આ કથા "ધક્ ધક્ ગર્લ"ના દસમા પ્રકરણમાં મુખ્ય પાત્ર તન્મય છે, જે પોતાની પ્રિય વ્યક્તિ ધડકનની રાહ જોવે છે, પરંતુ તેના મેસેજનો કોઈ જવાબ નથી મળતો. તે વિચારતા રહે છે કે શું અદ્રશ્ય સંકેતો તેના સંબંધમાં કંઈક બદલાઈ રહ્યા છે. તન્મયના મનમાં ધડકન સાથેના સંબંધોની તલાશ છે અને તે ઇમોશનલ રીતે વ્યસ્ત છે. તન્મય પોતાને વ્યસ્ત રાખવા માટે કામ પર જાય છે, જ્યાં તેને મેનેજર વ્યંકટેશનો મેસેજ મળે છે, જે તેને કેબીનમાં આવવા માટે કહે છે. ત્યાં, તેમને નવા પ્રોજેક્ટ માટે નવા સિલેક્ટ થયેલાઓને ટ્રેનિંગ માટે બેંગ્લોર જવાની જાણકારી મળે છે. આ પ્રકરણમાં તન્મયની લાગણીઓ અને કામના દબાણ વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવે છે, સાથે જ તેની ધડકન માટેની ઈચ્છા અને લાગણીઓ પણ પ્રગટ થાય છે. ધક ધક ગર્લ -ભાગ ૧૦ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 85 2.2k Downloads 7k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારથી પચાસ વખત મોબાઈલ ચેક કરી લીધો, પણ ધડકનનો કોઈ જ મેસેજ આવ્યો નહોતો. લાસ્ટ સીન - ફીચર પણ તેણે બંધ કરીને રાખ્યું હતું એટલે છેલ્લે તે ક્યારે ઓનલાઈન આવી હતી તે પણ ખબર ન પડે. હું કોઈ માનસશાસ્ત્રી નહોતો, પણ સામેની વ્યક્તિ પાસેથી આપણને અદ્રશ્ય વેવ્સ તો મળતા જ હોય ને..! ગાડી પર પાછળ બેસીને ધડકને -ફિર મહોબ્બત કરને ચલા હૈ તું..-ગીત સંભળાવ્યું, અને ઘરે પાછા ફરતા -મારે બીજી તન્વી નથી બનવું, -એવું તે બોલી. તો આનો અર્થ શું સમજવો અને તન્વીના ઘરે પેલો સમશેર બોલ્યો હતો કે- તારું ધ્યાન ન હોય ત્યારે તે તને ચોરી ચોરી જોયે રાખે છે - તેનું શું અનેક વાંકાચુકા ટુકડા ભેગા કરીને હું એક તસ્વીર બનાવવાની કોશિષ કરી રહ્યો હતો, પણ તેમાંથી કોઈ સ્પષ્ટ અર્થબોધ નીકળતો નહોતો. કોને ખબર કદાચિત આ બધો મારા મનનો જ ખેલ હતો. ધડકન પ્લીઝ, ઓનલાઈન આવ..! . તુ, મેરી અધુરી પ્યાસ..પ્યાસ તુ, આ ગઈ મન કો રાસ..રાસ અબ, તો તુ આજા પાસ..પાસ હૈ ગુઝારી....શ હૈ, હાલ તો દિલ કા તંગ..તંગ તુ, રંગ જા મેરે રંગ..રંગ બસ, ચલના મેરે સંગ..સંગ હૈ ગુઝારી....શ . શબ્દો ભલે ભાડુતી..ઉછીના..ફિલ્મી હતા, પણ હું યાચના એકદમ સાચા મનથી કરી રહ્યો હતો જાણે કેમ, મારા મનનો અવાજ તે સાંભળી શકવાની હોય. અગર તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો..તો પૂરી કાયનાત..-વગેરે, જેવા ડાયલોગ્સ મારા મગજમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. . પ્રેમમાં એક વાર થાપ ખાઈ ચુકેલા આ નવયુવાનની બીજી વખત પ્રેમમાં પડવાની નિર્દોષ કોશિષો એટલે- ધક ધક ગર્લ. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા