Part 2 Sarjnatmak Vyaktiyo Matenu Time Management Mark Macginess દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Part 2 Sarjnatmak Vyaktiyo Matenu Time Management


સર્જનાત્મક વ્યક્તિઓ માટેનું

ટાઈમ મેનેજમેન્ટ

(ભાગ - ૨)

મૂળ લેખઃ ભૌતિકતાનું વ્યવસ્થાપન કરો અને અભૂતપૂર્વ સર્જન કરો

(પ્રકરણ ૫ થી ૮)

મૂળ લેખકઃ માર્ક મેક્ગીનેસ

અનુવાદકઃ સિદ્ધાર્થ છાયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•પ્રકરણ ૫ - આજનું કામ આવતીકાલે પૂરૂં કરો

•પ્રકરણ ૬ - મગજને કોરી સ્લેટ બનાવો

•પ્રકરણ ૭ - કાર્યસમીક્ષા જરૂરી છે

•પ્રકરણ ૮ - ગેટ થિંગ્સ ડન માટે મદદરૂપ સંસાધનો

પ્રકરણ ૫ - આજનું કામ આવતીકાલે પૂરૂં કરો

ગયા પ્રકરણમાં કે ક્યારેય ખતમ ન થનારા કાર્યો અને માંગણી કેવી રીતે તકલીફો ઉભી કરે છે તેના પર ચર્ચા કરી હતી.ઃ જયારે બીજી બાજુ, સતત આવતા વિઘ્‌નો તમારા સર્જનાત્મકતા માટે જરૂરી એવા ધ્યાનનો સતત ભંગ કરતાં રહે છે; જયારે એક અન્ય ખૂણે પેલી સિસિફસ ઈફેક્ટ તમને નિરાશ અને તમારા જુસ્સાને ઠંડો પાડી દેતી હોય છે.

તેમની એક અદભુત કિતાબ, ‘ડુ ઈટ ટુમોરો’માં, માર્ક ફોસ્ટરે કેટલાંક ઉત્તેજિત કરતાં તેમછતાં સુંદર ઉપાયો બતાવ્યા છે, જેણે મારી કાર્યપદ્ધતિ બદલી નાખી હતી. તેઓ સલાહ આપે છે કે આપણે સતત આવતી માંગણીઓ તેમજ આપણી તેમના પ્રત્યેની પ્રતિક્રિયાઓ વચ્ચે એક બફર હોવું અત્યંત જરૂરી છે - આમ તમે ‘આજનું કાર્ય કાલ ઉપર મુકીને’ કરી શકો છો. આવતીકાલ એટલે પેલું ‘આવતીકાલ ક્યારેય નથી આવતી’ એ વાળું નહીં, પરંતુ ‘આવતીકાલ’ મતલબ ‘આવતીકાલ’, જે આજ પણ નથી અને પરમદિવસ પણ નથી, અને માત્ર આવતીકાલ જ છે.

ઉદાહરણ તરીકે, રોજ સતત આવતા ઈમેલ માટે માર્કનો ઉપાય આ પ્રમાણે છે. આ ઉપાય મુજબ જયારે કોઈ એક દિવસ એવો હોય જયારે તમારે માત્ર એક દિવસના કાર્ય માટેનાં જ ઈમેલ્સનો જવાબ આપવાનો હોય છે, એટલેકે ગઈકાલે આવેલા ઈમેલ્સ.

જો ગઈકાલે તમારી પાસે કુલ ૪૦ ઈમેલ્સ આવ્યાં હતા (સ્પામ ઈમેલ્સ દુર કર્યા બાદ પણ) - પ્રથમ કાર્ય તમારે એમ કરવાનું છે કે તમારે આ તમામ ઈમેલ્સ એક ફોલ્ડર જેનું નામ ‘એક્શન’ હોય તેમાં સેવ કરી દેવાનાં છે. હવે તમારે આ જ ઈમેલ્સ પર આજે કાર્ય કરવાનું છે.

એકદમ શાંતિ રાખીને આ તમામ ઈમેલ્સના જવાબ એક ઝાટકે આપી દો. બહુ બહુ તો બે કે ત્રણ કોશિશોમાં પણ આપી શકો છો.

આ સમયે જે કોઈપણ ઈમેલ આવે તેને આવતીકાલ પર મૂકી દો - ગમેતે થાય તમારે આ મેલ્સના જવાબ અત્યારે આપવાના નથી, જો આપવાની કોશિશ કરતો તો સિસિફસ ઈફેક્ટ તમને ઘેરી વળશે અને તમારૂં નક્કી કરેલું કાર્ય આજે તો પૂરૂં નહીંજ થાય.

અલબત અપવાદો તો દરેક કાર્યમાં હોતા હોય છે - અમુક ઈમેલ્સ એવા હોય છે, જેનો તમારે આજેજ જવાબ આપવો જરૂરી છે - ઉદાહરણ તરીકે તમારા બોસનો ઈમેલ, જેમાં તેમણે તમારી પાસે કોઈ એક મહત્વનો ડોક્યુમેન્ટ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મંગાવ્યો છે. પણ આ અપવાદ તરીકે જ રહેવા જોઈએ નહીંકે સામાન્ય નિયમ. માર્ક એવો તર્ક આપે છે કે એવા ઘણાબધા કર્યો છે જે એટલાબધા જરૂરી નથી હોતા જેટલા તે લાગતા હોય છે - જયારે આવી કોઈ પરિસ્થિતિ તમારી સામે આવે ત્યારે એક પ્રશ્ન પોતાની જાતને જરૂર કરવો “શું હું આ કામ કાલે કરીશ તો ધરતીકંપ આવશે?” અને મોટેભાગે આ પ્રશ્નનો જવાબ ના માં જ હોય છે.

‘ડુઈંગ ઈટ ટુમોરો’ ના ઘણાબધા ફાયદાઓ છેઃ

- ઘણાબધા ઈમેલ્સનો એકસાથે જવાબ આપવો એ સર્વથા યોગ્ય બાબત છે. તમે ‘ઈ મેઈલ મોડ’ માં જીને આ તમામ ઈમેલ્સનો જવાબ એક સાથે આપી શકો છો.

- પહેલેથીજ નક્કી કરેલી સંખ્યાના ઈમેલ્સ સાથે કામ પાર પાડવાથી અન્ય મહત્વના કર્યો કરવામાં વધુ પ્રેરણા મળે છે જયારે ઈનબોક્સમાં થતાં રહેતા ઈમેઈલ્સના સતત ભરાવાથી આમ થતું નથી.

- આજે આવેલા ઈમેલ્સ તમારા કાર્યમાં વિઘ્‌ન નહીં પાડે - કારણકે તમારે આજે એનો જવાબ આપવાનોજ નથી. આમ થવાથી તમને સતત રાહતની લાગણી થશે. જયારે જયારે હું કોઈ વિનંતીવાળો ઈમેઈલ જોવું છું અને તેને અવગણીને મારૂં અન્ય કાર્ય કરવા લાગુ છું ત્યારે હું એ ઈમેઈલનો જવાબ આવતીકાલે જરૂર આપીશ એવો મને વિશ્વાસ હોય છે.

- આમ કરવાથી તમે ઈમેઈલ્સનો જવાબ આપવા માટે માનસિકરીતે તૈયાર થાવ છો - જેથી તમે કોઈને પણ માત્ર છુટકારો પામવા માટે ખોટું વચન આપતા નથી. તમે આમ વધુ વિચાર કરીને તેમજ કોઈને મદદરૂપ થાય તેવો જવાબ આપવામાં પણ સક્ષમ બનો છો.

- દિવસમાં તમે કેટલીવાર તમારા ઈમેલ્સ ચેક કરો છો તે જરાય મહત્વનું નથી. અંગતરીતે દિવસમાં માત્ર એકજવાર ઈમેલ્સ ચેક કરવાના હું ઘણાબધા ફાયદાઓ જોવું છું, પરંતુ હું પોતે એટલોબધો શિસ્તબદ્ધ પણ નથી કે હું તેની લાલચનો પ્રતિકાર કરી શકું, ખાસકરીને ત્યારે જયારે હું કોઈ મહત્વના ઈમેઈલની રાહ જોઈ રહ્યો હોઉં. આ રીતે હું મારા ઈમેલ્સને વારંવાર ચેક કરી શકું છું પરંતુ તેને તરતજ જવાબ આપવાના છટકામાં ફસાતો નથી.

- અઘરા ઈમેલ્સથી છુટકારો મળે છે. આપણામાંથી એવા ઘણા લોકો છે જેઓ અમુક ‘અઘરાં’ ઈમેલ્સનો જવાબ આપવાનું સતત ટાળતા રહેતા હોય છે. પરંતુ જો ઉપર આપેલા ઉપાયનો ઉપયોગ કરશો તો તમે આ અઘરા ઈમેલ્સથી પણ છુટકારો પામી શકશો, તેમજ તે તમને કામ કરતી વખતે કોઈ ચિંતા પણ નહીં કરાવે.

- તમને ખ્યાલ આવી જાય છે કે તમારૂં આજનું કાર્ય પૂરૂં થયું છે! જયારે તમે ગઈકાલના તમામ ઈમેલ્સનો જવાબ આપી દો છો ત્યારે તમારી પાસે આજે જવાબ આપનારા કોઈજ મેઈલ્સ હોતા નથી - આ કેટલી સરસ વાત છે નહીં?

આ જ સિદ્ધાંત અન્ય વ્યવહારોને પણ લાગુ પડે છે જેમકે પોસ્ટ, ફોન કોલ્સ, એસએમએસ કે મીટીંગ કરવાનું કોઈ વચન. આ તમામ બાબતો આવતીકાલે થઈ શકે છે. આથી જયારે તમે તમારા દિવસની શરૂઆત કરો છો ત્યારે તમને ખ્યાલ હોય છે કે તમારે આજે ખરેખર કેટલું કાર્ય કરવાનું છે અને તમે તમારી જવાબદારી પ્રત્યે પણ સભાન રહી શકો છો. આ ઉપરાંત જયારે તમે આખા દિવસના ઈમેલ્સ, પોસ્ટ, એસએમએસ તેમજ અંગત વિનંતીઓ સાથે કામ પાર પાડી ચુક્યા હોવ ત્યારે તમે તમને ગમતી પ્રવૃત્તિઓ કરવા માટે સાવ નવરા હોવ છે. પેલી ડીઝાઈન, જે તમે કેટલાય દિવસથી બનાવવા માંગતા હતા, તે પણ તમે બનાવી શકો છો.

તા.કઃ આ બાબત માત્ર પ્રતિક્રિયાત્મક બાબતોને જ લાગુ પડે છે, ઉ.દાઃ અન્ય લોકો તરફથી આવતી વિનંતીઓ. તમે જે કાર્ય શરૂ કરી ચુક્યા છો એ તદ્દન અલગ બાબત છે - આ માટે ‘તમારા સહુથી સર્જનાત્મક સમયને બાંધી દો’ વાળું પ્રકરણ ફરીથી વાંચી શકો છો. માર્ક ફોસ્ટર માત્ર એટલીજ સલાહ આપે છે કે તમે તમારા કામની અગ્રતાને સમજો અને દિવસની શરૂઆત એ કાર્યથી કરો જે તમે હાલમાંજ શરૂ કરેલું કોઈ કાર્ય છે. તમારા દરેક વિચારોને આવતીકાલ પર છોડી દેવાથી બચો, એવા સમયે જયારે તમે એક એવા વ્યક્તિ છો જેની પાસે ઘણાબધા વિચારો છે - મેં પણ માર્કનું પુસ્તક પહેલીવાર વાંચ્યા બાદ (જોકે ધ્યાનથી નહોતું વાંચ્યું) આ જ પ્રમાણે કરવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ મારે રોજ વિચિત્ર કાર્યો કરવાના આવવા માંડયા હતા!

હા પણ...

મારા ઈનબોક્સમાં અસંખ્ય ઈમેલ્સ પડયા છે - મારે પણ હતાં. માર્ક ફોસ્ટર કહે છે કે શરૂઆતમાં આ ઈમેલ્સને તમે ‘બેકલોગ’ નામનાં ફોલ્ડરમાં મોકલી આપો. અરે વાહ! તમારૂં ઈનબોક્સ તો સાવ સાફ થઈ ગયું ને કાંઈ! હવે તમે એક એવી વ્યવસ્થા ગોઠવો જે તમને માત્ર આજનાજ મહત્વના ઈમેલ્સના જવાબ આપવા માં મદદ કરે. શરૂઆતમાં આ બેકલોગ દુર કરવા માટે તમારે ખાસોએવો સમય ફાળવવો પડશે, પરંતુ ધીરેધીરે આ સમય ઓછો થતો જશે, એટલે દરેક ઈમેલનો જવાબ તમને તમારા આ બેકલોગની સફાઈ કરવામાં ધીરેધીરે મદદ કરશે.

લોકો મારી પાસેથી આજેજ જવાબ મેળવવાની ઈચ્છા ધરાવે છે. તો પછી તમે તેમની અપેક્ષાઓની તમારા સમય અનુસાર ગોઠવણી કરો. ઘણીવાર આ બાબત કાર્ય દ્વારા આપોઆપ શીખવાડવામાં પણ આવતી હોય છે કે લોકો તરફથી તરત જવાબ મળવાની આશા ન રાખો. આમજુવો તો તમેજે વ્યવસ્થા ગોઠવી છે તે પ્રમાણે કાર્ય કરશો તો કદાચ એવું પણ બનશે કે લોકોને તમારો જવાબ તેમની અપેક્ષા કરતાં પણ વહેલો મળી જાય, કારણકે તમે તમારી જાત ઉપર વધારાનો કોઈજ ભાર નથી રાખી રહ્યા અને તમે દરેક મેઈલનો જવાબ વારાફરતી આપીજ રહ્યા છો.

મારો બોસ મારી પાસેથી આજેજ જવાબ મળે તેવી આશા રાખી રહ્યો છે! આ જરાક અઘરૂં છે. પરંતુ જો તમે નસીબદાર હશો તો તમારો બોસ તમારી નવી વ્યવસ્થાને સમજીને ખુશ થશે અને તમે તેને કહી પણ શકો છો કે જો તમને ખરેખર ઉતાવળ ન હોય તો શું તમે એમને એમના ઈમેઈલનો જવાબ આવતીકાલે આપી શકો ખરા?

મારે તો કામ સતત આવતુંજ રહેતું હોય છે! માર્ક ફોસ્ટર આ બાબતે બહુ સ્પષ્ટ છે - જો તમારી પાસે સતત કામ આવતુંજ રહેતું હોય તો પછી તમારે તમારા વચનોની સંખ્યા ઓછી કરવી પડશે. આના માટે બે વિકલ્પો છે, કાં તો કોઈ નવું કામ કરવાની ના પાડી દો, અથવાતો તમારૂં કામ કોઈ અન્ય વ્યક્તિને સોંપી દો. આ બાબત સહેલી નથી, પરંતુ જે કાર્ય તમારાથી થઈજ શકવાનું નથી તેના કરતાંતો આમ કરવું તમને ઘણું સહેલું લાગશે.

મારેતો બીજાંય ઘણા કામો કરવાનાં હોય છે! જો તમારી ડાયરીમાં મીટીંગો અને અપોઈન્ટમેન્ટની ભરમાર હશે તો અત્યારથીજ ચેતી જાવ, કારણકે એવું હશે તો તમને તમારૂં મુખ્ય કામ કરવાનો પણ સમય નહીં મળે. તમારે આખો દિવસ આ એકજ કાર્ય કરવાનું નથી હોતું. આખો દિવસ જો હું સેમિનારજ કરતો રહું તો પછી હું ઘરે જીને મારા ઈમેલ્સ અને મારી પોસ્ટ્‌સનો જવાબ ક્યારે આપીશ? આથી આટલાબધા કામમાંથી ઘણાબધા કામો આવતીકાલની રાહ જોઈ શકતા હોય છે.

માર્કે આ તમામ (ઉપરાંત બીજા ઘણાબધા) વિઘ્‌નો વિશે તેના પુસ્તક, ‘ડુ ઈટ ટુમોરો’ માં આવરી લીધા છે - તેણે આ ઉપરાંત ઘણાબધા અમુલ્ય સૂચનો પણ કર્યા છે, આથી જો તમે ‘આવતીકાલે કામ કરવાના’ વિચારથી પ્રભાવિત થયા હોવ, તો હું તમને આ પુસ્તકની એક કોપી ખરીદી લેવાની ભલામણ કરૂં છું.

કામ આવતીકાલે કરવું - કે પછી આવતે અઠવાડિયે?

માર્ક ફોસ્ટરની ‘કામ આવતીકાલે કરો’ વાળી વ્યવસ્થા મારે માટે બરોબર કાર્ય કરી રહી છે, પરંતુ એ વ્યવસ્થા તમારા માટે યોગ્ય ન પણ હોય એવું બની શકે છે. તમારૂં કાર્ય કોઈ જુદીરીતની વ્યવસ્થા માંગી લેતું હોઈ શકે છે. આવા સમયે ‘કામ આવતા અઠવાડિયે કરો’ ની એક અન્ય વ્યવસ્થા તમારે માટે કદાચ બરોબર રહેશે. ઉત્પાદકતા વધારવાના એક અન્ય તજજ્જ્ઞ ટીમ ફેરીસ કહે છે કે અઠવાડિયે એકજ વાર ઈમેલ્સ ચેક કરવાનું બિલકુલ શક્ય છે.

આના માટે તમારી પાસે રહેલી માહિતી, માંગણીઓ અને તમારા જવાબની વચ્ચે એક બફર બનાવવું જરૂરી છે. આમ કરવાથી તમે સતત પ્રતિક્રિયા કરવાની ઢબમાંથી તથા સિસિફસ ઈફેક્ટથી દુર રહી શકો છો અને તમને જે કાર્ય કરવાની સહુથી વધુ પ્રેરણા મળે છે તે કાર્ય તમે સતત કરતાં રહી શકો છો.

સવાલો

૧.રોજ સવારે જો તમને આખા દિવસમાં તમારે શું કાર્યો કરવાના છે એનો ખ્યાલ હોય તો તે હકીકત તમારી કાર્યપ્રણાલી પર શું અસર પાડી શકે છે?

૨.‘આવતીકાલે કામ કરો’ કરવા ઉપરાંત તમે તમારી આવતી રહેતી માંગણીઓ અને તમારા જવાબ વચ્ચે બીજા કયા કયા બફરો તૈયાર કરી શકો છો?

પ્રકરણ ૬ - મગજને કોરી સ્લેટ બનાવો

તો, તમે તમારા ડેસ્ક ઉપર બેઠા છો અને તમારા કોઈ સર્જનાત્મક કાર્ય કરવા માટે ધ્યાન ભેગું કરી રહ્યા છો - પણ એમ કરવું મુશ્કેલ બની રહ્યું છે, કોઈક એવી વસ્તુ છે જે સતત તમને મનમાં નડી રહી છે જેનાથી તમે તમારા એ કાર્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. તમે કદાચ કોઈ અતિમહત્વની બાબત ભૂલી ગયા છો. આટલું ઓછું હોય તેમ અચાનકજ કોઈ ફોનકોલ કે પછી કોઈ એવો ઈમેઈલ આવી ચડે છે જે તમારી પાસે એવું કાર્ય કરવાની માંગણી કરે છે જે કરવા માટે તમે વચન આપી ચુક્યા હતા, પરંતુ સમયસર તેને કરી શક્યા નથી. અથવાતો તમારા ટેબલ નીચે તમારાજ હાથનો ધક્કો વાગવાથી નીચે પડી ગયેલી કોઈ એવી પોસ્ટ તમને દેખાય છે જે કોઈ અત્યંત મહત્વનું કાર્ય કરવા બાબતે છે, અને એ કાર્ય તમારે ગઈકાલેજ પતાવવાનું હતું.

જો આવું તમારી સાથે કાયમ થતું હોય તો પછી તમે એવું માનજો કે તમને, તમારી યાદશક્તિને સતત તકલીફ આપતાં રહેવાની, તમારા ડેસ્કને ફેંદવાની, તમારા ઈમેલ્સ સતત ચેક કરતા રહેવાની, તમારા રોજીંદા કાર્યો કરતાં રહેવાના લીસ્ટ ચેક કરતા રહેવાની હવે આદત પડી ચુકી છે. જયારે તમે કોઈ કાર્ય કરવા માટે રાજી થાવ છો ત્યારે તમે કદાચ તેને ક્યાંક નોંધી લ્યો છો, પરંતુ શું તમે એ નોંધ પર કોઈ કાર્ય કરતાં પહેલાં એકવાર પણ નજર ફેરવો છો? અથવાતો તમને એ કાર્ય યાદ રહેશેજ એવું વિચારીને તમે અન્ય કોઈ કામ કરવા માટે ઓફિસની બહાર જાવ છો અને પેલી નોંધ ઓફિસમાં જ રહી જાય છે? આમ થવાથી તમારા મગજના કોઈએક ખૂણામાં એ ચિંતા સતત તમને એ બાબત યાદ દેવદાવતી રહેશે કે તમે કશુંક અતિમહત્વનું કાર્ય ભૂલી ગયા છો જે ગમેત્યારે તમારી સમક્ષ મોઢું ફાડીને ઉભું રહેશે.

તો પછી આ ઉપાય કેવો રહેશે?

તમે તમારો સંપૂર્ણ સમય અને તમારૂં સંપૂર્ણ ધ્યાન એક સમયે એકજ કાર્ય પર મૂકી દઈને તમને ગમતું કાર્ય કોઈપણ વિઘ્‌ન વિના કરવા મળે તો?

કાર્ય કરવાની આ શરત છે જે તમને એ કાર્યમાં રત રાખવામાં મદદ કરે છે જે કાર્ય કરવામાં તમારૂં મન સંપૂર્ણપણે સ્પષ્ટ હોય.

મોટાભાગના લોકો એવા કાર્યોમાં વધુ ધ્યાન આપે છે જે કાર્ય તેમને લાયક નથી હોતું, કારણકે તેઓ પોતાનું કાર્ય પાણીની જેમ નથી કરતાં.

ના, આ કોઈ પ્રાચીન ઝેન કહેવત નથી. આ શબ્દોતો ઉત્પાદકતા પર ડેવિડ એલનના બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ગેટીંગ થિંગ્સ ડન’ માંથી લેવામાં આવ્યાં છે. જયારે મેં પુસ્તકનો આ વિભાગ વાંચ્યો. ત્યારે મને કાર્યના વ્યવસ્થાપનની વ્યવસ્થા ગોઠવવાના મહત્વ વિશે ખ્યાલ આવ્યો, જે માત્ર ઉત્પાદકતા વધારવા માટેજ મદદરૂપ નથી પરંતુ તમારા મનને ફરીથી જીતવાની વાત છે જેમાં તમારા સતત વચનો આપવાની આદતને લીધે કોઈ માનસિક ગાંઠ પડી ગઈ છે.

‘ગેટીંગ થિંગ્સ ડન’ની વ્યવસ્થા વિશે હું બરોબર સમજ્યો તે પહેલાં હું આજે કરવાના કાર્યોની ઘણીબધી સુચીઓ, ઘણાબધા કાગળો પર એકસાથે બનાવી નાખતો હતો અને હા કમ્પ્યુટર ના સ્ક્રીન ઉપર પેલી ગુલાબી અને પીળા રંગની નોંધો ચોંટાડવાનું કાર્ય તો ખરૂંજ. પરંતુ મને કરવાના તમામ કાર્યોની એકજ સૂચી બનાવવાની આદત નહોતી, જેથી મને ઘણીબધી વસ્તુઓ યાદ રાખવી પડતી હતી. મારે કરવાના કાર્યોની એક અસ્પષ્ટ યાદી મારા મગજમાં રહેતી - અને તેની સાથે તે ભૂલી જવાની ચિંતા પણ - મારા મગજને હું એટલુંબધુ કામ આપતો કે તેની ઉર્જા પણ એકસમયે ખતમ થઈ જતી. દરેક કાર્ય કરવાને બદલે તેનાથી કશુંક ઉલટું જ થઈ જતું, આથી મારામાં સતત અસંતોષ રહેતો. ઘણાબધા કાર્યોમાંથી મારે પીછેહઠ કરવી પડતી અને મારે મારા મનની શાંતિ માટે ઘણાબધા દિવસો ધ્યાન કરવામાં આપવા પડતા હતા. પરંતુ જયારે આ ધ્યાનકાર્યમાંથી પાછો ફરતો ત્યારે ફરીથી એનીએ જ રોજીંદા કાર્યોની માંગણીઓની ચિંતા મને ઘેરી વળતી.

જયારે મેં ડેવિડ એલનનું પુસ્તક વાંચ્યું ત્યારે મને મારા રોજબરોજના કાર્યોમાં પાણીની જેમ વિચારોની સ્પષ્ટતા પણ આવી શકે છે એ બાબતની શક્યતાનો એહસાસ થયો. આ ઉપરાંત તેના દેખીતા ભાવનાત્મક લાભ પણ થયા, મને લાગ્યું કે તે મારી સર્જનાત્મકતાને પણ મદદ કરી શકે તેમ છે. ‘પાણી જેવું મન’ એ સાઈકોલોજીસ્ટ મીનાલી સિક્સઝેન્ટમીહાલયી એ કહેલા “લગભગ સ્વયંભૂ, આસાનીથી થઈ જતાં કાર્યો તેમ છતાં એકદમ ઉચ્ચ કક્ષાના માનસિક સભાનતા હોવી” જેવુંજ દ્રશ્યમાન થાય છે.

તો ડેવિડ એલન કામના દબાણ હેઠળ પણ આપણે આ મનઃસ્થિતિ કેવી રીતે મેળવી શકીએ એ વિશે શું કહે છે?

તમારા વચનોને પુરા કરવા જુદીજુદી ટ્રે બનાવી દો

આ ટ્રે એ દેખીતી અને કલ્પિત બંને હોઈ શકે, જ્યાં તમે તમારી મહત્વની માહિતી એકઠી કરી શકો. માંગણીઓ અને વચનોને મૂકી શકો જેથી તે સરળતાથી ભુલાઈ ન જવાય. જો કે આ ટ્રે ની સંખ્યા બનેતેટલી ઓછી હોય તેટલું સારૂં, પણ જેટલાની જરૂર હોય તેટલી સંખ્યામાં તો તે હોવીજ જોઈએ.

મારી ટ્રે આ મુજબ છેઃ

•પ્લાસ્ટિક ઈન-ટ્રે જેમાં હું મારા મને લખાયેલા પત્રો, બીઝનેસ કાર્ડસ, ધંધાને લગતા કાગળિયા, મીટીંગની સૂચી, આજે કરવાના કાર્યોની સૂચી, વગેરે વસ્તુઓ મુકું છું.

•મારૂં ઈમેલનું ઈનબોક્સ

•મારૂં ૈય્‌ડ્ઢનું ઈનબોક્સ જે એક સોફ્ટવેર છે અને તેમાં હું મારા આજના કાર્યો કરવાની માહિતી ભરૂં છું.

•મારા મોબાઈલમાં રહેલું ડરાફ્ટસ ફોલ્ડર - હું કાયમ મારીસાથે મારો મોબાઈલ ફોન રાખતો હોઉં છું એટલે જયારે હું બહાર હોઉં છું ત્યારે મને યાદ આવેલા કાર્યો હું તેના ડરાફ્ટ ફોલ્ડરમાં જ લખી નાખું છું.

ધ્યાન રાખોઃ

૧.તમારા તમામ વચનો આ વિવિધ ટ્રેમાં મૂકી દો. જયારે મને એમ લાગે કે આ કાર્યતો મને સરળતાથી યાદ રહેશે અને તેને આ ટ્રે માં મુકવાથી કોઈ ખાસ ફાયદો નથી, તો પણ હું તેને આ ટ્રે માં મુકું છું.

૨.તમારૂં કોઈપણ વચન આ ટ્રે સિવાય બીજે ક્યાંય ન મુકો. જો હું મારૂં કરવાનું કાર્ય આ ટ્રે માં નહીં મુકું, તો હું મારી સાથે શું થઈ શકે છે તેની કલ્પના ખુબ સારીરીતે કરી શકું છું. આથી મેં મારીજાતને એ પ્રકારે તૈયાર કરી. શરૂઆતમાં આમ કરવું જરાક વિચિત્ર લાગ્યું, પરંતુ હવે તે જાણેકે સ્વયમસંચાલિત થઈ ગયું છે એવું લાગે છે અને જયારે જયારે હું મારૂં કાર્ય મારા મગજમાં રાખવાને બદલે ટ્રે માં મૂકી દઉં છું ત્યારે મને માનસિક શાંતિ મળે છે.

ફાયદાઓ

૧.જયારે તમે કોઈ કાર્ય તમારા મગજની બહાર ક્યાંક મૂકી દો છો ત્યારે તમને તે પરિસ્થિતિ તમે અત્યારે જે કાર્ય કરી રહ્યા છો તેના પર સંપૂર્ણપણે ધ્યાન આપવાની છૂટ આપે છે - જેમકે તમારૂં સર્જનાત્મક કાર્ય.

૨.તમે મહત્વની બાબતો ભૂલી જવાનું બંધ કરો છો - આ વ્યવસ્થાને માનવાનું શરૂ કર્યા બાદ મેં આપેલા વચનોને ભૂલી જવાની સંખ્યામાં નાટકીયરીતે ઘટાડો નોંધાયો છે.

૩.તમે કોઈ મહત્વના કાર્યને ભૂલી જવાના ડરથી મુક્તિ પામો છો - ઉપર પ્રમાણે જ

૪.તમે તમારા વચનોની વારંવાર તપાસ કરી શકો છો - જેથી તમે એક સમયે એકજ વચનની પૂર્ત્િા માટે કાર્યરત રહી શકો છો.

તો શું હવે હું મને મળેલી આશિર્વાદરૂપી માનસિક શાંતિ અને સ્પષ્ટતામાંજ જીવી રહ્યો છું? જી ના. જો એમ થવુંજ તમારૂં લક્ષ્ય હોય તો તમારૂં એ કઠીન ઘરેડમાંથી બહાર આવવું ખુબ મુશ્કેલ છે. હા મેં મારી જિંદગીની બહુ મોટી ચિંતાને દુર જરૂર કરી છે - મારા વચનોને યાદ રાખવાના અથવાતો તેમને ભૂલી જવાના ભયથી મને મુક્તિ જરૂર મળી છે. ટ્રે વાળી પદ્ધતિને હવે હું ખુબ લાંબા સમયથી અનુસરી રહ્યો છું જેથી મને ખ્યાલ આવી ગયો છે કે એકવાર હું મારૂં કોઈ કાર્ય કોઈ ટ્રે માં મૂકી દઈશ તો પછી હું તેને બિલકુલ ભૂલીશ નહીં. આથી જયારે હું મારા કાર્યને લગતી કોઈ નોંધ બનાવી દઉં છું ત્યારબાદ હું એ બાબતે વિચારવાનું બંધ કરીને મારૂં હાથમાં રહેલું કાર્ય કરી શકું છું.

હા પણ ...

૧.મને આ મારા તમામ કાર્યોને લખવાનું કામ ગમતું નથી - મને પણ નહોતું ગમ્યું. પરંતુ જયારે મેં આ વ્યવસ્થાને અપનાવી ત્યારે મને મારા કાર્ય કરવામાંથી બચતી ઉર્જાનો ફાયદો જણાયો. હવે એ આદત બની ચુકી છે અને હું તેની નોંધ પણ લેતો નથી.

૨.જુદીજુદી ટ્રે માં બધું મૂકી દેવું એ બાબત તો સારી લાગે છે પરંતુ હું એ કાર્ય કરીશ કેવી રીતે તે મને નથી સમજાતું. - આ બાબતમાં આપણે આવનારા પ્રકરણમાં ચર્ચા કરી છે.

સવાલો

૧.એક મહત્વનાં વચનને ક્યારેય ન ભૂલવાથી તમારી જિંદગીમાં શો ફર્ક આવ્યો છે?

૨.તમે આપેલા વચનોને થોડા સમયમાટે ભૂલી જીને હાથમાં રહેલા કાર્યો કરવામાં સમય આપવાથી તમને કેવું લાગશે?

૩.તમે આપેલા વચનોને પાંચથી છ જુદીજુદી ટ્રે માં મુકીને તેને ફરીએકવાર જોઈ જાવ છો તો તમને શું ફર્ક પડયો?

૪.શું આ ટ્રે ની વ્યવસ્થાએ તમને તમારા વચનોને સમયસર નિભાવવામાં કોઈ ફાયદો કરાવ્યો છે?

પ્રકરણ ૭ - કાર્યસમીક્ષા જરૂરી છે

તો, સર્જનાત્મકતા માટેનાં સમયને બાંધવો, અવિરતપણે ચાલતાં રહેતા કાર્યોની સૂચી ધરાવતી સિસિફસ ઈફેક્ટથી કાયમની નીજાદ મળવી અને તમારાં કાર્યોને જુદીજુદી ટ્રેમાં મુકીને તમારા વચનોને નિભાવવાની ક્ષમતા મળવી, હવે શું?

જો તમે આ બાબતે આગળ નથી વધતા તો ઉપર જે કાઈપણ ચર્ચા થઈ એનો કોઈજ અર્થ સરતો નથી. આનો મતલબ એમ છે કે તમારે તમારી ટ્રે નિયમિતપણે ખાલી કરવી પડે, તમે આપેલા વચનોને વારંવાર જોઈ જવા પડે અને પછી નક્કી કરવું પડે કે તમારે હવે શું કરવાનું બાકી છે. આમ તમે કઈરીતે અને કેટલીવાર કરશો એ તમારા નિર્ણય પર આધારિત છે, પરંતુ આ બાબતે અમુક સિદ્ધાંતો તમારે તમારા મગજમાં સાચવી લેવા જરૂરી છે.

મારે વારંવાર સમીક્ષા કેમ કરવી જોઈએ?

સહુથી પહેલું અને દેખીતું સત્ય એ છે કે તમારે આજે શું કરવું છે એની સૂચી જોવા માટે આ સમીક્ષા કરતું રહેવાનું જરૂરી છે.

જો તમે તમારી સૂચીની વારંવાર સમીક્ષા નહીં કરો તો તમે તેના પરથી વિશ્વાસ ગુમાવી દેશો અને તમે શાંતિથી તમારૂં હાથમાં રહેલું કાર્ય નહીં કરી શકો.

તમે તમારૂં કાર્ય શરૂ કેવીરીતે કરશો એ નક્કી કરવા માટે પણ આમ કરવું જરૂરી છે. જયારે તમે એવું નક્કી કરો છો કે સમીક્ષા કર્યા વગરજ હાથમાં રહેલા પહેલા કામો પતાવવા માંડીએ ત્યારે - મારા કિસ્સામાં હું જયારે પણ આમ કરૂં છું, ત્યારે હું કામ ઓછું કરી શકું છું અને મારી ચિંતામાં વધારો કરૂં છું, પરંતુ જયારે હું મારા આજે જે કાર્યો કરવાના છે એની સમીક્ષા માટે માત્ર દસ મિનીટ ફાળવું છું ત્યારે હું તે કાર્યો વધુ સારીરીતે કરી શકું છું.

સમીક્ષા તમારી સમક્ષ તમારા આજના કાર્યોનું એક સંપૂર્ણ ચિત્ર ઉભું કરી દે છે, જે તમને તમારી આજની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં અને ત્વરિત નિર્ણય લેવામાં મદદ કરે છે.

જયારે તમે સમીક્ષા કરીને નક્કી કરો છો કે આજના તમામ કાર્યો તમે કરી શકશો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે અને આનાથી તમારામાં ઉર્જાનો સંચાર પણ થાય છે. અને જો સમીક્ષા કર્યા બાદ તમને એવું લાગે કે તમે આ તમામ કાર્યો આજે નહીં કરી શકો તો તો સમીક્ષા કરવી વધારે જરૂર છે, કારણકે આમ કરવાથી તમે પાછળથી પસ્તાતા નથી.

તમારે સમીક્ષા ક્યારે કરવી જોઈએ?

પોતાના પુસ્તક ‘ગેટીંગ થિંગ્સ ડન’ માં ડેવિડ એલને એવી સલાહ આપી છે કે તમારે તમારી કાર્યસૂચીની સમીક્ષા જેટલીવાર થઈ શકે તેટલીવાર કરવી જોઈએ જ્યાંસુધી તમે તમારા કાર્યો પર કાબુ ન મેળવી લો. હું દર સવારે મારા ઈમેલ્સ અને (અલબત ગઈકાલની) જુદીજુદી ટ્રે ને જોતજોતા એક નાનકડી સમીક્ષા જરૂરથી કરતો હોઉં છું.

એક મોટાપાયા પરની અઠવાડિક સમીક્ષા એ ગેટીંગ થિંગ્સ ડનની વ્યવસ્થા મુજબ અત્યંત મહત્વનું કદમ છે. ડેવિડ એલન આ અઠવાડિક સમીક્ષાને આ પ્રમાણે દર્શાવે છેઃ

૧.તમારા તમામ કાર્યોને ભેગા કરી અને તેને લગતી તમામ પ્રક્રિયાઓ કરો.

૨.તમારી કાર્યવ્યવસ્થાની સમીક્ષા કરો

૩.તમારી કાર્યસૂચીને અદ્યતન બનાવો

૪.તમારી કાર્યસૂચીને પૂરી કરો, ચોખ્ખી કરો અને ફરીથી નવી બનાવો.

હું પ્રામાણિકતાથી સ્વીકાર કરૂં છું કે હું દર અઠવાડિયે આવી અઠવાડિક સમીક્ષા કરતો નથી. ઘણાબધા અઠવાડિયાઓમાં મારે ખુબ કાર્ય રહેતું હોય છે, તો કેટલાંક અઠવાડિયા દરમ્યાન મારે ખુબ ફરવાનું રહેતું હોય છે, આથી અઠવાડિક સમીક્ષા કરવી મને અયોગ્ય વિઘ્‌ન સમાન લાગે છે. પરંતુ જ્યારેજ્યારે હું અઠવાડિક સમીક્ષા કરૂં છું ત્યારેત્યારે હું તેનામાટે પૂરતો સમય પણ ફાળવું છું અને તેના થકી મને એ બાબતનો ખ્યાલ આવે છે કે આજે હું ક્યાં ઉભો છું અને શું કરી રહ્યો છું, અને આમ કરવાથી મને માનસિકરીતે ખુબ શાંતિ મળે છે. આ સમીક્ષા દ્વારા મને કાયમ કોઈક એવી ચીજ મળી આવે છે જે મારા કાર્યો વચ્ચેની તિરાડોમાંથી કદાચ નાસી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી અને મારા માટે ભય ઉભો કરી રહી હતી. અઠવાડિક સમીક્ષા કર્યા બાદ મારામાં એક નવી તાજગીનો સંચાર થાય છે. કદાચ હું આ અઠવાડીએ અઠવાડિક સમીક્ષા જરૂર કરીશ....

તમારે આ સમીક્ષા કેવી રીતે કરવી જોઈએ?

એમના પુસ્તકમાંતો ડેવિડ એલને અઠવાડિક સમીક્ષા વિશે બહુ લંબાણપૂર્વક લખ્યું છે. પરંતુ ખરેખર તો એ તમારા ઉપર છે કે તમે એ કેવીરીતે કરશો - સમીક્ષા એવા તમામ કાર્યોની હોવી જોઈએ જે તમને તમારા કાર્યો પર સંપૂર્ણ કાબુ આપે.

સામાન્યરીતે હું મારી સમીક્ષા આ મુજબ કરૂં છુંઃ

તમામ ટ્રે ખાલી કરી દઉં છું (ટ્રે ની વ્યાખ્યા માટે આગળનું પ્રકરણ વાંચો)

મારી ડાયરીની સમીક્ષા કરૂં છું.

મારી ‘ટુ ડુ’ સૂચીની સમીક્ષા કરૂં છું, જે કાર્યો થઈ ચુક્યા છે અથવાતો જે કાર્યો મારે હવે નથી કરવાના તે કાર્યોને હું તેમાંથી ડીલીટ કરી દઉં છું.

મારી અગ્રતા નક્કી કરૂં છું - કયા પ્રોજેક્ટ્‌સ પર મારે આવતા અઠવાડીએ ખરેખર કામ કરવાની જરૂર છે? આ પ્રોજેક્ટ્‌સ પર કામ કરવામાટે મને સમય કેવીરીતે મળશે?

મારા કમ્પ્યુટર અને બ્લોગ્સનું બેકઅપ લઈ લઉં છું.

તમારી તમામ ટ્રે ખાલી કરતી વખતે તમારે એ બાબતની કાળજી લેવાની છે કે તમારી પાસે એ કાર્યોનો એક અલગથી સાચવી રાખેલો રેકોર્ડ જરૂર હોય જેથી ભવિષ્યમાં જયારે તેની જરૂર પડે ત્યારે તમે તેને આસાનીથી શોધી શકો. તમે તમારૂં ‘ટુ ડુ લીસ્ટ’ કઈ રીતે બનાવો છો એ તમારા પર છે - તમારૂં લીસ્ટ ખુબ લાંબુ પણ હોઈ શકે છે જે કોઈએક કાગળ ઉપર લખેલું હોય અથવાતો ડીજીટલી સાચવેલું હોય. ડેવિડ એલન તમને એવી સલાહ આપે છે કે અલગઅલગ સંદર્ભો માટે અલગઅલગ સૂચીઓ હોવી જોઈએ - ઉદાહરણ તરીકેઃ ફોન કોલ્સ નું લીસ્ટ અલગ હોવું જોઈએ, જો તમે કોઈ કાર્ય માટે બહારગામ જવાના હોવ તો એની સૂચી વળી અલગથી બનાવેલી હોવી જોઈએ.

હું મારી સુચીઓ ૈય્‌ડ્ઢમાં જ સેવ કરી રાખું છું - મને લાગે છે કે તે ‘ગેટ થિંગ્સ ડન’માં કહેવાયેલી બાબતોને અનુરૂપજ બનાવવામાં આવ્યું છે, આ ગેજેટ મને મારા બંને પ્રોજેક્ટ્‌સ, બ્લોગ અને ફોન કોલ્સ અથવાતો ઈમેલ્સના તમામ કાર્યોની જુદીજુદી સૂચીઓ બનાવી આપે છે. જયારે હું મારી અલગઅલગ ટ્રે ખાલી કરૂં છું ત્યારે હું મારી મીટીંગોના, આન્સરિંગ મશીનના, વિવિધ નોટ્‌સના કાર્યો ૈય્‌ડ્ઢમાં ખસેડી દઉં છું. ઈમેલ્સ માટે હું આમ કરતો નથી કારણકે ઈમેલ્સ પોતેજ પોતાના તરફ તમારૂં ધ્યાન કાયમ આકષ્ર્િાત કરતાં રહેતા હોય છે - મારૂં ઈમેલ્સનું કાર્ય ત્યાંસુધી પૂરૂં થતું નથી જ્યાંસુધી મારૂં ઈનબોક્સ સાવ ખાલી ન થઈ જાય.

છેલ્લો ફકરો વાંચતી વખતે મને લાગ્યું કે હું કેટલો તરંગી છું? ભલે, મારા મિત્રોને એ બાબત નક્કી કરવા દો. આ વ્યવસ્થા કદાચ જાણેકે ખુબ મોટું કામ કરવાનું હોય એવી જરૂર લાગે છે, પણ હું હવે ભાગ્યેજ તેનાપર ધ્યાન આપતો હોઉં છું. આ વ્યવસ્થા સાથે તાલમેલ બેસાડવામાં ખુબ સમય લાગ્યો, પરંતુ એકવાર આ તાલમેલ બેસી ગયો ત્યાર પછી મારા કાર્યો આપોઆપ થવા લાગ્યા અને હવે હું તેને બહુ મહત્વ આપતો નથી. હાથમાં રહેલા કાર્યો સાથે પનારો પાડવો હવે એટલું સરળ થઈ ગયું છે કે હું મારા વધુ રસપ્રદ કાર્યો કરવામાં વધુ ધ્યાન આપી શકું છું.

તરંગીપણા વિશે વાત કરૂં તો મારા માટે એક આશ્ચર્ય પમાડે એવી બાબત ગેટીંગ થિંગ્સ ડનમાં એવી લખી છે કે, કેટલાંક ઉત્સાહી વ્યક્તિઓ માટે આ વ્યવસ્થા મુજબ કામ કરવું સમયાંતરે એક ઘેલછા બની જાય છે. જો તમે તમારા કાર્યોની લાંબા સમય સુધી સમીક્ષા કરતાં રહેશો તો એકસમયે આ વ્યવસ્થા તમને એવો ઝટકો આપશે કે તમે તમારી સૂચીમાં લખેલું એકપણ કાર્ય સરખીરીતે નહીં કરી શકો. પણ તેમ છતાં મનેતો આ વ્યવસ્થાની સંપૂર્ણ તપાસ કરવાનો સમય મળ્યો હતો અને મેં મારી કામ કરવાની આદતોને વારંવાર બદલી પણ છે. હું આશા રાખું છું કે આ ઈબુક તમને તમારી કાર્યશૈલીને વધુ ઉત્પાદક, આનંદદાયી અને સર્જનાત્મક બનાવવામાં મદદ કરશે.

મારા અંતિમ પ્રકરણમાં હું કેટલાંક મદદરૂપ થાય તેવા પુસ્તકો, સોફ્ટવેર્સ અને વેબસાઈટ વિશે નિર્દેશ કરીશ જે તમને તમારી વ્યક્તિગત કાર્યશૈલીને પ્રવાહિત કરવામાં મદદ કરશે.

સવાલો

૧.તમે તમારા વચનોની કેટલીવાર સમીક્ષા કરો છો? દરરોજ? દર અઠવાડીએ? ક્યારેય નહીં?

૨.સમીક્ષા માટે સમય ફાળવવા બાદ તમને શું અલગ લાગ્યું?

૩.સમીક્ષા કરવા માટે જો તમે સમય ન ફાળવી શક્યા તો તમને શું ફર્ક પડયો?

૪.તમે કેવી રીતે સમીક્ષા કરો છો? કોઈ નવી બાબત અમારી સાથે શેર કરી શકો?

પ્રકરણ ૮ - ગેટ થિંગ્સ ડન માટે મદદરૂપ સંસાધનો

આ ઈબુકમાં મેં તમને સમયના વ્યવસ્થાપન અંગે અને તે તમને કેવીરીતે તમારા સર્જનાત્મક કાર્યોમાં મદદરૂપ અથવાતો જો સરખીરીતે એમ ન થાય તો કેવીરીતે અટકાવે છે એ બાબતે મારા વિચારો જણાવ્યા. મેં જુદીજુદી કાર્યપ્રણાલીઓમાંથી અલગઅલગ તત્વો લઈને તથા તેમને આત્મસાત કરીને સમયાંતરે મારી જરૂરિયાતો મુજબ તેને કેવીરીતે સ્વીકાર્યા છે તે બાબત વિશે ચર્ચા કરી છે. જો તમે આ વ્યવસ્થાની એકવાર તપાસ કરવા માંગતા હોવ, તો હું સલાહ આપીશ કે તમે આવું જરૂરથી કરો. નહીંતો તમે કાયમી ગેરસમજના શિકાર થઈ જશો. આ વ્યવસ્થા સાથે કાર્ય કરીને જ્યાં સુધી તમે એને સમજી ન શકો ત્યાંસુધી તેને ખરેખર સમય આપવા જેવી બાબત છે, અને ત્યારબાદ તમારે આ વ્યવસ્થા સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય સંપૂર્ણપણે તમારોજ હશે. હું નીચે મુજબના સંસાધનોનો ઉપયોગ કરૂં છું.

My ‘GTD’ delicious bookmark’

My GTD delicious bookmark એટલે એવી જગ્યા જ્યાં હું એવા તમામ વેબપેજીસને સેવ કરૂં છું જેમાં સમય અને કાર્યપદ્ધતિ માટે મદદરૂપ થાય તેવી સામગ્રીઓ હોય. (ય્‌ડ્ઢ એટલે ગેટ થિંગ્સ ડન.) જો તમે આ બુકમાર્ક્સની ઇજીજી ફીડને પણ સબસ્ક્રાઈબ કરો છો તો તમેપણ મારીજેમ અહીં ઉમેરાતી નવી સામગ્રીઓ પણ આપોઆપ મેળવી શકશો.

સર્જનાત્મક કાર્ય પ્રક્રિયા ઉપરના પુસ્તકો

The Creative Habit – Learn it and US it for Life – Twyla Tharp

એકદમ સરળ, વ્યવહારૂ અને ખુબ પ્રેરણાદાયી. આ ભૂતપૂર્વ કોરિયોગ્રાફર પોતાના રોજીંદા કાર્યો વિશે તેમજ પરસેવો પાડયા વગર, શિસ્ત વગર અને પરિશ્રમ કર્યા વગર કોઈપણ પ્રેરણા મળતી નથી તેની જુસ્સાપૂર્વક દલીલ કરે છે.

Creativity – Flow and Psychology of Discovery and Invention – Mihaly Csikszentimihalyi

સર્જનાત્મક કાર્ય કરવા માટે જરૂરી તેવી કાર્યપદ્ધતિ જે તમારી કામગીરીને એકદમ ઉપલા સ્તરે લઈ જાય છે તેના પરનો એક ઉત્તમ અભ્યાસ. આ પુસ્તકમાં તમે આવનારા વિઘ્‌નોને માત્ર પોતાના કાર્ય ઉપરજ મન સ્થાપિત કરીને કેવીરીતે પાર પાડી શકો તેના પર પણ સૂચનો કરવામાં આવ્યા છે. કાર્યપદ્ધતિ જ સમયની વ્યવસ્થા માટે જરૂરી છે જે તમને તમારી સર્જનાત્મકતાને વધુ સારીરીતે નિખારી શકે છે એ વાતને આ પુસ્તકમાં ખુબ સારીરીતે સમજાવામાં આવી છે.

Creators on Creating – edited by Frank Barron, Alfonso Montuori, Anthea Barron

મહાન સર્જનાત્મક વ્યક્તિઓના અનુભવો સીધાજ ઉપાડીને આ પુસ્તકમાં વર્ણવેલા છે, જેમાંથી કેટલાંક તો ખુબ રસપ્રદ લખાણો છે. અહીં તેમની કાર્ય કરવાની આદતો વિશે પણ લખાયું છે. આ મહાન વ્યક્તિઓમાં લિઓનાર્ડો દ વિન્સી, બ્રાયન ઈનો, ઈંગમાર બર્ગમેન, ઈસાડોરા ડંકન, રિચર્ડ ફેનમેન, રેઈનર રિલ્કે અને ફ્રેંક ઝાપ્પાનો સમાવેશ થાય છે.

Do it tomorrow – Mark Foster’s approach

Do it Tomorrow and Other Screts of Time Management – book by Mark Foster

sો તમારી પાસે સમય હોય અને જો તમારે ટાઈમ મેનેજમેન્ટ પર કોઈ એવું પુસ્તક વાંચવું છે જે તમને ત્વરિત પરિણામો આપે, તો હું તમને આ પુસ્તક વાંચવાનું કહીશ. આ પુસ્તક તમને તમારી કાર્યશૈલીને બદલી નાખવા માટે ઉત્તેજિત કરે છે અને તમને એવા સૂચનો કરે છે જે તમને પહેલાં ક્યારેય કોઈએ નહીં કર્યા હોય. આટલુંજ નહીં અહીં એવા સરળતાથી સમજી શકાય તેવા સૂચનો કરવામાં આવ્યા છે જેનો અમલ તમે બીજી મીનીટેજ કરી શકો છો. આટલું પણ જો ઓછું લાગતું હોય તો માર્ક ફોસ્ટર પોતે પણ એક જીવંત અને અત્યંત ઉપયોગી બ્લોગ લખે છે જેનું સરનામું છે : દ્બટ્ઠિાર્કજીંિ.હીં/હ્વર્ઙ્મખ્ત

Getting Things Done – David Allen’s system

Getting Things Done – How to Achieve Stress-Free Productivity – David Allen

ડેવિડ એલનની ગેટીંગ થિંગ્સ ડન એ તેના ચાહકોના સમૂહને સાથે લઈને ઉભી કરાયેલી વ્યવસ્થા છે. આ પુસ્તક નબળા હ્ય્દયના વ્યક્તિઓ માટે બિલકુલ નથી. આ પુસ્તક વાંચ્યા બાદ તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવા માટે તમારે પૂરા બે થી ત્રણ દિવસો આપવા પડશે. મારો અનુભવ કહું તો આ બે થી ત્રણ દિવસો ખરેખર આપવા જેવા છે, પછી ભલેને તે તમારૂં આખું વિકેન્ડ ખાઈ જાય? ડેવિડ એલનની વેબસાઈટ છેઃ ઙ્ઘટ્ઠદૃૈઙ્ઘર્ષ્ઠ.ર્ષ્ઠદ્બ જેમાં તે નિશુલ્ક લેખો, બ્લોગ અને ચર્ચા સ્થળો ચલાવે છે.

સોફ્ટવેર

જો તમે મેક યુઝર છો તો ‘ૈંર્જઙ્મટ્ઠર્િં’ તમને ખુબ મદદરૂપ થઈ શકે તેમ છે, કારણકે આ સોફ્ટવેર તમારા કમ્પ્યુટર પર કાર્યરત તમામ અન્ય વસ્તુઓ બંધ કરી દે છે અને ફક્ત મેનુ બાર અને તમે જે એપ્લીકેશન પર અત્યારે કાર્ય કરી રહ્યા છો તેને જ ચાલુ રાખે છે, આથી તમે તમારા કાર્ય ઉપર સંપૂર્ણપણે ધ્યાન આપી શકો છો. વિન્ડોઝ માટે ડ્ઢર્િષ્ઠર્ઙ્મંર સોફ્ટવેર પણ આ પ્રમાણેજ કાર્ય કરે છે.

હું મારા ‘ટુ ડુ લીસ્ટ’ નો સારીરીતે ઉપયોગ કરવા માટે ૈય્‌ડ્ઢ નો ઉપયોગ કરૂં છું જે અત્યંત લચીલું હોવા ઉપરાંત વપરાશમાં સરળ પણ છે.

જયારે હું પીસી પર કાર્ય કરતો હોઉં છું ત્યારે ્‌રૈહૌહખ્ત ર્ઇષ્ઠા નામનું સોફ્ટવેર પણ મને આ પ્રમાણે મદદ કરે છે.

બ્લોગ્સ

43folders.com – Merlin Mann – આ એક ગેટ થિંગ્સ ડન બ્લોગ છે જે તમને તમારી ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે અને તમને ઘણીબધી સલાહો પણ આપે છે. મને ખબર નથી કે આ વ્યક્તિ આટલું બધું લખવા માટે સમય ક્યાંથી કાઢે છે?

ઙ્મૈકીરટ્ઠષ્ઠાીિ.ર્ષ્ઠદ્બ - તમારૂં રોજિંદુ કાર્ય સરળતાથી કરવા માટે જે ગેજેટ્‌સ કે ટેકનીકનો તમે વપરાશ કરો છો તેના વિશે ખુબ બધી સલાહો તમને અહીંથી મળશે. દરરોજ કેટલીયે પોસ્ટ્‌સ આ બ્લોગ પર થતી હોય છે અને તેને વાંચવામાં સમય પણ બહુ જતો નથી. ઘણીવારતો તેની હેડલાઈન પણ તમને ખુબ મદદ કરતી હોય છે.

lifehack.org - Leon Ho – r÷યોન હો અને તેની ટીમ દ્વારા તમારી ઉત્પાદકતા વધારવામાં મદદ કરતો એક અન્ય સરળ અને લોકપ્રિય બ્લોગ.

fourhourworkweek.com/blog – Tim Ferriss - તમારા કાર્ય અને તમારી જિંદગી બાબતે ફેરવિચારણા કરવા માટે મજબુર કરી નાખતો બ્લોગ. જો લોકો પોતાની જાતને પોતાના રોજબરોજના કાર્ય નીચે કાયમ દબાઈ જતાં હોવાનું માને છે તેમણે તો આ બ્લોગ વાંચવો જ જોઈએ.

આશા છે તમને આ ઈબુક વાંચવી ગમી હશે અને કદાચ તમને એણે તમારી અત્યારની કાર્યપ્રણાલીને બદલી નાખવા માટે વિચાર કરતાં પણ કરી દીધા હશે. જો તમને આ ઈબુક ફાયદાકારક લાગી હોય અને તમે ઉપર આપેલી કોઈપણ સલાહ માનીને તમારા રોજબરોજના કર્યોમાં સુધારો લાવ્યો હોય તો તમે આ ઈબુક તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને જો તમને અહીં આપેલા માત્ર સૂચનોજ ગમ્યા હોય તોપણ તમે તમારા મિત્રો સથે તેને જરૂરથી શેર કરજો, ક્યાંક કોઈએક સૂચન તમારા મિત્રની જિંદગી કાયમ માટે બદલી દે? આ ઈબુક

Gujarati Pride e book તેમજ Matrubharti એપ્પ પર એન્ડરોઈડ તેમજ આઈફોન પર તદ્દન નિશુલ્ક ઉપલબ્ધ છે.

તમને આવનારી સફળતા માટે શુભકામનાઓ.