"સદીઓથી ખોવાયેલ સત્યનું સરનામું" નામની આ વાર્તામાં ઝુઝારના યુદ્ધના દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે, જ્યાં તે ચીની ફૌજીઓ સામે લડાઈ કરે છે. ઝુઝારે બે ફૌજીઓને માર્યા બાદ, તે એક મંચ તરફ દોડે છે, જ્યાં તિબેટી લોકો ગોળીબારથી દોડવા લાગ્યા છે. આ સમયે, તાન્શીનું વોકીટોકી નેટવર્ક ગંભીર સમસ્યામાં છે, જેના કારણે ફૌજીઓમાં ગેરસમજ અને અંધારું છવાયું છે. એક તિબેટી ખચ્ચરમાંથી ગાડું ચલાવી રહ્યું છે, પરંતુ તે પોતાની ભૂલથી ચિંતામાં મૂકાઈ જાય છે, કારણ કે તે ફૌજીઓને જાણતા વિના નજીક આવે છે. આ દ્રશ્યમાં તળપદી અને ઉતાવળનો સંકેત છે, જ્યાં ગાડામાંથી કેટલાક લોકો બહાર નીકળતાં ચોંકી ઉઠે છે. 64 સમરહિલ - 104 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 128.6k 6.6k Downloads 13.5k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઝુઝારે જબ્બર ધમસાણ મચાવ્યું હતું. તેની સાવ લગોલગ આવી ગયેલા બે ફૌજીઓ પૈકી એકને તેણે છાતીમાં હથોડા જેવા પંજાનો ઘણ જેવો પ્રહાર કરીને ચત્તોપાટ પાડી દીધો હતો અને બીજા આદમીની ગરદન બળુકા પંજામાં, સિગરામાં પાઈપ ભીંસતો હોય તેમ ભીંસીને મરડી નાંખી હતી. પીછો કરી રહેલા બે આદમીને તેણે મંચ પરથી નીચે ઉતરતા પહેલાં જ ગોળી ધરબી દીધી હતી. હવે તેના માટે આરપારની લડાઈ હતી. પોતે રસોડાના તંબુ તરફ લપકે તો આખો ય કાફલો તેનો પીછો કરતો પાછળ ધસે, અને તો પોતાની સાથે બીજા બધા ય ઝલાઈ જાય. અહીં મંચ પર કોઈ આડશ ન હતી. અત્યાર સુધી તેને જીવતો ઝબ્બે કરવા મથતા ચીની ફૌજીઓ હવે વધુ ધીરજ નહિ રાખે. એ ગમે તે ઘડીએ ફાયર કરશે અને તો પોતે આસાનીથી વિંધાઈ જશે. આમતેમ દોડાદોડી કરતાં જઈને તેણે મંચની સામેના ચોગાન તરફ જોયું. અચાનક ફૌજીઓના હડદોલા ખાઈને કાચી ઊંઘમાંથી ઊઠેલા સેંકડો અબૂધ-દેહાતી તિબેટીઓ ગનના ધડાકા-ભડાકાથી રઘવાયા થઈને કલબલાટ કરતાં દોડધામ મચાવી રહ્યા હતા. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા