વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ છે. એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા પુત્ર વચ્ચે એક અદ્રશ્ય જંગ છે પ્રેમ અને ધિક્કાર ની. જોઇએ ક્ષિતિજ એને જોઈતુ મેળવવા મા કેટલી હદ સફળ થાય છે.
Full Novel
ક્ષિતિજ
વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા પુત્ર વચ્ચે એક અદ્રશ્ય જંગ છે પ્રેમ અને ધિક્કાર ની. જોઇએ ક્ષિતિજ એને જોઈતુ મેળવવા મા કેટલી હદ સફળ થાય છે. ...વધુ વાંચો
ક્ષિતિજ - 2
હર્ષવદન ભાઇ દરવાજે થી નિરાશ ફરી આશ્રમમાં અંદર પરત ફર્યા. અચાનક નિયતિ એ એમને બર્થડે વિશ કર્યુ. બંને વાતોએ વળગ્યા. નિયતિ ખુબ સામાન્ય ઘરની છોકરી છે . પોતે ભણીને તરતજ જોબ પર લાગી છે અને હર્ષવદન ભાઇ નુ તદન ઉઘુ છે.પોતે ખુબ પૈસાદાર માણસ છે અને પત્ની ની મૃત્યુ બાદ દિકરો એમને અહીયા છ મહિના માજ મુકી ગયો છે જે હકીકત એમના થી સ્વીકાર્ય નથી. ...વધુ વાંચો
ક્ષિતિજ - 3
ગયા અંક મા જોયુ કે હર્ષવદન ભાઇ ખુબ જીદે ભરાયા છે છેલ્લા બે-ત્રણ દિવસ થી .એમને દિકરા પાસે જવુ છે. એમની જીદ હદ વટાવતી જાયછે. આશ્રમ ના સંચાલકો અને સેવકો પણ ચિંતા મા પડી ગયા છે. હર્ષવદન ભાઇ ની તબીયત ખરાબ થતી જાયછે.પણ એ ટસથીમસ નથી થતા..અંતે હેમંતભાઈ છેલ્લા ઉપાય તરીકે નિયતિ ને મોકલે છે.નિયતી ખુબ પ્રેમ સમજાવા ની કોશિશ કરે છે પણ હર્ષવદન ભાઇ નિયતિ સાથે પણ ઉધ્ધતાઈ કરેછે.અને પછી એક છેલ્લા ઉપાય તરીકે નિયતિ તેમના પર ખુબ ગુસ્સે થાયછે અને ઘણું બધું સંભળાવી દે છે. અંતે હર્ષવદન ભાઇ ની એની સામે હારી જાયછે. ...વધુ વાંચો
ક્ષિતિજ - 4
ગયાં અંક મા આપણે જોયું કે હર્ષવદન ભાઇ ને અંતે ગુસ્સો કરી ને નિયતિ એ શાંત પાડ્યા . જતા બંને વચ્ચે થોડી વાતો થઇ . એકબીજાની માફી માંગી..રાત્રે હર્ષવદન ભાઇ ને ચિંતા થતા નિયતિ ના સમાચાર પુછવા અને પોતાના વર્તન બદલ માફી માંગવા એ હેમંતભાઈ પાસે ગયા. એટલા મા વોચમેન એ આવીને ગેટ પર જલદી આવવા જણાવ્યું. વિરપુર મંદિર પાસે થી ત્રણ ચાર દુકાન વાળા મોહનભાઈ ને મુકવા આવ્યા હતાં. હવે આગળ.. ...વધુ વાંચો
ક્ષિતિજ - 5
નિયતિ અને હર્ષવદન ભાઇ હવે લાગણીથી બંધાય ગયાં છે. થોડા દિવસો મા મોહનભાઈ અને હર્ષવદન પણ સારાં મિત્ર બની ગયા છે. એમાં હવે જીંદગી સરળતાથી ચાલીરહી હતી .એમાં આનંદ નો એક ફણગો નિયતિ.. એક દિવસ નિયતિ સમય મુજબ હાજર ન થઈ . એટલે બંને ને ચિતા થતા તરતજ હેમંતભાઈ પાસે ફોન કરાવ્યો..પછી નિયતિ ના પપ્પા સાથે વાત થતાં જાણવાં મળ્યુ કે એ હજુ થોડા દિવસ આવી નહી શકે..હવે આગળ... ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-6
ક્ષિતિજ ભાગ-6 હર્ષવદન ભાઇ અને મોહનભાઈ હજુ વાત કરી રહયાં હતાં. એટલામાં આશ્રમનો એક સેવક આવીને હાંફતા હાફતા બોલ્યો. “ તમે અહીંયા બેઠાં છો? હેમંતભાઈ તમને બોલાવે છે. તમને કોઈ મળવાં આવ્યુ છે.” “ એ તો ઠીક...પણ કોને મળવાં..મને કે પછી મોહનભાઈ ને..” હર્ષવદન ભાઇ એ થોડું કડક અવાજ માં પુછ્યુ. “ ...વધુ વાંચો
ક્ષિતીજ ભાગ-7
ક્ષિતિજ ભાગ-7હર્ષવદન ભાઇ પણ ત્યા જતાં રહ્યા. બાબુભાઇ બહાર ઉભા હતાં. એમણે હર્ષવદન ભાઇ ને બે હાથ જોડ્યા. હર્ષવદન ભાઇ એમની સામે જોઈ ને નીકળી ગયાં. સીધાં પોતાના રુમ પર મોહનભાઈ ને જોવા ગયાં પણ એ ત્યા ન હતાં. હવે ચિંતા થવા લાગી કેમકે લગભગ એમની હોવાની શક્યતા હોય એ બધી જ જગ્યા એ હર્ષવદન ભાઇ ફરીવળ્યા હતાં લગભગ અઢી કલાક થવા આવ્યા હતાં. હર્ષવદન ભાઇ હવે મુંજાણા . મનમાં આડા ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ 8
ક્ષિતિજ ભાગ-8મોહનભાઈ પણ બોલતાં બોલતાં ઉભા થયાં.. એટલે નિયતિ પણ એમને આવજો કહેવા ઉભી થઈ.“ અરે...તું ક્યા હાલી ? તું બેસ આરામ કર “હર્ષવદન ભાઇ બોલ્યા“ આરામ જ તો કરું છું અને આમ પણ કોઈ આવે જાય તો પપ્પા ન હોય ત્યારે દરવાજો ખોલવા તો ઉભું થવું જ પડે અને થોડું ફ્રેશ પણ લાગે. ““ સારું ..પણ પછી બરાબર આરામ કરજે અને જલદી આવજે આશ્રમ. “હર્ષવદન ભાઇ એ કહ્યુ.બધા ઘર ના ગેઇટ પર પહોંચ્યા દરવાજો ખોલતાં ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ -9
નિયતિ એને શું જવાબ આપે એજ ખબર નહોતી પડતી. હા કહે તો ખરાબ લાગે અને ના કહે તો પણ પડે . એ ધીમેથી પાણી લઈ આવું એમ કહીને કિચન તરફ સરકી ગઈ. પણ પાણી લાવવા મા કંઈ કલાક ન લાગે એટલે ગણીને પાચ થી દસ સેકન્ડ મા એ પાણીના ગલાસ સાથે બહાર આવી. અને પેલા માણસ ને પાણી આપ્યુ. અને પછી એની સામે ની જ સેટી પર બેસી ગઇ. બંને ચુપ હતાં. શું બોલવું એ ખબરજ નહોતી પડતી. નિયતિ હાથમાં રહેલી સર્વીંગટ્રે હાથમા ફેરવી રહી હતી અને પેલો માણસ એના હાથમાં રહેલો ગલાસ. ન છુટકે નિયતિ એ પુછી જ નાખ્યું. ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-10
ક્ષિતિજ ભાગ-10હર્ષવદનભાઇ વારંવાર ફોન ની સામે જોતાં. ફોન ઉપાડી ચેક કરતાં કે ક્ષિતિજ નો ફોન આવ્યો કે નહી.અંતે મોહનભાઈ બોલ્યા.“ હર્ષવદન તમે સામે થીજ કરો ને કોલ..એનાં ફોન ની રાહ જોયાં વગર. ““ હેં...! પણ મોહન સામે થી ફોન કરીશ તો એને તરતજ શંકા જશે. અંતે તો દિકરો મારોજ ને.”બંને જણ એ વાત પર હસ્યાં અને એટલા માંજ ફોન ની રીંગ વાગી હર્ષવદનભાઇ એ જટદઇ ને બે રીંગ પુરી થતાજ ફોન રીસીવ કરી લીધો.“ હલો.. કેટલી વાર ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ - 11
ક્ષિતિજ ભાગ- 11ડો. અવિનાશ વસાવડાની કેબીનના દરવાજા પર હળવું નોક થયું. સરખો દરવાજો ખુલ્યો.અને અવાજ આવ્યો.“ મે આય કમ ઇન સર?”અંદર થી તરતજ ડો. અવિનાશ એ“ યસ .કમ ઇન “નો જવાબઆપ્યો. જવાબ મળતાજ નિયતિ પંકજભાઇ સાથે અંદર દાખલ થઇ. એણે તરતજ ક્ષિતિજ ને જોઈ ને આશ્વર્ય થી આંખો પહોળી કરી .પછી તરતજ પૉતાની જાત ને સંભાળતા ચેહરા ને સંપુર્ણ રીએકશન લેસ કરી હળવા સ્મિત થી ઢાંકી લીધો. જાણે પોતે કંઈ રીએકટ જ નથી કર્યુ. એ હળવું સ્મિત એનાં ચહેરાની સુંદરતા ને ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-12
ક્ષિતિજ ભાગ-12પ્રેમજીભાઈ ને હોસ્પીટલમાં દાખલ કરાવી ને હેમંતભાઈ ,બાબુભાઈ અને આશ્રમ પાછા આવ્યાં . મોહનભાઈ ત્યા હોસ્પિટલ માં જ રોકાયાં. હોસ્પિટલે થી હજું બધા આશ્રમ પહોંચ્યા અને થોડીવારમાં જ ફોન આવ્યો . હેમંતભાઈ એ ફોન ઉપાડતાં સામે થી મોહન ભાઈ બોલ્યા “ હલો.... હલો.. હે..હેમંતભાઈ ..? હું મોહન “એમનો અવાજ એકદમ ધ્રુજી રહયો હતો. ખુબજ ડરેલાં હોય એવું લાગી રહ્યુ હતું. હેમંતભાઈ એ તરતજ કહ્યુ.“ મોહનભાઈ ગભરાઓ નહિં. પહેલા શાંતી થી વાત કરો શું થયું છે..તમે શાંત થઇ જાવ. ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-13
ક્ષિતિજ ભાગ-13પોતાની હરકતો થી નિયતિ ઇરીટેટ થાય છે એ ખુબ સારી રીતે જાણતો વારંવાર એ ચીઢાય એવી હરકત કરતો . કાર સ્ટાર્ટ થતાં જ એણે પહેલા તો એકદમ રેસ કરી અને ઝટકા થી ગાડી ચલાવવાનું શરું કર્યું. નિયતિ પહેલી જ વાર માં ડરી ગઇ . એના મોઢાંમાંથી ચીસ નીકળી ગઈ.“ ઓહ...મા... આ..આ કઇ રીત નું ડ્રાઇવિંગ છે..?.. પ્લીઝ તમે જો આમ જ ચલાવવા ના હોય હું રિક્શા વધુ પ્રિફર કરીશ...”ક્ષિતિજ એની સામે જોઈ ને એકદમ નાનાં બાળક ની જેમ હસ્યો..અને નિયતિ ને હેરાન કરવા બોલ્યો...“ ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ- 14
“નિયતિ મારે એક જગ્યા એ થોડું કામ છે. અને અત્યારે જ જવું પડશે .તને વાંધો ન હોયતો મારી સાથે ત્યા થી સીધી તને તારા ઘરે મૂકી જઈશ. તને વાંધો નથી ને ?”નિયતિ એક સેકન્ડ વિચારી ને કહ્યુ ..“ ક્યાં જવાનુ છે ? ““ મારા ઘરે. જો તને કાઇ પ્રોબ્લેમ ન હોય તો. પપ્પા ની દવા ભુલાઈ ગઈ છે તો એમને ..”હર્ષવદનભાઇ નું નામ પડતા નિયતિ એ તરતજ હા પાડી. રસ્તા માં મેડીકલ સ્ટોરમાંથી હર્ષવદનભાઇ ની ડાયાબીટીસ ની દવા લઇ ને બંને ઘરે પહોંચ્યા. આગળ લાકડાંના પટ્ટામાંથી બનેલો છ ફુટ ઉંચો ગેઈટ જેને ડાર્ક કોફી રંગથી રંગેલો હતો. ગેઇટની જમણી ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ 15
ક્ષિતિજ ભાગ-15“ક્ષિતિજ હાથ છોડો.. “ક્ષિતિજે જાણે સાંભળ્યુ જ ન હૉય એમ હાથ પરની પકડ થોડી વધુ મજબુત કરી.અને હવેતો પોતાનાં ચહેરાને નિયતિ ની વધુ નજીક લાવ્યો. નિયતિ નો ડર એની આંખોમાં દેખાય રહયો હતો. એ રડમસ થઇ ગઇ હતી. હમણાં રડી કે રડશે.એ વિચારી રહી હતી..હવે શું થશે ક્ષિતિજ એની સાથે શું કરશે? એ કંઈ પણ કરે શું પોતે એનો સામનો કરી શકશે? એક ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ -16
ક્ષિતિજ ભાગ 16સવારે ઉઠતાં ની સાથેજ નિયતિએ હેમંતભાઈ ને ફોન કરીને હર્ષવદનભાઇ સાથે થયેલી વાત જણાવી.અને આશ્રમથી અમુક પ્રેમજીભાઈ જરૂરીયાત ની ચીજો લાવવા જણાવ્યું . પોતાનું પ્રાત કામ પતાવી એ ટીફીની તૈયારીમાં લાગી ગઇ. એટલામાં જ એનાં ફોનની રીંગ ટોન રણકી ઉઠી. જોયું તો ક્ષિતિજ હતો. એણે હાથ ધોઈ ને ફોન ઉપાડતાં થોડી વાર લાગી..“ હલો..!”“ આટલી વાર ? “ક્ષિતિજ થોડી ખીજાઇ ને બોલ્યો.“ શું કામ હતું? અત્યારમાં કેમ પોન કર્યો?”નિયતિ એ સીધું જ પુછી નાખ્યુ.“ હું..આવું છું ““ કેમ?.નિયતિએ તરતજ સવાલ કર્યો.“ નાસ્તો કરવા”“ કેમ અહીયા? “ નિયતિ એ ફરી સવાલ કર્યો.“ તું કેટલા સવાલ કરે છે? નથી ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-17
ક્ષિતિજ ભાગ-17“ ક્ષિતિજ વાત તો મારે પણ આજ છે. મેં એને જોયો પણ નથી. અને મારી સગાઇપણ નકકી કરી નાખીછે..”“ ઓહ .”ક્ષિતિજ ના મોઢાં માંથી ઉદગાર નીકળી ગયો. પણ ફરી એ થોડો સ્વસ્થ થઈ ને બોલ્યો.“ નિયતી હું કોઈ પણ જાતની વાત ફેરવ્યા વગર તને કહેવાનું પસંદ કરીશ..”નિયતિ એની સામે જોઈ રહી..“ હમમ” એણે ટુંકો કોઇ ઉત્સાહ વગર નો જવાબ આપ્યો .“ જો નિયતિ એકસીડન્ટ થયો ત્યારથી મને તારા માટે કંઈ અલગ જ ફિલીંગ હતી. હું સમજી નહોતો શકતો. કે હુ તારા તરફ કારણ વગર નુ ખેંચાણ અનુભવી રહ્યો હતો. મારુ તારા તરફ નુ વર્તન કઇ વિચિત્ર પણ ન સમજી ...વધુ વાંચો
ક્ષિતિજ - 18
ક્ષિતિજ ભાગ-18 “ કેમ વ્હાલા હમણાં ગાયબ છો? ઠાકોરજીની સગાઇ નકકી થઇ ગઇ છે. અને આ સુદામા યાદ પણ નહી કરવાનો..?” “ સગાઇ નકકી નથી થઇ.. હજું..” ક્ષિતિજે સાવ લુખ્ખો જવાબ આપ્યો. “ શું વાત કરે છે..અંકલ નો ફોન આવેલો હમણાંજ પરમ દિવસે સોમવારે સાંજે સાત વાગ્યા નુ આમંત્રણ પણ આપ્યુ છે “ “ હેં..શું વાત કરે છ .મને ખબર પણ નથી અને પપ્પા એ..” ક્ષિતિજ થોડો થોથવાયો.. “હુ ફોન કરું તને હમણાં “ એટલું કહીને તરતજ ક્ષિતિજે ફોન કટ કરીને સીધો હર્ષવદનભાઇ ને ફોન કર્યો . “ પપ્પા..અ.અઅઆઆઆ બધું શું માંડયુ છુ ? “ “ કેમ..?” “ તમે...તમે ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ-19
ક્ષિતિજ મોઢું વિલુ કરીને પોતાનો ચેર પર બેઠો અને બોલ્યો. “ સાચે જ.. આ પપ્પા ને એકવાર ખાલી જ કહ્યુ કે તમે જેમ કહો તેમ..એટલામાં તો એણે સગાઇ સુધીની વાત નકકી કરી નાંખી..મને ...તો..ડર લાગે છે યાર અવિ . બ્લાઇન્ડ ગેમ રમતાં રમાઇ ગઇ. હવે બાજી સારી નીકળે પ્રાર્થના કર ભાઇ..”એટલામાં પ્યુને આવીને કહ્યુ .“ સાહેબ કોઈ મળવાં આવ્યુ છે..”“ કોણ છે..? “ક્ષિતિજે પુછ્યુ. પ્યુન જવાબ આપે એ પહેલાંજ ક્ષિતિજ ની કેબીનનો દરવાજો ખૂલ્યો. અને ક્ષિતિજ ત્યાંજ પોતાની જગ્યા પર ઉભો થઇ ગયો. “ તું અહીયાં..!! અ..અઅ..ત્યારેએએએ.,?”ક્ષિતિજ અને અવિનાશ બંને પોતાનો જગ્યાએ આશ્ર્ચર્યથી ઉભા થઇ ગયા હતાં. બંનેની આંખો એ વ્યકિત ...વધુ વાંચો
ક્ષિતિજ - ભાગ-20
ક્ષિતિજ ભાગ-20સોમવારે સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ થવા લાગી.રસ્તામાં પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત હર્ષવદનભાઇ જણાવી . નિયતિ પણ નિયમ મુજબ આશ્રમે હાજર થઈ ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા હતાં .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ કંઈ બોલી રહ્યા હતાં..“ ચિંતા ન કર બેટા હું એમને મનાવી લઇશ. કાલે તું ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે. હુ કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી.“ અરે.!! નિયતિ ...વધુ વાંચો
ક્ષિતિજ ભાગ 21
ક્ષિતિજ ભાગ- 21“ નિયતિ પ્લીઝ યાર કંઈ તો બોલ.આ...આ.. છેલ્લા કલાકો છે જયાં આપણે ફકત હુ અને તું બનીને કરીએ છીએ. કાલથી તું કોઈ ની ને હું પણ કોઈ બીજાનો હોઇશ.. “.નિયતિ ના રડવાના સીસકારા સંભાળાઇ રહ્યા હતાં.“ તુ..રડે છે?.. “ક્ષિતિજેપુછ્યુ..“ હમમ..”સામે થી ફકત આટલોજ જવાબ આવ્યો.“ કેમ પણ..? આ છેલ્લા કલાકોમાં વાત કરવાને બદલે રડે છે કેમ..?”“ક્ષિતિજ.. ““ હા નિયતિ...”“ ક્ષિતિજ..હું..”એ ફરી ડુસકું મુકી ગઇ.“ અરે આગળ કાંઇ બોલે તો ખબર પડે ને. શું થયું છે? હુ સાંભળુ છું. તુ રડ નહી.. જે બોલવું હોય એ બોલી નાખ “નિયતિ થોડી સ્વસ્થ થઇ ને બોલી.“ ક્ષિતિજ મારે...અ..આઆ સગાઇ નથી ...વધુ વાંચો