Chokidar books and stories free download online pdf in Gujarati

ચોકીદાર.

ચોકીદાર

ડાભી કુસુમ

ટ્રીટ.. .ટ્રીટ ગાડી નો હોર્ન રણકી ઉઠ્યો.

કિશન માસ્ટર જબકીને ખુરશી પરથી ઊભા થયા. કપાસ જેવા સફેદવસ્ત્રો, ૭૦ વર્ષીય તંદુરસ્ત, છ ફીટ હાઇટ, અક્કડ શરીર, આર્મીના જવાનની જેમ સ્ફૂર્તિથી ગેટ ખોલ્યો અને સલામ મારી. સામે એક ૨૦ વર્ષની યુવતી ગાડીમાં બેઠી હતી. તે કિશન માસ્ટર સામે મોઢું મચકોડતી ગાડી લઈને કમ્પાઉન્ડ માં પ્રવેશી.

માસ્ટર ફરી ખુરશી પર જઈને બેઠા. તેમને ઝોકુ આવી ગયું. આખીરાત બહુમાળી બિલ્ડીંગના કમ્પાઉન્ડના એક ખુણામાં પતરાવાળી ખોલીમાં સુવાનું ને એમાય પંખો નહીં. એટલે શહેરી આધુનિક મોટા મચ્છરો એવા કરડેલા કે આખી રાત હાથ પગ ખંજળવામાં જ ઉજાગરો થયેલો.

થોડીવાર પછી ફરી હોર્ન વાગ્યો. ટ્રીટ. ..ટ્રીટ...

માસ્ટર જબકી ને જાગ્યા. ઊભા થઈને ગેટ ખોલે એટલી વારમાં તો ગાડીમાં બેસેલ એ પચીસ વર્ષના યુવાને હોર્ન વગાડી વગાડી કાગરોળ મચાવી દીધી. એમણે ગેટ ખોલ્યો, સલામ મારી, ગાડી પાર્કિંગ તરફ ગઈ, દરવાજો બંધ કરી જેવા માસ્ટર ખુરશી પર બેસવા ગયા, ત્યાજ પેહલો યુવાન તેમની તરફ આવ્યો. આધુનિક કપડા, દેખાવે સુંદર અને સંસ્કારી લાગતો પણ જેવો પાસે આવ્યો કે તેના મોઢા માથી અપશબ્દો નો મારો શરૂ થયો.

"ગેટ ખોલવામાં આટલું મોડુ કેમ થાય છે? સાલાઓ પાગર શેનો લો છો? તમને લોકો ને કામ કંઈ કરવું નથી અને મફતનો બેઠો બેઠો પગાર જોઈએ છે ".

થોડીવાર બોલી પોતાનો ઊભરો ઠલવીને તે જતો રહ્યો. માસ્ટરના ચેહરા પર નિશબ્દ ભાવ ફરી વળ્યા, કોઈ પણ પ્રત્યુતર આપ્યા વગર ફરી ખુરશી પર જઈને બેઠા અને લાકડાના ટેકે માથુ ટેકાવ્યું ને ભુતકાળમાં સરી પડ્યા સાથે ચહેરા પર કોઈ અલૌકિક સ્મિત આવી ગયું, કોઈ એ ભૂતકાળનો સુંવાળા સ્પર્સથી એમના ચહેરા પર નુર છવાઈ ગયું,

એ પચીસ વર્ષીય એક યુવાન પોતાની જાતને પોતાના ભૂતકાળ ને સવાલ કરવા લાગ્યા.

આજે હું ક્યાં છું? માધ્યમિક શાળામાં મારા વર્ગમાં શ્વેત વસ્ત્રોમાં ખુરશી પર બેઠો હતોં. બાળકો, સાહેબ અંદર આવું? સાહેબ અંદર આવું? નમસ્તે સાહેબ કેહતા કેહતા વર્ગમાં આવતા,. સંસ્કૃતના વિદ્ધાન શિક્ષક નું બિરુદ હતું મારી પાસે, શાળાના આચાર્ય પણ નાની મોટી કામગીરી માં મુંજાઈ જાય તો એ મારી સલાહ લેવા ખચકાતા નહિ, મારું એ સમયે શાળામાં ખુબજ મહત્વ હતું. માધ્યમિક શાળાના બાળકોને સંસ્કૃત ભણાવતો,પોતાનું કામ જાતેજ કરતો,, પરિવાર ને સુખી રાખવા અને છોકરાઓ ને ભણાવવા પરિવારને વતનમાં જ રાખ્યા અને આમજ શિક્ષણ આપતો રહ્યો.,

ત્રણ રાતના ઉજાગરા એ એમના દિમાગમાં આવેલ આ ભૂતકાળના વિચારો એ જાણે એમને કોઈ બુસ્ટર ડોજ આપ્યો હોય તેમ ફરી મલકાતા ચહેરે એ વિચારોમાં ખોવાઈ ગયા,માસ્ટર બની આજીવન શિક્ષણની ધૂણી ધખાવી. ગામના કેટલાય બાળકો મારી પાસે ડોક્ટર, ઈજનેર અને પીએસઆઇ બન્યા.

ટ્રીટ....ટ્રીટ... હોર્ન વાગ્યો અને એ શિક્ષક ફરી સફાળા જાગ્યા અને એમના ચહેરા પર તાજી તાજી રોનક જાણે ઉડી ગઈ હોય તેમ ઉભા થયા,

આ વખતે હોર્ન ધીમો અને કર્ણપ્રિય લાગ્યો. ચાર-બંગડી નહીં પણ બે પૈડાવાળું બાઇક હતુ. માસ્ટરે ગેટ ખોલ્યો, આ વખતે સલામ નોહતી મારવાની, બાઇક પર આવનાર વ્યક્તિ માસ્ટર ના પગે લાગ્યો. માસ્ટર એકપણ શબ્દ ના બોલ્યા. એ વ્યક્તિ એટલું જ બોલ્યો.

" બાપુ ત્રણ દિવસથી એકધારા તમે અહી ઉજાગરા કરી રહ્યા છો, આજે તમે ઘરે જાવ, બે દિવસ તમારી બદલે હું કામ કરીશ..."

માસ્ટરે આંખો ચોળતા કહ્યું, “ના બેટા હજુ ક્યાં થાક્યો છું?”

આવેલ યુવકે તેમની એક પણ વાત ના સાંભળી, તેમની આંખો માં આસું આવી ગયા, તેઓ તરત તે સ્થળેથી નીકળી ગયા.

હવે ખુરશી પર ગોઠવાયા પિસ્તાળીસ વર્ષના આધેડ વ્યક્તિ, એ વ્યક્તિ માસ્ટરના જમાઈ મોહનકુમાર હતા. સસરા ની તકલીફ એમનાથી જોવાતી ન હતી, પોતેજ તેમની બદલે કામ કરવા આવી ગયા.

ટ્રીટ...ટ્રીટ...હોર્ન વાગ્યો.

મોહનકુમાર તરત ઊભા થયા. ગેટ ખોલ્યો, ગાડીમાં પચાસ વર્ષના સજ્જન પોતાના પરિવાર સાથે હત, તેઓ ગાડી પાર્ક કરીને મોહનકૂમાર પાસે આવ્યા.

" પેલા દાદા કેમ નથી...? તમે કોણ છો..." સવાલો નો મારો શરૂ થયો.

મોહનકુમારે વિવેક સહ જવાબ આપ્યો,

" પંદર હજાર પેંશન આવે છે, પણ ગામના અઢળક બાળકો નું ભવિષ્ય બનાવનાર શિક્ષક પોતાના જ બાળકો ને સારુ શિક્ષણ કે વ્યવસાય અપાવી ના શક્યા, છોકરાઓ કઈ કમાતા થાય તો તેમના લગ્ન કરાવી શકાય એટલે મોટા શહેરમાં રેહવા આવ્યા. મોટો છોકરો અહી ચોકીદાર માં લાગ્યો. પણ, એ આળશુ પાચ દિવસ ભરે ત્યાં થાકી જાય, એટલે રજાઓ પાડે. આમતો આ નોકરી પર મારા સાળાને લગાડેલો પણ એ છે કામચોર છે, સોસાયટી વાળા એ કહ્યું છે કે એકના બદલે બીજા વ્યક્તિએ હજાર રેહવું અથવા નોકરી છોડી દેવી. બસ, એટલે જ આજે એક વિદ્ધાન શિક્ષક પોતાના બાળક માટે આ બિલ્ડીંગ માં ચોકીદાર બની ગયા."

પેલા સજ્જન સ્તબ્ધ થઈ ગયા, એમણે પૂછ્યું " આપ કોણ છો...? અને આપ કેમ તેમની જગ્યા પર અહિયાં આવ્યા.?".

ત્યારે આંખમાં આસું સાથે મોહનકુમારે કહ્યું " હું એમનો જમાઈ છું, ફાઇનાન્સ નું કામ કરું છું, મહિને ત્રીસ હજાર કમાઉ છું. પણ સસરા વિશે જાણ્યું તો મરાથી ના રેહવાયું, તેઓ ત્રણ દિવસ થી આ ઉમરે ઉજાગરા કરી રહ્યા છે. મારે બે દિવસ કંઈ કામ નથી તો થયું કે સસરા ને સાથ આપી આવું, તેમને આરામ પણ મળી જશે, બસ એજ વિચારી ને અહિયાં આવ્યો..."

" જો એક વિદ્ધાન શિક્ષક પોતાના બાળકો માટે ચોકીદાર બની શકે તો હું બે દિવસ મારા સસરા માટે ચોકીદાર ના બની શકું.? બસ એટલે જ બે દિવસ માટે ચોકીદાર બનવા આવ્યો છું..."

પેલા સજ્જન ની આંખોમાં આસું આવી ગયા, તેઓ એકપણ શબ્દ ના બોલી શક્યા, માત્ર નાના બાળક ની જેમ તાળીઓ પાડવા લાગ્યા. અને આસું લૂછતા લૂછતા તેઓ પોતાના ઘર તરફ જવા લાગ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આજના જમાના માં કોઈ દીકરો પોતાના માતા-પિતા માટે આટલું નથી કરતો જેટલું આ મોહનકુમાર તેમના સસરા માટે કરે છે. ધન્ય છે મોહનકુમાર ના માતા-પિતા ને. એ સજ્જન જે મોહન કુમાર ના માતા-પિતા ને સન્માન આપી રહ્યા હતા, એ જાણતા નોહતા કે મોહન કુમાર અનાથ હતા અને તેમને પણ કિશન માસ્ટરે જ ભણાવી અને મોટા કર્યા હતા અને પોતાની દીકરી સાથે લગ્ન કરાવ્યા હતા.

જ્યારે બાળકો નાના હોય ત્યારે તેમના પિતા તેઓને માટે ચોકીદાર બનતા હોય, આખી આખી રાત જાગીને પોતાના બાળકોની ઊંઘ પુરી કરતાં હોય, પણ જ્યારે એ બાળકો મોટા થાય અને તેમના લીધે ફરી તેમના પિતાને જો બીજાની ચોકીદારી કરવી પડે એ ખરેખર તે પિતા માટે અસહ્ય હોય છે. પણ મોહન કુમાર જેવા જમાઈ પણ હોય છે જે સસરા ને સસરા નહીં પણ પિતા માનતા હોય છે અને એક વિદ્ધાન શિક્ષક ને તેમના મુશ્કેલ સમય માં પોતાના બાળકો ની ખોટ સાલવા દેતા નથી.

મિત્રો, આપણા માતા-પિતા એ આપણા માટે બધુ કર્યું હોય છે. આપણા દોસ્ત પણ બને છે, સાથી પણ બને છે, ગુરુ પણ બને છે અને આપણા માટે ચોકીદાર પણ બને છે, હવે વારો આપણો છે, એક વાર માતા-પિતા માટે ચોકીદાર બની જોજો. આપણે સારા પુત્ર હોવાની જે ખુશી તેમના ચેહરા પર જોવા મળશે એ ખુશી જોઈને તમને જે આનંદ થશે એ બીજે ક્યાય નહીં મળે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો