આ વાર્તા "શનિરવિ"માં વાલજી અને કમલાનું જીવન દર્શાવવામાં આવ્યું છે, જેમણે કઠોર પરિસ્થિતિઓમાં એકબીજાનો સહારો આપ્યો. વાલજી અને કમલા બંને મજૂરીના કામમાં જોડાયેલા છે, અને તેમનું ભવિષ્ય તેમના બાળકોના જન્મથી જ બદલાઈ જાય છે. કમલાના પહેલાના બાળકનું નામ શનિ અને બીજાનું નામ રવિ રાખવામાં આવે છે. જ્યારે કમલા પોતાનાં બાળકોને ઉછેરવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે તેને રવિની વિકાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રવિ એક વર્ષનો છે, પરંતુ તે હજુ સુધી બેસતું નથી, જે કમલાને ચિંતા માંડવા માટે પ્રેરિત કરે છે. વાલજીના સીધા અને સરળ જીવનમાં આ સમસ્યાનો કોઇ સચોટ ઉકેલ નથી, જેના કારણે કમલાને વધારે ચિંતા થાય છે. આ વાર્તા માનવ સંસાધન, પરિવર્તન અને સામાજિક પડકારોને દર્શાવે છે અને કેવી રીતે લોકો એકબીજાને સહારો આપે છે, તે બતાવે છે. શનિરવિ Raeesh Maniar દ્વારા ગુજરાતી વાર્તા 74.1k 2.2k Downloads 6.2k Views Writen by Raeesh Maniar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કમલાએ જોયું કે વાલજીને કોઈ લત કે વ્યસન નહોતું. એ પોતાના બાપ જેવો નહોતો. કપચી ઊંચકતાં, ડામર પાથરતાં બન્નેની આંખ મળી અને કોઈ વિધિ વગર બન્ને એક થયા. કમલાના પહેલા બાળકનું નામ શનિ. બાજુવાળા દાદા હરમાનજીના ભગત હતા, એમણે પાડ્યું આ નામ. બીજું બાળક જન્મ્યું ત્યારે કોઈ મજાકમાં બોલ્યું, “રવિ આવ્યો!” દિવસો સુધી આ સિવાય બીજું કોઈ નામ સત્તાવાર રીતે પાડવામાં ન આવ્યું, એટલે ‘રવિ’ નામ જ ફાઈનલ થયું. એક દિવસ પડોશણ જીવી ડોશીએ કહ્યું, “રવિ વરસનો થયો, એના ચાલતો થવાનો સમય થયો, પણ હજુ બેસતો ય નથી!” કમલા પોતાના આઠ નાનાં ભાઈબહેનને આપોઆપ ઉછરતાં જોઈને બાળઉછેર શીખી હતી. બાળક તો આપમેળે બોલતું-ચાલતું થાય એવી જ એની સમજ હતી. પણ આ જીવીદાદીએ એના મનમાં ચિંતા નાખી. પંદરેક દિવસ સુધી એણે પોતે પણ જોયું કે રવિ ટટ્ટાર બેસતો નથી, એના કમર અને પગ પર એણે ચકાસી જોયા. કંઈ સમજાયું નહીં. એણે વાલજીને વાત કરી. વાલજીની સીધીસરળ જિંદગીમાં આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. ભીંત ટટ્ટાર રાખવાની એને આવડત હતી. વરસના બાળકની કમર ટટ્ટાર ન હોય તો શું કરવું, એની એને ખબર નહોતી. કોઈએ સિવિલ હોસ્પીટલ જવા કહ્યું. વાલજીને એટલી જ ખબર હતી કે મજૂર પાલખી પરથી પડી જાય, માથું ફાટી મરી જાય ત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ જવાનું થાય. સિવિલ જીવતા માણસો માટે પણ છે, એવો એને આજે ખ્યાલ આવ્યો. ...આગળ વાંચો More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા