ત્રીજા વિશ્વયુદ્ધ નું કારણ :સરાહા! AnkitPanchal vhalo દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રીજા વિશ્વયુદ્ધ નું કારણ :સરાહા!

ત્રીજા વિશ્વયુદ્ધ નું કારણ : - સરાહા...!

અંકિત પંચાલ "વહાલો"

આજકાલ "સરાહા" નામનું ઍપ વાયરલ છે. સોશિયલ મીડિયા પર એની જ ચર્ચા - એની જ બોલબાલા છે. એનો ડંકો અત્યારે જોરજોર થી વાગી રહ્યો છે. સરાહા આમ તો એક મેસેન્જર એપ છે પણ કંઈક અલગ છે - કંઈક નવું છે. એટલે લોકો એને ઉમળકાભેર વધાવી લીધી છે. આમ પણ આજ ની જનરેશન ને કંઈક નવું જ જોઈતું હોય છે. એટલી હદે કે કેટલાંક તો મેડિકલમાં દવા લેવા જાય તો કહે છે કે, " આ દવા માં સ્ટ્રોબેરી કે મૅન્ગો ફ્લેવર મળશે...? " ને છોકરીઓ તો ભગવાન ને કહે છે કે, " ભગવાન ઍન્ડ્રોઈડ ઍપ ની જેમ કે અમારી સુંદરતા પણ અઠવાડીયે અઠવાડીયે અપડૅટ થતી હોત તો...?! " આ ઍપ પણ અલગ છે. આમાં તમે સામેવાળી વ્યક્તિ ને મેસેજ મોકલો તો સામેવાળો વ્યક્તિ મેસેજ વાંચી જ શકે એનો રિપ્લાય ન આપી શકે ને કોણે મોકલ્યો છે એ પણ નાં દેખાય ! કોઈ વાત તમે સામેવાળી વ્યક્તિ ને સામે ફૅસ ટૂ ફૅસ નાં કહી શકો એ સરાહા ના પડદાં પાછળ રહી ને એને કહી શકો છો...! તમે તમારા સરાહા ઍકાઉન્ટ ની લીંક તમારાં મિત્રો ને શૅર કરો પછી તમારાં મિત્રો તમને ગાળો એ લખે તોય તમે હાથ પર હાથ ધર્યા સિવાય બીજું કંઈ નંઈ કરી શકો! તમારો મિત્ર તમને સામે નંઈ કહી શકતો એ વાત એ ઈમાનદારી થી સરહા નાં પડદા પાછળ રહી ને કરશે... અને હા, સરાહા એ અરબી શબ્દ છે જેનો અર્થ " ઈમાનદારી " થાય છે ! આ ઍપ દ્રારા તમે જેના પણ જુઠ્ઠા વ્યક્તિ ને એના અવગુણ - કુટેવ કહી શકો છો... જે આજ સુધી તમારા વખાણ ના લીધે અંધારામાં હતો એ અજવાળા માં આવી જશે એની આંખો ઉઘાડી થઈ જશે...! ને માણસ ને ખબર પણ પડી જશે કે લોકો એના વિષે શું વિચારે છે. આ ઍપ બધાં ને કડવા ઘૂંટ ગળાવે છે. કેમકે સચ્ચાઈ ના ઘૂંટ કડવાં જ હોય ને...! આ " ઈમાનદારી " એટલે કે સરાહા ઍપ થી બધાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર બની જશે...! મે તો એવો આઈડિયા કર્યો કે મારા સહારા ઍકાઉન્ટ ની લીંક એક જ મિત્ર ને મોકલી જે થી એ એનો અભિપ્રાય લખે કે હું કેવુ વલણ દાખવું છું એને મારા થી શું ફરિયાદ છે. એમ બધાં ના મન ની વાત મે જાણી લીધી... ( હા, હું ઘણો ચતુર છું મને ખબર છે હવે મારા વખાણ ન કરતાં પ્લીઝ...)

આ ઍપ બનાવનાર એન્જિનિયર નું નામ "અબીદિ તૌફિક" છે. અને "તૌફિક" નો અર્થ " ઈશ્વર ની કૃપા " એવો થાય છે. એટલે જે લોકો પોતાની બધી ભડાશ નીકાળવા માંગે છે એમના માટે આ " તૌફિક " નુ " સરાહા " ઈશ્વર ની કૃપા જ છે. પણ આ ઍપ નો ઉપયોગ લોકો પોતપોતાની રીતે કરે છે. કેટલાંક ફક્ત આનંદ મેળવવા સામે વાળી વ્યક્તિ ને હેરાન કરવા આ ઍપ નો ઉપયોગ કરે છે. લોકો એકબીજાની ખેંચી રહ્યાં છે. પણ આ તો સરાહા નો પરિચય આપ્યો મે હવે હું મૂળ મુદ્દા પર આવુ કે રોજીંદા જીવનમાં આની શું અસર થઈ છે.

સરાહા ઍપ થી એવા પ્રેમીઓને ઘણો લાભ થયો છે જે છોકરી ને કહેવાની હિમ્મત નથી કરી શકતા, ને જે છોકરી સાથે વાત કરતાં પણ શરમાય છે એ સરાહા માં એમને મેસેજ કરે છે. ( શેર (સરાહા) કી ખાલ મૈ ગધા(ડરપોક પ્રેમી) ભી શેર ) આ ઍપ થી પ્રેમીઓ ફાયદો ઉઠાવી લો નંઈ તો... ફિર એ બહાર મિલે.. ન મિલે..! કોઈ છોકરી તમને સરાહા માં પ્રપોજ મારે ને મળવા બોલાવે તો જતાં નાં રહેતાં એ છોકરી તમારો ભાઈબંધ પણ હોઈ શકે...! ( હું આ અનુભવે કહુ છું ! ) ને પાછુ એવુ એ બની શકે કે સાચ્ચે કોઈ છોકરી એ બોલાવ્યો હોય ને તમે નાં જાવ તો તમારો દાવ થાય..! એટલે તમારે ચકાસણી કરવા જવાનું પણ સંતાઈ ને! પ્રેમીઓ માટે સરાહા વરદાન રૂપ છે. અને જે લોકો પોતાનો ગુસ્સો દાબી ને બેઠાં છે - ( હવે છે જોઈ હતાં ) એમના માટે પણ વરદાન રૂપ છે. મારા સરાહા ઍકાઉન્ટ પર "આઈ લવ યુ " " લેખક મહોદય હું તમારા પ્રેમ માં છું જેવા ઘણાં મેસેજ આયા મને આ બધું સાચ્ચુ લાગ્યું અને હું પણ એ અનજાન અપ્સરા નાં પ્રેમ માં પડી ગયો. મે તો ચાર - પાંચ કવિતાઓ પણ લખી નાખી...! પણ પાછળ થી ખબર પડી કે આ બધાં મેસેજ અમારી સોસાયટી નાં ડાહ્યાકાકા કરતાં હતાં સારુ છે કે આમા રિપ્લાય થતો નથી નંઈ તો મે પણ આઈ લવ યુ એમ જવાબ લખ્યો હોત તો ડાહ્યાકાકા મારી ફજેતી કરત...! જે ને હું સુંદર અપ્સરા સમજતો હતો એ અપ્સરા તો ટકલી ને ઉંમરલાયક નીકળી એ અપ્સરા નંઈ અપ્સરો હતો. ડાહ્યોકાકો...! મને તો એવી ઈચ્છા થઈ કે જેમ દુશાશને દ્રૌપદી ને વાળ પકડી ને ઢસડી એમ હું પણ ડાહ્યાકાકા ને વાળ પકડી ને ઢસડી ને સોસાયટી ની બહાર ફેંકુ પણ અફસોસ ડાહ્યાકાકા ટકલા હતા તો વાળ પકડી ને કંઈ રીતે ઢસડુ.. ? પણ મે સરાહા પર જ ડાહ્યાકાકા ને મણ મણ ની ઝોખી...!

મારા એક મિત્ર ના સરાહા ઍકાઉન્ટ પર મેસેજ આવ્યો " જાન... આપણે બહુ દાડા થી મળ્યાં નથી તો ફલાણી જગ્યાએ ઢીકણા વાગે આવજો ફલાણુ ઢેકણુ પૂછડુ..! " મારો મિત્ર ગયો ને ત્યાં એની પત્ની ને જોઈ ને એને આંખે અંધારા આવ્યા.... પછી હું હોસ્પિટલમાં એની ખબર કાઢવા ગ્યો ત્યાં ખબર પડી કે એની પત્ની ને શંકા હતી કે આમને કોઈ લફરું છે એ માટે એની પત્ની એ આ કીમિયો ઘડેલો...! પણ મિત્ર એ કહ્યું મારુ કોઈ લફરું છે જ નંઈ આ તો કોણે મોકલ્યો હશે? એવી જિજ્ઞાસાને વશ થઈને ગયેલો... " એની પત્ની બાજુ માં હતી એ બોલી, " આવી જિજ્ઞાસા ??? નવાં કપડા પહેરીને સેન્ટ બેન્ટ લગાવી ને જિજ્ઞાસા તૃપ્ત કરવા જવાનું.... " મિત્ર કંઈ બોલ્યો નંઈ ભાભી ગયાં એટલે મે પુછ્યું, " લ્યા તારે લફરું છે જ નંઈ તો તને આવો મેસેજ આવ્યો તે તને શંકા ન ગઈ..."

" આવો મેસેજ આવે તો કોઈ ના પણ દિલ માં ઘંટડી વાગે... ને શંકા ક્યાં થી થાય... આગળ ના સુખ ના પ્રકાશ માં આંખો એટલી અંજાઈ જાય કે એના પછી આવનાર દુખ ના દેખાય...! " આ પ્રસંગ થી સાર લઈ ને દરેકે ચેતવાની જરૂર છે. ને કોઈપણ વ્યક્તિ ને બીજા વ્યક્તિ વિષે બધું જાણવું હોય તો એના સરાહા ના મેસેજ વાંચી લેવા પત્નીઓ એ પતિ ઓ ની બધી પોલ જાણવી હોય તો પતિઓ નું સરાહા એકાઉન્ટ જોવાનું રાખો...!

મારો એક વ્યાપારી મિત્ર જે બહુ કંજૂસ છે અને બહુ પૈસાદાર છે. ને એના શરીર પર થી જ દેખાઈ આવે કે એણે લોકો નુ બહુ લોહી ચુસ્યુ હશે... ( મને મચ્છર યાદ આવી ગયું! ) આ કંજુસ મિત્ર ના લોકો બહુ વખાણ કરે છે ( હાસ્તો વળી જુઠ્ઠા જ ને! ) લોકો એને બહુ મખ્ખન લગાવે છે. ( આ મિત્ર નુ નામ પણ માખણચોર ને મળતુ આવે છે - કિશનલાલ!)) એના ફેસબુક એકાઉન્ટ પર એના ફોટા પર અઢળક લાઈક ને કોમેન્ટ લોકો કરે છે કેમકે આ મિત્ર જરૂર પડ્યે પૈસા આપે છે પણ તગડા વ્યાજ સાથે...! ને આ મિત્ર એ સરાહા માં એકાઉન્ટ બનાયુ અને પછી એનીલીંક ફેસબુક પર શૅર કરી પછી જે એના પર મેસેજ આવ્યા છે એક જ દિવસ માં લોકો એ વર્ષો ની ભડાશ કાઢી નાખી કે કિશનલાલે સરાહા અનઈન્સટોલ કરી દીધું! અરે.. કિશનલાલ ને હાર્ટએટેક આવતા આવતા રહી ગયો ! એને થયુ લોકો ને મારા પર આટલો ગુસ્સો છે..? એકાદ જણ મારુ ખૂન બૂન કરી નાખશે તો...? બસ ત્યારથી એનુ વલણ લોકો પ્રત્યે બદલાયુ એના મા લોકો પ્રત્યે પ્રેમભાવ જાગ્યો જે કિશનલાલ ફેસબૂક પર એના ફોટા પર થતી કોમેન્ટ ને લાઈક નહોતો આપતો એ હવે કોમેન્ટ ને લાઈક કરી ને રિપ્લાય પણ આપવા લાગ્યો... અને નેતાઓ જો પોતાનુ સરાહા એકાઉન્ટ ની લીંક શૅર કરે ને જનતા ને જે ફરીયાદ હોય એ કરવાની છુટ.. તો પછી નેતાઓ પર આવતી એ ગાળો થી પછી નેતાઓ ને જાણ થઈ જશે કે લોકો એના વિશે શું વિચારે છે...? તો શું કિશનલાલ ની જેમ નેતાઓના વલણ માં કંઈ ફેરફાર થાય...? ટ્રાય કરવું જોઈએ નંઈ...! ને કેજરીવાલ પર કોઈપણ મેસેજ આવે કે એની આંગળી મોદી તરફ જ ઉઠવાની... ! પાકિસ્તાન ચીન ને સલાહો આપશે ! બધાં પોતપોતાની ભડાશ કાઢી નાખે...! ને કિડનેપરો ને સિમકાર્ડ ટ્રેક થવાનો ડર આ એપ દ્રારા રહેશે.. નંઈ ! વિધાર્થીઓ અપ્રિય શિક્ષક પર પોતાની ભડાશ કાઢે...! પણ.... વિચારો કે એવુ એક સોફ્ટવેર આવી જાય કે જેનાથી ખબર પડી જાય કે મેસેજ કોણે મોકલ્યો તો... તો... વિચારો શું થાય...? આવુ હું વિચારું છું ત્યારે મને કંપારી છુટે છે મને મારી ચિંતા થાય છે મે એટલા ને તો ગાળો ભાડી છે કે લોકો ને ખબર પડે તો મને મારી નાખે! એવુ થાય છે કે જાણે મે જ વધારે પાપ ન કર્યા હોય..! બધાં ની પોલ ખુલી જાય ને ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળે... ને ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનો શ્રેય સરાહા ને જાય..! પણ અત્યારે જો મારી પોલ ખુલી તો મે મારા સંબંધીઓ ને જે અપશબ્દો કહ્યાં છે કે મારે ત્યાં મહાભારત થાય...! હું... હું... સરાહા પર બધાં ની માફી માંગવા જાઉ છું જો હું ત્રીજુ વિશ્વયુદ્ધ તો ન રોકી શકું પણ મારા ઘરમાં થતું મહાભારત તો અટકાવી શકુ ને...?

એક પ્રશ્ન : - શું સહારામાં લોકો એ પોતે સામેવાળી વ્યક્તિ સાથે કરેલાં કૃત્યો કબુલી લે તો શું એના પાપ માફ થઈ જાય....?