Featured Books
શ્રેણી
શેયર કરો

રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૫

રવલાની તીર્થયાત્રા – ગોવા...

ભાગ – ૫

Ravi Dharamshibhai Yadav

જેની પાસેથી ટીકીટ લીધી હતી ત્યાં ગાડી પાસે આવીને ઉભા રહ્યા, ટીકીટ આપવાવાળો ગુંડો જ લાગતો હતો અને બોલી પણ એવી જ હતી પણ તોય બધાયે ભેગા થઈને શરુ કર્યું કે ટીકીટના પૈસા પાછા આપો અને સામી એની દલીલ પણ આવી કે તમારે ટીકીટ ફડાવી શું કામ જોવે ? હવે પૈસા નો મળે, (એક જોતા એ વાંક મારો પણ હતો કે મેં બધી ટીકીટ આપી દીધી કારણ કે પેલા એ કહ્યું તું કે હું લઈને આવું છું તમે જાવ બધા એમ.) ધીમે ધીમે અમારો અવાજ વધતો જતો હતો અને એ પણ થોડો ચિડાઈ ગયો અને એ પણ ચીસ પાડી ઉઠ્યો કે “નહિ દેના હે પૈસા વાપસ, જો હોતા હે ઉખાડ લો”, અમે બોલવાનું બંધ નાં કર્યું. ગાડીના બંને દરવાજા પર એક બાજુ હું અને સંકેત અને બીજી બાજુ રવિરાજ અને દુર્ગેશ અને અમારી પાછળ બધી લેડીઝ. થોડીવાર માટે તો કકળાટ શરુ કરી મુક્યો અને આખરે પેલા એ કંટાળીને ૩૦૦ રૂપિયાની ટીકીટની સામે ૨૦૦ રૂપિયા પાછા આપ્યા. પણ એ ૨૦૦ એ પણ હજુ મન નહોતું માનતું કે જે વસ્તુ આપણે કરી જ નથી તો એના પૈસા શું કામ જવા દેવાના ? આથી ફરી માથાકૂટ શરુ કરી તો પેલો મારા હાથમાંથી પૈસા જાટકીને પાછા લઇ ગયો.. હહાહાહા... ( હતા ત્યાંને ત્યાં.) ફરી પાછો કકળાટ શરુ કર્યો અને જનકએ પાછળથી હળવેકથી કીધું કે હવે જે આપે એ લઈને હાલતા થઈએ, ૨૦૦ તો ૨૦૦ આપે તો છે ને.. લઇ લે રૂપિયા ફરીવાર. એટલે ફરીવાર પેલાને હળવેકથી કહ્યું, “ચાલો ભૈયા જાને દો અબ, ચલો ૨૦૦ દે દો. આખરે એ ૨૦૦ લઇને ત્યાંથી અમે નીકળી ગયા.

આખરે અમે બધા ત્યાંથી નીકળ્યા, રાત થઇ ચુકી હતી, જમવા રોકાઈએ તો ઘણો સમય જાય એમ હતો અને આમ પણ પાણીપુરી ભેલપૂરી હજુ એટલી હજામ નહોતી થઇ એટલે ડાયરેક્ટ ઘરે જ જવાનું વિચાર્યું. દુર્ગેશના ફ્રેન્ડનો એક માણસ જે અમને ગાઈડ કરવા જોડે આવ્યો હતો એને એના સ્ટોપ પર ઉતારીને અમે ગાડી ચલાવી મૂકી. દુર્ગેશબાપુના મગજનો પારો એકદમ છટકી ગયો હતો એટલે એની અસર ગાડીના એક્સીલેટર પર દેખાઈ આવતી હતી. ઠંડો સુસવાટા કાઢતો પવન, રોડ પરની પીળી સ્ટ્રીટ લાઈટ, બાજુમાં પોતાની બેટરહાફ બીજું જોઈએ શું જિંદગીમાં ?? લેડીઝ ધીમે ધીમે પોતાના પતિદેવોના ખોળામાં અને ખભા પર માથું ઢાળી રહી હતી. ઠંડીની ઠુંઠવાઈ રહી હતી પણ ગાડી તો ખાસી એવી સ્પીડમાં ચાલી રહી હતી. ૧૦-૧૨ કિલોમીટર દુર પહોચ્યા હોઈશું અને દુગ્ગા બાપુને યાદ આવ્યું કે પોતાનો ફોન તો પેલા ફ્રેન્ડ પાસે ભૂલી ગયા છે અને તે ફોનમાં બેટરી સાવ ઓછી હતી, કદાચ ફોન બંધ પણ થઇ ગયો હોય એવું બને. પણ ટ્રાય કરી અને પેલો ફ્રેન્ડ પણ બિચારો મુંજાણો કે છેક ઘર સુધી પહોચવા આવ્યો અને અમે પાછો બોલાવ્યો. ગાડી યુ-ટર્ન થઇ અને ફરી પાછા એ જ રસ્તે, આખરે ધીરજ ખૂટી અને બધાયે ભેગા મળીને આખા દિવસનું સરવૈયું કાઢીને હસવાનું શરુ કર્યું. કારણ કે જિંદગીમાં બધું સારું જ થાય એવું જરૂરી નથી હોતું તો પછી રોદણા રોવા એના કરતા એ વાતોને હસી કાઢવામાં જ વધુ મજા છે. એ હેરાન થવાની પણ એક અલગ મજા છે સાહેબ !! એ તો રૂબરૂ એહસાસ કરવાથી ખબર પડે. દુગ્ગાબાપુને મારા તરફથી નવું નામ મળ્યું. જે આગળના દિવસે બોલી રહ્યો હતો કે “આવું બધું મારી સાથે જ કેમ થાય છે ?” અને આજે પણ એની જોડે જ બધું થઇ રહ્યું હતું એટલે આખરે મારાથી નાં રહેવાયું અને બોલી ઉઠ્યો..... જેમા દુગ્ગાબાપુનું નવું નામકરણ થયું.

બુંધીયાળો બાવો”

આખરે જેમ તેમ કરીને પાછો ફોન હાથમાં આવ્યો અને ફરી ઘર તરફ ગાડી વાળી, હજુ ગાડીમાં ૧.૫ કલાકની મુસાફરી બાકી હતી અને ગાડીના ઓનરનો ફોન આવી રહ્યો હતો કે ગાડી જોઈએ છે અને બીજી તરફ અહિયાંથી અમે જવાબ આપી રહ્યા હતા કે અમારું લાયસન્સ નહિ મળે ત્યાં સુધી ગાડી નહિ મળે. પરંતુ ત્યાં શું પરીસ્થિત છે એ હજુ અમને ખબર જ નહોતી. ઠંડા પવનમાં ઠુંઠવાતા હતા પરંતુ થાકેલા હતા તો બધા જ ગાડીમાં ચુપચાપ બેસેલા હતા અને દુગલાબાપુની ગાડી ચાલે “પો પો પો”, હરિયાળી વિસ્તારમાં ગાડી એન્ટર થાતાવેત ઠંડી વધી ગઈ અને આખરે અમીને મારે બાથ ભરીને ખભા પર સુવડાવી પડી, કિરણ સંકેતના ખોળામાં સુઈ ગઈ હતી, વૈશાલી એમ ને એમ રવિરાજના ગોઠણ પર સુઈ ચુકી હતી. જનક દુર્ગેશને વાતો કરાવ્યે જતી હતી અને દુગ્લાબાપુની ગાડી ચાલે “પો પો પો” આખરે અમે મોડી રાત્રે ઘરે પહોચ્યા. જ્યાં ગાડી અમારી હોટેલમાં મૂકી અને ચાવી લઈને અંદર જતા રહ્યા.

સવારે શું થવાનું હતું એનો અમને ખ્યાલ નહોતો, પરંતુ બીજા દિવસની સવાર સારી તો નથી જ હોવાની એ અંદાજો જરૂરથી હતો અમને. જોઈએ છે કાલે શું થાય છે એ એમ કરીને અમે સુઈ ગયા.

બીજા દિવસે સવારે બધા જ વગર કીધે તૈયાર થઈને નીચે આવી ગયા હતા. જલ્દી જલ્દી સવારમાં નાસ્તો કરી લીધો અને શું શું થઇ શકે એ પોસીબીલીટી વિચારી રહ્યા હતા. એટલામાં જ ૨ મોટા ગેંડા જેવા જાડી ચામડીના છોકરા યામાહાની બાઈક લઈને આવ્યા અને આવીને બોલ્યા કે ચાવી આપો ગાડીની અમારે બીજા ક્લાયન્ટને આપવાની છે. અમે નક્કી કરીને જ બેઠા હતા આથી કહ્યું કે પેલા લાયસન્સ અને વોટર આઈડી આપો અને ગાડી લઇ જાઓ. ધીમે ધીમે બંને પક્ષે દલીલો વધતી જતી હતી. એક બાજુ એ કાળીયો ગેંડો હક્લાતો હક્લાતો બોલતો હતો એટલે ૧ વાક્ય પૂરું કરવામાં જાણે આખો પ્રહર વીતી જતો હોય એમ બોલતો હતો અને બીજી તરફ એ ઊંચા અવાજે ધમકી આપતો હોય એવા ટોન્ટમાં બોલવા લાગ્યો હતો. ઘણી દલીલો પછી નક્કી થયું કે અમારે એ ગેંડાની જોડે જવાનું છે ગાડીમાં અને લાયસન્સ આપે અને ગાડી મુકીને આવતું રહેવાનું છે. પણ ડર એ હતો કે ગાડી લઈને એના એરિયામાં જઈએ અને એ લોકોની ગેંગએ માર મારીને ચાવી લઇ લીધી હોય તો આપણે ક્યા જવાનું ? એટલે નક્કી કર્યું કે અમે ચારેય ભાઈઓ જોડે જઈશું જ્યાં પણ જઈશું. કોઈ એક કે બે જણાએ નથી જવાનું. પણ દુગ્ગાબાપુ વિચાર કરીને મને કહ્યું કે તું અહિયાં જ રે અને આ બધાનું ધ્યાન રાખજે અમે ત્રણેય જઈએ છીએ. એ વખતે થોડો ડર હતો કે કશુક મોટું થશે તો આ બધી લેડીઝ જોડે છે અને ક્યા માથાકૂટ કરતા ફરીશું ? પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહિ. દરેક લેડીઝના ચેહરા પર ડરની રેખાઓ સાફ રીતે ઉપસેલી હતી. પણ રાહ જોયા સિવાય અમારી પાસે કશો ઉપાય નહોતો.

વધુ આવતા અંકે…