આભાસી પપ્પા Amit M Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આભાસી પપ્પા

વાર્તા:--આભાટા....અંકલ. "

"મમ્મી. પપ્પા કયારે આવશે?"

રોજ નો એકનો એક પ્રશ્ર્ન!!

"આવી જશે.. બેટા.હાઁ..તું જમીલે તારે સ્કૂલે જવાનું મોડું થશે. હમણાં સ્કૂલવાન આવતી જ હશે ! ચાલ તો.. મારો ડાહ્યો દિકરો." લાડ કરતી બાળક નો હાથ પકડી ,તેને ઘરમાં લઈ ગઇ.

મયંક ને હસુ આવી ગયું..

આજે મયંકનું બાઈક બગડ્યું હતું. તેણે વિચાર્યુ, નજીક થી રિક્ષા પકડીને સ્ટેશને પહોંચી બસમાં ઑફીસ પહોંચી જવાશે. ઘર આગળથી પસાર થતાં આ બાળકે તેને જોયો અને"....પપ્પા.."આવ્યા. ની તેણે બૂમ પાડી..

મયંક થી હસી પડાયું. આ શહેરમાં તે નવો નવો આવ્યો હતો.. આઈ.ટી.ઍન્જીનીયર હતો. કંપની માં જૉબ મળી હતી. એટલે વતનમાં મા બાપ પત્ની અને નાનકડી સ્વિટુને આવ્યો હતો. બરાબર સૅટલ થઈ જાય પછી બધાને અહીં લાવી દેવાય.પિતાજી ત્રીસ ત્રીસ વષૅથી નાનકડા ગામમાં ગામને છેવાડે ઝાડ નીચે નાનકડી પેટી લઈ બૂટ ચંપ રિપેરીંઞ અને પૉલીશનુ કામ કરી કુટુંબ નું ગુજરાન ચલાવતા તો મા છૂટક મજૂરી. બાપની ત્રેવડ અને માની કરકસર થી તે ઉચ્ચ શિક્ષણ મેળવી શકયો..ઞજા પ્રમાણે ના ખર્ચમા તેના લગ્ન પણ પત્યા.દિકરો હવે કુટુંબ નો ભાર હળવો કરશે એવી તેમની ધારણા પણ ખોટી ન હતી.કેમકે નવી આવેલી વહુ એ પણઘરની પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું અને પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું શીખી લીધું હતું. તેનો તેમને આનંદ સાથે સંતોષ પણ હતો.

મયંક સમયસર ઑફિસ પહોંચી ગયો. પણ તેનું મન બેચેન હતું. તે નો સ્વિટુ તેની સાથે હોત તો!! અને પત્ની હિના..બિચારી. કદી એકલી રહેલી નથી, બાપુની ઊમરને કારણે હવે તેમનાથી કામ પણ થતુ નથી, અને મા ની માંદગી...મયંક વિચારે ચડ્યો. વળી પાછો પેલા નાનકડા બાળક નો અવાજ.. "મમ્મી...પપ્પા આવ્યા.."તેના કાને અથડાયો..તો નાનકડા બાળકને હાથ પકડી ઘરમાં લઈ જતી માલતીની તેના તરફ મંડાયેલી ત્રાંસી આંખો...

મયંક ઘર પરિવાર થી દૂર નોકરી માટે આવ્યો હતો એટલે તેના કુટુંબનની યાદ થી કે પછી પેલા બાળક નુ"મમ્મી..પપ્પા આવ્યા..'અને માલતીનુ ત્રાસી આંખે તેના તરફ સૂચક રીતે જોઈ લેવુ તેને બેચેન કરી રહ્યુ હતું.એ. તે સમજી શકતો ન હતો!!!

આજે ઑફિસમા કામ કરવાની તેને મજા આવતી ન હતી. થતું કે રજા મૂકીને ઘેર જતો રહે,પણ ઘરનું એકાંત તેને કોરી ખાશે,તો?અહીં તો કામમાં સમય પસાર થઇ જશે..અએમ માની મન મનાવ્યુ.

પણ આજે રોજ કરતાં વહેલા ઘેર જવાની રજા માગતા બૉસે કારણ પૂછ્યુ: તેની પાસે શો જવાબ હોય,!હોઠે આવ્યુ તે કહી દીધુ,"સર, તબિયત ઠીક લાલતી નથી.."

"તમે નવા છો ને એટલે, વાતાવરણની અસર ,ઘેર જાઓ આરામ કરો, અને હા, કાલે કદાચ ન અવાય નેતો મને ફોન કરી દેજો."બૉસ કેટલા ભલા,કાલની પણ રજઃ વગર માગે આપી દીધી!.હજુ તો નોકરીમાં મહિનો પણ થયો નથી..

બસ પકડી તે આવ્યો.. રિક્ષા ન કરતાં ચાલવાનું વિચાર્યું. રસ્તામાં ફરસાણ વાળા ની. દૂકાનેથી લઈ લેવાનું વિચારી પગ તે તરફ ઉપાડ્યા..પણ ફરસાણ વાળાની દૂકાને માલતી અને પેલા બાળક ને જોયા. તે અવાક્ બની ગયો.ન તેણે પેલા બાળક સામે જોયું કે ન માલતી સામે. પણ એટલામાં પેલા બાળકની નજર મયંક પર પડતાંમમ્મીનો હાથ છોડાવી જાણેકે પોતાના પપ્પાને વળગી પડતો હોય એમ એકાએક તેને વળગી પડ્યુ: માલતી ઠપકાભરી આખે તેને તાકી રહી. ધીમે પગલે મયંક પાસે આવી.

"નવા આવ્યા છો"માલતીએ પૂછ્યું

"હા" ,માત્ર ટૂંકો જવાબ..

જૉબ છે?

"હા"

કંપનીમાં?

હા

"એકલા રહો છો?'

આ સવાલે મયંક ને પરસેવે રેબઝેબ કરી નાખ્યો. એક અજાણી સ્ત્રી, પોતાના માં આટલો રસ લે,તે તેને નવાઈ લાગી. છતાં માત્ર હકારમા જ તેણે માથું ધુણાવ્યુ. .પૈસા ચૂકવી માલતી ચાલતી થઇ. બાળક "પપ્પા ...પપ્પા કરતુ તેની સાથે ઢસડાતુ ઞયુ..તે મૂઢની માફક જડ્વત્ ઉભો રહ્યો. દૂકાનદાર વાત કળી ગયો હોય એમ "સાહેબ ,ચાલ્ચા કરે,પતિ પત્નિ વચ્ચે તો ઝગડા થાય,એમાં બિચારા બાળકનો શો વાંક?,ડાયવર્શી છો?"દૂકાનવાળાના નાસમજ પ્રશ્ર્નનો જવાબ આપવાનુ તેણે ટાળ્યુ.અને ચાલતી પકડી..

સોસાયટી માં પ્રવેશ તાં માલતીનુ ઘર પહેલાં આવતું. માલતીના ઘર આગળથી જતાં તેના પગમાં મણમણની જાણેકે બેડીઓ લાગી ગઇ.

બાળક "પપ્પા..પપ્પાની રટ લગાવી જોરજોરથી ચીસો પાડતુ હતું.. માલતી તેને શાંત પાડવા મથતાં કંટાળી ધોલધપાટ કરી રહી હતી.. બાળક નુ રૂદન અને માલતીનુ વર્તન અસહય હતાં.

ધીમા પઞલે તે ઘેર આવ્યો. તેની બેચેની તેને અકળાઈ મૂકતી હતી.એક તરફ વતન ની વ્હાલપની વેદના તો બીજી બાજુ અજાણી જગ્યાએ અનોખો અનુભવ!!!

બીજા દિવસે મનોમન તેણે માલતીના ઘેર જવાનુ વિચાર્યુ..ખરી હકીકત જાણવા અને પોતાના થી બનતી મદદ કરવા..

ખૂબ વિચાર કર્યા પછી માલતીના ઘરનો ડોરબેલ તેણે વઞાડ્યો.બારણુ ખૂલતાં જ શાંત અને મૌન બેસી રહેલા પેલા બાળક પર તેની નજર પડી... અને બાળકમાં જાણે કે નવચેતન પ્રકટ્યુ.."પપ્પા..પપ્પા "કરતુ તેને બાઝી પડ્યુ.મયંક પણ પોતાની જાતને ન રોકી શક્યો. બાળકને બાથમાં લઈ તેડી વહાલ વરસાવવા માં ડ્યો.. માલતી સજળ નેત્રે આ દ્રશ્ય જોઈ રહી.

"માફ. કરજો, મૅડમ,..આપણે કોઇ ઓળખાણ નથી. પણ આ બાળકે તો....."

હું જાણું છું. માલતી ફકત એટલુ જ બોલી.,મયંક ને બેસવાનો ઈશારો કરી રસોડા તરફ ગઇ.

પણ મયંક તો ફાટી આંખે તેના દિવાનખંડમાં ટીંગાળેલીતસવીર જોઈ રહ્નયો તસવીર મયંક ની જ હતી..

માલતી પાણી લઈ આવી.મયંક સામે જોઈ રહી.તેણે મયંક ને પૂછ્યુ:"આશ્ચર્ય થાય છે ને?તમારી તસવીર મારા દિવાનખંડમા જોઈને?",

અને તેની આખો ભીની થઈ.. તો મયંક અવાક બનીઞયો.અને માલતીના ચહેરાને તાકીરહ્મો.કયાં ક કશી ઓળખાણ,. યાદ આવે તે માટે પોતાની જાતને ઢંઢોળી રહ્મો.બાળક મયંક ના ખોળામાં શાંતીથી રમી રહ્મુ હતુ..લાડથી.. વહાલથી...પ્રેમથી...સ્નેહ થી..પપ્પા પપ્પા કરતુ બાળસહજ ભાવે!!!!

મયંક અને માલતી ની આખો પોતપોતાનો ભૂતકાળ ઢૂંઢી રહી હતી.મયંકને માલતીનો કયાં ય ભેટો થયા નુ યાદ ન આવ્યુ.પણ માલતી તો......

"મૅડમ એક વાત પૂછુ?આ મારી તસવીર આપની પાસે..બાળકનુ મને "પપ્પા'માની લેવુ શુ છે?હું તો તમને ઓળખતો પણ નથી. અને મારા વતનથી આ શહેર તો ખૂબ દૂર છે આ સંજોગ કેવો,કેવી રીતે,કોને માટે, કોણે ઉભો કર્યો?એક શ્ર્વાસે મયંક બોલી ઉઠયો....

માલતી શાંત ચિત્તે તેને તાકી રહી.

"તમારૂ નામ મયંક જોષી ને?"

વલસાડ ના છો કેમ?

મયંક નુ આશ્ર્વર્ય ઑર વધી ગયુ.

"અભિનય માં પણ રૂચી રાખો છો ,ખરૂ ને?"

મયંકે માત્ર હકારમા માથું ધૂણાવ્યુ.

"આંસુ નો દરિયો" નાટકમા તમે કમાલનો અભિનય આપ્યો હતો નહીં?"

અભિનય વખાણાયો ખરૂ ને?મયંક સાંભળી જ રહ્મો.

નાટકની તસવીરો શહેરનામોટાભાગના મૅગેઝીનોમાં છપાઈ..અને પછી તમે કયાં ય દેખાયા નહીં. ના કોઈ નાટકમાં કે ના કોઇ સિનેમામાં ખરૂને?"

"કેમ?'.....

આ કેમનો ઉત્તર હવે મયંકથી આપ્યા વિના ચાલે એમ ન હતુ

"ઘરની આથિક સ્થિતિ, નબળી હતી,ભણવુ જરૂરી હતુ,અને નોકરી કરી કુટુંબનુ ભરણપોષણક કરવાનુ એથી ય વધુ અગત્યનું તેથી..."

ઠીક, તમારૂ આ નાટક મેં અને મારા પતિએ ત્રણ ત્રણ વખત જોયુ હતુ.અમદાવાદ ના નાટયગૃહમાં. તમારો અભિનય મારા પતિને ખૂબ પ્રભાવિત કરી ગયો.મૅગેઝીનમાં આવેલ તમારો આ ફોટો એમની જ પસંદગીથી દિવાનખંડમાં ટીંગાળ્યો. તમે એમના પ્રિય કલાકાર થઇ ગયા.તેમના હ્વદયમાં અમીટ સ્થાન પામ્યા. પણ ....પણ વિધિની વક્રતા, તો જુઓ ..બે વષૅ પહેલાં કાર અકસ્માત માં તે.......અને માલતી ધ્રુસકે. ધ્રુસકે રડી પડી..

ત્યારે મારો દિકરો આ, શ્રેય. .નાનો હતો એકાદ વષૅનો. પણ જેમજેમ મોટો થતો ગયો તેમતેમ પપ્પા નેયાદ કરતો. કેમકે તેની સ્કુલ માં બાળકોને લેવા તેમના પપ્પા આવતા તેને લેવા હું જતી .એક દિવસ પપ્પા માટે તેણે હઠ કરી મને પપ્પા વિષે પૂછયુ, તેને પપ્પા જોવા હતા. ન જાણે કેમ મારાથી એક ભૂલ થઇ ગઇ. મેં દિવાલ પર લટકતી આ તસવીર બતાવી કહ્મુ," પપ્પા પરદેશ ગયા છે હું ફોન કરી તેમને બોલાવુ છુ.. આમ રોજરોજ બાળકને ખોટેખોટુ સમજાવતી. બાળક માની પણ લેતુ.પણ કુદરતની કરામત તો જુઓ,. એ જ કલાકાર અહીં આ જ શહેરમાં.. મારા દિવાન ખંડમાં સદેહે અને તસવીરમાં દિવાલે તેમજ શ્રેયના, મન, મગજ, માં હૂબહુ અને રૂબરૂ જોઈ શકાય છે.. મયંક તમે બનાવટી તો બનાવટી પણ તેના પપ્પાનો અભિનય કરી તેને વ્હાલ આપશો તો મને કંઈ વાંધો નહીં હોર… હા.. મયંક.... હા… અને ફરી તે ધ્રુસકે… ધ્રુસકે.. રડી પડી.. !!!