સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ

(162)
  • 85.2k
  • 192
  • 32.9k

કર્મયોગ એ ભગવત ગીતાની વિશિષ્ટતા રહી છે, ભારતમાં જન્મ પામેલી આધ્યાત્મિક વિચારધારાઓમાં ન્યાય, દર્શન, સાંખ્ય, પૂર્વ મિમાંસા, ઉતર મિમાંસા, અને યોગ જેવા મતો ખટદર્શનના નામથી સાર્વત્રિક પ્રચાર પામેલા હતા. આ મતો મુજબની વિચારધારાઓએ જે જે માર્ગો આપ્યા છે તે પરીપૂર્ણ અને ઉતમ છે. આ શાસ્ત્રોના તથ્યને સમજનાર વ્યક્તિઓ જીવનના દુઃખોને ઉલ્લંઘી જેને ‘પરમપદ’ કહેવામાં આવ્યું છે તેની ઉંચાઈને પામવામાં સમર્થ રહ્યા છે. તેમ છતાં મોટા ભાગના મનુષ્યો જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તેમાં આ મતો અને તેમની વિચારધારાઓ યોગ્ય રીતે બંધ બેસતા બની શકતા ન હતા. તેમજ આજે પણ આ મતો મોટા ભાગના જનસમુદાય સાથે ફીટ થઈ શકતા નથી.

Full Novel

1

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 1

કર્મયોગ એ ભગવત ગીતાની વિશિષ્ટતા રહી છે, ભારતમાં જન્મ પામેલી આધ્યાત્મિક વિચારધારાઓમાં ન્યાય, દર્શન, સાંખ્ય, પૂર્વ મિમાંસા, ઉતર મિમાંસા, યોગ જેવા મતો ખટદર્શનના નામથી સાર્વત્રિક પ્રચાર પામેલા હતા. આ મતો મુજબની વિચારધારાઓએ જે જે માર્ગો આપ્યા છે તે પરીપૂર્ણ અને ઉતમ છે. આ શાસ્ત્રોના તથ્યને સમજનાર વ્યક્તિઓ જીવનના દુઃખોને ઉલ્લંઘી જેને ‘પરમપદ’ કહેવામાં આવ્યું છે તેની ઉંચાઈને પામવામાં સમર્થ રહ્યા છે. તેમ છતાં મોટા ભાગના મનુષ્યો જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તેમાં આ મતો અને તેમની વિચારધારાઓ યોગ્ય રીતે બંધ બેસતા બની શકતા ન હતા. તેમજ આજે પણ આ મતો મોટા ભાગના જનસમુદાય સાથે ફીટ થઈ શકતા નથી. ...વધુ વાંચો

2

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 2

કૃષ્ણના કર્મયોગમાં પ્રવેશતા કૃષ્ણના કર્મયોગનું મુખ્ય સૂત્ર ધ્યાનમાં લઈ લઈએ. કૃષ્ણના કર્મયોગનું મુખ્ય સૂત્ર ‘‘સમત્વમ યોગમ ઉચ્યતે.’’ કૃષ્ણ કહે સંમતુલન એ જ યોગની આધારભૂત શિલા છે. સમત્વ કે સંમતુલન વગર યોગનો જન્મ પણ ન થઈ શકે. વિવિધ સ્તલો ઉપર જીવાતા જીવનમાં સંમતુલન જ યોગ છે. ...વધુ વાંચો

3

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 3

સમગ્ર દુનિયા પ્રકૃતિએ રચેલી છે. મનુષ્ય પણ પ્રકૃતિએ રચેલું રમકડું છે. આજે ક્વોન્ટમ મુવમેન્ટ ઉપર રીસર્ચ કરનારા વિજ્ઞાનીઓ કહી છે કે The man is a toy of nature. તેથી જેની પ્રકૃતિ સંમતુલીત છે તે મનુષ્ય સુખમય છે અને જેની પ્રકૃતિ વિકૃત થઈ અસંમતુલીત થઈ છે તે જ દુઃખી છે. પ્રકૃતિ ત્રણ ગુણોથી રચાયેલી છે. તેથી પ્રકૃતિને ત્રિગુણાત્મક કહેવામાં આવે છે. પ્રકૃતિના આ ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ છે. ...વધુ વાંચો

4

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 4

સૌ પ્રથમ મનુષ્યના કર્મનું અંગ ધ્યાને લઈએ તો તે છે શરીર. શરીર વગર કોઈ કર્મો સિદ્ધ થવા સંભવ નથી. છે કે દેવતાઓ પણ મનુષ્યના શરીરના અભિલાષી હોય છે કારણ કે દેવતાઓ પોતાના ભોગો શરીરની ઈન્દ્રીયોના દ્વારે બેસીને જ ભોગવે છે. રામાયણ કહે છે ‘‘ઈન્દ્રીય દ્વારા ઝરોખા નાના, તહ તહ સુર બૈઠે કરી થાના.’’ સામાન્યતઃ લોકો એમ માનતા હોય છે કે દેવો એટલે સ્વર્ગમાં કે દૈવ લોકમાં રહે છે. પરંતુ દેવતાઓ કોઈ આકાશમાં રહેનારા કે સ્વર્ગમાં રહેનારા લોકો નથી. પરંતુ દેવતાઓ અધિદૈવ સ્વરૂપે ઈન્દ્રીયોના દ્વાર ઉપર વસનારા છે અને આ જ લોકમાં અધિદૈવ સ્વરૂપ ભોગો ભોગવે છે. તેથી દેવ હોય કે મનુષ્ય કર્મોની સિદ્ધિ માટેનું પ્રાકૃતિક અને પ્રાથમિક દ્વાર શરીર છે. ...વધુ વાંચો

5

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

માનસિક સ્તલ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી વિંટાયેલું છે, માનસિક સ્તલ ઉપર સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણોની ઓળખ છે. મનની ઓળખ આપતા શાસ્ત્રો કહે છે. ‘સંકલ્પો વિકલ્પો જાયતે ઈતિ મનાઃ’ અર્થાત જે સંકલ્પો અને વિકલ્પોને જન્માવે છે તે ‘મન’ છે તેવી વ્યાખ્યા શાસ્ત્રોએ કરી છે. ફીઝીકલ ભાષામાં આપણે જેને બ્રેઈન (મગજ) કહીએ છીએ તે મગજ તો શરીરનો હિસ્સો છે. સંકલ્પો અને વિકલ્પો જન્માવતા મનનું સ્થૂળ શરીર એટલે મગજ. ...વધુ વાંચો

6

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 6

મનુષ્યના જીવનનું સૌથી અગત્યનું સ્તલ બૌદ્ધિક સ્તલ છે. જે સ્તલની પ્રબળતાથી મનુષ્ય અન્ય પશુઓથી અલગ પડે છે. મનુષ્ય ધારે બુદ્ધિના દ્વાર ખોલીને પરમતત્ત્વની યાત્રા કરી શકે છે. મનુષ્યના મસ્તિષ્કમાં જેવું સહસ્ત્રબદલ કમલ કુદરતે આપ્યું છે તેવું અન્ય કોઈ પ્રાણીઓમાં નથી. મનુષ્ય એ કમળના ખીલવાથી પરમસત્યનો સાક્ષાત્કાર કરી શકે છે. મનુષ્યના શરીરની વિશેષતા જો કોઈ હોય તો તે તેની બૌદ્ધિક ક્ષમતા જ છે. ...વધુ વાંચો

7

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 7

જેની જાગૃતિ ઠીક નથી તેની સુસુપ્તિ પણ ઠીક નથી અને જેની સુસુપ્તિ ઠીક નથી તેની નિંદ્રા પણ ઠીક રહેતી પશ્ચિમના દેશો જે અનિંદ્રા વેઠી રહ્યા હતા. તે અનિંદ્રાનો રોગ હવે ભારતમાં પણ બેકાબુ બનતો જાય છે. આ અંગે રીસર્ચ કરનારી સસ્થાઓનું કહેવું છે કે આજે દુનિયાના લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા લોકો અનિંદ્રાના રોગથી પિડીત છે. રાત્રે નિંદ્રા નહીં આવવાની તકલીફ આજે કરોડો લોકોમાં વ્યાપી ચૂકી છે. આ માટેની હજારો સંસ્થાઓ અને રીસર્ચ ઈન્સ્ટીટ્યુશનો સંશોધન કરી રહી છે અને તેની હજારો વેબસાઈટો પણ ચલાવી રહી છે. ...વધુ વાંચો

8

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 8

સમ્યક્‌ નિંદ્રાની આપણે ચર્ચા કરી તે જ પ્રકારે સમ્યક સ્વપ્ન પણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં આપણા શાસ્ત્રોનું હાર્દ સમજ્યા વગર કેટલાક લોકો સ્વપ્નાવસ્થાની ટીકા કરતા રહ્યા છે. જેના કારણ સ્વપ્ન એ માત્ર મોહમય અને ખોટા જ છે તેવી એક મનોદશા ઉભી થઈ છે. અનિંદ્રાની જેમ સ્વપ્નાવસ્થાને પણ ખોટી રીતે ટીકાપાત્ર બનાવવામાં આવી છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે અને જીવન માટે જરૂરી અંગ છે. જો દુનિયામાં સ્વપ્ન ન હોત તો કોઈ વિકાસ ન હોત તો વ્યક્તિ ન વિજ્ઞાન તરફ આગળ વધી શક્યો હોત ન વિકાસ તરફ. ...વધુ વાંચો

9

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 9

જાગૃતિ વગરનું જીવન વ્યર્થ છે. ત્રણે અવસ્થાઓમાં સૌથી વધુ પ્રભાવશાળી અવસ્થા જાગ્રતાવસ્થા છે. જે જાગૃત નથી તે મૃતવત છે. અને અંતરદૃષ્ટા પુરુષો એ જાગૃતિ માટે અનેક બોધ આપ્યા છે કારણ કે જાગૃતિ જ એક એવી અવસ્થા છે જે મનુષ્યોમાં વિશિષ્ટપણે કામ કરે છે. મનુષ્યની બુદ્ધિમાં એટલી હદે જાગૃતિ થવાની સંભાવના રહેલી છે કે તે જાગૃતિના સહસ્ત્રદલ કમલને ભેદી બ્રહ્મમય બની શકે. દુનિયાના કોઈપણ અન્ય પ્રાણીઓના મસ્તિષ્કમાં જાગૃત થવા માટેની આટલી વિશાળ ક્ષમતા પ્રકૃતિએ નથી આપી. સિવાય કે મનુષ્ય. ...વધુ વાંચો

10

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 10

મનુષ્યનું ચિત્ત ભાવનાઓનું આશય છે. જેમ આકાશમાં વાદળો રચાઈ છે, વાયુ વહે છે તે જ રીતે ચિત્તના આશ્રયે જ ભાવો રહેલા છે. ઈન્દ્રીયો, મન અને બુદ્ધિથી ઉપરનું અન અંતિમ સ્તલ ચિત્ત છે. સૌથી ઉપરનું સ્થાન ધરાવતું હોવાના કારણે ચિત્ત જીવનની પ્રબળ પ્રભાવી ઘટના છે. મનુષ્યના ઈન્દ્રીયો, મન અને બુદ્ધિને સૌથી વધારે પ્રભાવિત કરી શકતું સ્થાન ચિત્ત છે. આ સ્થાનની પ્રબળતા માટે ઋષિઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે ‘‘ભાવો હી ભવકરૌ પ્રોક્તો’’ ભાવ જ જન્મ-જન્માંતરનું કારણ છે. આ હકીકતને સમર્થન આપતા કૃષ્ણ ગીતાના આઠમાં અધ્યાયમાં કહે છે ‘‘ભૂતભાવોદ્રભવકરૌ વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ’’ ...વધુ વાંચો

11

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 11

મોટાભાગના લોકો એવા કર્મો કરવામાં જ શ્રેષ્ઠતા માને છે કે જે કર્મોની પાછળ કંઈક શેષ (બેલેન્સ) રહે. એવું પણ છે કે કર્મો તો થોડા જ થાય, પણ શેષ બહું મોટી બચે. બસ, એકવાર રોકાણ કરી નાખો અને વર્ષો સુધી તેની કમાણી ખાધે રાખો. કોઈને એક વાર થોડું આપી દો, પછી ભવિષ્યે તેની પાસેથી તે જ વસ્તુ વિશાળતામાં પ્રાપ્ત કરો. કોઈને એકવાર મદદ કરી દો જે પછી તે કાયમ સેવક બનીને મદદ કરતો રહે. એક રૂપિયો એવી રીતે રોકી દો કે પછી તે કાયમ બીજા એક-એક રૂપિયા આપતો જ રહે.. ...વધુ વાંચો

12

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 12

મહાભારતના યુદ્ધની શરૂઆતની તૈયારીઓ થઈ રહી હતી અને પાંડવો તેના પક્ષને અને કૌરવો તેના પક્ષને મજબુત કરવાની કોશિશોમાં લાગ્યા બંને પક્ષો પોત પોતાની સેનાઓ કઈ રીતે બળશાળી બને તેની તૈયારીમાં વિવિધ પ્રદેશોના રાજાઓને પોતાના પક્ષમાં ભેળવવા અને તેમના બળને પોતાનું બળ બનાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા હતા. સ્વાભાવિક હતું કે આવા સંજોગોમાં કૃષ્ણ અને તેની સેનાને પોતાના બળ સાથે જોડવામાં કૌરવ કે પાંડવ શા કારણે પાછા રહી જાય ? ...વધુ વાંચો

13

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 13

કૃષ્ણનો કર્મયોગ મનુષ્યો માટે છે, પશુઓ માટે નથી. પશુતાથી ભરેલા મનુષ્યો કૃષ્ણના કર્મયોગ માટે અધિકારી નથી. મનુષ્ય અને પશુ પ્રકૃતિએ શરીર, મન, બુદ્ધિ અને ચેતના આપી છે. શારીરિક દૃષ્ટિએ પશુઓ મનુષ્ય કરતા વધારે શક્તિશાળી છે. માનસિક દૃષ્ટિએ પણ પશુઓ મનુષ્ય કરતા વધારે શાંત છે, કારણ કે પ્રાકૃતિક છે. મનુષ્ય અને પશુઓ વચ્ચેનો ભેદ ફક્ત બૌદ્ધિક દૃષ્ટિએ જ થઈ શકે તેમ છે. પશુમાં બુદ્ધિ તો છે, પણ તે બુદ્ધિ તેના જડકર્મોથી પાર જવા અક્ષમ છે. શાસ્ત્રો કહે છે ‘‘આહારનિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત્પશુભિનરાણાંમ’’ અર્થાત્‌ આહાર, નિંદ્રા, ભય, મૈથુન વિગેરે જેવા શારીરિક અને માનસીક કર્મો તો પશુઓમાં પણ છે અને પશુઓ આવા કાર્યો મનુષ્યો કરતા સારી રીતે કરી જાણે છે. જો મનુષ્યો અને પશુઓ શારીરિક અને માનસિક તુલના જ સુખ-શાંતિ માટેના માપદંડ તરીકે અપનાવવામાં આવે તો નિશ્ચિતપણે પશુઓ જ શ્રેષ્ઠ સાબિત થાય. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો