આ વાર્તામાં, મુસાફરો એક ગોળામાં છે, જે ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ જાઈ રહ્યો છે. તેઓ ચન્દ્રના કેન્દ્રથી દૂર છે, પરંતુ તેમના અંતરનો અંદાજ 715 માઈલ છે, જે ચન્દ્રની ત્રિજ્યા કરતાં વધારે છે. જેમ જેમ તેઓ ચન્દ્રના ઉત્તર ધ્રુવ નજીક આવતાં જાય છે, તેમ તેમ અંતર ઘટે છે. બાર્બીકે અને તેમની ટીમ ચન્દ્રનું નિરીક્ષણ કરે છે, અને તેઓ એક ટેલિસ્કોપ અને દૂરબીનનો ઉપયોગ કરીને ચન્દ્રની વિગતો મેળવી રહ્યા છે. પ્રમુખ બાર્બીકેન, સાથીદારોને સંબોધન કરતાં કહે છે કે તેઓ નથી જાણતા કે તેઓ કઈ તરફ જઈ રહ્યા છે અથવા પૃથ્વી પર પરત આવી શકશે કે નહીં. તે છતાં, તેઓ ચંદ્ર પર નિરીક્ષણ શરૂ કરવા માટે ઉત્સાહિત છે, અને કાર્ય શરૂઆત કરતાં જ તેઓ ચન્દ્રની વિવિધતાઓને ધ્યાનપૂર્વક નોંધવા લાગે છે. અંતે, તેઓ નકશાઓનો ઉપયોગ કરીને ચન્દ્રની સ્થિતિને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દૂરબીનથી જોવામાં આવેલા વસ્તુઓનું પ્રતિબિંબ વિચલિત થાય છે. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 12 Jules Verne દ્વારા ગુજરાતી વાર્તા 26.7k 1.9k Downloads 4.6k Views Writen by Jules Verne Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગોળા દ્વારા જે માર્ગ લેવામાં આવ્યો હતો, જે આપણે પહેલેથી જાણીએ છીએ કે તે મુસાફરોને ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ લઇ જતો હતો. મુસાફરો ચન્દ્રના કેન્દ્રથી ઘણા દૂર રહેવાના હતા જ્યાં તેમને ખરેખર ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ત્યારેજ શક્ય હતું જ્યારે તેમનું વાહન એક તસુભાર પણ પોતાનો રસ્તો બદલીને ન ચાલ્યું હોત. મધ્યરાત્રી પસાર થઇ ચુકી હતી અને બાર્બીકેને તે સમયનું અંતર સાતસો પંદર માઈલ જેટલું અંદાજયું, જે ચન્દ્રની ત્રિજ્યા કરતા વધારે હતું અને જેમ જેમ તેઓ ચન્દ્રના ઉત્તર ધ્રુવ નજીક આવતા જવાના હતા તેમ તેમ તે અંતર ઘટવા લાગવાનું હતું. ગોળો ત્યારે વિષુવવૃતની બરોબર નહીં હોય પરંતુ તે ત્યાંથી દસમાં અક્ષાંશ પર હોવાનો હતો, આ ગણતરી અત્યંત ધ્યાનપૂર્વક નકશામાં આવેલા ધ્રુવને જોઇને નક્કી કરવામાં આવી હતી, અને આ સ્થિતિ એવી હતી જ્યાંથી બાર્બીકેન અને તેમના બંને સાથીદારો ચન્દ્રનું અત્યંત આરામથી નિરીક્ષણ કરી શકવાના હતા. અલબત્ત દૂરબીનોની મદદથી ઉપર જણાવેલું અંતર ઘટીને માત્ર ચૌદ માઈલથી સહેજ જ રહી જવાનું હતું. રોકી માઉન્ટનના ટેલિસ્કોપે ચન્દ્રને ઘણો નજીક લાવી દીધો હતો પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેની શક્તિ ઓછી થઇ જતી હતી. આથી બાર્બીકેને આ ગોળામાં એવા દૂરબીન રખાવ્યા હતા જે પૃથ્વીના નિરીક્ષકો માટે અદ્રશ્ય પદાર્થો હોય તેનું પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરી શકવાના હતા. Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા