કૂંપળ Khushali savani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂંપળ

"કૂંપળ"

હું ટ્રેનના જનરલ ડબ્બામાં ચડતી હતી ત્યાં કોઈનો ધક્કો લાગ્યો કે હું પડવાની જ હતી અને દરવાજાની બારીનો સળિયો હાથમાં આવી ગયો એટલે પડતાં પડતાં બચી ગઈ. હું થોડી આગળ ચાલી પણ ચાલવાની જગ્યા ન'હતી. તહેવારના લીધે થોડી વધારે ભીડ હતી એમાં મારી આગળ એક બેન હતા એટલે સારું થયું પેલા બેનએ એક હાક પાડી 'ચાલવા દેજે ભઈલા' એટલે થોડા સંકોરાયાં લોકો થોડી જગ્યા કરી પરંતુ તોપણ બધા સાથે અડકીને ચાલવું મુશ્કેલ તો હતું જ એટલામાં થોડી આગળ ચાલી ત્યાં અમુક ભાઈઓનું ટોળું જોયું તો એ લોકોને મેં કહ્યું "ભાઈ ચાલવા દેજો.", એટલામાં મારા ભાભીએ આવીને કહ્યું, "મમ્મી અને કાકી આવે પછી આગળ જશું." તો પેલા ભાઈઓને મેં કહ્યું "બે મિનિટ", એમાં અમુક ભાઈઓ એ કકળાટ કરી મુક્યો એમાંથી એક ભાઈ બોલ્યો ,"પેલા કહે જવું છે અને જગ્યા કરી આપી તો હવે જવું નથી." ત્યાં બીજા ભાઈએ પહેલા ભાઈની મસ્તી કરતા કહ્યું ," એ તું ક્યાં એને હેરાન કરે છે થોડી વાર પછી આવાની જ છે ને! " મેં ચહેરા જોઈને વધારે માથાકૂટ ના કરી હું ત્યાંથી પાછી આવીને ઉભી રહી ગઈ.

ટ્રેન તે સ્ટેશનથી ઉપડી હતી એને થોડીવાર થઈ ત્યાં તો કંઈક લોચો થયો અને ટ્રેનની સાંકળ ખેંચાઈ કારણકે પેલા અમુક ભાઈઓ અંદરોઅંદર જ ઝઘડતા હતા. એટલામાં ટ્રેન ઇન્સ્પેક્ટર આવ્યા એને જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. અખિલનો જે ચહેરો યાદ હતો એમાં ને આજના ઇન્સ્પેક્ટર અખિલના ચેહરામાં માસૂમિયતનો જ તફાવત હતો બાકી કંઈ બદલાયું ન'હતું પણ એક ક્ષણે થયું સામેથી બોલવું બીજી ક્ષણે થયું અખિલ પોતાનું કામ કરે છે ખલેલ ના પહોંચાડી શકાય. એટલે હું ચૂપ રહી પરંતુ મારા હૃદયે થોડી ખલેલ મનને પહોંચાડીને 4 વર્ષથી જે યાદને ધૂળ ચડી હતી એને ખંખેરી સાફ કરી.

કોલેજના દિવસો હું "save nature" સમિતિમાં હતી એટલે કોઈ કોલેજમાં ફૂલ-છોડને નુકસાન પહોંચાડે નહીં હું એનું ધ્યાન રાખતી હતી. એકવાર મારું ધ્યાન બાંકડા પર બેસેલા અખિલ જે મારો જુનિયર હતો તેના હાથમાં પીપળની એક નાની એવી શાખા તોડેલી હતી જેમાંથી હજુ પાનનું તાજું કૂંપળ ફુટેલું હતું. એટલે હું ઘુવંપુવાં થઈ બાંકડાં પાસે ગઈ એને થોડી ઠાવકાઈથી કહ્યું," કેમ તું ઘરેથી પીપળ નું ઝાડ લાવ્યો છે? " ત્યાં એને નજર થોડી ઉપર કરી એકદમ મારી તરફ કરી. એની આંખમાં આસું હતાં તે જોઈને મારા અવાજમાં નરમાશ આવી ગઈ અને મેં શાંતિથી પૂછ્યું,"કેમ તું રડે છે? કોઈ વાત હોય તો મને કહી શકે છો may be problem solve થઈ જાય." અખિલે થોડા ગળગળા અવાજે કહ્યું ," કાલે રક્ષાબંધન હતી ને? " ત્યાં મારુ ધ્યાન તેના ખાલી હાથ પર ગયું એટલે મેં કહ્યું," યસ, કેમ તને તારી બેનએ રાખડી નથી મોકલાવી? " તો એને કહ્યું," મારી કોઈ બેન નથી હું તો અનાથ છું. " આ સાંભળીને હું થોડી દુઃખી થઈ ગઈ પરંતુ બીજી ક્ષણે વાતને સાંભળી લીધી અને હું બોલી કંઈ વાંધો નહીં આજથી હું તારી બેન છું અને હું સાથે રાખડી પણ લાવી છું જે તારા હાથમાં જ છે મારે બાંધવાની જ બાકી છે. એમ કહી હાથમાંથી પેલી પીપળના કુંપળવાળી કુમળી શાખા લઈને હાથમાં પહેરાવી કુંપળ જરા સરખું ઉપર રાખ્યું બન્ને બાજુને ભેગી કરી તો ખરાં બાંધવા માટે દોરો જોઈએ એમ વિચારીને મેં આજુબાજુ એક નજર ફેરવી થોડો હોઠ મચકોડીને મનમાં ને મનમાં ગણગણી," દોરો....?? " ત્યાં યાદ આવ્યું મમ્મી માટે ઉન લાવી હતી તે હજુ અઠવાડિયાથી બેગમાં જ હતું. મેં તેને કહ્યું,"એક મિનિટ આ બન્ને છેડાં પકડીને રાખ." તેને બન્ને છેડાં પકડીને મારી સામે આશ્રર્યપુર્વક જોયું. મેં બેગ માંથી ઉનનો દોરો ગોતી દોરાને બેવડું કરી તેનાથી રાખડી બાંધતાં બાંધતાં બોલી જેમ કુંપળ પણ જીવનમાં કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે એજ રીતે ભગવાન મારા ભાઈને પણ જીવનમાં કંઈક કરવાની અદમ્ય ઈચ્છા આપે.

મારું લાસ્ટ યર ચાલતું હતું. હું થોડી પ્રોજેકટ અને સબમિશનમાં વ્યસ્ત રહેતી. હેલ્પ કરવા અખિલ જરૂર આવતો. અને આવીને કહે,"hi સિસ્ટર , શું ચાલે છે? અરે વાહ્ અસાઈન્મેન્ટ !! લાવો હેલ્પ કરાવું ?" હંમેશા હેલ્પ કરવા માટે તૈયાર રહેતો અને હું હસતાં હસતાં કહેતી કે," બોલ એક્ઝામમાં પણ હેલ્પ કરવા આવીશ ? " હવે તો રુટીન થઈ ગયું હતું નાનામાં નાની વાત તે આવીને કહેતો હતો. હવે ધીરે-ધીરે સમય પસાર થઈ ગયો અને મારુ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું. હવે બીજી રક્ષાબંધન પર હું એની સાથે ન'હતી કારણકે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હતું. પણ જતી વેળાએ એટલું જરૂર કહેલું કે જ્યારે પણ તને લાગે તું એકલો છે ત્યારે યાદ કરજે તારી બેનને અને તારી બેન સદાય તારી સાથે છે. ભલે આજે રક્ષાબંધન નથી છતાં મેં રક્ષાબંધનની રાખડી બાંધીને કહ્યું, "આ રક્ષાબંધન પર રડવાનો મોકો નહીં આપું." બસ ત્યારે આ શહેરને છોડી જાવ છું જેને મને એક ભાઈ આપ્યો. હું મારા ઘરે પરત આવી ગઈ પણ ભાઈ વગર ગમતું ન હતું. એટલે લેક્ચરર્ ની નોકરી માટે એપ્લીકેશન્ આપેલી હતી કે થોડીવાર બહાર જઈશ તો મન દુ:ખી નહિં થાય. ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી ત્યારે કોલેજના કેમ્પસમાં પહોંચી ત્યાં એક ફુટબોલનો બોલ પાસે આવ્યો તો સ્વાભાવિક રીતે પગ આડો કરી રોકી રાખ્યો એટલામાં દૂરથી અવાજ આવ્યો ," સિસ્ટર પ્લીઝ બોલ પાસ કરો. " મારા ચહેરા "સિસ્ટર" સાંભળીને એક હળવી સ્માઈલ આવી ગઈ. હવે આ નોકરીમાં મારી જાતને વ્યસ્ત રાખતી. પરંતુ દૂરથી ભાઈને આશીર્વાદ આપતી.

આ વાતને આજે 4 વર્ષ વીતી ગયા પરંતુ આજે બેન ભાઈને ઝંખતી હતી જ જ્યારે પેલા અમુક ભાઈઓની ખરાબ નજર હતી અને સાથે ખરાબ કૉમેન્ટ કરતાં હતાં ત્યારે એ જ સમયે મારો ભાઈ પણ પોહચી ગયો. ભગવાન પણ કેવા જ્યારે ભાઈની જરૂર હતી ત્યારે જ ભાઈને મોકલ્યો. પરંતુ હું હજુ ચકિત હતી એને ઇન્સ્પેક્ટર તરીકે જોઈને પરંતુ તેના ચેહરા પર પહેલાવાળી માસૂમિયત અને વાતમાં નરમાશ નહોતી રહી. ઇન્સ્પેક્ટર અખિલ પેલા લોકોને જે રીતે સંભાળી રહ્યો હતો એ પરથી લાગ્યું કે હવે મારા ભાઈના વ્યક્તિત્વ માંથી કડકાઈ ડોકિયું કાઢીને બહાર નીકળી હતી. તેને પેલા લોકોને ટ્રેનમાંથી ઉતારી નાખ્યાં. મને લાગ્યું કે એ પણ પેલા લોકો જોડે ઉતરી ગયો. એટલામાં એ નીચે લોચો પતાવીને ટ્રેનમાં ચડ્યો મારા ડબ્બા તરફ આવ્યો અને સામે આવીને ઉભો રહ્યોને બોલ્યો ,"hi સિસ્ટર, શું ચાલે છે? અરે વાહ્ આજે ટ્રેનમાં !! કંઈ હેલ્પ જોઈએ છે?" એ જ અંદાજ જે કૉલેજમાં બોલતો પરંતુ આજે તેનો ટોન કંઈક અલગ હતો. હું હજુ અવાક હતી અને વળતો અસમજપૂર્વક જવાબ આપ્યો," બસ મજામાં પણ તું કેમ અહીં? " પછી થોડો આગળ આવ્યો અને થોડો ઉત્સાહથી બોલ્યો," સિસ્ટર 4 વર્ષ પછી એટલો ઠંડો જવાબ but very bad question !! " ખડખડાટ હસ્યો. આ હાસ્ય જોઈને માન્યામાં નહોતું આવતું કે ધીર ગંભીર માસુમ છોકરો ખુલ્લા દિલથી હસતો થઈ ગયો !!

* ક્રમશ *

" ભાઈ-બહેનનો સંબંધ ભલે રેશમી દોરાથી બંધાયેલો હોય કે ન હોય આ અણમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે. "