આ વાર્તામાં સુખલાલના પિતા બજારમાં જવા નીકળે છે, જ્યાં તેમને એક મહત્વપૂર્ણ કામ યાદ આવે છે. આ દરમિયાન, ટ્રામ અને બસના માર્ગમાં ગામડું અટવાઈ જાય છે અને પિતા વિચારોમાં ડૂબી જાય છે. તેઓનું મનોવૈજ્ઞાનિક ગર્વ તેમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. જ્યારે તેઓ પહોંચે છે, ત્યારે સુશીલાના પરિવારના સભ્યો તેમને ઓળખે છે અને સ્વાગત કરે છે. આ આખી ઘટના તેમના સંબંધો અને સામાજિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, જે વડીલોના આદર અને તેમની લાગણીઓને દર્શાવે છે. વેવિશાળ - 14 Zaverchand Meghani દ્વારા ગુજરાતી વાર્તા 60.6k 10.6k Downloads 15.7k Views Writen by Zaverchand Meghani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું,” એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ઘરનો રસ્તો લીઘો. ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાંથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો, “અરે તુમ ઈન્સાન હૈ કિ ગ…” એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી જતો છેલ્લો અક્ષર ‘ધા’ પૂરો કરી લેતો, એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિકટોરિયાવાળાએ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો: “હટ, એઈ ખાસડિયા!” Novels વેવિશાળ શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા