આ પ્રકરણમાં, નાયક નિકીનું ઉશ્કેરણારૂપ વર્તન અને તેના પરિણામે એને થયેલા અચંબાને વ્યક્ત કરે છે. નાયક તે વાતને સમજતો નથી કે નિકી કેમ અચાનક તેના પર ગુસ્સા થઈ ગઈ અને તે સાથે સંવાદ ન કરવાનું પસંદ કર્યું. પરંતુ, તેના મિત્ર અમય એ તેની સ્થિતિને સમજાવતો છે અને સલાહ આપે છે કે નિકીને એક ડ્રીંક માટે બહાર લઈ જાવ, જેથી બંનેના સંબંધમાં નવી તાજગી આવી શકે. નિકી તેમ છતાં શરત મૂકે છે કે ડ્રીંક માટે 'વૂ-ડૂ' જવું પડશે, જે નાયક માટે એક મુશ્કેલ સ્થલ છે કારણ કે તે તેના ભૂતકાળના કાળકૃત્યોનું સ્થળ છે. નાયક 'વૂ-ડૂ' વિશે વિચારે છે અને તે પબનું વાતાવરણ, જ્યાં અશ્લીલતા અને અનુકૂળતાની કમી છે, તેનું વર્ણન કરે છે. આ પ્રકરણમાં નાયકના આંતરિક સંઘર્ષ, સંબંધની તાણ અને 'વૂ-ડૂ' પબની અસ્વસ્થતા દર્શાવવામાં આવે છે, જે તેમના સંબંધની નવી તાજગી માટે એક પડકાર બની શકે છે. I AM SORRY PART - 11 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 92 1.8k Downloads 5.8k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મિત્ર અમયની સલાહથી નિખીલે તેની રિસાયેલી પ્રિયતમા નિકીને મેસેજ કરી, એક-એક ડ્રીંક લેવા માટે કોઈક બારમાં જવા માટે તેને ઇન્વાઇટ કરી, કે જેથી તે બંને વચ્ચેનાં સંબંધો ફરી પાછા નોર્મલ થવા શરુ થાય. અને નિકી તૈયાર તો થઇ, પણ એક શરતે. તેણે સામે એવીક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું જ હોય... વૂ-ડૂમાં જ જવું. . તેની શરત વાંચીને નિખિલ હેબતાઈ ગયો. વૂ-ડૂમાં.. નિકી સાથે.. હાઉ ઈસ ઈટ પોસીબલ દુનિયાભરનાં તેનાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!, તેની દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..! નિખિલ જાણતો હતો કે આ વૂ-ડૂ નામનાં બારમાં પોતાની મહેબુબાને લઇ જવી એટલે તેનાં મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો. . . યાર. ચલ હવે એ બતાવ કે નિકીની સાથે તેં ક્મ્યુનીકેટ કર્યું .. ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં.. -અમયે નિખિલને પૂછ્યું. . અરે.. પૂછ નહીં.. હું તો ગજબનો ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે. . વોટ... વૂ-ડૂમાં -અમય ચોંકી જ ગયો- તેનું મગજ ઠેકાણે છે ને.. . ઠેકાણે એટલે... અરે, કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવી રીતે ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..! -નિખીલે પોતાનાં મનની ભડાશ બહાર કાઢી. . દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો.. . . જેમ જેમ નિખિલ વાતનો ઉકેલ લાવવાનાં પ્રયત્ન કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અંદર અટવાતો ગયો. તે જાણતો હતો કે નિકીને વૂ-ડૂમાં લઇ જવાની જો પોતે ના પાડશે તો નિકીની શંકા કંઇક વધુ જ મજબૂત બનશે, અને જો લઇ જશે તો ત્યાં નિકી એવી ઘણી યુવતીઓને મળશે કે જેની સાથે પોતે અનેકવાર સુઈ ચુક્યો છે. . તો શું કરશે હવે નિખીલ જાણવા માટે વાંચો... Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા