ફિટકાર ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિટકાર

ફિટકાર

પ્રકરણ -

વાત સાંભળીને ધીરેથી ડો પ્રતિપે ઇન્સ્પેક્ટર સામે જોયું અને કહ્યું, "ઍસ્કયુઝ મી સર, હું જરા આવું છું".

ડો પ્રતિપ ઝડપભેર ત્યાંથી નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ. આમતેમ જોયું પણ બસ નીકળી ગયા બાદ બસ સ્ટેન્ડ ઉપર ગીર્દી પણ નહોતી. એણે આમતેમ નજર દોડાવી અને પાછળ ફર્યો તો સામેજ ઇન્સ્પેક્ટર ઉભા હતા.

ઈન્સ્પેક્ટરે પૂછ્યું - " શું થયું ડોક્ટર ? હું મદદ કરી શકું ?

પ્રતિપે કહ્યું - " ના ના કશું નહિ". પરંતુ ઇન્સ્પેક્ટર સમજી ગયો હતો કે પેલી સ્ત્રી આભા હતી અને તે તરત બસમાં ભાગી ગઈ હશે.

ઈન્સ્પેક્ટરે અમસ્તો મમરો ફેંક્યો - " આભા ને શોધવા તો નહિ આવ્યા હોયને ?" પ્રતિપ એકદમ હેબતાઈ ગયો અને ઈન્સ્પેક્ટરને કહ્યું - " હા….. કોઈએ આભાને બસમાં જતી જોઈ છે."

ઇન્સ્પેક્ટરનું શાતિર દિમાગ હવે કંઈક તાણા-વાણા મેળવવાનું કામ કરી રહ્યું હતું. ઈન્સ્પેક્ટરને અનેક શંકાઓ થઇ. શા માટે આભા ગાયબ થઇ ? જો એને ગાયબ થવાનું હતું તો કામવાળી બાઈઓની જોડે કેમ ત્યાં આવી હશે ? ડો પ્રતિપનું નામ સાંભળીચોંકીને શા માટે ભાગી ગયી હશે ? શું એને પોલીસ તપાસમાં રસ હશે ? કદાચ કંઈક કહેવા તો માંગતી હોય ? કંઈક રહસ્ય જરૂર છે જે કોઈને ખબર નથી. એણે તપાસની દિશા બદલવાનું નક્કી કર્યું.

ઇન્સ્પેક્ટર ડો પ્રતિપને સાથે વહેલાં વહેલાં બિમલદાની ઘરે આવ્યા અને રસોડામાં કામ કરતી બધી સ્ત્રીઓની પૂછપરછ ચાલુ કરી. કામવાળી સ્ત્રીઓ એક બીજાને સારી રીતે ઓળખતી હતી, પરંતુ કોઈ એક સ્ત્રી નવી દેખાઈ હતી. સ્ત્રીઓ એને ઓળખતાં નહોતા. પૂછતાં પેલીએ કહ્યું હતું કે ઘરની કામવાળી છે. બસ, પછીનું કામ એણે સંભાળી લીધું હતું એટલે અમારે બીજી વાત એની જોડે થઇ ન હતી.

બિમલદા ને સ્ત્રીઓ અંગે સવાલ કર્યો તો એમને આંગળી પોતાના મુનીમજી તરફ કરી સવાલ સરકાવીદીધો કે આવી બધી વ્યવસ્થા મુનીમજી કરે છે. મુનીમજીએ પણ કહ્યું

" હા આજની વ્યવસ્થા એણેજ કરી હતી, પરંતુ કામવાળી બાઈઓમાં કોઈ નવું હતું ખબર પડી".

ઈન્સ્પેક્ટરે પૂછ્યું - " તમારી કાયમી કામવાળી બાઈને હાજર કરો"

પરંતુ કામવાળી બાઈ હાજર ના થઇ. મુનીમજી કહ્યું - સવારે તો એણે કામવાળી કમ્મો ને જોઈ હતી ? તો અત્યારે ક્યાં ગઈ ?

મુનીમજી પણ આશ્ચર્યમાં પડી ગયા. મુનીમજીએ બીજા એક નોકરને કમ્મો ના ઘરે તપાસ કરવા દોડાવ્યો કદાચ ઘરે ચાલી ગઈ હશે. થોડી વાર પછી એના ઘરવાળાનો સંદેશ લઇ આવ્યો કે કમ્મો સવારથી બિમલદાને ત્યાં કામ કરવા ગયેલ છે અને હજુ સુધી પાછી આવી નથી. વાત સાંભળી બધાં વિચારમાં પડી ગયા. જો કમ્મો અહીં નથી તો ક્યાં ગઈ હશે ? શું કોઈએ કામવાળી કમ્મો ને પણ ગાયબ કરી હશે ? કામ આભાએ તો નહિ કર્યું હોયને ? પણ જે સ્ત્રી દેખાઈ તે સો ટકા આભા જ હશે ? જો આભા જીવતી હોય તો પોતે ગાયબ થવા પાછળનું કારણ શું ?

ઈન્સ્પેક્ટરને પાકી ખાતરી હતી કે આભા હોય તો એના પિયર પાછી ફરી હશે. બીજા દિવસે ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટિગેશન ટીમ સાથે આભાના ગામ જવા નીકળી પડ્યા. એમણે ડો પ્રતિપને પણ સાથે આવવા વિનંતી કરી.

તપાસ ટીમ આભાના પિયર પહોંચી ત્યારે ઘરને તાળું હતું. પાડોસીઓએ કહ્યું એમની દિકરી અદિતિ ખુબજ માંદી છે અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં છે. એના માં-બાપ પણ હોસ્પિટલમાં છે. ટીમ હોસ્પિટલમાં પહોંચી તો ખરેખર અદિતિ આઈ સી યુ માંદાખલ હતી. સમયની નજાકત જોઈ સમજી તપાસ ટીમ ત્યાંથી નીકળી ગયી. ઈન્સ્પેક્ટરને બીજી દિશામાં તપાસ કરતાં માહિતી મળી કે આભાને આજ દિવસ સુધી કોઈએ જોઈ નથી. ડો પ્રતિપ સાસુ-સસરા પાસે રોકાઈ ગયા જેથી એમને થોડું સાંત્વન રહે અને સાળીના તબિયતની જાણકારી લઇ બીજા ડોક્ટરો સાથે ઈલાજની જાણકારી મેળવી શકાય અને માર્ગદર્શન આપી શકાય.

હવે ઇન્સ્પેક્ટર ગુંચવાયા હતા. જો આભા પિયરમાં આવી ના હોય તો ક્યાં ગઈ હશે ? જો આભા હોય અને બસમાં જોવામાં આવી હોય તો ક્યાં ગઈ હશે ? જોનારાઓને ભ્રાંતિ તો નથી થઈને ? કોઈ જાણી જોઈ ભ્રાંતિ ફેલાવી રમત તો નથી રમી રહ્યુંને ? શું એ આભાનું ભૂત તો નથી ને ? શું એ જીવંત હશે ? એનું મૃત્યુ તો નહિ થયું હોયને ?

આભા સવારે આ ઘરમાં હતી એ જાણીને બિમલદા ખરેખરા ગભરાયેલા લાગતાં હતાં. મુનીમજી અને બિમલદાની નજરોમાં આશ્ચર્ય હતું. બંને વાતો કરી રહ્યા હતા કદાચ આભાનું ભૂત તો નહિ હોયને ? ત્યારે બિમલદાનો એક નોકર બૂમ મારતો મારતો બહાર આવ્યો. એણે કહ્યું કે ભોંયરામાંથી કંઈક અવાજ આવે છે. બિમલદાના ઘરમાં એક ભોંયરું હતું. તેઓ ખેતીનો સામાન અને અન્ય ઓજારો રાખતા. બધાં ભોંયરામાં દોડ્યા. નજીક જઈને જોયું તો એક સ્ત્રી હતી. એના હાથ -પગ બાંધેલા હતા અને મોઢામાં ડૂચો હતો. છૂટવા માટે પ્રયત્ન કરી રહી હતી. નોકરે નજીક જઈ એના હાથ પગની દોરીઓ ખોલી અને મોઢામાંથી ડૂચો કાઢ્યો. સ્ત્રી બિમલદાની કામવાળી કમ્મો હતી.

દશા કોણે કરી પુછાતા એણે કહ્યું - " ગઈ કાલે સવારે આવી ત્યારે કોઈ સ્ત્રી એને કંઈક કામ છે એમ કહી ભોંયરામાં લઇ ગઈ. અચાનક એનું રૂપ બદલાઈ ગયું, વિચિત્ર રૂપ જોઈને હું ગભરાઈ અને પડી ગયી, પછી શું થયું ખબર નથી.મોડી રાત્રે ભાન આવ્યું ત્યારથી હું બૂમ મારવાની કોશિશ કરું છું અને અત્યારે તમે આવ્યા. બિમલદા પરસેવે રેબઝેબ થઇ ગયા. બિમલદાને ખાતરી થઇ કે આભાનું ભૂત હતું !

તપાસ કરતી ટીમના ઈન્સ્પેક્ટરને બોલાવી બનેલ ઘટનાની માહિતી અપાઈ. એમણે સ્થળ ઉપર આવી બધાની જુબાની નોંધી.

ગામમાં વાત પ્રસરી આભાની રૂહ ભટકી રહી છે !

(ક્રમશઃ)