Kavy pratima books and stories free download online pdf in Gujarati

કાવ્ય પ્રતિમા

દીકરી

મેઘનો મલ્હાર થૈ'ને આવ દીકરી,

આંગણે શણગાર થૈ 'ને આવ દીકરી.

મોરનો નીનાદ થૈ'ને આવ દીકરી,

પાંદડે પમરાટ થૈ'ને આવ દીકરી.

વ્હાલનો ભંડાર થૈ'ને આવ દીકરી,

આલમે ઇતિહાસ થૈ'ને આવ દીકરી.

આંખનો વિશ્ર્વાસ થૈ'ને આવ દીકરી,

પ્રલયે ઘડનાર થૈ'ને આવ દીકરી.

જ્ઞાનનો વારીધિ થૈ'ને આવ દીકરી,

લોચને અરમાન થૈ'ને આવ દીકરી.

ગઝલ લખાઇ જાય

કોઇ શબ્દ બોલે અને ગઝલ લખાઈ જાય.

કોઈ સંગીત જોડે અને ગઝલ લખાઈ જાય.

કોણ કહે છે ગઝલમાં સુંદરતા નથી ,

કોઈ શણગાર સજે અને ગઝલ લખાઇ જાય.

કોણ કહે છે ગઝલમાં વિશાળતા નથી,

કોઈ વારીધિ જુએ અને ગઝલ લખાઈ જાય.

કોણ કહે છે ગઝલમાં પાવનતા નથી,

કોઇ’ નાજુક ‘દોસ્ત મળે અને ગઝલ લખાઈ જાય.

આપી જાય છે

પ્રશ્ર્નો આવીને જવાબ આપી જાય છે.

દોસ્તો આવીને આનંદ આપી જાય છે.

ફૂલો ખીલીને સુવાસ આપી જાય છે,

લેખો કવિના પરિચય આપી જાય છે.

ભાનુ આવીને ઉજાસ આપી જાય છે,

રાત્રી અંધારની પહેચાન આપી જાય છે.

અભ્ર આવીને તોયમ આપી જાય છે,

જગ આવીને આપતિ આપી જાય છે.

સુતા આવીને આનંદ આપી જાય છે,

‘નાજુક ‘આવીને પ્રારંભ આપી જાય છે.

કરામત

સપનાને પણ રોકાવું પડે છે,

સમયને પણ બદલાવુ પડે છે.

કુદરતની કરામત જોવા,

સત્યને પણ સપનું સમજવુ પડે છે.

ફૂલડાને પણ ખરવુ પડે છે,

સડકને પણ પલટવુ પડે છે.

કુદરતની કરામત જોવા ,

નિર્દોષને પણ દોષિત થવુ પડે છે.

ખિલેલાને પણ સુકાવું પડે છે,

વાદળને પણ વરસવુ પડે છે,

કુદરતની કરામત જોવા,

‘નાજુક ‘ને પણ નટખટ થવુ પડે છે.

લાગે છે

જોયેલું આજે જાણેલા જેવું લાગે છે,

મળેલું આજે હારેલા જેવુ લાગે છે.

પોતાનુ આજે પરાયા જેવુ લાગે છે,

માંગેલુ આજે છીનવેલા જેવુ લાગે છે.

હકીકતો આજે સપના જેવી લાગે છે,

દુનિયા આજે બેનકાબ જેવી લાગે છે,

નિનાદ આજે ઘોંઘાટ જેવા લાગે છે,

ઝરુખા આજે કદરૂપા જેવા લાગે છે.

વાચકો આજે લેખકો જેવા લાગે છે,

લખેલુ આજે છાપેલાં જેવુ લાગે છે.

પાગલ

ઓલી હરણીની તમે હાલત તો જુઓ,

આંખે અશ્રુ ને દિલે રાહત તો જુઓ.

એક મોહક ફોરમમાં પાગલ છે,

નાભે કસ્તુરી ને શોધની ચાહત તો જુઓ.

ગળામા તરસ ને આંખમા આશા છે,

ગામે પાણી ને એની આફત તો જુઓ.

એક ચાંદનીને આંખમા સમાવી છે,

સ્વયં સુંદર ને એની લાલચ તો જુઓ.

કોણ કહે છે

કોણ કહે છે, પાનખરમાં પ્રણય નથી,

ઝાડને પૂછો ખરેલા પાનની કિમંત શું હતી.

કોણ કહે છે ચંદ્રમામાં કલંક નથી,

ચાંદને પૂછો ખીલેલી પૂનમની અસર શું હતી.

કોણ કહે છે, મ્રૂગજળમાં આશ નથી,

તરસ્યા હરણને પૂછો તેની હાલત શું હતી.

કોણ કહે છે, દુનિયામાં દેખાદેખી નથી,

"નાજુક "ને પૂછો ગુમાવ્યું તેની કિમંત શું હતી.

પ્રકૃતિ

પ્રકૃતિ તો બેહદ છે, એમા બંધન ન શોભે.

સૌંદર્ય કૈક એવુ એમા વિઘન ન શોભે.

ઝરણાના અવાજો, ગીતોની ગુલજારો,

કુદરત કહે માનવ તારુ સંગીત ન શોભે.

ફૂલે ફૂલે રંગ જુદા, રંગે રૂપ નવલા,

વાદળ કહે સમંદર ને વરસવુ ન શોભે.

ફૂલડાની સૌરભ, અતર ની શીશી,

પ્રકૃતિ કહે માનવ ને બનાવટ ન શોભે.

લખનાર કહે લેખ, સાંભળનાર કહે શેર,

"નાજુક"કહે કઠોર ને આ તમને ન શોભે.

કોણ કહે

સમય ને કોણ કહે તું રોકાઇ જા,

પવન ને કોણ કહે તું રોકાઇ જા.

ફૂલ તો ખીલીને કરમાઈ જશે,

સુગંઘ ને કોણ કહે તું રોકાઇ જા.

ચન્દ્ર તો આવીને ચમકી જશે,

ચાંદની ને કોણ કહે તું રોકાઇ જા.

વાદળી તો વરસીને ચાલી જશે,

વરસાદ ને કોણ કહે તું રોકાઇ જા.

વાચક તો વાંચી ને ભુલી જશે,

લેખક ને કોણ કહે તું અટકી જા

ઝંખના

મને કૈક કરવાની થઇ ઝંખના,

મને ગઝલ લખવાની થઈ ઝંખના .

ભલે દુનિયામા થઈ ને આવી દીકરી,

જ્ઞાનનો વારિધી થવાની થઈ ઝંખના.

ભલે આલમે થઈ ને આવી દીકરી,

મેઘનો મલ્હાર થવાની થઈ ઝંખના.

ભલે જગતે થઈ ને આવી દીકરી,

વિશ્ર્વનો ઇતિહાસ થવાની થઈ ઝંખના.

ભલે ખલકે થઈ ને આવી દીકરી,

મોરનો નિનાદ થવાની થઈ ઝંખના.

હોય છે

વિશ્ર્વાસ મા પણ વહેમ હોય છે,

દરિયામા પણ ઓટ હોય છે.

દિલ મા પણ દર્દ હોય છે,

જળ માંહે એકાદ તરંગ હોય છે.

પાગલ મા પણ પ્રેમ હોય છે,

જુદાઈ પાછળ પણ મિલન હોય છે.

કલમ મા પણ ઢાંકણ હોય છે,

નફરત મા પણ ચાહત હોય છે.

પ્રલય મા પણ સર્જન હોય છે,

હશી મા પણ ખામોશી હોય છે.

ગમ મા પણ હસાવનાર હોય છે,

તેવા મા એકાદ "નાજુક "હોય છે.

મારી સખી

મારી સખી માટે લખેલી આ ગઝલ,

રીત રિવાજ સાથે લખેલી આ ગઝલ.

સવારની ઝાકળ જેવી આ ગઝલ,

ખીર થી પણ મઘુરી આ ગઝલ.

સંધ્યાની સુંદરતા જેવી આ ગઝલ,

ધ્યાન ધરતા તપસ્વી જેવી આ ગઝલ.

યાદો થી ભરપૂર છે આ ગઝલ.

નમાવી જોઈએ

પર્વતોને પણ નમાવી જોઈએ,

આગ ભીતરમા લગાવી જોઈએ.

ચાંદનીને પણ સજાવી જોઈએ,

ચાંદ અંતરમા સમાવી જોઈએ.

આરસીને પણ બતાવી જોઈએ,

રૂપ પ્રણયમા દબાવી જોઈએ.

સૌરભને પણ ભગાડી જોઈએ,

ફૂલ જીગરમા ઉગાડી જોઈએ.

કઠોરને પણ નમાવી જોઈએ,

"નાજુક "ને કઠોર બનાવી જોઈએ.

એકાદ હોય છે

મોજુ તો માણનારા અનેક હોય છે,

મોજ થી મોજ માણનારા એકાદ હોય છે.

લાગવગ થી મેળવનારા અનેક હોય છે,

મહેનત થી મેળવનારા એકાદ હોય છે.

દોસ્તી કરનારા તો અનેક હોય છે,

જીવનભર સાથ આપનારા એકાદ હોય છે.

સપના જોનારા તો અનેક હોય છે,

સપનાને સાકાર કરનારા એકાદ હોય છે.

લખાણ વાંચનારા તો અનેક હોય છે,

બસ દિલથી વાંચનારા એકાદ હોય છે.

એક ઇચ્છા

થઈ મને એક ઇચ્છા,

લાવ ડૂબકી લગાવી લવ દરિયા મા.

ગોળી લાવુ એ મોતીડાને,

જે ખવરાવે પેલા હંસલાને.

થઇ મને એક ઇચ્છા,

લાવ કરી જોવ વાતો દરિયા સાથે.

જાણી લાવુ એ રહસ્યને.

જે મટાડે ખોટા ભ્રમ દુનિયાને

અસર

ફેલ કરવાની કયા વાત છે,

પ્રથમ પ્રશ્ર્ન તો પૂછી જુઓ,

પછી જુઓ અમારા જવાબની અસર.

સભા માંથી નીકાળવાની કયા વાત છે,

પ્રથમ અમને બોલાવી તો જુઓ,

પછી જુઓ અમારી હાજરીની અસર.

ના સમજવાની કયા વાત છે,

પ્રથમ અમને સાંભળી તો જુઓ,

પછી જુઓ અમારી વાતો ની અસર.

ગઝલ લખીશ

મારા હાથ માંથી કલમ ચોરી લેશો,

તો પણ હું ગઝલ લખીશ.

મારી કલમ માંથી શાહી ચોરી લેશો,

તો પણ હું ગઝલ લખીશ

મારી ગઝલ માંથી અક્ષર ચોરી લેશો,

તો પણ હું ગઝલ લખીશ.

મારા વિચારો માંથી ગઝલ ચોરી લેશો,

તો પણ હું ગઝલ લખીશ.

મેઘ

મીઠા મોરનો નિનાદ બોલાવે તને મેઘ.

સુંદર કોયલનો ટહુકાર બોલાવે તને મેઘ.

વરસવા માટે તું શું વિચારે મેઘ

તરસ્યા ચાતક નો પ્રેમ બોલાવે તને મેઘ.

સંતાવા માટે તું શું વિચારે મેઘ,

કાળા વાદળનો અંધાર છુપાવે તને મેઘ.

વરસવા માટે તું શું વિચારે મેઘ,

રૂડી વાદળીનો રૂપ બોલાવે તને મેઘ,

લખાવા માટે તું શું વિચારે મેઘ,

"નાજુક " ની કલમ બોલાવે તને મેઘ.

હજુ શોધુ છુ

તે દુનિયા હું હજુ શોઘુ છુ,

જયા મારો શ્ર્વાસ રૂંધાણો,

જયા મારી સુવાસ ખોવાણી.

તે કેળી હું હજુ શોધુ છુ,

જયા મારા વિચારો ખોવાણા,

જયા મારા સપના સતાયા.

***

બીજા રસપ્રદ વિકલ્પો