ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પરિવાર સાથે વસી ગયો. પોતાના ભગવાનના ચરણોની નજીક અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં. અહી એકદમ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં જીવન વિતાવી રહ્યો હતો. હવે પછીની તેની જીંદગી એકદમ કૃષ્ણમય બની ગઈ હતી. ઉઠતા-બેસતા સૂતા-જાગતા તે બસ શ્રી કૃષ્ણના ગુણગાન ગાય. ઘણીવાર શ્રી કૃષ્ણ લાલભાઈના ઘરે આવીને તેમની સાથે મસ્તી કરતા. ભગવાન પણ પોતાના પ્રિય ભક્ત અને પ્રિય મિત્ર એવા લાલાને લાલભાઈ લાલભાઈ કહેતા નહોતા થાકતા.
લાલો 2 - પ્રકરણ 1
ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પરિવાર સાથે વસી ગયો. પોતાના ભગવાનના ચરણોની અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં. અહી એકદમ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં જીવન વિતાવી રહ્યો હતો. હવે પછીની તેની જીંદગી એકદમ કૃષ્ણમય બની ગઈ હતી. ઉઠતા-બેસતા સૂતા-જાગતા તે બસ શ્રી કૃષ્ણના ગુણગાન ગાય. ઘણીવાર શ્રી કૃષ્ણ લાલભાઈના ઘરે આવીને તેમની સાથે મસ્તી કરતા. ભગવાન પણ પોતાના પ્રિય ભક્ત અને પ્રિય મિત્ર એવા લાલાને લાલભાઈ લાલભાઈ કહેતા નહોતા થાકતા. દ્વારિકાના દરિયાના મોજાની જેમ જ લાલાની અને ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતા અને ભક્તિભાવમાં રોજેરોજ વધારો અને ભરતી થતી રહેતી. પણ કહેવાય છે ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 2
એક દિવસ… શ્યામ પોતાની રિક્ષા લઈને દ્વારિકાની ગલીઓમાં ફરી રહ્યો હતો.સવારથી જ તેનો મૂડ ખરાબ હતો.ઘરેથી નીકળતા પહેલાં પણ પોતાની માતા સાથે ભારે ઝઘડો થયો હતો.“આખી જિંદગી બસ પપ્પાની વાતો જ કર્યા કરો છો તમે…!ભગવાનના મિત્ર હતા… ભગવાનના મિત્ર હતા…!જો એટલા જ ખાસ હતા તો આજે જીવતા કેમ નથી?!"એમ કહીને જ તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો.હજી પણ રિક્ષા ચલાવતા ચલાવતા એ જ ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.પાછળ બેઠેલા બે પેસેન્જર પણ તેની રિક્ષા ચલાવવાની બેફામ ઝડપ જોઈને ગભરાઈ ગયા.“અરે ભાઈ, ધીમે ચલાવો…!”“ઉપર પહોંચાડવાનો ઇરાદો છે શું?!”પરંતુ શ્યામે કોઈ જવાબ આપ્યો નહિ.ત્યારે જ…અચાનક તેનું ધ્યાન રસ્તાની ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 3
શ્યામ હજુ પણ ભગવાન શ્રી કૃષ્ણ સામે એક નાના બાળકની જેમ આંખોમાં આંસુ લઈને હસતા મુખે ઊભો હતો.પરંતુ અચાનક… ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે અટકી ગયું.કારણ કે પહેલીવાર તેને કંઈક અજુગતું દેખાયું હતું.ભગવાન શ્રી કૃષ્ણ હસતા તો હતા…તેમના ચહેરા પર એ જ મનમોહક શાંતિ પણ હતી…પરંતુ તેમ છતાં… તેમની આંખોની અંદર ક્યાંક એક અજાણી ચિંતા છુપાયેલી હતી.એવી ચિંતા… જાણે તેઓ આખી દુનિયાથી છુપાવી રહ્યા હોય.શ્યામ થોડીવાર શાંતિથી તેમને જોતો રહ્યો.પછી ધીમેથી બોલ્યો —“પ્રભુ…?”“હું?”“તમે મારી સામે ખોટું હસી રહ્યા છો.”ભગવાન શ્રી કૃષ્ણ થોડા આશ્ચર્યથી મલકાયા.“અરે… તું પણ એકદમ તારા પિતા જેવો જ નિર્દોષ છે, શ્યામ.પરંતુ એ મૂર્ખે તો ક્યારેય મારો ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 4
દૈવી રથમાં બેસીને અવકાશની એ અદ્ભુત સફરમાં તેઓ પૃથ્વીથી ખૂબ દૂર આવી ગયા.રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ શ્યામને અલગ અલગ તારાઓ અને આકાશગંગાઓ વિશે જણાવતા રહ્યા.કેટલાક ગ્રહો પર અજાણી પ્રકાશમય જીવસૃષ્ટિ વસતી હતી… તો ક્યાંક અંધકાર સિવાય કંઈ જ નહોતું.તેઓ અનેક અજાણી દુનિયાઓમાં ગયા.ઘણા અંતરિક્ષવાસીઓ સાથે વાત પણ કરી… પરંતુ કોઈને સ્વર્ગના માર્ગ વિશે કંઈ ખબર નહોતી.કેટલાક ગ્રહો એટલા સુંદર હતા કે શ્યામ ત્યાંથી પાછો જ આવવા માંગતો નહોતો… જ્યારે કેટલાક સ્થળો એટલા ભયાનક હતા કે ત્યાં એક ક્ષણ રોકાવું પણ મુશ્કેલ લાગતું હતું.પરંતુ…આટલી લાંબી સફર પછી પણ સ્વર્ગની કોઈ ભાળ મળી નહોતી.છેલ્લે તેઓ એક અદ્ભુત સુંદર અને રમણીય જગ્યા ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 5
શ્યામ સ્તબ્ધ થઈને ઓસ્ટ્રોમેટના શરીર પર વસેલા એ નાનકડા જીવોને જોવા લાગ્યો.પહેલી નજરે તો તેઓ સામાન્ય કીડીઓ જેવા લાગતા પરંતુ ધ્યાનથી જોતા સમજાયું કે તેઓ ખરેખર મનુષ્યો જેવા જ હતા.તેમના નાનકડા હાથ… પગ… ચહેરા… અને કપડાં પણ માનવજાત જેવા જ લાગતા હતા.કેટલાકના હાથમાં સૂક્ષ્મ ભાલા હતા… તો કેટલાક પાસે અતિ નાનાં ધનુષ્ય.અમુક લોકો તો ઓસ્ટ્રોમેટના વિશાળ કાંટાઓ પર ચડીને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્યામ તરફ ક્રોધભરી નજરે જોઈ રહ્યા હતા.તેમની ચીસો અત્યંત જીણી હતી… પરંતુ હજારો અવાજો એકસાથે ગુંજતા હોવાથી આખું વાતાવરણ અજીબ પ્રકારના કોલાહલથી ભરાઈ ગયું હતું.એવું લાગતું હતું જાણે કોઈ સૂક્ષ્મ રાજ્ય યુદ્ધ માટે તૈયાર થઈ ગયું ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 6
જંગલમાં જતાં પહેલાં તેઓ હંમેશની જેમ રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્યની સલાહ લેવા તેમના આશ્રમમાં પહોંચ્યા.અને ત્યાં…મહર્ષિએ તેમને જંગલમાં જતાં રોકી જો તમે અત્યારે જંગલમાં જશો… તો જીવિત પાછા નહિ ફરો.”આ સાંભળીને મહારાજ ચોંકી ગયા.“પણ ગુરુવર… આવું કેમ?”મહર્ષિ વેદભટ્ટાચાર્યની આંખોમાં ગંભીરતા આવી ગઈ.પછી તેઓ ધીમા અવાજમાં બોલ્યા —“અમીનારણ્યમાં ‘ઓસ્ટ્રસ’ નામનો એક વિશાળ હાથી રહે છે.”“પરંતુ હવે તે સામાન્ય હાથી રહ્યો નથી.”“મદ અને અહંકારએ તેની બુદ્ધિને ભસ્મ કરી નાખી છે.”“તે આખા જંગલને ખેદાનમેદાન કરવા લાગ્યો છે.”“વિશાળ વૃક્ષો… વન્યપ્રાણીઓ… અને તેની સામે આવતો દરેક જીવ હવે જોખમમાં છે.”“તેના મનમાં એક ભયાનક વિચાર જન્મ્યો છે.”“હવે તે પોતાને સમગ્ર દુનિયાનો સ્વામી માનવા લાગ્યો છે.”“અને જે ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 7
મહર્ષિ દિવ્યદગ્ધીએ આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું.થોડી ક્ષણો પછી…તેમણે આંખો ખોલી.તેઓ સમજી ગયા હતા કે તેમની તપસ્યા કેવી રીતે થઈ હતી.પછી ક્રોધથી ધ્રૂજતા અવાજમાં તેઓ ઓસ્ટ્રસ તરફ જોઈને બોલ્યા —“તને કોઈ જીવિત પ્રાણી પસંદ નથી ને…?”“તો આજથી તું હંમેશા માટે એકલો થઈ જઈશ.”“તું બીજા જીવિત પ્રાણીને જોવા માટે તરસીશ… પ્રભુને પ્રાર્થના કરીશ…”“પરંતુ હે દુષ્ટ… તું ક્યારેય બીજા કોઈ જીવિત પ્રાણીને જોઈ નહિ શકે!”ઓસ્ટ્રસ ભયંકર ચિંગાડ કરવા લાગ્યો.પરંતુ મહર્ષિનો ક્રોધ હજુ શાંત થયો નહોતો.હવે તેમણે મહારાજ અને સૈનિકો તરફ જોયું.“અને તમે…!”“તમારા સ્વાર્થ માટે મારી તપસ્યાનો ભંગ કરાવ્યો છે.”“અતેથી આજથી તમે બધા આ હાથીની સાથે જ રહેશો.”“તેની ઉપર જ તમારો જન્મ ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 8
રાત હવે ધીમે ધીમે વધુ ગાઢ બનવા લાગી હતી.આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યા હતા.પરંતુ ઓસ્ટ્રોમસનું આકાશ પૃથ્વી જેવું નહોતું.અહીં માત્ર ચમકતા નહોતા…તેઓ રંગ બદલતા હતા.કોઈ જાંબલી પ્રકાશથી ધબકતું હતું… કોઈ વાદળી… તો કોઈ લીલા રંગમાં ઝબૂકતું હતું.દૂર દૂર અજાણી આકાશગંગાઓ ધીમે ધીમે ફરતી દેખાઈ રહી હતી.આખું આકાશ જાણે જીવંત હતું.શ્યામ તંબુની બહાર બેઠો બેઠો એ અદભૂત દૃશ્ય નિહાળી રહ્યો હતો.થોડે દૂર ઓસ્ટ્રોમેટ શાંતિથી જમીન પર સૂઈ ગયો હતો.તેના વિશાળ શરીર પર હજારો નાનકડાં પ્રકાશ ઝગમગી રહ્યા હતા.કદાચ અમીનલોકોએ પોતાના ઘરોમાં દીવડાં પ્રગટાવ્યાં હશે.દૂરથી જોતા એવું લાગતું હતું જાણે કોઈ આખું નગર જીવંત પહાડ પર વસેલું હોય.થોડા સમય પછી શ્યામે ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 9
દૂર અંધકારથી ઘેરાયેલા પહાડોની વચ્ચે આવેલી વિશાળ ગુફામાંથી અચાનક લીલો પ્રકાશ આકાશ ચીરીને બહાર ફાટી નીકળ્યો.અને એ પ્રકાશ સાથે એ જ ભયાનક હાસ્ય ગુંજી ઊઠ્યું —“ખખખખખખ…”“આ જાદુગર ક્યાં રહે છે?” શ્યામે ગુસ્સામાં પૂછ્યું.ભગવાને દૂર ડુંગરોની વચ્ચે દેખાતી કાળી ગુફાઓ તરફ આંગળી ચીંધી.“ઓસ્ટ્રોમસના પશ્ચિમ ભાગમાં ‘અંધકાર ગુફા’ છે. ત્યાં સદીઓથી એ જાદુગર રહે છે. કોઈને તેનું સાચું નામ ખબર નથી. બધા તેને માત્ર ‘આત્મભક્ષક’ કહે છે.”“પણ તે બાળકો સાથે શું કરે છે?”ભગવાનની આંખોમાં ગુસ્સો દેખાયો.“આત્મારસ બનાવવા માટે જીવંત વ્યક્તિની આત્માને ધીમે ધીમે શરીરમાંથી ખેંચવી પડે છે. એ પ્રક્રિયા અત્યંત પીડાદાયક હોય છે. બાળક દિવસો સુધી ચીસો પાડતું રહે… અને અંતે ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 10
અચાનક..ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં તેજ ચમક્યું.તેમણે માત્ર એક આંગળી આગળ કરી.અને એ જ ક્ષણે…ગુફામાં વાંસળીનો મધુર સૂર ગુંજી ઊઠ્યો.ભયંકર એ બધા જીવ અચાનક પીડામાં ચીસો પાડવા લાગ્યા.તેમના શરીરમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો.પરંતુ…એમાંથી એક જીવ બાકીનાથી અલગ હતો.તે ભગવાનના સૂરથી જરાય પ્રભાવિત નહોતો થયો.ધીમે ધીમે તે અંધકારમાંથી આગળ આવ્યો.અને પહેલીવાર…શ્યામે તેની આંખો જોઈ.એ આંખો માનવ જેવી હતી.માણસની આંખ ધરાવતું જીવ શ્યામની નજીક આવ્યું ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણના શરીરનો વાદળી પ્રકાશ તે જીવ ઉપર પડ્યો. આ પ્રકાશના લીધે તે જીવ ત્યાં જ વાદળી આગમાં બળી ને રાખ થઈ ગયું.પેલો જીવ હવામાં જ રાખ થઈને ઊડી ગયો, એ જોઈને શ્યામને થોડી ...વધુ વાંચો
લાલો 2 - પ્રકરણ 11
એટલામાં જ જાદુગરે પોતાના દંડને હવામાં ઊંચો કર્યો.આખા રૂમમાં ભયંકર પવન ફરવા લાગ્યો.યજ્ઞકુંડમાં રહેલું લીલું પ્રવાહી ઉકળવા લાગ્યું.અને પછી…પાંજરામાંથી બાળક ધીમે ધીમે હવામાં ઊંચકાવા લાગ્યું…બાળક હવામાં ઊંચકાતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.તે ડરમાં ચીસો પાડવા લાગ્યું.જાદુગરે પોતાની સફેદ આંખ બંધ કરી અને અજાણી ભાષામાં મંત્રોચ્ચાર શરૂ કર્યો.યજ્ઞકુંડમાંથી લીલો ધુમાડો બહાર નીકળીને ધીમે ધીમે બાળક તરફ વધવા લાગ્યો.હવે શ્યામ ધ્યાનથી ગુફાના એ રૂમને જોવા લાગ્યો. એ રૂમમાં એક નાની ફેક્ટરી જેવું ઉભું કરવામાં આવ્યું હતું. નાનામોટા ઘણા બધા વાસણ હતા, જેમાં ખરડાયેલું લોહી જામી ગયું હતું.રૂમના દરેક ખૂણામાં એક એક મશાલ સળગી રહી હતી એટલે આખા રૂમમાં અજવાળું ફેલાયેલું ...વધુ વાંચો