" જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ આપતા સિદ્ધાર્થ બોલ્યો. " હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું તેમાં ફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી. " તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.." " હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ. ટ્રકના બનેં ટાયર સ્નેહાની ગાડી અને સ્નેહા ઉપરથી પસાર થઈ ગયા. આ દૃશ્ય નજરમાં ફરતા જ સિદ્ધાર્થ "સ્નેહા......." નામની ચીખ પાડતાંજ ઉભો થઇ ગયો.
Full Novel
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 1
૧) વૈરાગ્ય " જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ સિદ્ધાર્થ બોલ્યો. " હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું તેમાં ફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી. " તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.." " હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ. ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 2
૨) મનોચિકિત્સા સવારના દસના ટકોરે મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને મનોચિકત્સક ડૉ. વિશાલ પાસે લઈ જવા માટે નીકળ્યા. દાદીને એ વાતની થતાં જ મિતેષભાઈને રોકયાં. " મિતેષ, લોકો સિદ્ધાર્થ માટે કેવી-કેવી વાતો બનાવશે? આપણો સિદ્ધાર્થ વગોવાય જશે." દાદી સમાજની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " એનાં સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. લોકોએ જે વિચારવું હોઈ તે વિચારશે પણ આપણે આપણા સિદ્ધાર્થનું વિચારવું રહ્યું." એમ કહીને મિતેષભાઈ દવાખાને જવા નીકળી પડ્યા. મિતેષભાઈના પર્સનલ આસિસ્ટને દવાખાનામાં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી; એટલે મિતેષભાઈને રાહ જોવાની જરૂર નહોતી. તે તો સીધા ડૉક્ટરની પાસે જ જતા રહ્યા. એમ પણ પૈસાદાર વ્યક્તિને કોઈ જગ્યાએ રાહ ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 3
૩)મૈત્રી દાદી સિદ્ધાર્થના જીવનમાં બનેલી ઘટના વિશે ડૉક્ટરને માહિતી આપવા લાગ્યા. સિદ્ધાર્થને સૌથી વધુ એની માં સાથે રહેતો હતો.બધી જરૂરિયાત તેની માં જોડે જ સંતોષતો હતો. તેના પિતા મિતેષને કામકાજથી વધુ ફુરસદ મળતી નહીં એટલે સિદ્ધાર્થ જોડે વ્હાલ કરવાના કે લાડલડાવવાનો અવસર પ્રદાન ન થયો. મિતેષનો સ્વભાવ થોડો કડક અને ગુસ્સાવાળો હતો એટલે સિદ્ધાર્થ પણ ડરતો. તેથી જ તો રવિનાને તેની દુનિયા બનાવી દીધી. એમ પણ માં સાથે બાળકનો નાતો જ એવો હોઈ છે, લાગણી બંધાય જ જાય. એક દિવસ રવિના જોડે સિદ્ધાર્થ રમતો હતો. અચાનક રવિનાને ચક્કર આવતાં જમીન પર પડી ગઈ. મોંમાંથી ખૂન આવતું જોઈને સિદ્ધાર્થ બુમાબુમ ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 4
૪)પ્રીતનો સબંધ કે લાલચ સવારના દસ વાગ્યા એટલે ડૉક્ટર સમયસર દવાખાને હાજર થઈ ગયા હતા. તેમને પણ સિદ્ધાર્થના જીવન વધુ જાણવાની ક્રુતુહલતા વર્તાય રહી હતી.મનોચિકિત્સાના વ્યવસાયમાં ઘણા દર્દીઓના જીવનમાં બનતી ઘટનાના આધારે, જે પરિસ્થિતિ માનસપટ પર રચાય છે અને જેના થકી વર્તન અસામાન્ય બની જતું હોઈ છે; પણ સૌથી વધુ જિજ્ઞાસા તો સિદ્ધાર્થના જીવનને જાણવાનો થઈ રહ્યો હતો. દાદી અને સિદ્ધાર્થ રૂમમાં પ્રવેશ્યા. ડૉક્ટરે ઝટ વાતને આગળ વધારવાનો આગ્રહ કર્યો. દાદીએ ગઈકાલે જેટલેથી અધૂરી વાત મૂકી હતી ત્યાંથી જ વાતને આગળ ઉપાડી. સ્નેહા નારાજ થયેલ સિદ્ધાર્થને મનાવવા માટે ઘરેથી જ પ્લાન કરીને આવી હતી. તેણે વોટરપાર્ક જવાની વાત મૂકી."તે ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 5
૫) પ્રેમમાં આઘાત મધ્યાહનનો સમય થયો. ગરમી અસહ્ય વર્તાય રહી હતી. રસિકભાઈ ઑફિસની બારીમાંથી બહારની ગરમીને મહેસૂસ કરી રહ્યા તેઓ બારી બહાર નજર માડતા પક્ષીઓ ઝાડની ડાળમાં લપાઈને બેઠાં હતાં તો પશુઓ ઝાડની તટે નિરાંત માણી રહ્યા હતા. રસ્તાઓ નિર્જન અને સુમસામ બની પડ્યા હતા. એકલ દોકલ જ વાહન પસાર થતું નજરે ચડતું હતું. એવામાં એક કાર તેમની બારીની બાજુના પાર્કિગમાં પાર્ક થઈ. તેઓ મનમાં બબડ્યા ' આવી ગાડી મારા માટે આવી હોય તો કેટલું સારું થતું.' કારમાંથી ડ્રાઈવર ઉતરીને બારી સામે આવીને ઉભો રહી ગયો. તેને આમતેમ નજર ફેરવ્યા પછી બારીમાં રસિકભાઈ દેખાયા. "રસિકભાઈ ક્યાં બેસે છે?" રસિકભાઈ ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 6
૬) ઈલાજ પ્રભાત થયુ એટલે ચારેબાજુ અંધકાર મટી ઉજાસ ફેલાયું. માનવ મસ્તિષ્કમાં રાતની પડેલી શુષ્ક ચેતના, નવચેતન બની જતી છે. નવી આશા, અરમાનો અને સપનાંઓ તરફ ગતિ થતી હોય છે.એવી જ આશા સાથે વંદનાબેન પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા. મિતેષભાઈ પણ દવાખાને આવવા તૈયાર થઈ રહ્યા હતા. પ્રકૃતિ સર્વ તરફ ચેતનવંતુ બની રહ્યું હતું, ત્યાં સિદ્ધાર્થ જ અવદશામાં અટવાયને બેઠો હતો. દસ વાગતાંની સાથે જ દાદી અને મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને દવાખાને પહોંચ્યા. ડૉક્ટરે સિદ્ધાર્થના વર્તન પર અભ્યાસ કરી રાખ્યો હતો. તેથી સમય બગાડ્યા વિના જ સીધા મુદ્દા પર આવ્યા. " સિદ્ધાર્થને આઘાત સખત લાગ્યો છે, એટલે સર્વ આવેગો અને ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 7
૭) પ્રભાતની આસ સવાર સવારમાં ઘરના દરવાજાની બેલ વાગી. દાદી દરવાજો ખોલતાંની સાથે નવી જ પ્રભાતના દર્શન થયા.દાદી નિહાળતા રહ્યા. " દાદી હું અંદર આવી શકું ?" દાદીને સ્મિતભર્યા સ્વરે કહ્યું. "આવ બેટા, આવ.." મીઠો આવકાર આપ્યો. "આજે તો તું અલગ જ લાગી રહી છે, સ્નેહા!" વખાણ કરતા દાદી બોલ્યા. " કોઈની અણમોલ જિંદગી પાછી મળી જાય એ કાર્યની શરૂઆતની ખુશી છે." "તું ચા કે કૉફી પીવાની? " કૉફી જ." "આજના જુવાનિયા કૉફીના જ ઘેલાં હોઈ છે." "જમાના પ્રમાણે શોખ બદલાયા કરે." હસતાં સ્વરે સ્નેહા બોલી. " સિદ્ધાર્થ ક્યાં છે?" " તેના રૂમમાં જ છે." "હું ત્યાં જઈ શકું?" ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 8
૮) આવેગ રોજની જેમ જ આજે પણ સવારના ઉગતા સવાર સાથે સ્નેહા સિદ્ધાર્થને લઈને બગીચામાં ગઈ. સ્નેહાનું હંમેશાની જેમ કરવાનું ચાલુ જ હતું. તેનું ધ્યાન સિદ્ધાર્થની સામે અને બોલવામાં જ હતું, પણ સામે તો અરીસા સમાન સિદ્ધાર્થ હતો. તેથી પ્રત્યુત્તર તો મળવાનો જ ન્હોતો. પણ સ્નેહા પોતાની ધૂનમાં જ હતી. અચાનક એક ખાડો આવ્યો અને સ્નેહાનો પગ એમાં પડતાં જ નીચે પડવાની હતી કે એનો હાથ પકડીને ખેંચી લીધી. સ્નેહાએ પાછું વળીને જોયું તો જોતી જ રહી ગઈ. તેનો હાથ સિદ્ધાર્થે પકડી લીધો હતો. યોગીએ પોતાનું ધ્યાન તોડ્યું એમને. ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 9
૯) સ્નેહાનાં સ્વપ્ન " ક્યાં છે સિદ્ધાર્થ? સિદ્ધાર્થ ક્યાં છે?.." ની બૂમ લગાવતા મિતેષભાઈ બધુજ કામ પરતું મૂકીને ઘરે ગયા. તેમના ચહેરા પર ખુશીનો પાર ન્હોતો. એકનો એક દીકરો આટલા દિવસો પછી કઈક બોલ્યો એનાથી વિશેષ ખુશી બાપ માટે બીજી શું હોઈ શકે! મિતેષભાઈ સિદ્ધાર્થના રૂમમાં ગયા. સિદ્ધાર્થ વેદનાથી દબાઈને પથારી પર પડ્યો હતો. આંખો વહી રહી હતી, મુખ પર મૌન હતું અને દિલમાં સ્નેહાના નામની પીડા ચાલી રહી હતી. તે પૂર્ણરૂપે હિંમત હારીને બેઠો હતો. મિતેષભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પણ સિદ્ધાર્થ મૂર્તિ સમાન રહ્યો. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા જ ન્હોતો. મિતેષભાઈને કોઈ પ્રત્યુત્તર ન ...વધુ વાંચો
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 10
૧૦) પ્રેમનો ઈલાજ, પ્રેમ. સિદ્ધાર્થના સ્વસ્થ થવાની ખુશી ઘરમાં સૌના મુખ પર વર્તાય રહી હતી. સિદ્ધાર્થની વર્તણુકમાં ઘણો ફરક ગયો હતો. તેમછતાં ડૉ.વિશાલભાઈએ સ્નેહાને હજુ સિદ્ધાર્થના વર્તન પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી. એટલે સિદ્ધાર્થને સ્નેહા જોડે હજુ વધુ સમય પસાર કરવાનો મોકો મળી ગયો. સિદ્ધાર્થ જ્યારે પણ સ્નેહા જોડે હોઈ ત્યારે આત્મિય ભાવ વધી જતો. તેને સ્નેહા જોડે ગાઢ સબંધ થઈ ગયો હતો. મિતેષભાઈને સિદ્ધાર્થ સંપૂર્ણ સ્વસ્થ જણાયો. તેઓ વિલંબ કર્યા વિના જ સિદ્ધાર્થ પાસે જઈને નિર્મલભાઈની છોકરી તાન્યા જોડે લગ્ન કરવાની વાત કરી. સિદ્ધાર્થે કોઈ જવાબ ન આપ્યો. તે ચુપચાપ રહ્યો. નિર્મલભાઈએ ધંધાના ફાયદા અને તાન્યાના વખાણ ...વધુ વાંચો