અધૂરું સ્વપ્ન Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું સ્વપ્ન

અધૂરું સ્વપ્ન

ભાગ – ૧૨

રવિ યાદવ

“આખરે એવું તો શું વસ્તુ હોઈ શકે જે અંબરે રોનિતને કુરિયરથી મોકલી હોય ?”, ઉર્વીલ વિચારી વિચારીને હવે જાણે પાગલ થઇ ગયો હતો. “પણ તું કહે છે કે રોનિત તારો દોસ્ત છે તો તું સીધું તેને જ કેમ નથી પૂછી લેતો ?”, શિખાએ સુજાવ આપ્યો. “પૂછીશ તો ખરા જ પણ અંધારામાં તીર મારીને”, ઉર્વીલને હવે રોનિત પર પણ શક બેસતો હતો આથી તેણે તરત જ રોનિતને ફોન લગાવ્યો.“હાય ઉર્વીલ ! કેમ છે તું ? સોરી મને તારી વાઈફના મૃત્યુ વિશેના સમાચાર મળ્યા, ખુબ દુઃખ થયું”, રોનિતે એકદમ કેઝ્યુંઅલી વાત શરુ કરી હતી. “મેં તને ફોન એટલા માટે કર્યો છે કે તને કશુક જણાવી શકું”, ઉર્વીલે તેની વાતને અવગણીને સીધું જ પોતાનું તીર છોડ્યું. “હા બોલને ભાઈ”, રોનિત બોલ્યો. “અંબરના મર્ડરના ૧ દિવસ પહેલા તેણે તને એક કુરિયર મોકલ્યું હતું અને મને ખબર છે કે તે કુરિયરમાં શું છે એ. સો બેટર ફોર યુ ધેટ એકસેપ્ટ ધ ક્રાઈમ, અધરવાઈઝ આઈ હેવ ટુ ટેલ પોલીસ એવરીથીંગ અબાઉટ યુ એન્ડ હયાતી, આઈ નો યુ બોથ આર પ્લેયિંગ ગેમ વિથ મી ટુ ટ્રેપ ઇન ધીસ મર્ડર કેસ”, ઉર્વીલે એકદમ સીરીયસ થઈને રોનિતને કીધું અને ફોન કાપી નાખ્યો.

હવે રોનિતના મગજમાં એ ડર બેસી ગયો હતો આથી તે તરત જ પોતાનું કામ છોડીને સીધો જ હયાતી પાસે દોડી ગયો. “હયાતી ! હયાતી ! વ્હેર આર યુ ?”, રોનિત આખા ઘરમાં આમ તેમ ફરી વળ્યો.“આઈ એમ હિયર”, કિચનમાંથી હયાતીએ બુમ પાડી. “ઉર્વીલનો ફોન આવ્યો હતો, તે કુરિયર વિષે બધું જાણે છે”, રોનિત ડરીને વાત કરી રહ્યો હતો. “રોનિત માય લવ, યુ આર સો ઈનોસેન્ટ, એ તને બેવકૂફ બનાવે છે, તેની પાસે કશી જ માહિતી નથી”, હયાતીએ રોનિતના ગાલ પર હળવો ચીટીયો ભરતા કહ્યું.“તું ખાતરી પૂર્વક કઈ રીતે કહી શકે કે તે કશું જ જાણતો નથી ?” “કેમ કે જો તેની પાસે આ જાણકારી હોત તો તે તને શું કામ ફોન કરેત ? તે સીધો જ પોલીસ પાસે જઈને બધું જ કહી ચુક્યો હોત. બની શકે કે તેની વાઈફે તને કુરિયર મોકલ્યું તેની માહિતી તેની પાસે હશે પરંતુ તેની અંદર શું હતું તે નથી ખબર એ હું સ્યોર છું”, હયાતી પણ એકદમ સ્માર્ટ હતી જેને ફસાવવી એ કોઈ ખાવાના ખેલ નહોતા.

***

ઉર્વીલે અંધારામાં મારેલું તીર સફળ નહોતું થયું આથી તે હવે આ કુરિયર વિશેની માહિતી શું છે તે જાણવા બેબાકળો બન્યો હતો. ઓફીસમાં બેઠો બેઠો તે વિચારી રહ્યો હતો એટલામાં જ ઓફીસનો એક વિશ્વાસપાત્ર મેનેજર રાહિલ ધોળકિયા કોઈક ડોક્યુમેન્ટ લઈને ઉર્વીલની સાઈન કરાવવા માટે આવ્યો અને ઉર્વીલના ટેબલ પર પડેલી કુરિયર રિસીટ તેણે જોઈ. “અરે સર ! આ કુરિયર તો મેં જ અંબર મેડમના કહેવાથી મોકલ્યું હતું”, રાહિલ જાણે વિશાળકાય રણમાં તરસ્યા રખડી રહેલા મુસાફરો માટે પાણી લઈને આવ્યો હોય એવો એહસાસ ઉર્વીલને થયો. “શું તું જાણે છે તે કુરિયરમાં શું હતું ?”, ઉર્વીલે ફટાફટ રાહિલને પૂછ્યું. “હા સર જાણું છું અને તે પણ જાણું છું કે જો તે કુરિયર મેડમે રોનિતને મોકલ્યું નાં હોત તો આજે કદાચ મેડમ જીવતા હોત”, રાહિલ નિસાસો નાખીને બોલ્યો. “વ્હોટ ? શું હતું તું મને જલ્દી વાત કર”, ઉર્વીલ આ વાત જાણીને હવે બેબાકળો બની ગયો હતો.

“અંબર મેડમ એક દિવસ અહિયાં ઓફીસમાં આવ્યા હતા ત્યારે ખુબ ગુસ્સામાં હતા અને મેં કારણ પૂછ્યું ત્યારે તેણે મને તમારી અને હયાતી મેડમના સબંધ વિષે વાત કરી. તે તમારા વિષે જાણતા જ હતા પરંતુ તે એ વાત પણ જાણતા હતા કે રોનિત અને હયાતી ભાઈ બહેન નથી. આથી મને તેની પાછળ જાસુસી કરવા લગાવ્યો હતો અને એ જાસુસી કરતા કરતા એ બંને વચ્ચે થયેલું સેક્સ મેં મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું અને તેની સીડી બનાવીને રોનિતને ધમકી આપવા માટે મોકલી હતી કે તે ઉર્વીલને આ વાતની જાણ કરી દેશે કે તમારી વચ્ચે કેવા સબંધો છે અને તમે બંને થઈને ઉર્વીલને બ્લેકમેઈલ કરો છો”, રાહિલ એકીશ્વાસે બોલી ગયો. “તે વિડીયો હજુ તારી પાસે છે ?”, ઉર્વીલે સવાલ કર્યો. “હા હજુ છે જ મારા મોબાઈલમાં”, આટલું બોલીને રાહિલે પોતાનો મોબાઈલ કાઢીને ઉર્વીલને આપ્યો.

વિડીયો જોઇને ઉર્વીલને હવે કઈક રસ્તો સુજ્યો હતો. તેણે તરત જ તે વિડીયો રોનિતને વોટ્સેપ કરી દીધો અને લખ્યુ, “તે મારી વાતને સીરીયસથી લીધી નહિ અંતે મારે તને આ વિડીયો મોકલવો પડ્યો, હવે પોલીસ પાસે જતા મને કોઈ રોકી નહિ શકે. અને બીજી એક વાત કે હયાતી જોડે તે જે કર્યું તે, પણ તે હજુય મને પ્રેમ કરે જ છે, તારે સાબિતી જોઈએ છે ?” આટલું લખીને તેણે તેના અને હયાતીના ઉત્કટ રોમાન્સના ફોટો રોનિતને મોકલી દીધા જેથી કરીને હવે રોનિત પણ હવે ગુસ્સે ભરાયો હતો.

“હયાતી ! હયાતી ! યુ ફકીંગ બીચ, તું તો કહેતી હતી કે ઉર્વીલ જોડે હવે મારે કોઈ રીલેશન નથી, આ શું છે બધું ? તું શું મને બેવકૂફ સમજે છે ? કેટલા જોડે તું બિસ્તર ગરમ કરી ચુકી છે બોલ”, રોનિત હવે ગુસ્સે ભરાયો હતો. હયાતી તેના ગુસ્સાને પારખી ગઈ હતી આથી તે રડતા રડતા ફક્ત એટલું બોલી, “ઉર્વીલ મને બ્લેકમેઈલ કરી રહ્યો છે આ સબંધ રાખવા માટે, બાકી હું ફક્ત તને જ પ્રેમ કરું છું રોનિત, આઈ લવ યુ, તું પ્લીઝ મને બચાવી લે” “તો તે મને આજ સુધી કીધું કેમ નહિ ? લાગે છે જેવી રીતે અંબરનું કાસળ કાઢી નાખ્યું એવી જ રીતે હવે ઉર્વીલને પણ આ દુનિયામાંથી વિદાઈ આપવી જ પડશે”, રોનિતના મગજ પર હવે ખૂન સવાર થઇ ચુક્યું હતું. “નહિ ! તું એને મારતો નહિ, અંબરનું ખૂન તે કર્યું ત્યારે પણ મારી વિરુદ્ધ જઈને તે આ કર્યું હતું અને હવે તું ઉર્વીલને મારવા માગે છે ?”, હયાતી ડરીને બોલી રહી હતી.

“હવે હું તેને નહિ છોડું, તું આરામ કર હું તેનું કામ તમામ કરીને આવું છું”, આટલું બોલીને રોનિત ત્યાંથી નીકળવા ગયો પરંતુ હયાતીએ તેને રોક્યો પરંતુ રોનિત માન્યો નહિ અને તેને રૂમમાં બંધ કરી દીધી અને ફોન લઇ લીધો અને ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

***

“ઓહ માય ગોડ ! વી હેવ ટુ લીવ નાઉ, એ પહેલા કે તે ઉર્વીલનું ખૂન કરે તે પહેલા આપણે ત્યાં પહોચવું પડશે”, નિશીથ ફટાફટ કેમેરા રૂમમાંથી ઉભો થઈને કાયાને ઓર્ડર આપતો ભાગ્યો અને કાયા પણ તેની પાછળ દોરાઈ ગઈ.

“હેલો ઉર્વીલ ! હું તને મળવા માંગુ છું, હું તને અંબરના ખૂની વિષે માહિતી આપવામાં તારી મદદ કરી શકું તેમ છું”, રોનિતે ઉર્વીલને ફોન પર કહ્યું. “તું જલ્દી મારા ઘરે આવી જા”, ઉર્વીલે કશુય વિચાર્યા વગર તરત જ રોનિતને પોતાના ઘરે બોલાવી લીધો.

થોડી જ વારમાં રોનિત તેના ઘરે પહોચી ગયો હતો અને બીજી તરફ નિશીથ અને કાયા પોતાની ગાડીને વાહનોની ભીડમાંથી બની શકે તેટલું ઝડપથી આગળ વધી રહ્યા હતા.

થોડી આડીઅવળી વાતો કર્યા પછી ઉર્વીલને વાતોમાં પરોવીને મોકો મળતા જ રોનિતે એક ઇન્જેક્શન વડે ઉર્વીલને પેરેલાઈઝ કરી દીધો. જેમાં વ્યક્તિનું શરીર થોડા સમય માટે પેરેલાઈઝ થઇ જાય પરંતુ તે આસપાસ શું થઇ રહ્યું છે તે જોઈ અને સાંભળી શકે. એક એવું ઇન્જેક્શન જે માણસના લોહીમાં ભળી જાય જેથી કરીને તે કોઈ પ્રકારના પોસ્ટમોર્ટમમાં પણ ડિટેકટ નાં થઇ શકે.

“હહાહાં ! તું પોતાની જાતને વધુ પડતો સ્માર્ટ સમજે છે ? તારે શું જરૂર હતી ખૂની શોધવાની ? પોલીસનું કામ તું કરીશ તો પોલીસ શું કરશે ? નકામું મારે તકલીફ લઈને તને મારવા આવવું પડ્યું. તને ખબર છે તારી વાઈફને મેં જ મારી છે. તે પણ તારી જેમ જ મને બ્લેકમેઈલ કરી રહી હતી પેલી ડીવીડી મોકલીને જેમાં હું અને હયાતી એકબીજામાં ખોવાયેલા હતા. એટલે જ તને મેં હયાતીના ફોનમાંથી મેસેજ કરીને તે દિવસે હયાતીના ઘરે મળવા બોલાવ્યો જેથી કરીને ત્યાં અંબર એકલી રહી જાય પરંતુ ત્યાં પહોચ્યો તો ખબર પડી કે તારો નોકર પણ છે પરંતુ પૈસા.... હહાહાહા.... પૈસા એવી વસ્તુ છે ને ઉર્વીલ કે કિંમત જો સાચી આંકવામાં આવે તો ગમે તેને ખરીદી શકે છે. તારો નોકર ઘરે જતો રહ્યો અને અંબરને મળવા માટે પહોચી ગયો. તેને મેં સમજાવી પરંતુ નાં માની અને તેને પણ આવી રીતે જ પેરેલાઈઝ કરીને તેનો ફાયદો ઉઠાવ્યો. કોલેજ ટાઈમની અધુરી રહી ગયેલી ઈચ્છા આખરે મેં પૂરી કરી, તેને ઉપરના રૂમમાં લઇ જઈને તેનો બળાત્કાર કર્યો અને પછી નાક અને મોઢું બંધ કરીને તેના શ્વાસ બંધ કરી દીધા અને હમેશ માટે તે જતી રહી. હવે તારો વારો. ચિંતા નહી કર તને પણ તેની જેમ જ મારીશ, ચાલ તને પણ ઉપર બેડરૂમમાં લઇ જાઉં જેથી બંને એક જ જગ્યાએ મરવાનો આનંદ લઇ શકો”, એમ કરીને રોનિત તેને ઢસડીને ઉપર બેડરૂમમાં લઇ ગયો અને પોતાની કમરમાંથી ગન કાઢી.

રોનિત તેને શૂટ કરવા જતો જ હતો ત્યાં જ નિશીથ અને કાયા ત્યાં પહોચી ગયા, “રોનિત ડોન્ટ શૂટ અધરવાઈઝ આઈ હેવ ટુ શૂટ યુ” રોનિત તેની પરવા કર્યા વગર ઉર્વીલને શૂટ કરવા જતો જ હતો પરંતુ નિશીથની ગનમાંથી નીકળેલી ગોળી રોનિતની ખોપરીને આરપાર નીકળી ગઈ અને રોનિત ત્યાં જ ઢળી પડ્યો.

***

મીડિયાનું ટોળું પોલીસ સ્ટેશનની સામે ભેગું થયું હતું જ્યાં નિશીથ અને કાયા બનેલી ઘટનાનું બયાન મીડિયા સમક્ષ આપી રહ્યા હતા અને કેસ પૂરો થયાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આખરે સાબિત થઇ ચુક્યું હતું કે આ ખૂન રોનિતે જ કર્યું હતું અને હયાતીએ નાં કહી હોવા છતાય તે ગુસ્સે થઈને બેકાબુ બની ગયો હતો. આથી હયાતી અને ઉર્વીલ બંને નિર્દોષ જાહેર થયા હતા. કેસ ઈઝ ક્લોઝ્ડ.

***

હયાતી પોતાના બેંગ્લોરવાળા ઘરના કિંગ સાઈઝ બેડ પર ફક્ત સફેદ ચાદરમાં લપેટાઈને નગ્ન સુતી સુતી રેડ વાઈન પી રહી હતી અને બની ગયેલી ઘટના વિષે વિચારી રહી હતી.

એક એવી વાત જે હજુ સુધી કોઈ જાણી શક્યું નહોતું કે રોનિત એક IED (Intermittent Explosive Disorder) નામની માનસિક બીમારીથી પીડાતો હતો. જેમાં માણસને એટલો ગુસ્સો આવે કે તે બેકાબુ બનીને કઈ પણ કરી શકે, કોઈનું ખૂન કરતા પણ તે અચકાય નહિ અને એટલા માટે જ યુવાનીમાં જ્યારે પેલા છોકરાએ માર્કેટમાં અંબરની છેડતી કરી હતી ત્યારે ગુસ્સામાં આવીને જ રોનિતે તેનું ખૂન કરીને ગટરમાં ફેંકી દીધો હતો.

“હહાહાહ ! બિચારો રોનિત ! ફસાઈ ગયો બકરો”, આટલું બોલતા બોલતા હયાતી આખરે પોતાની બાજુમાં સુતેલા ઉર્વીલની છાતી પર માથું રાખીને સુઈ ગઈ. “તું બ્યુટી અને બ્રેઈનનું કોમ્બીનેશન છે હયાતી. આપણા બિછાવેલા જાળમાં રોનિત, અંબર અને પોલીસ પણ એવી ચકરાવે ચડી ગઈ કે કોઈ વિચારી જ નાં શકે, તે જો રોનિતને ફસાવ્યો નાં હોત તો આ કામ ખરેખર ખુબ મુશ્કેલ થઇ જાત”, ઉર્વીલ પણ પોતાના ગ્લાસમાં રહેલી વાઈન પીતો પીતો બોલી રહ્યો હતો.

જ્યારે અંબરે રોનિતને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું એટલે તરત જ હયાતીએ પહેલું કામ રોનિતને વધુ ને વધુ ગુસ્સે કરવાનું કર્યું. ગુસ્સામાં બેકાબુ બનીને આખરે રોનિત અંબરને મારવા નીકળવા જતો હતો એટલે ઉર્વીલને પોતાના ઘરે બોલવાનું કહીને અંબરને એકલી પાડી દેવા કહ્યું. રોનિત અંબરને મારવા ગયો અને બીજી તરફ હયાતીએ થોડી દવા પી ને આપઘાતનું નાટક શરુ કર્યું જેમાં થોડી શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે તેના કારણે તેને ઓપરેશન કરીને તેના ગળામાં નળી ફીટ કરવાની ફરજ પડે અને તે દરમિયાન ઉર્વીલ તેની સાથે ને સાથે જ હોય જેથી કરીને કોઈ તેમના પર શક નાં કરી શકે.ઉર્વીલ અને હયાતીએ બંનેએ ભેગા મળીને પોલીસને પણ ઉલ્લુ બનાવી હતી. બંનેએ પોતપોતાની અલગ અલગ સ્ટોરી બનાવીને પોલીસને કન્ફયુઝ કરી હતી. તેઓ બંને તે પણ જાણતા હતા કે પોલીસે તેમના ઘરમાં કેમેરા છુપાવેલા છે તેના કારણે તેઓ જાતે કરીને જ એવી વાતો કરી રહ્યા હતા જેથી પોલીસ તે બંનેએ ધારેલી દિશામાં દોડવા માંડે અને આ બંને આબાદ છૂટી જાય. આખરે ઉર્વીલ અને હયાતી બંને એક થઇ ગયા હતા અને તેમની રસ્તા વચ્ચેનો કાંટો હતી એવી અંબર એક માનસિક બીમારના ભોગ દેવાથી હમેશા માટે દુર થઇ ગઈ હતી.

***

પોતાની ઓફીસમાં ચિંતિત બનીને નિશીથ બેઠો હતો અને એટલામાં જ કાયા આવી. શું કરે છે નિશીથ ? હવે તો કેસ પણ સોલ્વ થઇ ગયો છે હવે શું કામ આટલો ટેન્સ દેખાય છે ?

“હું IED વિષે વાંચી રહ્યો છું”, નિશીથે તેની સામે જોયા વગર જ જવાબ આપ્યો.

“IED એટલે ?”, કાયાએ પ્રશ્ન પૂછ્યો. “એક એવી બીમારી જે માણસના બિહેવિયરને અફેક્ટ કરે છે. એક એવી માનસિક બીમારી જેમાં માણસ પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે અને કોઈ પણ હદ સુધી જઈ શકે. આવા માણસોને ખુબ જલ્દીથી પોતાની જાળમાં ફસાવી શકાતા હોય છે”, નિશીથે તેના પ્રશ્નનું નિરાકરણ કરતા કહ્યું. “અચ્છા ! પણ એવી બીમારી છે કોને ?”, કાયાએ ફરી પ્રશ્ન પૂછ્યો.“રોનિતને”“તને કોણે કહ્યું ?” “ડોકટરે ! તેના રીપોર્ટસ પણ મેં જોયા અને ડોક્ટર સાથે બધી વાત પણ કરી”“પણ નિશીથ તેને પોતાના જાળમાં ફસાવવા કોણ ઈચ્છે ?”, કાયાએ ફરી પ્રશ્ન કર્યો.“તું એક વાત વિચાર કે મારે કોઈને મારા રસ્તામાંથી દુર કરવો છે પણ મારે મારા હાથે તેને નથી મારવો. તો મારી પાસે કયો ઓપ્શન બચે ?”, નિશીથે બધું ક્લીયર કરતા કહ્યું.

કાયા સમજી ચુકી હતી કે આ મોટી ચાલ રમાઈ ગઈ છે.

વધુ આવતા અંકે...