ફિટકાર ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિટકાર

ફિટકાર

પ્રકરણ

(વહી ગયેલી વાત : ચિતાની બાજુમાં ઉભી રહી હું પોતાના શરીરની રાખ થતાં જોઈ રહી હતી. હું હવે એક પ્રેતાત્મા હતી. લગભગ એક-દોઢ કલાક પછી તમે ઘાટ ઉપરથી પસાર થઇ રહ્યા હતા અને મેં મારું માથું - ખોપડી અને વાળની લટો તમારા પગમાં મૂકી શરણ થઇ).

હવે આગળ વાંચો -

ભેગા થયેલ બધાજ ગામવાસી એકદમ આશ્ચર્યચકિત થઇ સાંભળી રહ્યા હતા. એક રૂહ એમની સાથે વાત કરી રહી હતી.પાછળની બારીમાંથી એક યુવતી અને એક આધેઢ ઉંમરની વ્યક્તિ પણ વાત સાંભળી રહ્યાં હતા. બે જણા અંદર દાખલ થયા. શરીર તથા ચહેરા ઉપર લપટેલ કપડું ખસેડાતા ખબર પડી આભા હતી અને એની સાથેની આધેઢ વ્યક્તિ દેવના પિતાજી સોમદા હતા.

આભા અને સોમદા ને જોઈ પ્રતિપ, બિમલદા અને દેવ ખુબ આનંદિત થઇ ગયા. તેઓ ખરે સમયે ત્યાં હાજર થયા હતા.

હવે ચંદ્રમુખીએ આભાની સામે નજર કરી અને આભાને તે પછીથી થયેલ ઘટનાનું વર્ણન કરવા કહ્યું…. આગળની વાત કરવાં કહી.

આભા બોલી - જયારે પેલા બે જણાએ કહ્યું ચંદ્રમુખી તું ભાગી જા તે વખતે હું અંધારામાં ભાગી ગયી. પરંતુ મારા માટે ગામ અને એની શેરીઓ નવું હતું. તેથી હું અંધારામાં સંતાઈને ઉભી હતી જેથી કોઈ રસ્તો બતાવે. થોડી વાર પછી મેં જોયું તો કોઈ ઘાટ તરફતી આવી રહ્યું હતું. મેં એમને ઉભા રહેવા વિનંતી કરી અને રડતા રડતા બધીજ વાત કરી. હું મારા ઘરે જઈ શકું એમ નહોતી કારણ કે બધું કાવતરું પોતાના ઘરેથીજ રચાયું હોય એવું લાગતું હતું. મેં સોમદાને કરગરીને મદદ કરવાં કહ્યું. સોમદા અને હું તે રાત્રે ત્યાંથી ચુપચાપ નીકળી બાજુના ગામમાં ગયા અને ત્યાંથી પિતાજીના ઘરે. દિકરીને માથે મોત છે સાંભળી પિતાજીએ ઘરના પાછળના ભાગમાં સંતાઈ રહેવા માટે કહ્યું. અમે થોડાક દિવસ ચુપચાપ સંતાઈ રહેવાનો નિશ્ચય કર્યો. ગામમાં કોઈને ખબર પડે તેમ રહ્યા. પિતાજીને નાટક કરવું પડ્યું.

સોમદાને જાણવું હતું કે કાવતરું કોને કર્યું હશે ? બધાને એક વ્યક્તિ ઉપર શંકા હતી. પરંતુ સોમદા વાતનો તાગ લેવા છુપા વેશે ગામ જતા અને તપાસ કરી આવતાં. તેથી તેઓએ પોતાની ખબર ગુમ થયેલ તરીકે રહેવા દેવાનું નક્કી કર્યું. મારા માટે સોમદાએ બહુ મોટું બલિદાન આપ્યું, પરિવારથી દૂર રહ્યા, પતિના વિરહમાં આંખો ખોઈને રાહ જોતી દુખી પત્નીને જોઈ. પોતાની સ્ત્રીને વિધવા બનેલ જોઈ.

જે દિવસે તપાસ માટે ઇન્સ્પેક્ટરની ટીમ ગામમાં આવવાની હતી, તેની ખબર સોમદાને મળી ગયી હતી, તેથી બીજા દિવસે વહેલી સવારે હું કામવાળીનો વેશ પહેરી બિમલદાના રસોડામાં ભળી ગયી હતી. પરંતુ અમારી જૂની નોકરાણી મને કદાચ ઓળખી જશે તેથી મેં એને નીચે ભોંયરામાં બોલાવી હતી. હવે એને ભોંયરામાં બાંધીને સંતાડવું મારા માટે તાકાત બહારનું કામ હતું. હું મનોમન વિચાર કરીરહી હતી તે વખતે કોઈ મને મદદ કરી.

હા…. હું હતી - ચંદ્રમુખી બોલી. હું આગલી રાતથી ત્યાં ભટકી રહી હતી. જયારે કામવાળી અને આભા ભોંયરામાં ગયા ત્યારેજ મને લાગ્યું કે આભા ને મારી મદદ જોઈશે. મેં નોકરાણીને એક ભયંકર કદરૂપું એવું રૂપ બતાવ્યું કે ગભરાઈને પડી ગયી. જેથી આભા માટે એના હાથ-પગ બાંધવાનું મોમાં ડૂચો મુકવાનું સરળ થઇ પડ્યું. હું આંખી રાત ત્યાંજ રોકાયેલ હતી જેથી તે ભાનમાં આવે.

આખા દિવસનો તપાસનો અહેવાલ મને મળ્યો, પરંતુ પોલીસ હજુ આરોપીને શોધવામાં ગાફેલ હતી. જયારે હું ઈન્સ્પેક્ટરને ચા-નાસ્તો પીરસી રહી હતી ત્યારે, પ્રતિપનું નામ સાંભળી હું જરા ગભરાઈ ગયી હતી. કારણ હું જો પ્રતિપના સામે આવત તો ચોક્કસમને ઓળખી જાત, દ્વિધામાં મારો પાલવ સરકી ગયો હતો અને મને શંકા થઇ કે ઈન્સ્પેક્ટરે ઓળખી હશે.

મારી શંકા તદ્દન સાચી પડી અને હું ત્યાંથી ભાગી નિકળવામાં સફળ થઇ. બીજા દિવસે જયારે પોલીસ ટીમ મારા ઘરે આવી ત્યારે હું અને સોમદા પાછા સંતાઈ ગયા હતા અને પાડોશીઓ એમને હોસ્પિટલમાંદોરી ગયા હતાં, જ્યાં અદિતિને આઈ સી યુ માં એડમિટકરેલ હતાં. પોલીસ શંકા અને શક વચ્યે ઝોલા ખાઈ રહી હતી.

વાત સાંભળી દેવે ચંદ્રમુખીને સવાલ કર્યો કે તારે તે દિવસે ઝેર પીવાનું કારણ શું હતું ? ઝેર તો આભા માટે હતું. પરંતુ ઝેર આપનાર કોણ હતું ?

ચંદ્રમુખી બોલી - " દાદા વાત ખરી છે, મારે ઝેર પીવાનું કારણ શું ? મારો કોઈ વાંક નહોતો. મારા જેવી જુવાન યુવતીને ગામના લોકો ખરાબ દૃષ્ટિએ જોતા હોય. બાપ વગરની ઓલાદ, લાવારીશ કહેવાય. હું પોતાને ક્યાં સુધી સાચવી શકત ? દુનિયાની નજરથીસુરક્ષિત રાખી શકત ? કદાચ એક દિવસ શું હું પણ કોઈક લાવરિશને જન્મ આપત ! જે સંસારમાં હું પોતાનો સંસાર ના માંડી શકું જન્મ શું કામનો ? ગામની સ્ત્રીઓને જોઈ હું પોતાને હંમેશ લજ્જિત સમજતી. મારે પણ સપના હતાં. સંસાર કરવો હતો. ઈજ્જતની જિંદગી જીવવી હતી. કોઈના લીધે મારી મા ની જિંદગી બરબાદ થઇ હતી, તે પરંપરા અટકાવવી હતી. મારે કોઈની હવસનો શિકાર થવું નહોતું. અમારી દલદલનો બજાર ખતમ કરવાનો હતો. ફાયદો સમાજમાં બંનેને હતો. પરંતુ હું નાજાયશઔલાદ હતી. કાદવમાંથી બહાર નીકળવું શક્ય નહોતું, તે હું જણાતી હતી. હું જયારે જયારે મા રાશ્મોનીને વાત કરતી ત્યારે તે ક્રોધિત થતી. હું જીવંત છતાં પણ મરેલી જેવી હતી. તેથી તે વખતે મેં નક્કી કરી લીધું અને ઝેર પી ગઈ. મારી જિંદગીનો અંત કરી મેં એક નવ-પરણિત દુલ્હનની જિંદગી બચાવી તેનો ગર્વ છે મને. આભાની જિંદગી બચાવી મેં એના ગર્ભમાં પાંગરી રહેલો એક બીજો જીવ પણ મેં બચાવ્યો છે. મારુ બલિદાન સાર્થક થયું !

એકત્રિત થયેલ બધાજ બોલી ઉઠ્યા - ધન્ય છે, ધન્ય છે !

દેવે છેલ્લો પ્રશ્ન પૂછ્યો ચંદ્રમુખી, પણ આભાને ઝેર આપવા કહેનાર કોણ હતું ? ખરો ગુનેહગાર કોણ ?”

તમને હવે એક બે દિવસમાં ખબર પડી જશે એમ કહી ચંદ્રમુખીની રૂહ અદિતિના શરીરમાંથી નીકળી ગયી. ચંદ્રમુખીને મુક્તિ મળી ગઈ હતી. એનાં આત્માને નવું ઘર મળી ગયું હતું. સંજોગો ખરેખર ગોઠવાયા હતા.

દેવને આપેલ વચન એણે પૂરું કર્યું.

(ક્રમશઃ)