્યો.... કેમ્પમાંથી ઉઠાવેલું રોકેટ લોન્ચર અને તેના બે બોમ્બશેલ ઉઠાવીને ત્યાં નીચે જમીન પર મુકયા. ફરીપાછો તે જીપના સ્ટીયરીંગ પર ગોઠવાયો અને જીપ ચાલુ કરી, જે રસ્તેથી તે આવ્યો હતો એ રસ્તે ચડાવી.... એ સાંકડી નેળ જેવો રસ્તો માંડ દસેક ફુટ પહોળો હશે. તેણે જીપને બરાબર રસ્તાની અધવચ્ચે આડી કરીને ઉભી રાખી. એક ચોક્કસ ગેમ પ્લાન તેણે બનાવ્યો હતો. તેના ભાગરૂપે એ રસ્તો બંધ કરવો જરૂરી હતો જેથી કરીને જ્યારે તે મીનીટ્રક અહી સુધી આવે ત્યારે તેમની પાસે ટ્રક અટકાવવા સીવાય બીજો કોઇ વિકલ્પ ન રહે. તેણે જીપને રસ્તો કલોઝ થઇ જાય એ રીતે રાખી હતી જેથી ફરજીયાતપણે ટ્રકે ત્યાં અટકવું પડે. જીપ ઉભી રાખીને તે બહાર નીકળ્યો અને ફરીપાછો એ ટેકરી તરફ દોડયો, એ દોડતો ટેકરી પર પહોંચ્યો જ્યાં તેણે રોકેટલોન્ચર મુકયુ હતું. ફક્ત દસ મીનીટમાં તેણે કામ પતાવ્યુ હતું... તેણે ફરીવાર રીસ્ટવોચમાં નજર કરી અને સામેની દિશામાંથી આવતા હેડલાઇટોના અજવાળા તરફ જોયું. અજવાળુ ધીમે-ધીમે નજીક આવી રહયુ હતું. તેણે જે જગ્યાએ જીપ મુકી હતી તેનાથી તે ખાસ્સો અડધો-એક કિ.મી. દુર ઉંચાઇએ હતો. રસ્તાની બરાબર મધ્યમાં મુકાયેલી જીપ તે સ્પષ્ટ જોઇ શકતો હતો... અને એ જ રસ્તે મીનીટ્રક આગળ, જીપ તરફ આવી રહી હતી. જીપ અને ટ્રક વચ્ચેનું અંતર લગાતાર ઘટતું જતું હતું. તેની ગણતરી કરતા પણ વધુ ઝડપે ટ્રક દોડી રહી હતી.

***

ટ્રકને ખુદ નકસલીસ્ટોનો સરદાર દાઉકી જેન ચલાવી રહયો હતો. કલાક પહેલા જ તેના વાયરલેસ વોકીટોકી પર એક મેસેજ આવ્યો હતો જે સાંભળીને તેના જેવો ક્રુર માણસ પણ ધ્રુજી ઉઠયો હતો. એ મેસેજ તેના કેમ્પ ઉપર નજર રાખવા મુકેલા આદમીએ “પાસ” કર્યો હતો. તે આદમીએ જે બયાન કર્યુ હતું એ ખરેખર અવિશ્વસનીય હતું. તેણે કહયુ હતું કે કેમ્પમાં જોરદાર ધમાકાઓ થયા હતા અને સમગ્ર કેમ્પ એ ધમાકાઓમાં સળગીને ખાખ થઇ ગયો હતો. પરંતુ.... એ અશક્ય હતું... એવું કેમ બને...? ઓચીંતા જ કેમ્પમાં ધમાકાઓ થવા શક્ય નહોતા.... પરંતુ તેનો માણસ ખોટી ઇન્ફોર્મેશન તેને આપે નહી.

દાઉકી જેનનું મગજ ભયાનક વિચારે ચડયુ હતું અને તેણે ટ્રકને પાછી વાળી કેમ્પ તરફ ભગાવી હતી. ટ્રકમાં તેની બાજુમાં બેઠેલા તેના ડાબા હાથ સમાન ચેન લી ને પણ તેના સરદારે ટ્રક અચાનક કેમ પાછી વાળી હતી એ સમજાતુ નહોતું

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.