રેલ યાત્રા dipesh parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેલ યાત્રા

૧૦ ની પુરી ભાજી... ૧૦ ની પુરી ભાજી.. સીંગ લાય લો સીંગ.... સમોસા ૧૦ ના ૨.. ૧૦ ના ૨.... સવાર ના ૮વાગ્યા હશે... ટ્રેન કાલુપુર સ્ટેશન ને ઉભી હતી... 5-6 સ્ત્રી ઓનું ટોળું ઘસાઘસ અંદર ઘસી ગયું.. 3 પ્રૌઢ અને 2 યુવાન સ્ત્રીઓ હતી.. એમના પહેરવેશ થી સ્પષ્ટ જણાય આવતું હતું કે એ ગામડાની મજૂર સ્ત્રીઓ હતી.. પૂ..... પૂ.... ટ્રેન ઉપાડી. ૧૦ મિનિટ થઈ હશે. માંડ.. પેલા ગામડા ની સ્ત્રીઓ માંથી એક ને ઉબકા ચાલુ થયા.. કદાચ પહેલેથી જ તબિયત ખરાબ હશે એની.. સ્ત્રીઓ ની અંદરોઅંદર ની વાત ચાલુ થઈ.. "3 મહિના સે પેટ સે હે.ભાઈ ના લગ્ન સે... બાર બાર મના કિયા થા મત આ.. પર યે બોલી ભાઈ કી સાદી હે એક હી ભાઈ હે કૈસે ના જાઉં દો દિન સે પેટ ખરાબ હોવે સે"

"ઉલતી હો રહી હે ભાઈ સાહેબ બારી કે પાસ બિઠાવી ના" એક સ્ત્રી એ બારી આગળ બેઠેલા ભાઈ ને કહ્યું.. બધું જ સાંભળતા હોવા છતાં કે સાંભળ્યું ના હોય એમ એ ભાઈ એ એ સ્ત્રી સામે જોઈ ને મોઢું ફેરવી લીધું.. અને બારી બહાર ના દ્રષ્યો જોવા લાગ્યા.. એક પછી એક ઝાડ પાછળ જતા હતા એમ એ ભાઈ એના ભૂતકાળ ના સ્મરણો માં જાવા લાગ્યા.. લગભગ 26 વર્ષ ની ઉમર હશે એમની .. મોહન એમનું નામ.. આવી જ રીતે ટ્રેન માં રાજકોટ થી અમદાવાદ રાત ની મુસાફરી માં જતા હતા. ચેહરા પર એક ખુશી હતી.. અને પોતાની હાથ માં રહેલો કાગળ વારંવાર વાંચ્યા જ જતો હતો. લગભગ 50-60 વાર આ કાગળ વાંચ્યો હશે..

You are called for interview. Pls come at 9:00 am at below address with all your documents. આ લાઈન આવતા જ એના ચહેરા પર એક અલગ જ સ્મિત આવતું હતું.. એમને બીજે દિવસે સવારે ૯ વાગે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. રેલવે ના સ્ટેશન માસ્ટર ની પરીક્ષા માં એ પાસ થયા હતા અને ઇન્ટરવ્યુ માટે એમને બોલાવ્યા હતા. ઘણા વર્ષો ની એમની મહેનત પછી એમને આ જોબ હાથ માં આવી હતી.. એમને મોટી જ નોકરી જોઇતી હતી એટલે આ જોબ માટે એ ખૂબ જ ઉત્સાહી હતા.. નોકરી કરીને હું ખૂબ જ ગર્વ થી ઘરે જઈશ.. મારા પાપા માટે ખાદી ના કાપડ લઇ લઇસ માં માટે સાડી લઇ આવીશ.. પેહલા પગાર ની આવતી રકમ ને ક્યાં ક્યાં વાપરવાનું છે એ બધું જ લિસ્ટ એમને કરી રાખેલું... " બારી પાસે જગ્યા આપો ને ઉલટી જેવું થઈ છે. " આ સાંભળીને એ મોહનભાઈ ઉભા થયા ગયા કોલ લેટર ખિસ્સા માં નાખ્યો અને પોતાની સીટ પરથી પર લંબાવ્યુ હતું એ ઉભા થઇ ને એ ત્રણેય બહેનો ને બેસવાની જગ્યા આપી સામેની સીટ પર ના ભાઈ સુતા હતા એટલે એને ઉભા રહેવું હિતાવહ સમજ્યું.. ધીમે ધીમે ટ્રેન આગળ જતાં અલગ અલગ સ્ટેશને પેસેન્જર ઉતરતા ગયા. હવે વિરમગામ નું સ્ટેશન આવ્યું પેલી બહેન ની તબિયત વધારે ખરાબ થવા લાગી.."કોઇ પાણી આપો અને પાણી " એમ એક બેહને બૂમ પાડી . આખા ડાબા માં હવે એ ત્રણ બહેનો અને મોહન સિવાય કોઈ દેખાતુ નહોતું. અને પેલા ભાઈ તો સામે સુતા જ હતા.એટલે મોહનભાઇ દોડીને નીચે ઉતારી પાણી લેવા ગયા.. આમતેમ જોવાછતા એમને કોઈ પાણી નું સ્થાન ના દેખાયું એટલે દૂર એક પાણી ની પરબ હતું ત્યાં દોડ્યા. અને ગ્લાસ ભર્યો જ હતો ત્યાં ટ્રેન નું ચાલુ થવાનું હોર્ન વાગ્યું એટલે એ તો દોડ્યા પોતાના ડબ્બા તરફ ... પૃ...... ટ્રેન તો ચાલુ થઈ ગયા હતી.. એટલે મોહનભાઇ ની સ્પીડ વધી અને ગ્લાસ નીચે પડી ગયો... તો પણ ડબ્બા આગળ એક ભાઈ ઉભા હતા એને હાથ આપ્યો એટલે એનો હાથ પકડી માંડ ડબ્બા માં ચડ્યા.. એ ભાઈ એમના ડબ્બા માં સુતા હતા એજ ભાઈ હતા. મોહન ને પાણી ન લાવી શકવાનું દુઃખ હતું. "ગ્લાસ પડી ગયો કાકા... પેલી બેઠી એ સ્ત્રી ઓ માંથી એક ની તબિયત ખરાબ હતી એમને માટે લાવ્યો હતો.." એમ કહી એ અંદર આવ્યા .... "કઇ સ્ત્રી બેટા.... " પેલા ભાઈ એ હાથ ઊંચા કરી બગાસાં ખાતા ખાતા બોલ્યા.. " સુ???" અંદર જય ને જોયું તો કોઈ સ્ત્રીઓ ના હતી.. અને બને સીટ ખાલી હતી.. કદાચ હું મોડે પહોંચયિ અને તબિયત વધારે ખરાબ હશે એટલે નીચે ઉતરી ગઇ હશે એમ વિચારી એ ભાઈ અંદર પોતાની જગ્યા પર બેસી ગયા.. અને પોતાની ખિસ્સા માં નો કોલ લેટર પોતાના ઠેલા માં નાખવા કાઢ્યો.. પણ થેલો ક્યાં??? થેલો ગોતવા આમ તેમ ફાંફા માર્યા પણ મળ્યો નય... "સુ થયું બેટા??"

"અંરે કાકા મારો થેલો અહીં જ રાખ્યો હતો.. જતો રહ્યો ક્યાંક.. .". પેલા ભાઈ થોડું વિચારી બોલ્યા. "તું નીચે કોની માટે પાણી લેવા ગયો હતો..???"

"હું તો પેલી સ્ત્રી ઓ..." એટલું બોલતા જ એ ભાઈ પરિસ્થિતી પામી ગયા.." અરે ભગવાન બેટા આટલું પણ સારું ના થવાય એ બાઈઓ ચોર હશે... આવી ટ્રેન માં આવી જ રીતે લૂંટવાના બહુ બનાવ બને છે. આ દુનિયા માં કોઈ માટે સારું થતા પેહલા બે વાર વિચાર કરવો પડે એવું છે.. ઘોર કળિયુગ છે બેટા... " આ ભાઈ બોલતા હતા અને મોહન આજ સવાર ની ઘટના મગજ ને ઝટકો માર્યો. આ ઠેલા માં તો માં એ આપેલા 4 હજાર રૃપિયા હતા. માં એ પોતાના ઘરેણાં પોતાના પિતાની જાણ બહાર ગીરવે મૂકીને આપ્યા હતા... પાપા ને ખબર પડશે તો સુ થશે હવે.. એટલા બધા રૂપિયા પેલી વાર લઈને બહાર નિકલ્યો હતો.. પાપા તો પેહલા થી ગુસ્સા વાળા છે. હવે આ વાત ની ખબર પડશે તો સુ કરશે મારી સાથે.. આ બધું વિચારતો હતો કે ત્યાં અચાનક વિચાર આવ્યો અરે પૈસા તો ગયા પણ મારા બધા કાગળિયા..!!! એ પણ ગયા..

આ ભાઈ ના સપના એક પછી એક પતા ના મહેલ ની જેમ તૂટતાં હતા.. ડોક્યુમનેટ વગર તો સુ થશે?? કોન નોકરી આપવાનું?? અટલા વારસો માં માંડ એક સારી નોકરી મળી હતી.. એ પણ ગઈ.. અને આ રીતે પૈસા ગયા.. હવે પોતાના પાપા સાથે શાકભાજી ની લારી જ ચલાવી પડશે...

અચાનક એક બાઈ હાથ અડાડીને કહ્યું અને પેલા ભાઈ ને ભૂતકાળ માથું બહાર કાઢ્યા.."બેઠને દોના સાહબ" પોતાના મન ની દ્વિધા માં એ ખૂબ જ ફસાવા લાગયા. આજે પણ મારી પાસે રૂપિયા છે. આજે પણ એ દિવસ જેવું થશે.. "ઘોર કળિયુગ છે બેટા ઘોર કળિયુગ...". પેલા કાકા ના શબ્દો કાન માં ગુંજી રહ્યા હતા. અને સામે પેલી સ્ત્રી અશકતી ના માર્યા ગોથા ખાતી હતી.. કોઈક એ કહ્યું છે ને પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. પોતાની દયાળુ સ્વભાવ એ એમને ઉભા થવા મજબુર કરી દીધા અને એને પેલી સ્ત્રીને બેસવા જગ્યા આપી..