તારી પીડાનો હું અનુભવી

(1)
  • 8k
  • 1
  • 3.4k

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પશુઓમાં પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી. રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક સારા-નરસા પ્રસંગોને સંભાળી રાખ્યા હતા. એમ જ કહોને કે બધા જ નરસા પ્રસંગો એમાં દટાયેલા હતા કારણ કે સારા પ્રસંગો મેં જીવ્યા જ નહોતા. પણ હવે આ ડાયરીનો નવો અધ્યાય ચાલુ થવાની તૈયારીમાં હતો, એ પણ તમારી હાજરીમાં.

1

તારી પીડાનો હું અનુભવી - ભાગ 1

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી.રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક ...વધુ વાંચો

2

તારી પીડાનો હું અનુભવી - ભાગ 2

વીસ મિનિટમાં અમે નાટક હોલ પહોંચી ગયા. લોકોની નજર કોઈ એલિયનને જોતા હોય એમ મારા પર સ્થિર થઈ જતી. પસાર કરતા હું અને રોનક આગળ વધ્યા.‘રોનક, પોપકોર્ન ખાશે?’‘હા, હું જઈને લઈ આવું.’ રોનક આગળ વધ્યો.‘આજે હું લઈ આવું છું.' મેં તેનો હાથ પકડીને તેને રોક્યો.એ નવાઈ પામ્યો. કંઈ બોલ્યો નહીં પણ એની આંખોમાં આનંદ દેખાતો હતો. પોપકોર્નની લાઈનમાં મારી પાછળ બે આન્ટી ઊભા હતા. એમણે ધીમેથી મારા પર કમેન્ટ કરી,‘એ, આને જો તો, વાળ કેવા વિચિત્ર છે.'‘છે કે નથી એ જ ખબર પડતી નથી.’‘કદાચ કોઈ બિમારી હશે.' એક આન્ટીના મનમાં અચાન ...વધુ વાંચો

3

તારી પીડાનો હું અનુભવી - ભાગ 3

બહાર રોડ પર આવી હું એક કોર્નર પર ઊભી રહી. રોનક બાઈક લઈને આવ્યો. હું જ્યાં બાઈક પર બેસવા ત્યાં તો...હુ૨૨૨રે... જોરથી અવાજ સંભળાયો.મેં પાછું વળીને જોયું તો મારી સ્કૂલમાં ભણતો છોકરો મીત પાછળ ઊભો હતો.‘હાય,’ હું બાઈક પરથી નીચે ઊતરી. ‘આજે ક્લાસમેટ્સ ડે લાગે છે.’ ‘કેમ?’‘હમણાં જ ઈશિતા મળી અને હવે તું.’‘હવે બીજી પંદર-વીસ મિનિટ પાક્કી.’ રોનક મનમાં જ બબડ્યો. પણ એય આજે મારામાં આવેલા બદલાવને આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણીથી નિહાળી રહ્યો હતો. આજે એને મોટી બહેનને જોવી ગમતી હતી.‘હાઉ આર યૂ?’ એણે નવાઈભરી દ્રષ્ટિથી મારી સામે જોયું.‘ફાઈન, તું કેમ છે?’ મારા મોઢા પર ખુશીનો ઊભરો હતો.‘બંદા ...વધુ વાંચો

4

તારી પીડાનો હું અનુભવી - ભાગ 4

બરાબર દસ વાગે હું ત્યાં પહોંચી. મીતે દરવાજો ખોલ્યો. એના મમ્મી સામે સોફામાં બેઠા હતા. એક વિશાળ ડ્રોઈંગ રૂમમાં સોફાસેટ અને એક સુંદર કાર્પેટ સૌથી પહેલા જ ધ્યાન ખેંચી લે એવા દેખાતા હતા. બારી પર ગોલ્ડન અને રેડ કલરનાપડદા હતા. ઘર વેલ ડેકોરેટેડ હતું.‘કેમ છો આન્ટી?’‘મજામાં બેટા. તું કેમ છે? ઘણા વર્ષે દેખાઈ.’‘હા આન્ટી. ઘણા વર્ષે મીત મળી ગયો. એટલે પાછું આવવાનું થયું.'‘મિરાજ ક્યાં છે? દેખાતો નથી?’ આગળ શું વાત કરવી એ ખબર ના પડતા મેં પૂછ્યું.‘મિરાજ બેટા, સંયુક્તાદીદી આવી છે.’ આન્ટીએ એને બોલાવ્યો.‘આવું છું.’ અંદર રૂમમાંથી જવાબ આવ્યો.‘શું લઈશ તું?’ આન્ટીએ પાણીનો ગ્લાસ મને આપતા કહ્યું.‘કંઈ નહીં આન્ટી.’“તમે ...વધુ વાંચો

5

તારી પીડાનો હું અનુભવી - ભાગ 5

હું ઘરે જઈને થોડું રિલેક્સ થઈ. મિરાજને જોઈને મને મારા પર વીતેલા દિવસો યાદ આવી ગયા પણ મારા ભૂતકાળમાં ઊતરવાની મને જરાય ઈચ્છા નહોતી.ભૂતકાળને યાદ કરવામાં મજા નથી. જો એ સારો હોય અને વર્તમાનમાં તકલીફો હોય તો ભૂતકાળ યાદ કરીને માણસ દુઃખી થાય. અને જો ભૂતકાળ ખરાબ હોય અને વર્તમાનમાં બધું બરાબર ચાલતું હોય તો ભૂતકાળમાં ગરકાવ થઈને આપણે સારા વર્તમાનને પણ વેડફી નાખીએ છીએ.ખુરશી પર બેસી મેં પલંગ પર પગ લંબાવ્યા. હું બારીની બહાર જોવા લાગી. આજે આછો તડકો હતો. વાદળા ઘેરાયેલા હતા, છતાં વરસાદની આ સીઝન નહોતી. ક્યારેક સીઝન વિના જ વરસાદના છાંટા આવી જાય એવું બને. ...વધુ વાંચો

6

તારી પીડાનો હું અનુભવી - ભાગ 6

મમ્મી કાયમની જેમ રસોડામાં વ્યસ્ત હતી. ‘રોનક ક્યાં છે?’ ‘બહાર ગયો છે, આવતો હશે.’મમ્મી નાસ્તાની પૂરી બનાવતી હતી. મેં પૂરી ખાધી અને પાણી પીધું. મને હતું કે મમ્મી મને પૂછશે કે મીતને મળવા ક્યાં ગઈ હતી અને શું વાતો કરી. પણ મમ્મીએ કંઈ ના પૂછ્યું. મમ્મીની આ ઓપનનેસ મને સ્પર્શી ગઈ. જો કે એ સાધારણ રીતે મારી ઈન્કવાયરી કરત તો પણ મને કોઈ વાંધો નહોતો. મા તરીકે એને હક છે પૂછવાનો.ક્યારેક સંબંધોમાં કોઈ સવાલ-જવાબ હોય કે ના હોય પણ એમાં વિશ્વાસનું બળ હોય એ અગત્યનું છે. અને જો કોઈ આવો વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ કેમ કરીને તોડી શકાય?રોનક ...વધુ વાંચો

7

તારી પીડાનો હું અનુભવી - ભાગ 7

મીતના ગયા પછી હું મિરાજ સાથે સામેના બાંકડા પર બેઠી.‘તમે બેડમિન્ટન સારું રમો છો, દીદી.’ એણે વાતની શરૂઆત કરી.‘સાચું બસ આ એક જ આઉટડોર સ્પોર્ટ્સ છે જે મને સારી રીતે રમતા આવડે છે.’ એ આછું હસ્યો.‘બાકી તું મને ક્રિકેટ રમવાનું કહે ને, તો મારા હાથમાંથી બેટ જ છટકી જાય.’‘ક્રિકેટ વોઝ માય ફેવરિટ ગેમ.’‘વોઝ કેમ? ઈઝ કેમ નહીં?’ મેં પૂછ્યું.‘હવે મેં ક્રિકેટ રમવાનું જ છોડી દીધું છે.’‘આઈ થિંક કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટીને હોબી તરીકે રાખવી જોઈએ. કારણ કે, સ્પોર્ટ્સમાંથી માણસને ઘણું બધું શીખવા મળે છે. લાઈફ લેસન્સ.’‘બધા એવું નથી સમજતા. મારા પેરેન્ટ્સને મારી પાસેથી ફક્ત ભણવામાં હોશિયાર થવાની જ ...વધુ વાંચો

8

તારી પીડાનો હું અનુભવી - ભાગ 8

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એવું લાગ્યું કે જાણે બધા કોઈ સેન્સિટિવ ટોપિક પર વાત કરી રહ્યા હતા. ઘરનું તંગ લાગતું હતું.‘આ અત્યારના છોકરાંઓને શું થઈ ગયું છે ખબર નથી પડતી.’ અંદરના રૂમમાંથી આવી રહેલા દાદીના અવાજમાં દુઃખ છલકતું હતું.‘ખરેખર, આટલી નાની નાની વાતોમાં આવું કરે છે. બિચારા મા-બાપ શું કરે?’ મમ્મી પણ એટલી જ ઉકળાટમાં જણાતી હતી.‘રોનકને કંઈ કહેતા નહીં. હજુ એ છોકરું કહેવાય.’ દાદીએ મમ્મીને કડક અવાજમાં કહ્યું.‘અરે બા, એ તો સોસાયટીમાંથી ખબર પડ્યા વિના રહેવાની જ નથી.’‘છતાં આપણે બહુ ચર્ચા ના કરવી ઘરમાં.’આ શું ચર્ચા થઈ રહી હશે? ભારે મન સાથે મેં રૂમ તરફ માંડ પગલા ...વધુ વાંચો

9

તારી પીડાનો હું અનુભવી - ભાગ 9

હું સમયસર ઘરે તો પહોંચી ગયો, પણ આખા રસ્તે મારું મન સતત પોતાની લિમિટ કેટલી હોવી જોઈએ? વધારે પડતા રહેવું એ આજના જમાના પ્રમાણે અનફિટ કહેવાય? બધાના મમ્મી-પપ્પાના વિચારો કેમ જુદા જુદા હોય છે? શું ખરેખર મારા પેરેન્ટ્સ ઓર્થોડોક્સ છે? પરમની ફ્રીડમ એના પેરેન્ટ્સના બ્રોડ માઈન્ડેડ વલણ પર આધારિત છે, પણ મારી ફ્રીડમનું શું? હું તો ખાલી મોબાઈલમાં ગેમ્સ રમું કે વ્હોટ્સએપ જોઉ તોય મમ્મી ઊકળી જાય છે અને પરમ તો એનાથી ઘણો આગળ વધી ગયો છે. તો પણ એના ઘરમાં છે કોઈ રોકટોક? અને મારી મમ્મી તો કાયમ ટોક્યા જ કરે કે તારા પપ્પાની હાજરીમાં તો મોબાઈલ હાથમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો