‘ક્યારા’
મારા ઘરે દિકરી આવી,
મારા જીવનનું માસુમ હાસ્ય પાછું લાવી,
હા, મારા ઘરે દિકરી આવી...
મારા આંગણે તુલસી ‘ક્યારા’ બની આવી,
મારા ઘરે મારો દિકરો ‘દિકરી’ આવી...
મારા ઘરમાં સરસ મજાનું તોફાન લાવી,
વ્હાલનો દરિયો લઈ...,
હા, મારા ઘરે દિકરી આવી...
***
‘સ્વાર્થી’
દિકરી તારા વ્હાલમાં, મને સ્વાર્થી થવાનું મન થાય...
તારો માસુમ ચેહરો જોઈ, જગ જીત્યાનો આનંદ થાય,
મને સ્વાર્થી થવાનું મન થાય...
તારો પ્રેમ ફક્ત મારા માટે જ રેલાય,
દિકરીને જોઈ મને સ્વાર્થી થવાનું મન થાય....
તારા આંખ ના આંસુ હરખના કરવાનું મન થાય,
તારી હાર ને જીત માં ફેરવવાનું મન થાય,
દિકરીને જોઈ મને સ્વાર્થી થવાનું મન થાય....
તારું તોફાન જોઈ હર્દય નો એક ધબકાર ચુકી જવાનું મન થાય,
તારો પ્રેમ ફક્ત મારા માટે જ રેલાય,
દિકરી તને જોઈ મને સ્વાર્થી થવાનું મન થાય....
આંગણે તુલસી ‘ક્યારા’ ઉછેર્યાનો મને ગર્વ થાય,
મને સ્વાર્થી થવાનું મન થાય...
***
જીવન જીવવાની દોડમાં, સંબંધ જીવવા ચુકી ગઈ,
ભાઈની બહેન નામની તો થઇ, બહેનપણી બનતા ચુકી ગઈ,
શબ્દ નથી તને વર્ણવા, તારું ઋણ કેમનું ચુકવીશ,
તારા આ પ્રેમનું મૂલ્ય કેમનું ચુકવીશ...,
છું મોટી છતાંય તારા પ્રેમ આગળ નાની જ રહીશ.
તારા પ્રેમની આગળ હું અમીર છતાંય ગરીબ રહીશ.
કૈક આપી શકું તો હું શબ્દ જ આપી શકીશ,
આજે લાવ, શબ્દો તો તને ભેટ કરું...,
શબ્દો માં ગુલાબના રંગ ભરું, લાવ સ્નેહ ની એમાં સુગંધ ભરું,
સજાવું એને લાગણીના બુંદથી , પ્રેમના તારથી તને અર્પણ કરું,
***
‘સાદ’
આજે આવ સંબંધનો સાદ આપું,
લાગણીઓનો તને સ્વાદ આપું...,
આજે ભલે દુર થયા,
નજીક રહીશું આશ્વાસન આપું..,
સદાય હસતું તારું મુખ રહે ,
લાવ, આજે કુદરતને હું ફરજ આપું.....
***
‘મિત્રતા’
દિવસો જુના ભૂલાય નહિ,
મિત્રતા કદિ સુકાય નહિ,
પ્રેમની તે ભીનાશ આપી,
બહેન તરીકે સાથ આપી,
કપરી જિંદગીમાં તે હળવાશ આપી,
આજે મનમાં અહંમ થાય,
તારી મિત્રતા હોવાનો મને ગર્વ થાય...,
***
‘મા’
હું તો વ્હાલ નો ‘ખારો’ દરિયો,
તમે પ્રેમ ના મીઠા ઝરણાં...,
પર્વત જેમ અવિચલ રહી,
અમને છાયાં ધરયા.,
જીવનના વર્ષો ટૂંકાવી,
અમને સુખ સા’હબી આપ્યા..,
આખી ઝિંદગી ઉજાગરા કરી,
અમને મીઠી નીંદર આપી..,
ના સરખાવું તમને ભગવાનની તોલે,
તમને સરખાવું ‘મંદિર’ સાથે,
જેણે ભગવાન ને પણ ઓથ આપી..
***
‘બહેન’
મારે જોઈએ બહેનનો સાથ, તને આજીજી કરું દિનાનાથ,મારે જોઈએ બહેન નો સાથ.
દૂર કેટલી તે એને મોકલી,આજે નીકળે હૈયા વરાળ,મારે જોઈએ બહેન નો સાથ.
દુ:ખમાં મારા ભાગીદાર રહી, મારા સુખમાં હસી ખીલખીલાટ,
આંગળી પકડી મને લઈ જતી, દેતી મિત્ર કેરો સદાય સાથ,
મારે ફરી જોઈએ 'એ' હાથ...
જોડે હતી ત્યારે કરી અવગણના, દીધા શબ્દોના વાર,મેં કર્યો મોટો અપરાધ,
પગે પડું એની માફી માંગુ મને એટલો તો દે અધિકાર,મારે જોઈએ બહેન મારી પાસ.
આજે મને સમજાયું તું તો ભગવાને આપેલી 'ભેટ' ખાસ.
આવ બહેન તને સાદ કરું ફરી જીવીએ બાળપણ એકસાથ,
મારે જોઈએ બહેન નો સાથ.
***
‘પ્રયત્ન’
આવ કરીએ એક પ્રયત્ન,
સંબંધમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન,
દિલના તાર જોડવાનો પ્રયત્ન,
સ્નેહ થકી શબ્દોના ઘા પુરવાનો પ્રયત્ન,
સ્મિતમાં સ્મરણ પૂરવાનો પ્રયત્ન,
આંખોમાં આવકારનો પ્રયત્ન,
હાથમાં હુંફનો પ્રયત્ન,
દરેક ક્ષણ જીવવાનો પ્રયત્ન.....
***
‘આપણે’
હું અને તું મટી 'આપણે' થયા...,
સુખના છાંયડા, દુ:ખના તડકા સંગે સંગે ઝીરવ્યા,
જીવનના વરસો હજુ પણ છે બાકી,
ખભા જોઈશે એકબીજાનાં હજુ પણ જવાના થાકી,
જન્મોજનમની વાત છોડો, આ ભવ તો નિભાવીશું જ બાકી,
આપણે' તો સુખ-દુ:ખ ના સાથી...
***
‘પિતા’
પિતા વગર સગપણ અધૂરું,
પિતા વગર બાળપણ અધૂરું,
પિતા વગર ભણતર અધૂરું,
પિતા વગર સંરક્ષણ અધૂરું,
મમતા થી જે જે ઉદ્દભવે, પિતાથી તે તે થાય પૂરું.
***
પ્રેમ ની પરિભાષા તું,
દિલનો ધબકાર તું,
દરેક ક્ષણનો એહસાસ તું,
પાનખરમાં વસંત કેરો સાથ તું,
તારા વિના મારું અસ્તિત્વ જ શું...
***
મુશ્કેલીમાં તે સાથ આપ્યો,
મિત્રતાનો એહસાસ આપ્યો,
પ્રેમથી હંમેશ આવકાર આપ્યો,
હૃદયનો દરેક ધબકાર તારો ઋણી,
તારા વિના તો મિત્રતાની પરિભાષા અધુરી...
***
‘ભાભી’
સ્માઈલ છે જેની બહુ જ ક્યુટ,
બોલી એની જાણે ફ્લુટ,
એવી આ ભાભીને જન્મદિને દુવા આપું,
તારા જીવનમાં રહે ખુશીઓ અખૂટ..
***
સુરજ જેવું તેજ જેનામાં,
છતાં ચાંદ જેવું શીતળ મન..
દરિયા જેવું દિલ જેનામાં,
છે માણસાઈ ભારોભાર...
પ્રેમથી સદાય આપે આવકાર,
લાગણીઓનો છે જે ભંડાર...
જેની મિત્રતા મળવી એ તો નસીબની છે વાત...
તેને શુભેચ્છા પાઠવું...
તેનો દરેક જન્મદિવસ બને યાદગાર.......
***
ગુલાબ ને પણ આજે તરસ લાગી,
તારા પ્રેમ ની મને તલપ લાગી..
***
ખુશી ની છે વાત,
આજે ખુશીને મળે ખુબ સોગાત,
જન્મદિવસની દુવાઓ એટલી મળે,
કે આખું જીવન તું રહે ખુશખુશાલ.
***
ઉમદા જેનું વ્યક્તિત્વ છે, દે’તા હંમેશ સૌને સાથ,
નાના મોટા બધા અમે આપતા જેમને માન,
શબ્દોથી વધાવું એમને, જન્મદિને કરું એમનું બહુમાન.
***
મા વગર મન અધૂરું,
બહેન વગર પ્રેમ અધુરો,
પત્ની વગર હૃદય અધૂરું,
દિકરી વગર જીવન અધૂરું.
***
એટલું એહસાન તમારું એટલું એહસાન ,
મારી મ્હેણાં ટોણા મને બનાવી હોશિયાર,
તમારું એટલું એહસાન...
ડોબી ડોબી કહીને મારા શબ્દોમાં પૂર્યા પ્રાણ,
તમારું એટલું એહસાન,
ઠોકર એટલી ખાધી મેં, દિલ ની વ્યથા જ બની મારી પહેચાન,
તમારું એટલું એહસાન..
***
‘મૌન’..
ના માનો તો ‘કાયરતા’, માની લો તો ‘શક્તિ’,
ના સમજો તો ‘યુદ્ધ’ , સમજી લો તો ‘સમજુતી’..
***
મારી નિષ્ફળતાને દલીલો ની જરૂર ન’તી પડતી,
અને સફળતાને પુરાવા પણ ઓછા પડે છે.
***