પશીના દુઃખે સુખી MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પશીના દુઃખે સુખી


પશીનાં દુઃખે સુખી

આશિષ ગજ્જર



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘વિધવા’... આ એક શબ્દ આપણા સમાજ માટે જે સ્ત્રીને માટે બદનસીબ જોગે લાગુ પડે એજ ઘડીથી એણે સંજોગ અને સમાજ બેયસામે બાથ ભીડવાની શરૂઆત કરી દેવી પડે છે, આમાં અનિચ્છા કે ન ગમવાની વાત હોતી જ નથી નહીં.. વિધવાએ ટકી રહેવું હોય અને એનાં જીવ જોડે જેટલાં વહાલાં ને દવલાં જોડાયેલાં હોય એ બધાંય ને એ અબળાએ નજરમાં રાખીને એમને પુછી-પુછીને જીવે તોજ એનો જીવતરનો જીવવામાં મેળ પડે બાકી.. ઠીક મારા ભાઈ!!!

આજે મારે તમને એક આવીજ સંજોગોની મારી દુઃખી પણ પાછી સામા પ્રવાહે બાથ ભીડીને ઝઝુમીને એકલવીર તો ખરી પણ પોતાનાં માટે નહીં છતાંય પોતાનાઓ માટે કંઈક કરી છુટનાર ને પરીણામલક્ષી સ્ત્રીની વાત કહેવી છે પતો વાંચો...

- આખા ચાર ટ્રેક્ટરનાં ટ્રેલર ભરીને જાનૈયા આજે અખાત્રીજનાં દાડે ગામમાં પશાકાકાનાં આંગણે બંધાયેલ માંડવે પધાર્યા હતાં ને પશાકાકાના ઘેર એમની દિકરી સમુનાં લગ્નપ્રસંગમાં આખુંય ગામ જાણે પોતાની દિકરીનાં લગ્ન હોય એમ હરખે ચઢ્‌યું હતું !! ને કેમ હરખ ન કરે?પકારણ આ લગ્ન યોજાયા હતાં દોલતકાકાની વિધવા વહુ પશીનાં લીધે જ.. એની જ મહેનત અને એની કોઠાસૂજને લીધે આજે પશાકાકા એનાં દિકરા જશુનાં આકસ્મીક મોતનાં દુઃખને હળવું કરીને પચાવી શક્યા હતા ને અડીખમ રહી શક્યા હતાં.

- એય સમય હતો જ્યારે પશી જાણે હમણાં જ પરણીને સાસરે આવી હતી, દોલતકાકાનાં એકના એક બી.કોમ ભણેલ દિકરા જશવંત સાથે પશીનાં લગ્ન થયાં, પશી પણ ધોરણ બાર લગી ભણેલ હતી ને આ લગ્નથી જાણે દોલતકાકાનાં ઘરે સાક્ષાત રૂમઝુમ કરતી લક્ષ્મીનું આગમન થયું..

“વહુ બેટા, આજે ચાર લેવાં જવું પડશે, જો ને આજનો દિવસ આ બે ભેંસ ને આ ગાવડી ખાય એટલી ચાર માંડ છે..” શાંતાં બા બોલ્યા, ને જાણે પડયો બોલ નિભાવતી હોય એમ પશી બોલી ..” હા, માં હમણાં આ રોટલા ઘડી રહું પછી તરતજ ખેતરે જઉં..” પશી વહું ભારે કામગરી હતી, એય મળસ્કે ચાર વાગતાં તો જાણે ઘરમાં એનાં પગનાં ઝાંઝરનો ઝણઝણાંટ ફરી વળતો, છાણ વાસીદું,ભેંસોને દોહવાની ને સાથે સાથે ચુલો ફુંકતાં ફુંકતાં સવારનાં બાજરાનાં રોટલાય બધાંનાં માટે બનતાં,ગમે એટલું કામ હોય પશી વહુ ફેર ફુદરડીની જેમ ફરતાંજ કરીને પહોંચી વળવાની ગજબની આવડત ધરાવતી.

- જશુ અને પશીની જોડી સારસ બેલડી જેવી હતી, બેયનાં ચારેક વરસનાં સુખી સંસારમાં પહેલાં દીકરી ગીતા અને બાદ બે વર્ષે દિકરો ગૌતમ નાં આગમન બાદ જાણે ઘર નાનાં બાળ ગોપાળની કીલકારીઓથી ગુંજી ઉઠ્‌યું, દાદા દાદી અને ફોઈને જાણે ઘરમાંજ નવા સગપણની પદવી આપીને પશી ખુશ હતી,એની નણંદ સમુ એનાંથી ખાસી નાની હજૂં ગામની શાળાનાં આઠમાં ધોરણમાંજ ભણતી હતી, પણ એનેય ભાભી સાથે ભાભીના સંબંધ કરતાં સખીપણું વધું હતું.. દોલતકાકાની ઘરની વાડી જાણે લીલી છમ્મ થઈ ગઈ હતી.

- પણ જુઓને આ સુખી ઘર અને પશી અને જશવંત બેયનાં હર્યા ભર્યા સુખરૂપ ચાલતાં સંસારને જાણે અચાનકજ કોઈની નજર લાગી ગઈ.. સવારે ખેતરે જવા નિકળેલ જશવંતને લગભગ અગીયારેક વાગ્યાનાં સમયેજ ખેતરનું કામ કરતાં એરૂં આભડી ગયો, ને એ ખબર ઘરે પહોંચે તે પહેલાંજ પશી ખેતરે ભાતું લઈને પહોંચવાજ આવી હતી ને તે જેવી ખેતરે પહોંચી તેજ વખતે ખેતરની વચ્ચો વચ ટોળું જોઈને તેનાં પેટમાં ફાળ પડી..! તે સીધી દોડીને પહોંચી તો જશવંતનો દેહ લીલો પડવાની શરૂઆત થવાં માંડી હતીપજશુની આંખો માંડ ખુલ્લી રહેતી હતીપપણ પશી આવતાં તેની આંખોમાં ચમક આવી ગઈ.. તે સમજી તો ગયો હતો કે હવે મોત સાવ નજીક છે પણ સાથી નજીક હોવાથી એને ધરપત થઈ..તે મહાપ્રયત્ને બોલ્યો પ”પશીપપશી..આપણાં બાળકો, કેટલાં નાનાં, ને તારી નણંદ જેને સારે ઠેકાણે પરણાવવાની જવાબદારી, મેં..પશી મેં મેં લીઈઈઈઈ..” પશી બોલી..”હા હા બોલો , તમને કંઈ નથી થયું ! બધું સારૂં થઈ જશે.. ચાલો તમને દવાખાને લઈ જવા પડશે , તમે આંખો ખુલ્લી રાખો ..”..

- ને હજું આટલો જ સંવાદ થયો બેય વચ્ચે ને જસવંતની આંખો ખુલ્લીજ રહી ગઈ ને પ્રાણ પંખેરૂં ઉડી ગયું !.. પશી હૈયાફાટ રૂદન કરતી ત્યાંજ ફસડાઈ પડી..ગામનાં લોકોએ ભેગાં થઈને જસવંતનાં નિશ્ચેતન દેહને ખાટલાંમાં મુકી ખેતરેથી તેનાં ઘરે પહોંચાડયો.. ઘરમાં રો કકળ થઈ ગઈ, દોલતકાકા તો એકદમ મુઢ થઈ ગયાં હતાં, કોણ કોને દિલાસો આપે, આખુંય ઘર ને આખું ફળીયું સ્તબ્ધ હતું, જશુ-પશીનાં બે નાનાં બાળકો ગીતા અને ગૌતમ બેય એકદમ ડઘાઈ ગયાં હતાં તેમને ખબર તો નહતી પડતી પણ કશું અમંગળ તો ઘરમાં થયું છે એ વાતની નોંધ બેયનાં બાળમાનસે લીધી તો હતીજ.

- સંધ્યાકાળ થતાં પહેલાં તો જશવંતના પાર્થ્િાવ શરીરની વિદાય ઘરમાંથી થઈ ગઈ ને દોલતકાકાનું મન એકદમ ચિંતામય ને ગ્લાનીભર્યુ થઈ ગયું હતું. તેઓ ઘરનાં મોભી તો હતાં પણ આમ અચાનક નિવૃત્ત થઈ ગયા બાદ આ ઉંમરે ફરી ઘરને થાળે પાડવાનું વિચારતાં વિચારતાં બીડીની આખીય ઝુડી ખાલી કરી નાંખી.

- બીજા દિવસની સવાર હજું તો માંડ સૂરજદાદાની સવારી જોજનો દૂર હતી ને રોજની જેમજ પશીતો મળસ્કે ઉઠીને રોજિંદા કામે વળગી ગઈ, દોલતકાકા અને સાસુ તો જોઈજ રહ્યા, પશીની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી, શાંતાબાથી ન રહેવાયું ને બોલી પડી.. કે “અલી બુન સવા દોઢ મહીનો તો હા ખાપમારાથી તો નથી જોવાતું તારૂં દુઃખ, ભગવાનને એનાં કરતાં મને ઉપાડી લીધી હોત તો સારૂં હતું.. લાય હું ટેકો કરાવું ..”

ત્યાંજ પશી બોલી બા, દુઃખને રડીને બેસી થોડું રે’વાય છે? આ બેય છોકરાંવને મોટાં નહીં કરવાં પડે ? પાંચ વીઘા જમીન છે એ કાંઈ એમનેમ થોડી ઉપજ દેશે?.. ને મારી બુન આ સમુનું હવે બે, પોંચ વરહ દાડે ગોઠવવું નહીં પડે ? એ બધું એમ થોડાં થઈ જશે? બા, તમ તમારે ઘર હાચવો તોય ઘણું છે, મારૂં માણહ રડવાથી કાંઈ પાછું નહીં આવી જાય ?.. ને એનાં ભાગનું કામ કોણ કરશે ? બધું આપણે કરવું પડશે ને ??!!!..”

શાંતાબા વહુની વાત કહો કે દલીલ સાંભળી જ રહ્યાં, એ બેયની વાતો સાંભળી દોલતકાકાનેય હિંમત બંધાતી હોય એમ લાગ્યું ને થયું કે આ બાયડી માણહ અચાનક આવી પડેલ આફતથી ગભરાતું નથી ને હું હજું તો અડીખમ્મ વાઘ જેવો બેઠો છું ને !!!

- બે સવા બે મહીના વિત્યા બાદ છોકરાંવને એનાં દાદીની માયાને લીધે હેવાંયા થતાં જોઈને પશી એનાં મનમાં જુદા જ પ્રકારે એનાં અને પોતાનાં કુટુંબનાં ભવિષ્ય બાબતે વિચારવા લાગી એને આમ પણ ભણવાની ખૂબ જ હોશ હતી પણ સારો વર ને સારૂં ઘર બેય મળતાં જોઈને એનાં માં બાપે એને પરણાવીને ગંગા નાહ્યાની જેમ છુટ્‌યાં હોય એમ અનુભવેલું.. ને આ બાજું હવેના બદલાંયેલા સંજોગમાં પશીનેય થયું કે હું ભણી હોત તો કેવું સારૂં હતું ? ત્યાં જ આ વેકેશનનાં સમયમાં ગામમાં રહેતાં અને કમાવવા પરદેશ ગયેલાં

દાસભાઈનાં કુટુંબ તરફથી મસમોટી કોમર્સ અને સાયન્સ કોલેજનું અને જોડે પી.ટી.સી. કોલેજનું બિલ્ડીંગ બન્યું અને પહેલાં સત્રનાં એડમીશનની શરૂઆત થઈ ને એ વાત પશીએ જાણી ને એનાં સપનાને જાણે ઉડવાં આકાશ મળ્યું..! ને એ જ દિવસે બપ્પોરે નવરાશે એની પીયરથી લાવેલ સૂટકેસ ખોલીને બેસી ને નીચે તળીયેથી એનાં એસ.એસ.સી અને બારમા ધોરણની માર્કશીટ અને સ્કુલ લિવિંગ સર્ટીફીકેટને નાની ફાઈલમાં સાચવીને મુકેલાં કાઢીને જોઈ રહી ને મનમાં એણે કશું વિચારી લીધું..!

- એ જ દિવસે બપોર બાદ સસરા દોલતકાકા ને સાસુ માટે ચા બનાવવાનાં સમયે ચા બનાવીને લઈને પરસાળમાં તેમને આપીને ખુણામાં માથે ઓઢીને ઉભી રહી..વહુને આમ ઉભી રહેલી જોઈ દોલતકાકાને નવાઈ લાગી ને ન રહેવાતાં તેમણે શાંતાં તરફ આંખથી ઈશારો કર્યો.. પણ શાંતાબાને કંઈ સુઝ ન પડતાં તેઓ ખુદ બોલી પડયા કે ચ્યમ બુન શું કોમ સ ?” કોક કેવું લાગસ.. ” બેટા તન અમે ક્યારેય અમારી સમુડીથી અલગ જોઈ નથી.. બોન તું તાર જે હોય તે કહી નોંખ ! મન ખબર સ ક તું ક્યારેય અમારા ને કુટુંબનાં ભલા સિવાયનું વચારતી જ નથ..! ..બોલ, બોલ તું તાર કહી નોંખ..” ને સસરાની આટલી વિશ્વાસભરી વાણી સાભળીને એને બોલવાની હિંમત આવી ને માથે સાળુનો છેડલો ઠીક કરતાં તે બોલી..” બાપુજી.. આપણાં ગોમમાં કાલથી નવી કોલેજ શરૂં થઈ સ.. ન મન ઈમ, કે હું આગળનું ભણું ને ભણું તો નિસાળમાં નોકરીનો મેળ પડે.. તો મારા સોકરાંવ ને નણંદ સમુનું ભવિષ્ય બની જાય્‌..!..”બાપુજી આપણા ખોરડાની આબરૂ જાય એવો તમને જરાય મોકો નહીં આપું.. તમને મારા પર વિસ્વાસ સ ન ?” આટલું બોલતાં પશી ગળગળી થઈ ગઈ.. પાછી બોલી.. “હું હાલ ઘરનાં ને ખેતરનાં જેટલાં કોમ કરૂ સુ એ બધાંય કરીસ.. તમને ને બાને.. જરાય ઓસું નહી આવવા દઉં..! હા મારા ગીતા ને ગૌતમને તમારે હાચવવા પડશે.. ન એતો ઓમેય તમારાં હેવાયા થૈજ જ્યા સ..”

બાપુજી.. બા બોલો.. તમે કે સો તો જ હું આગળ કશું કરીશ..! ના પાડસો તોય મન.. જરાય ખોટું નહી લાગે..!!!

- બેય ઘરડાં પાન પણ અનુભવી ને, જમાનાને જાણેલ ને, વાંચેલ ને, ભવિષને ઉકેલવાં સક્ષમ એવાં સસરા બીડીનાં બે કશ ખેંચી ને ધુમાડાની આડ માં વિચારી રહ્યાં..! ને સામે બેસેલ શોંત્તા ડોહીનય્‌..ભાળતાં એમની આખમાં એકાએક તેજ ચમક્યું.. ને જરાક ખોંખારો ખાધો ને બોલ્યાં.. “જા પસી બેટા જા તું આગળ માસ્તરનું ભણવા જી સ ક.. ન મન ન તારી આ હાહુનાં મનમા કોંઈ એવાં ખોટાં ભાવ નથ.. હા બાકી તન ખબર સ ક રોંડેલી ન આ દુનીયા ચેવી નજર થી જોવ સ.. તારી લસમણ રેખા બુન તારે જ દોરવી પડસે.. જા બુન જા તારૂં ભવિષ.. ને ભેગાં અમારાં જસુનોં આ ભોળા બાલુંડાય તારા ભરોસે સ, પન તારી બુન આ સમુડીનાં ભવિષનુંય તન વચારવાની સુટ..” આટલો મોટો ફેસલો લઈને દોલતકાકા જાણે ઉપર ભગવાન હોમું ભાળી રહ્યાં.. ને જાણે આથમતાં સૂરજનાં કીરણો એમનાં ફેંસલામાં સાક્ષી પૂરાવતાં હોય એમ પરસાળમાં જળહળ પ્રકાશ પાથરી રહ્યાં ને એ ઉજાશ જાણે આવતી કાલનાં સારા ભવિષ્યને ભાખતાં સહુનાં ચહેરાને ચમકાવી રહ્યાં ને, ગામને પાદરનાં મંદિરની ઝાલર પણ વાગી રહી.. ને સામેથી ગાય-ભેંસોનું ધણ આવી રહ્યું, ને એમનાં ડોકની ઘંટડીઓનો રણકાર આજે પશીને કેટલાંય સમય બાદની ગ્લાનીને દૂર કરતો હોય એમ મીઠડો લાગી રહ્યો..!

- બીજે જ દિવસે અગીયાર વાગતાં જ સસરા દોલતકાકાને પગે લાગી હાથમાં જરૂરી સર્ટીફીકેટની ફાઈલ લઈને પશી બોલી “બાપુજી અશીર્વાદ આપો કે હું મારા ધ્યેયમાં સફળ રહું.”.. ને દોલતકાકા જાણે અવનાર સારા ભવિષ્યને સામું ઉભેલું જોઈ રહ્યાં..! ને બોલી પડયા.. વહુ બેટા જાવ સફળ થાવ ન આપણું કુળ ઉજાળો..” શી બોલી..બાપુજી તમારે આજે મારી સાથે આવવું પડશે.. ને ડોહા એ હાંભળીને માથે ફાળીયું બાંધી તરત ઉભા થૈ જ્યા.. ને બોલ્યાં.. હેડ બુન હેડ.. હુંય આજ તારી કોલેજને જોઉં તો ખરો..” ને ફળીયાનાં લોક સસરાને વહુ ને સાથે જતાં કંઈ અચરજભરી નજરે જોઈ રહ્યાં..! કોલેજનાં ટ્રસ્ટીઓએ પશીની હિંમતને બિરદાવી ને આમેય તેનાં એસ.એસ.સી અને બારમા ધોરણનાં માર્કસ જોતાં એમને એને એડમીશન આપવામાં કોઈ વાંધો ન જણાયો.. ને ફી ભરીને પંદર દિવસ બાદ શરૂ થતી કોલેજની માહીતી પુસ્તીકા વગેરે લઈ બેય જણા આજે જાણે નવા જોમથી બજારમાંથી પસાર થતાં જણાંયા..

- પશી ને પી.ટી.સી પાસ કરી ને ટ્રેઈનિંગ વગેરે પતાવતાં જાણે સમય શું, બે વરસ ક્યાં પસાર થઈ ગયાં ત ેજ ખ્યાલ ન રહ્યો.. ને ગામનાં આગેવાનની ભલામણથી તેને ગામની શાળામાં જ માધ્યમીક ધોરણ ૮ ને ૯ માં શિક્ષીકા તરીકેની નોકરી તરત જ મળી ગઈ. ને એક વરસ, બે વરસ, ને ત્રીજા વરસે તે કાયમી પણ થઈ ગઈ ને તેનો પગાર પણ હવે પાંચ આંકડાનો થઈ ગયો.. તે આમેય નવું ને નવું શીખવા તૈયાર રહેતી, શાળાનાં વિવિધ કાર્યક્રમ ને એનું સંચાલન કરવું, વિદ્યાર્થીઓને ભણવા સાથે સારૂં ગણતર પણ તે આપતી, તે સ્ટાફ, ટ્ર્‌સ્ટીઓ, વાલીમંડળ તેમજ સહુ વિદ્યાર્થીઓમાં હવે એકદમ પ્રિય થઈ પડી હતી. આ બાજું તેનાં બાળકો હવે તેની જ શાળાનાં વિદ્યાર્થીઓ બનીને ભણવાં લાગ્યાં હતાં ને નણંદ સમુ પણ હવે કોલેજ પાસ કરીને ગામની સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગઈ હતી, બીજી બાજું ખેતીનું કામ પણ હવે સસરા જાણે ફરી હિંમતભેર અને નિયમિતપણે સંભાળતાં થઈ ગયાં હતાં ને જાણે ઘરનાં બે વડીલ શાંતાબા અને દોલતકાકાની ઉંમર પણ એમનાં ઘરની જરૂરીયાત સમજીને જાણે વધતી ન હોય એમ સ્થગીત થઈ ગઈ હતી ને એ જ આશાએ કે જશુનાં નાનાં ભાંભરડાં જેવા બાળકો મોટાં થાય ને દીકરી સમુ સારા ઘરે વિદાય થાય..!

- સમુ પણ એની ભાભીનાં નકશે-કદમ પર પગભર થઈ ચુકી હતી અને એની માટે તે કાયમ પશી ભાભીની આભાર માન્યા કરતીં ને કહેતી.. “ભાભી જો તમે મારા ઘરમાં પરણીને ન આવ્યા હોત તો હું ક્યારનીય કોઈ સામાન્ય અભણ જેવા નાનાં ખેતરનાં માલીક જેવા જોડે પરણીને બે ત્રણ છોકરાઓની માં બનીને ગામડાની સામાન્ય ગૃહીણી બનીને રહી ગઈ હોત..”

“પણ બેન બા, પશી બોલી..” હવે એ સમય તો આવી જ ગયો છે કે તમારા હાથ પીળા કરવાં પડશે જ.. ને હવે મારે એ કામ જલદી હાથ પર લઈને પતાવવું જ પડશે..”

- જાણે એક પરિવર્તનનો યુગ આવીને દોલતકાકાનાં ઘર પર પ્રકાશ પાથરી ગયો હોય એમ અને શિક્ષણનું મહત્વ પશી વહુને મન જે હતું અને એ જ મહત્વને લઈને નણંદને ભણાવીને પગભર કરીને હવે એનાં માટે મુરતીયો શોધવાની કવાયત એકદમ વખતસરની વાત સાબીત થઈ રહી હતી.. ને દોલતકાકાને હવે એમનાં એ વખતનાં પશી વહુને કોલેજ કરાવવાનાં લીધેલ નિર્ણયને સાચો પાડવાની મહેનત અને લગનથી પશી વહુ પ્રત્યે માન વધી ગયું હતું.

- આ બાજુ હવે દોલતકાકા અને એમનાં કુટુંબીજનો તરફથી સમુ માટે લાયક મુરતીયો શોધવાની કવાયત અને એ બધાંય વહીવટ પર પશી વહુ ચાંપતી નજર રાખી રહી હતી, ઘરમા હવે મહેમાનોની અવરજવર વધી ગઈ હતી, અને કેમ ન વધે..? દોલતકાકાનું ઘર હવે નારીક્રાંતિ થકી જાણીતું અને પાંચમાં પુછાતુંય થઈ ગયું હતું. આમ ને આમ સમુ માટે નાતમાં કેટલાંય છોકરાઓને જોયા, ચકાસ્યા બાદ યશવર્ધન કરીને પાસેનાં રાણકપુર ગામનાં એન્જીનીયર છોકરાં પર પસંદગી ઉતારી, બેયની સગાઈ કરીને આ અખાત્રીજ પર જ લગ્ન જોવરાવીને સમુને વળાવવાનું નક્કી કરી નાંખ્યું..

- આખાય ગામમાં આ વાતને લીધે હરખ માતો ન હતો, એક નારી, એક સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી? તેનું ઉદાહરણ દોલતકાકાનું આજનું રોશનીથી ઝગારાં મારતું ઘર, સહુને માટે પ્રેરણારૂપ હતું, પણ આજ સમયે છેલ્લા ૭ વર્ષનાં સંઘર્ષમય સમયને વિતાવ્યા બાદ પશીને માટે આનંદનો અવસર તો હતો પણ એની એક આંખમાં એક ખુણે જશવંતની મીઠી યાદ હતી ને બીજી આંખમાં પોતાના ખોરડાની આબરૂ વધારે એવી રીતની સ્થિતીએ લાવવા માટેનાં પ્રયત્નો બાદ મળેલ સફળતાંની ખુશી પણ આંસુથી છલકાતી હતી, બેય આંખમાં આંસુ હતાં પણ એને કોણ કળી શકે કે એ આંસુ હરખનાં છે કે કોઈની યાદનાં ?

- રાતની ઠંડકમાં ઢોલ ઢબુકતો હતો, ઘરની આસપાસ જાનૈયાનાં માણસોની દોડમદોડી ને મહેમાનોથી ભરેલું ઘર, ને એક બાજું મોયરામાં ગોરબાપાની બૂમ “કન્યા પધરાવો સાવધાન”

ને પોતાના મોટાં મામાનાં હાથે દોરાતી સમુને જોઈને પશીની આંખો સામે પોતાનાં જશુ સાથેનાં લગ્નનો પ્રસંગ યાદ આવી ગયો.. પણ ક્યાં એ દિવસો, ને ક્યા છે એ સમય?

- સમુને મોયરામાં લાવીને બેસાડયા બાદ કન્યાદાનની વિધી વખતે સસરા ને સાસુની પાછળ શાંતીથી પણ ગૌરવભેર ઉભેલ પશીને દોલતકાકાએ વિધી વખતે આગળ બોલાવી અને વટ અને હક્કથી જાહેરમાં કહ્યું કે.. “આપણો સમાજ ભલે વિધવાને શુભ પ્રસંગમાં અળગી રાખીને એને કશું માન નથી આપતો પણ આજે હું અહીં બધાંય લોકોની વચ્ચે જાહેર કરૂં છું કે આ કન્યાદાનની ખરી હક્કદાર આ મારાં દિકરાવહુ પશી જ સ, ન જો પશીએ મારા ઘર ન હાચવીને આગળ ન કર્યું હોત તો આજે અમને કોઈજ પુસતુંય ન હોત! ન અમે તો ચ્યોંય વેરવિખેર થઈ રખડી પડયાં હોત! આજની સમજદાર નારી ન આપણે હરખામણી કરી પુરૂષ ન હારોહાર કહીયે સીયે.. પણ આ મારી પશી જે મારા દીકરા જસવંતથીય આગળ વિચારવાવાળી, કાબેલ ને “સમર્થ્િાણી” સાબિત થઈ, ને કદાચ મારો જસવંત હોતને તોય અમે આજની સ્થિતિએ ન પહોંચ્યા હોત.., આવ બેટા, તું તો મારી દિકરી તો ખરી પણ મારા દિકરાથીય હવાયી સાબિત થઈ.. ને આ કન્યાદાન સમાજ ગમ્મેતે કહે તાર જ કરવાનું સ... ને મારો ભગવાન પણ મન રાજી ન રહે... જો આ હરખમાં અન આ કન્યાદાનનાં પુણ મોં હું તન ભાગીદાર ન બનાવું તો ?...”

- પશી તો આંખમાં લીલા તોરણ સાથે ખુશીથી મોયરામાં સાસુ-સસરા સાથે કન્યાદાનની વિધીમાં ભાગ લેતાં વિચારી રહી કે.. “હે ઈશ્વર એક હાથેથી દુઃખ આપીને બીજા હાથે સુખ તું આપતો નથી પણ એ મેળવવા મહેનત, સંઘર્ષ ને બલિદાન તો આપવું જ પડે છે.. ભલે તેં મારૂં સુહાગ ઉજાડયું, પણ સામે તે મને એટલી જ ખુશીઓનો ખજાનો અને ઉજ્વળ ભવિષ્ય આપ્યું છે ને મારો જસવંત આજે તો એની બેનનાં સારે ઠેકાણે અને ધામધૂમથી થતાં લગ્નથી ઉપર રહ્યે ખુશ થતો હશે ને એને હશે કે મારી પશીએ મારૂં કહેણ કરી બતાવ્યું.”

- આશિષ ગજ્જર