ભંવર - Movie Preview Broken Box Filmz દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભંવર - Movie Preview

પ્રેસ નોટ - ફિલ્મ - ભંવર

૨૩ ઓકટોબર, ૨૦૧૭.

ભંવર, એક એવી ફિલ્મ જેની પાછળ સાડા પાંચ વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે.

"ફિલ્મ ના વિષય માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ ફિલ્મ બનાવવી મારી માટે એકદમ સરળ ન હતું, કારણકે હું કે મારા પરિવાર માંથી કોઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલું નથી, પણ હા, મારા માતા કે પિતા ના સહયોગ વગર આ કામ અશક્ય હતું." - અદિતિ ઠાકોર, દસમી નાવેમ્બેરે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ની લેખિકા, દિગ્દર્શિકા, ગીતકાર અને સંગીતકાર જુસ્સા સાથે જણાવે છે.

ફિલ્મ ના મ્યુઝિક લોન્ચ દરમિયાન અદિતિ ઠાકોર જણાવે છે, "ભંવર ફિલ્મ એક કઠપૂતળી ના કલાકાર ની વાર્તા છે જે ગામડે થી શહેર માં પોતાના સપનાઓની સાથે આવે છે. એક નવી દુનિયા જોવા, માણવા અને સ્થાપવા. જેમ દરેક યુવક કે યુવતી ની ઈચ્છા હોય છે કે હું મારા સપનાની દુનિયા જોઉં અને જીવું એમ ભંવર પણ કંઇક એવાજ સપના સેવે છે. આ વાર્તા માં પારિવારિક મતભેદ છે, કઠપૂતળી ની કળા ને જીવતી રાખવાની મથામણ છે; પણ આ મથામણ વચ્ચે અનેક લાગણીયો અને પ્રેમ છે, જુસ્સો છે અને કંઇક કરી છૂટવા ની તમન્ના છે. આ ફિલ્મ એક આર્ટ ફિલ્મ નહિ પણ આર્ટીસ્ટીક ફિલ્મ છે."

આ ફિલ્મ માં ભંવર નું મુખ્ય પાત્ર મુંબઈ ના મશહુર કલાકાર નીલ ભટ્ટ નિભાવે છે.

નીલ ભટ્ટ, ટેલીવિઝન ના ક્ષેત્રે એક ખૂબ જ મશહૂર ઍક્ટર છે જે તેમના દિયા ઔર બાતી હભ સીરીયલ માં ઇન્સ્પેક્ટર ઝાકીર ના રોલ માટે પ્રસિદ્ધ થયા છે અને ઝી ટીવી ની બારા બટ્ટા ચોબીસ કરોલ બાગ સીરીયલ માં અભિ નો, સ્ટાર પ્લસ ની ગુલાલ સીરીયલ માં કેસર નો એમ અનેક કિરદાર નિભાવી ચૂક્યા છે. તેઓ બૂગી વૂગી ના વિજેતા પણ રહી ચૂક્યા છે. તેમણે ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કર્યો પણ કવિતા ગાઈ છે તથા કોરિયોગ્રાફી પણ કરી છે. તે પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ભંવર ના પ્રમોશન માટે પોતાની ટીમ તથા દિગ્દર્શિકા અદિતિ ઠાકોર સાથે સમગ્ર ગુજરાતમાં પરિવહન કરી રહ્યા છે. હજારો શ્રોતાઓની હાજરી માં પોતાની ફિલ્મ વિષે રચનાત્મક રજૂઆત કરતા આ ટેલેન્ટેડ ઍકટર સહર્ષ જણાવે છે કે...

"ભંવર એ માત્ર અદિતિનું જ સપનું ના રહેતા મારું પણ સપનું બની ચુક્યું છે. હું આ ફિલ્મમાં ત્રણ થી પણ વધુ વર્ષો થી જોડાયેલો છું. એક ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા હંમેશા હતી પણ જો સારી સ્ક્રીપ્ટ હાથમાં આવે તોજ કરવી હતી. મારી પાસે ભંવર સિવાય પણ બીજી અને ફિલ્મો નો પ્રસ્તાવ આવ્યો હતો પણ એક કલાકાર તરીકે મારી હંમેશા ઈચ્છા રહી છે કે હું ફિલ્મ ને મારા અભિનય ઉપરાંત પણ એવું પ્રદાન આપું કે હું ફિલ્મને મારા કિરદાર માત્રથી નહિ પણ બીજી અનેક રીતે પરદા પાછળ રહી ને પણ દિપાવી શકું. અદિતિ નો જયારે ત્રણ વર્ષ પહેલા ફોન આવ્યો અને અમે મુંબઈ માં મળ્યા ત્યારે અદિતિએ મને સ્ક્રીપ્ટ નું નેરેશન ગીત ગાઈ ને આપ્યું હતું. એમના ફિલ્મ પ્રત્યેના પેશને મને આ પ્રોજેક્ટ લેવા પ્રેરિત કર્યો. હું દસ વર્ષથી એક્ટિંગ ની ફિલ્ડ માં છું. ઘણા ટેલીવિઝન શોસ કર્યા છે અને લોકો નો ખૂબ પ્રેમ મળ્યો છે. આવોજ પ્રેમ આ ફિલ્મ ને મળે એવી આશા રાખું છું. મારી દ્રષ્ટીએ ભંવર એક એવી ફિલ્મ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રોતાઓ ને મનોરંજન પૂરું પાડે. આ એક એવી અર્થપૂર્ણ ફિલ્મ છે જેની હું રાહ જોઈ રહ્યો હતો. હું માનું છું કે આ ફિલ્મ નો વિષય જ એવો છે જેની ભાષા એક છે. સપના ની ભાષા. સપના સિદ્ધ કરવા ની ભાષા"

તેમની સાથે ફિલ્મ માં તેમના મિત્ર નું પાત્ર ભજવતા અને લગાન ફિલ્મ માં કચરા તરીકે જાણીતા આદિત્ય લાખિયા કહે છે, "આ રોલ માટે મેં અદિતિ નો ત્રણ વર્ષ પહેલા સંપર્ક કર્યો હતો. મારી આ પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ છે અને એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ માં કામ એટલું બધું પ્રોફેશનલી થયું છે જેટલું બીજી કોઈ પણ સારી બોલીવૂડ ફિલ્મમાં થાય છે."

લીડ એક્ટ્રેસ તારિકા ત્રિપાઠી જે ત્રણ વર્ષ ની નાની ઉંમરથી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલ છે તે પોતાના બધાજ કામમાંથી સૌથી વધુ સમય ભંવર ના પ્રમોશન ને આપી રહ્યા છે. ઉત્સાહ થી તેઓ જણાવે છે, "ભંવર ટીમ સાથે કામ કામ નથી લાગતું. પરિવાર જેવું લાગે છે જાણે ઘરથી બહાર બીજું ઘર!"

મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં દેખાતા તથા ભંવરના પિતા નું પાત્ર ભજવતા અને ગુજરાતી થીયેટર તથા ફિલ્મો ને ગજાવતા મોટા ગજા ના અભિનેતા પ્રશાંત બારોટ જણાવે છે, "આ ફિલ્મ એક એવા સ્તર ની ફિલ્મ છે જેમાં મનોરંજન સાથે વાર્તા તત્વ ને વણવામાં આવ્યું છે. આ ફિલ્મ મારી માટે ખૂબ મહત્વ ધરાવે છે અને શ્રોતાઓ ને ખાતરી આપીએ છીએ કે તેમનો સમય કે પૈસા વેડફાશે નહિ."

ફિલ્મ માં ભંવર ના માતા નું પત્ર ભજવતા વિખ્યાત અભિનેત્રી કલ્પના ગાગડેકર જણાવે છે, "આ વર્ષમાં મેં છ ફિલ્મો કરી છે પણ ભંવર માં કામ કરી ને એક અભિનેત્રી તરીકે કળાત્મક સંતોષ મળ્યો છે."

ફિલ્મ સાથે સાડા પાંચ વર્ષ થી જોડાયેલા ફિલ્મના સહ લેખક, એડિટર અને નિર્માતા (પ્રોડ્યુસર) યોગેન્દર કુમાર પણ ફિલ્મ ની રીલીઝ ને લઈને ખુબ ઉત્સાહિત તથા આશાસ્પદ છે.

ફિલ્મના મુખ્ય ગાયક શ્રીરામ ઐયર જે ઝી ટીવી ના સારેગામા પ્રોગ્રામ માં જ્યુરી છે તે ખાસ મ્યુઝીક લોન્ચ પ્રસંગે અમદાવાદ આવ્યા છે અને જણાવે છે, "ગાયક તરીકે આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. દોઢ વર્ષ પહેલા રાત્રે બાર વાગે અદિતિ નો મારી ઉપર ફોન આવેલો. મારો કંઠ સાંભળી ને એને લાગ્યું કે નીલ માટે બીજો કોઈ અવાજ હોઈજ ના શકે. હસું આવે એવી વાત છે કે અમારી ફિલ્મ માં એક ગીત છે "આંગળીયો નો જાદૂ" જેમાં મારો તથા નીલ બંને નો અવાજ છે. મારી પત્ની અને નીલ ના મમ્મી બંને કન્ફયુઝ થઇ ગયા કે મારો અવાજ કયો છે ને નીલ નો કયો!!! આ ફિલ્મ માં મેં છ ગીતો ગયા છે. આ એક કલાકાર ની સંગીતમય વાર્તા છે અને એના વિષય અને સંગીતે મને એનો ભાગ બનવા માટે પ્રેર્યો".

ભંવર માં દયા શંકર પાંડે જેવા મજબૂત કળાકાર જે લગાન, સ્વદેશ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે તથા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં માં ચુલબુલ પાંડે નું પત્ર કરી રહ્યા છે તેઓ પણ જોવા માં આવશે.

ઓસ્કાર માં નોમીનેટ થયેલ ફિલ્મ ગ્લેડીએટર માં ચીફ લાયટીંગ કેમેરામેન તરીકે કામ કરી ચુકેલા ડેનીયેલ બોતાસેલે ભંવર ફિલ્મ માં સિનેમેટોગ્રાફી કરી છે. તેઓના કહેવા પ્રમાણે ફિલ્મ ની સક્રીપટે તેઓને ભારત સુધી આવવા પ્રેર્યા છે.

અદિતિ જણાવે છે કે ઘણી વાર મને પૂછવામાં આવે છે કે શું આ અર્બન ફિલ્મ છે? તો જવાબ આપતા મારું મન ગજ ગજ ફુલાય છે,"ના અર્બન સિનેમા, ના રૂરલ સિનેમા; આપને પુલકિત કરવા આવી રહ્યું છે એક ગુજરાતી સિનેમા!"

www.facebook.com/filmbhanwar

www.brokenboxfilmz.com

Youtube Channel - Broken Box Filmz