ગાંધીજીનું વજન કેટલું હતું... AnkitPanchal vhalo દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાંધીજીનું વજન કેટલું હતું...

ગાંધીજી નો વજન કેટલો હતો...???

અંકિત પંચાલ "વહાલો"

નાનપણમાં બાળક ને સવાલો બહુ થાય અને બાળક ની જોડે રહેનાર ને કંટાળો થાય....! બાળક બાલિશ સવાલો કરે કેમકે એ વખતે એને નવું નવું જાણવા ની જિજ્ઞાસા બહુ હોય છે. એટલે ગમે તેવા પ્રશ્નો કરતો હોય છે જેમ કે...

" પપ્પા આપણી બાઈક કેમ નથી ઉડતી...? "

" પપ્પા તમે મારી જ મમ્મી સાથે કેમ લગ્ન કર્યા ?"

" પંખો ગોળ કેમ ફરે છે ?" અને આજ ની હાઈફાઈ જનરેશન નાં બાળકો તો અલગ જ સવાલો કરે છે જેમ કે....

" કાગડા ની વાઈફ મેકઅપ કરે છે? "

" ગણપતિ દાદા ડાયેટ કરતા હતાં? "

" આ બધાં લોકો લગ્ન કેમ કરે છે?" વગેરે...વગેરે... હું પણ એકવાર નાનો હતો.( હજુ પણ નાનો જ છું માંડ ૧૭ વર્ષ ના ને તમારા ભઈ નાં લગન પણ બાકી છે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો...) નાનપણમાં માં હું મારા મામા ને ત્યાં - ગામડે રહેતો ! ને એકવાર મારાં મગજ માં પ્રશ્ન ઉભો થયો તો મે મામા ને પૂછ્યું, " મામા ગાંધીજી નો ફોટો સિક્કા પર કેમ નથી હોતો ? ને ખાલી નોટો પર જ કેમ હોય છે...? " મારો પ્રશ્ન સાંભળી ને મામા હંસ્યા પછી એમણે મારા બાલિશ જેવા પ્રશ્ન નો જવાબ પણ બાલિશ જવાબ આપ્યો, " કેમકે ગાંધી બાપુ નું વજન સિક્કા જેટલું નહોતું પણ નોટ જેટલું હતું એટલે.. એમનાં ફોટા સિક્કા ના બદલે નોટ પર હોય છે. "

" તો ગાંધીજી નું વજન નોટ જેટલું હતું "

" હા... " મામા એ કહ્યું.

" તો નોટ નો વજન કેટલો...? "

" આપણા ઘરમાં વજનકાંટો નથી ભાણા નંઈ તો નોટ તોળી ને જોઈ લેતા ! " મામા એ મારી વાત ને ટાળવા માટે કહ્યું. પણ ત્યાં મારા મગજમાં લાઈટ થઈ મામા ના ઘર ની નજીક જ માંડ દસ - પંદર ડગલાં દુર આંગણવાડી હતી ને મે કહ્યું," મામા આંગણવાડી માં વજનકાંટો છે ને... "

" ત્યાં ના જવાય આંગણવાડી વાળા બેન મારે... "

" મામી તમને મારશે...? " મામી જ આંગણવાડી ચલાવતા હતા. મામા હંસ્યા ને આંગણવાડી લઈ ગયાં. આંગણવાડી માં મામી નાના બાળકો ને કવિતા ગવાડતાં હતાં. અમે વજનકાંટા જોડે ગયાં ને મામા એ વજનકાંટા પર પચાસ ની નોટ મુકી પણ વજનકાંટો એની જગ્યા પર સ્થિર રહ્યો- અડગ રહ્યો. એના માર્ગ પર થી એ ડગમગ્યો નંઈ ! મને એ અડિયલ લાગ્યો. મામા ને મે પુછ્યું, " મામા કાંટો તો હલતો ' યે નથી !? " મારી વાત ઉડાડી કાઢવા મામા એ કહ્યું, " કદાચ વજનકાંટો બગડી ગયો હશે. " મે નોટ ઉઠાવી ને વજનકાંટા પર ઉભો રહ્યો નેકાંટા માં ચેતન આવ્યું ને એ તરત હલ્યો ! મે કહ્યું, " ક્યાં બગડ્યો છે ચાલુ તો છે. કદાચ આ નોટ બગડી ગઇ હશે..." મામા નોટ વાળી વાત સાંભળી ને હંસ્યા. અને કહે, " અલ્યા ગાંડા નોટ તે બગડતી હોય... "

" તો... "

" કદાચ આ વજનકાંટ ની હૈસિયત નથી કે એ આ નોટ નું વજન કરી શકે... "

" ગાંધીજી નુ વજન આ નોટ જેટલું હતું તો ગાંધીજી નુ વજન કરવાની વજનકાંટા ની હૈસિયત નંઈ હોય...? "

" અરે ભાણા... ગાંધીજી એટલાં મહાન હતા કે એમની આગળ મોટા મોટા માણસો નમી પડતાં તો આ વજનકાંટા નો કાંટો ગાંધીજી આગળ ઉંચો ચડવાની હિમ્મત જ કેમ કરે ! "

" એટલો બધો વજન હતો એમનો ??? " મામા મારા આ સવાલ થી પાછાં હંસ્યા ને એમને કહ્યું, " હા... એટલો બધો વજન હતો કે ગાંધીજી પોતાનો જ વજન ઉઠાવી શકતાં નંઈ એટલે એ સ્ત્રીઓનો ને લાકડી નો ટેકો લઈને ચલતા... " ( બોલો ગાંધીજી જેવા ગાંધીજી પણ સ્ત્રીઓનો ટેકો લઈને ચાલતા ને આજકાલ અમુક પુરુષો ને સ્ત્રી ની કમાઈ ખાવી હરામ લાગે છે સ્ત્રી નો ટેકા થી શરમ આવે છે..! આમ તો મર્દ મર્દ કરો છો તો આવી વાત થી શરમ આવે છે...? શરમ કરો શરમ..!!! )

" તો ગાંધીજી કસરત કરતાં હતાં...? "

" હા, કરતાં હશે... "

" તો તમે પણ કસરત કરો તમે પણ ગાંધીજી જેવાં થઈ જશો... ને તમારો ફોટો પણ આ નોટ પર આવશે... "

" ભાણા એ માટે તો અંગ્રેજો આવી ને પાછા ભારત પર કબજો કરે તો હું ગાંધીજી જેવુ કરુ...

***

ગાંધીજી પાતળા હતાં તો એ પર થી કહી શકાય કે એમણે ધરતી ને બહુ બોજ નથી આપ્યો ! ગાંધીજી ને ડાયટીંગ ની જરૂર નહોતી છતાં ઉપવાસ કરતાં હતાં અન્ન નો બચાવ પણ કરતાં હતાં ને ઉપવાસ કરી ને લોકો માટે આંદોલન કરતાં. નાનપણમાં મારા માં પણ ગાંધીજી જેવાં ગુણ હતાં. આજે પણ છે મારી વાત ઘરનાઓ જોડે મનાવવા માટે હું ખાતો નથી ને મારી માંગ પૂરી થઈ જાય છે. પણ હા, ગાંધીજી પોતાના માટે નંઈ દેશ માટે ઉપવાસ કરતાં હતાં એટલે એ મહાન હતાં ને હું તો મારા સ્વાર્થ માટે ઉપવાસ કરૂ છું આમ તો લોકો પોતાના સ્વાર્થ માટે ઉપવાસ કરે છે જેથી પૂણ્ય મળે ને સ્વર્ગ માં જગ્યા મળે નંઈ તો લોકો ઉપવાસ કેમ કરે.... ખાલી ખાલી તો નાં જ કરે ! એક કહેવત છે કે " પાજી દુબલે કયું ? તો સારે ગાંવ કી ફિકર ! "માણસ ને ચિંતા હોય તો વાળ ધોળા થાય-ખરી પડે અને દુબળો પડી જાય...! ગાંધીજી ના આટલા દુબળા હોવાનું કારણ આ દેશ છે જેના માટે ગાંધીજી એ લોહી નુ પાણી કર્યું. જેમના કારણે દેશ આઝાદ થયો.. એ દેશ ની ચિંતા ના લીધે ગાંધીજી ના વાળ ખરી પડ્યાં ને દુબળા થઈ ગયાં આજે ગાંધીજી જુવતા હોત તો દેશ ની હાલાત જોઈને એમને હાર્ટએટેક આવતો...! આજ ના જુવાનિયા એટલા જાડાં કે દેશ નું બધુ જ અનાજ આરોગી જાય છે મને તો ચિંતા છે કે આગલી પિડી માટે કંઈ અનાજ બચશે કે નંઈ....? અમુક યુવાનો હિરો બનવાની લાય માં જીમ જઈ ને બાપા ના પૈસા નું પાણી કરે છે. જો હાઈટ-બોડી હોવાથી જ જીતી શકાય તો ગાંધીજી અંગ્રેજો ને ભગાડી શક્યાં ન હોત...! પણ તોય ગાંધીજી એ અંગ્રેજો ને નસાડ્યા ને...!

ગાંધીજી નો નોટો પર બોખા મો એ હંસતો ફોટો છે. અને " બોખા માણસો હસે નંઈ " વાળી કહેવત ખોટી પાડી છે. જે માણસ ને આખા દેશ ની ચિંતા હોય છતાં આવુ હંસતુ મોઢું રાખે આ એક ઉત્તમ દાખલો છે કે ગમેતેવી પરિસ્થિતિ માં પણ હંસતા રહો... ( એટલે બેસણા માં નંઈ હો.. ! ) આજકાલ ના છોકરા છોકરીઓ નાં મોં પર ખીલ હોય તો ફોટો નાં પડાવે કે' ખરાબ લાગે લોકો મજાક ઉડાવે. ગાંધીજી ને દાંત નહોતા તોય હંસતા મુખે ફોટો પડાયેલો છે. તો લોકો કંઇ કોમેન્ટ નથી કરતાં કે સારો નથી, દાંત નથી દેખાતાં...! પણ હા, જો ગાંધી બાપુ ના વખતે ફેસબુક કે ઈન્સટાગ્રામ નહોતા નંઈ તો બાપુ સેલ્ફી પાડી ને અપલોડ કરતાં તો એમાં કોમેન્ટ કેવી આવતી...? "સરસ ફોટો છે બાપુ... " " નાઈસ પિક બાપુ" " જય શ્રી રામ બાપુ..." કેવી કેવી કોમેન્ટ થતી નંઈ...? આજ ની પિડી એમના વિચારો - સુવિચારો લાઈક કરે છે ફોરવર્ડ કરે છે પણ લાઈફ સેવ નથી કરતાં ને સારો સુવિચાર ફોરવર્ડ કરી ને કહે, " દુનિયા હજુ ના સુધરી...! " ( ડાંહી સાસરે જાય નંઈ ને ગાંડી ને શિખામણ આપે શિખામણ આપે ) પણ આજ ના જનરેશન કેટલી મહાન છે નંઈ ?? પોતે સુધરવાનો મોકો મુકી ને બીજા ને સુધરવા નો મોકો આપે છે એ પણ સુવિચાર ફોરવર્ડ કરી ને ! આજ ની જનરેશન સુવિચાર ફોરવર્ડ કરી ને ક્રાંતિ લાવવા ઈચ્છે છે...! આમ ને આમ રહ્યું તો મારા દેશ નું શું થશે...? એ ક્યારે સુધરશે...? ઓહ ! મને દેશ ની ચિંતા થાય છે ક્યારેક તો અમેરીકા કે અન્ય દેશ ની પણ ચિંતા થાય છે. લે આ તો મહાન માણસ ના લક્ષણ કેવાય તો શું હું ભવિષ્ય નો મહાન માણસ છું.. ? બની પણ શકે...!

ને તમને ગાંધીજી ની એક વાત ખબર છે...? કે ગાંધીજી દાંત કાઢતાં ( હંસતા ) ત્યારે એમના દાંત નહોતા દેખાતા...!

ને છેલ્લે એક સવાલ જો આપણા નેતાઓ ને દેશની ચિંતા છે તો એ બધાં પાતળા કેમ નથી??

ઉદાહરણ તરીકે : - તમને લાગતા વળગતા નાં નામ વિચારી લે જો... બધુ કંઈ લખાય નંઇ થોડીક તમારે પણ તમારી બુધ્ધિ વાપરવી જોઈએ નંઈ તો પડી પડી ખાટ ખાઈ જશે તો આ તો તમારી ચિંતા થઈ એટલે કીધું! તમારી ચિંતા માં હું વધારે પાતળો થઈ જઈશ...!

***