સંગ રહે સાજન નો

(1.9k)
  • 107.1k
  • 86
  • 57.8k

ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. અને ઉઠીને અરીસા સામે જોઈ રહી છે.વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષો ના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા. એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ રોચક થઈ ગયું છે.એકબીજા ની તો જાણે આદત પડી ગઈ છે. ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ?? ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન

Full Novel

1

સંગ રહે સાજન નો -1

ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. ઉઠીને અરીસા સામે જોઈ રહી છે.વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષો ના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા. એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ રોચક થઈ ગયું છે.એકબીજા ની તો જાણે આદત પડી ગઈ છે. ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ?? ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન ...વધુ વાંચો

2

સંગ રહે સાજન નો -2

નિવેશ ભણવા માટે શહેર પહોંચી જાય છે ત્યાં તે હોસ્ટેલમાં રહીને એમબીએ સુધીનો અભ્યાસ પુર્ણ કરે છે અને સાથે ટાઈમ જોબ પણ કરે છે. ભણી રહ્યા પછી તે થોડો સમય એક પ્રાઈવેટ કંપનીમા જોબ કરે છે અને ધીમે ધીમે તે પોતાનો નાના એવા પાયે બિઝનેસ ચાલુ કરે છે.અને ઘરે પણ હવે તે પૈસાની મદદ કરવા લાગે છે.અને તેના બે નાના ભાઈઓ ને પણ ભણાવે છે. હવે તેની લગ્ન કરવાની ઉમર થઈ હોવાથી શાંતિલાલ અમુક છોકરીઓ માટે તેને કહે છે. જગદીશભાઈને આ વાતની ખબર પડે છે. તે પોતાની વ્હાલસોઈ દીકરી માટે સારો, ભણેલો અને શુશીલ છોકરો શોધી રહ્યા છે. તેમની ...વધુ વાંચો

3

સંગ રહે સાજન નો - 3

નિવેશશેઠ અમદાવાદ વિરાટ ને લઈ વિશાખા ના ઘરે ગયા. ત્યાં તેમના બાળપણ ના મિત્ર નુ ઘર હતુ એટલે રહેવામાં સંકોચ નહોતો. અને સાથે તેમના સંબંધો આજે પણ એવા ઉષ્માભર્યા છે જેવા બાળપણમાં હતા. તેઓ જ્યારે અમદાવાદ કોઈ પણ કામ માટે આવવાનું થાય તો દિલીપભાઈ ના ઘરે અચુક આવતા. અને આવે ત્યારે વિશાખાના મમ્મી પાસે બાજરીના રોટલા અને ઓળો જરૂર બનાવડાવતા. તેમને વિશાખા અને તેના ભાઈ સાવન ને મોટા થતા જોયા છે. ભણતર, ઘડતર, ચારિત્ર્ય, અને સંસ્કારોનો મેળાવડો એટલે જ દિલીપભાઈ નો પરિવાર. નિવેશને તો પહેલેથી જ વિરાટ માટે વિશાખા પસંદ હતી. પણ અત્યાર ના જમાના પ્રમાણે બાળકોને કોણ ગમે ...વધુ વાંચો

4

સંગ રહે સાજન નો - 4

જે ધારણા હતી એ મુજબ જ થાય છે અને પ્રેમલતા શેઠાણી નવા પરણેલા દીકરા વહુને ગૃહપ્રવેશ કરાવ્યા વિના જ થઈ ને ચાલી જાય છે. અને એક બાપ થઈને નિવેશશેઠ પોતે એમને આરતી ઉતારી ઘરમાં આવકારે છે . સામાન્ય ની જેમ પરણીને આવેલા દંપતીને આવકારવા લોકોની ભીડ હોય છે. જ્યારે અહી તો આવેલા પણ મો ફેરવીને જતા રહે છે. રવિવાર હોવાથી નિર્વાણ અને નંદિની મોડા સુધી રૂમમાં સુતેલા હોવાથી બહાર કોઈ હોતુ નથી. અને ઈશાન બહાર ગયેલો હોવાથી શ્રુતિ તેના પિયર ગયેલી છે. ઘરમાં તેને આવકારનાર બીજુ કોઈ ન હોવાથી વિશાખા ને થોડું ખરાબ લાગે છે પણ તે કંઈ કહેતી ...વધુ વાંચો

5

સંગ રહે સાજન નો - 5

લગ્નના મહિનો વીતી જાય છે. પણ હજુ પ્રેમા વિશાખા ને બોલાવવાનો વ્યવહાર પણ રાખતી નથી. હજુ સુધી તેને એકવાર સાથે વાત પણ કરી નથી. પણ નિવેશ એનુ બહુ ધ્યાન રાખે છે. વિરાટે તો વિશાખા ને તેના પ્રેમ માં તરબોળ કરી દીધી છે. તે તેનુ બહુ જ ધ્યાન રાખે છે અને હવે તે પોતાનો વિડીયો સોન્ગસ નો આલ્બમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે વિશાખા ને સાથે લઈને તેની સલાહ પ્રમાણે કામ કરે છે.અને આલ્બમમાં બધા જ ગીતો વિશાખા એ લખ્યા છે અને સિલેક્ટ પણ થાય છે બધા. હવે ઘરમાં શ્રુતિ આવી ગઈ છે તેના પિયરથી પાછી. તેને અને વિશાખા ...વધુ વાંચો

6

સંગ રહે સાજન નો -6

આ બાજુ પ્રેમલતા અને નિવેશ એક લગ્ન પ્રસંગમાથી આવે છે અને તેમને આ બધી વાતની ખબર પડે છે એટલે ગુસ્સામાં નંદિની ને બોલાવી કહે છે તને કોને હક આપ્યો વિશાખા અને વિરાટ સાથે આમ વાત કરવાનો. અને મને આ બધું એને નથી કહ્યું આ તારી બેસ્ટ કહેવાથી બહેનપણી વિશ્વા એ જ મને કહ્યું છે. તુ જેને તારી પોતાની બહેનપણીઓ માને છે એ બધી જ તારી પંચાત કરે છે. એમને તો બસ બીજા ના ઘર કેમ ભાગવા એમાં જ રસ હોય છે. આટલો જ રસ પોતાના ઘર પરિવાર નો હોત તો એના ડિવોર્સ ના થયા હોત. તારામાં તો બુદ્ધિ છે ...વધુ વાંચો

7

સંગ રહે સાજન નો -7

રોજ તો વહેલી ઉઠી જતી વિશાખા આજે સાત વાગ્યા છતાં સુતી હતી. વિરાટ ઉઠીને કોફી બનાવી ને લઈ આવે આવીને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરીને કહે છે, ઉઠો વિશાખા રાણી તમારી કોફી તૈયાર છે... વિશાખા ઉઠીને જુએ છે અને કહે છે વિરાટ સાત વાગી ગયા. મને આટલું મોડું થઈ ગયું. વિરાટ : રિલેક્સ ડિયર, હવે આપણા આ ઘરમાં આપણે બે જ છીએ. કંઈ વાધો નહી. શાતિથી કરીએ છીએ કામ. વિરાટ અને વિશાખા બે દિવસ હોટેલમાં રહીને પછી એક રૂમ રાખે છે રહેવા માટે. જે એક બેડરૂમ હોલ કિચનનું ઘર હતું પણ એ પ્રેમનિવેશ બંગલાની સરખામણીમાં તો એક નાનકડી ...વધુ વાંચો

8

સંગ રહે સાજન નો -8

નિર્વાણ ના આવા શબ્દોથી નિવેશશેઠને થોડો આચકો લાગે છે.એટલે નહી કે તે તેની પત્નીનો પક્ષ લઈને વાત કરી રહ્યો બહુ સમજુ છે તે વિરાટ પણ વિશાખા નો પક્ષ લઈને અલગ રહેવા ગયો છે . પણ તેમને ખબર છે કે નંદિની અત્યારે ખોટી છે એવું ખબર હોવા છતાં તેનો પક્ષ લઈ રહ્યો છે. નિવેશશેઠ : બેટા નિર્વાણ તને અમારાથી કંઈ તફલીક હોય એવું લાગી રહ્યું છે. હું બિઝનેસમા તો તને હેલ્પ કરૂ જ છું પણ કદાચ હવે ઉમરને કારણે થોડી તને ઓછી હેલ્પ થતી હોય અને તારા પર કામનો વધારે ભાર આવી જતો હોય તો આપણે બીજા કોઈ વ્યક્તિ ને ...વધુ વાંચો

9

સંગ રહે સાજન નો -9

વિશાખા આમ તેમ ઘરમાં આટા મારી રહી છે. કંટાળી ને તેની મમ્મી ને ફોન કરે છે. તેની બેચેની વધી છે. ચેતનાબેન : વિશાખા કેટલો ટાઈમ થઈ ગયો બેટા હજુ સુધી તુ એકવાર અમદાવાદ આવી છે. અહીં થોડા દિવસ તો આવ રહેવા. વિશાખા : હા મમ્મી આવીશ. પણ હમણાં વિરાટ નવા આલ્બમ માટે તૈયારી કરી રહ્યા છે. મારે પણ સાથે સાથે જ નવા સોન્ગ લખતા રહેવું પડશે. એકવાર બધુ થોડું સેટલ થઈ જાય પછી ચોક્કસ આવીશ. તમે લોકો અહીં આવી જાવ થોડા દિવસ. ચેતનાબેન : ના બેટા હમણાં નહી. એકવાર તારા સાસુ તારી સાથે થોડો સારો વ્યવહાર કરી દે પછી ...વધુ વાંચો

10

સંગ રહે સાજન નો -10

વિશાખા ના મનમાં વિરાટના શબ્દો વારંવાર ઘોળાઈ રહ્યા છે. તે રાત્રે બહુ વિચારે છે. તેને આ બધુ અજુગતું એટલે રહ્યું છે કારણ કે તે એક સીધા સાદા મિડલ ક્લાસ પરિવાર ની હતી. બહુ સરળ લોકો હતા. તેને એવું લાગે છે કે આ બધી ફેમસ થવાની ટીવીના લોકોની દુનિયા બહુ ખરાબ હોય છે. પણ બીજી બાજુ તે વિચારે છે કે મારે તો જે પણ કરવાનુ છે શુટિંગ મારા પતિ સાથે જ કરવાનું છે.અને વિરાટ તો મારી સાથે જ હશે કે જેથી બીજા લોકો સાથે કામ કરવામાં મને અજુગતું લાગે.અને વળી બીજું કોઈ તેમની સાથે વાત કરે અને લોકો જુએ એના ...વધુ વાંચો

11

સંગ રહે સાજન નો -11

શ્રુતિ ઈશાનને રૂમમાં લઈ જઈને કહે છે , ઈશાન તુ મને છોડીને ક્યાંય જઈશ તો નહી ને ?? અને એકદમ ઉદાસ થઈ ને તેને પકડીને ઉભી રહી જાય છે. ઈશાન : તુ અચાનક આવુ બધુ કેમ કહે છે. શું થયુ છે તને જે હોય તે મને જણાવ. શ્રુતિ : હુ મા નહી બની શકુ ક્યારેય તો તુ મને સ્વીકારીશ. તને પપ્પા કહેનાર કોઈ નહી આવે તો તુ મને છોડી દઈશ ?? ઈશાન : તુ આ બધુ શુ કહી રહી છે મને કંઈ સમજાતુ નથી. તુ જે હોય તે મને સ્પષ્ટ કહે બકા. શ્રુતિ : મને ડોક્ટરે કહ્યું છે કે ...વધુ વાંચો

12

સંગ રહે સાજન નો -12

વિરાટ અને વિશાખા ના લગ્ન ને દોઢેક વર્ષ થઈ ગયું છે.બંને એક સાથે એકપછી એક આલ્બમ કરી રહ્યા છે. પણ સારા એવા ફેમસ થઈ ગયાં છે. એક દિવસ શુટિંગ ચાલુ હોય છે તે લાબા સમય સુધી આજે ચાલવાનું છે એવું નક્કી થયું હતુ એટલે આજે વિરાટ અને વિશાખા પણ ત્યાં જ જમી લે છે. ત્યાર બાદ શુટિંગ ચાલુ હોય છે ત્યાં જ અચાનક વિશાખા ત્યાં સેટ પર ચક્કર આવતા પડી જાય છે. વિરાટ અચાનક ગભરાઈ જાય છે. ત્યાં તેને પાણીને પીવડાવીને પછી થોડી પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપે છે. પણ હજુ તેને એટલું સારૂ નથી લાગતુ.એટલે વિરાટ શુટિંગ બંધ કરાવીને તેને ...વધુ વાંચો

13

સંગ રહે સાજન નો -13

નિવેશના પગ નીચેથી ધરતી ખસી જાય છે...આ શું જેના પર આટલો વિશ્વાસ મુક્યો તે જ આવુ કરી શકે ?? જ લોહી આવુ કરે ?? એને શુ ખોટ હતી કે એને મારી પીઠ પાછળ આવુ કરવુ પડ્યું ?? ક્યાય જગ્યા મળે તો ધરતીમાં સમાઈ જાય એવી સ્થિતિ થઈ ગઈ છે પરાણે જાણે ગાડી ચલાવી રહ્યા છે. તે પહેલા ઘરે જવાને બદલે વિરાટ ને ફોન કરે છે...વિરાટ કંઈક કામથી બહાર આવેલો છે તે કહે છે ,પપ્પા વિશાખા ઘરે છે તમે ઘરે જાઓ...પણ પપ્પા તમારો અવાજ આવો કેમ આવે છે તમારી તબિયત તો બરાબર છે ને ?? નિવેશશેઠ : હા હા બેટા ...વધુ વાંચો

14

સંગ રહે સાજન નો -14

તે છોકરી ફટાફટ વિરાટ જ્યાં બેઠો હતો એ કેબિન પાસે પહોંચી જાય છે. ત્યાં બીજી ચાર છોકરીઓ ઉભી હતી તે વચ્ચે ઘુસી જાય છે અને કહે છે પ્લીઝ બે મિનિટ મારી વાત સાભળી લો.. વિરાટ : પણ અહી બધા લાઈનમાં ઉભા છે તમારે મળવુ હોય તો થોડી વાર પછી આવો. ત્યાં તો એ છોકરી રડવા લાગે છે. પ્લીઝ સાહેબ એકવાર તો મારી વાત સાભળો...પછી તમે કહશો તો હુ જતી રહીશ. વિરાટ ને તેના ઉપર થોડી દયા આવી જાય છે. તે બીજા બધાને થોડી વાર બહાર બેસવાનું કહીને તેને સામે ચેર પર બેસાડે છે. વિરાટ : બોલો તમારે શુ વાત ...વધુ વાંચો

15

સંગ રહે સાજન નો -15

વિરાટ રાત્રે સુતા વિશાખા સાથે વાત કરતો હોય છે.તે કહે છે રિપોર્ટ તો બધા નોર્મલ છે એટલે હવે એ શાતિ થઈ ગઈ. પણ હવે કાલે ઓડીશન લીધુ તેમાંથી કોઈ એકને પસંદ કરવાનુ છે..મને કંઈ સમજાતુ નથી . વિશાખા : કેમ એવું શુ કન્ફ્યુઝન છે ?? જે સારુ લાગે વધારે બધી રીતે તેને હા પાડી દેવાની. વિરાટ તેને આવેલી આજની બધી વાત કરે છે. મને આ આયુષીને હા પાડવી કે નહી કંઈ સમજાતુ નથી .તે ખરેખર સાચુ કહેતી હશે ?? તેને અનુભવ નથી બહુ આ કામનો પણ તેના આત્મવિશ્વાસ પરથી એવુ લાગે છે કે તે જલ્દી સેટ થઈ જશે. જ્યારે ...વધુ વાંચો

16

સંગ રહે સાજન નો -16

આખરે વિરાટ આયુષીને તેના આલ્બમમાં હીરોઇન તરીકે રોલ માટે હા પાડી દે છે..આયુષી તો બહુ ખુશ થઈ જાય છે.જાણે ચહેરા પર કંઈક બહુ મોટું હાસિલ કરી દીધું હોય એવી ખુશી વર્તાઈ રહી છે... સમય (મનમાં ): મારા દોસ્ત કોણ જાણે મને હજુ પણ લાગી રહ્યું છે કે આયુષીને લઈને તુ તારા જીવનની બહુ મોટી ભુલ કરી રહ્યો છે. વિરાટ તો કહી દે છે બે દિવસ પછી શુટિંગ ચાલુ કરવાનુ છે એટલે તમને ફોન કરીને બોલાવીશુ. અને આયુષી ત્યાથી જતી રહે છે.... * * * * * બે દિવસ પછી, આજે વિરાટના નવા આલ્બમનુ શુટિંગ શરુ થવાનું છે. પણ ...વધુ વાંચો

17

સંગ રહે સાજનનો -17

પ્રેમલતા તરત જ ફોન કરે છે નિર્વાણ ને અને કહે છે મારે હાલ જ તને મળવુ છે પણ તુ આવ મારા રૂમમાં. થોડી વારમાં જ નિર્વાણ રૂમમાં આવે છે. પ્રેમલતા પહેલા રૂમ બંધ કરે છે અને કહે છે , તુ મને બધી સચ્ચાઈ કહે આ બધુ શુ કરી રહ્યો છે તુ?? તને આ બધી રમત લાગે છે ?? આ માટે તને તારા પપ્પાને કંઈ પણ પુછવુ જરૂરી ના લાગ્યું ?? તારા પપ્પા એ કેટલી મહેનત કરીને બિઝનેસ ને આ લેવલ સુધી પહોચાડ્યો છે. નિર્વાણ : શુ શેની વાત કરી રહી છે મમ્મી તુ ?? મને કંઈ સમજાતુ નથી. પ્રેમા ...વધુ વાંચો

18

સંગ રહે સાજનનો -18

નંદિની અને નિર્વાણ બહાર આવેલા છે. ત્યાં જ નંદિની ગુસ્સામાં કહે છે, મને તો લાગ્યું કે તુ આજે મમ્મીજી મોહીને બધુ જ કઈ દેવાનો છે સાચુ. નંદિની : તને મમ્મીજી એ શુ કામ બોલાવ્યો હતો ?? તે કંઈ કહ્યું તો નથી ને ?? નિર્વાણ વિચારે છે હુ કંઈ પણ કહીશ તો નંદિની વધારે ગુસ્સે થશે. એટલે તે કહે છે એ તો મમ્મી ને એના એના રિપોર્ટ ની ફાઈલ જોઈતી હતી એ મને આપી હતી પણ અત્યારે મળતી નથી.અને એમને ફરી માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો છે માટે એમને જોઈતી હતી ડોક્ટરને બતાવવા જવા. પ્રેમલતાને આવો પ્રોબ્લેમ થોડા વર્ષો પહેલાં ...વધુ વાંચો

19

સંગ રહે સાજનનો -19

સંયમ આજે શુટિંગ પુરૂ થતાં જ વિરાટ ને કહે છે મારે થોડું કામ છે એટલે હુ જલ્દી જાઉ છું. કહી બહાર ફટાફટ નીકળે છે. તેને ઘરે તેની પત્ની સ્નેહા અને અને તેની પુત્રી કેયા બહાર એક લગ્નમા ગયેલા હોવાથી ઘરે જલ્દી જવાની કોઈ ચિંતા નહોતી. એટલે મનમાં વિચારે છે આજે તો આયુષી ને પકડવી જ પડશે કે તેનો ખેલ શું છે આખરે. એ બહાર સાઈડમા ઉભો રહે છે ત્યાં જ આયુષી બહાર નીકળે છે. તે ધીમે ધીમે તેનો પીછો કરે છે ત્યાં જ આયુષી સાઈડ મા ઉભી રહીને તેનો દુપટ્ટો મોઢા પર બાધે છે અને એ સાથે જ ત્યાં ...વધુ વાંચો

20

સંગ રહે સાજનનો -20

નિર્વાણ ઓફિસ નો સમય પુરો થતાં તે એક મિટિંગ માટે રોકાય છે. તેમાં ફક્ત ત્રણ જણા હોય છે. એમાં બે અકાઉન્ટન્ટ હોય છે. અને એક સિનિયર એક્ઝિક્યુટિવ છે. તે તેમને પુછીને પૈસા કઈ જગ્યાએ ક્યારે ટ્રાન્સફર થયા હમણાં ત્રણ મહિનામાં એનો રેકોર્ડ માગે છે. અને તેના પર કોની સહી છે એ પણ બધુ ડેટા સાથે માગે છે.એમાં થોડીક વિગતો એમની પાસે બાકીનું કંઈ હાજર નહોતું. બધા થોડા અવઢવમાં હતા કે શુ કહેવું. કોઈની પાસે કોઈ સરખો જવાબ નથી. નિર્વાણ : આટલી મોટી કંપનીમાં તમે લોકો આટલી સારી પોસ્ટ પર છો પણ તમને આવી બેઝિક વસ્તુઓ ખબર નથી. આ સાભળીને ...વધુ વાંચો

21

સંગ રહે સાજનનો -21

વિરાટ ઘરમાં આવતા જ આજે દરવાજો ખોલનાર વિશાખા નહી પણ તેની મમ્મી છે એ જોઈ એક ક્ષણ તો એક ને જોઈને જેમ બાળક ખીલી ઉઠે તેમ વિરાટ ખુશ થઈ જાય છે.. પણ તરત જ બીજી ક્ષણે તેને તેની મમ્મી નો તેના લગ્ન પછીનો તેનો અને વિશાખા સાથેનો વ્યવહાર યાદ આવતા તેનુ મો ઉતરી જાય છે અને કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં જતો રહે છે. વિરાટના આ વર્તનને રસોડામાંથી બહાર આવતી વિશાખા જોઈ જાય છે. તે પ્રેમલતાના થોડા નિરાશ અને રડમસ ચહેરાને જોઈને ઈશારામા કહે છે, બધુ સારું થઈ જશે.હુ વાત કરૂ છું. વિશાખા રૂમમાં તેના માટે પાણી લઈને ...વધુ વાંચો

22

સંગ રહે સાજનનો -22

આયુષી આજે ઘરે આવે છે એવી બહુ ગુસ્સામાં હોય છે. તેના પપ્પા કહે છે શું થયું દીકરા?? કેમ તારો આજે ગુસ્સાથી લાલચોળ છે?? આયુષી મારે વિરાટ કોઈ પણ સંજોગોમાં જોઈએ છે. તમને ખબર છે ને કે તમે હુ ન્યુઝીલેન્ડ હતી ત્યારે છોકરાઓ જોવાની વાત કરી હતી અને તમે મને વિરાટ નો ફોટો બતાવ્યો હતો ત્યારથી જ મે નક્કી કરી દીધું હતુ કે વિરાટ હવે મારો જ છે. લગ્ન કરીશ તો એની સાથે જ. મિ.ધનરાજ : પણ બેટા હવે તો આ વાત મુક. એના કરતાં પણ સારો છોકરો શોધીને તારી સામે હાજર કરીશ. આયુષી: તમને ખબર છે ને કે મને ...વધુ વાંચો

23

સંગ રહે સાજનનો -23

નિર્વાણ કહે છે, મારે કંઈ સાભળવુ નથી તને પોલિસ જ ઠીક કરશે. આવી ગદારી કરનાર ને એજ બરાબર કરશે. પત્ની કહે છે, પ્લીઝ મહેરબાની કરીને એમને માફ કરી દો.તેમના વતી હુ માફી માગુ છું . એમનાથી ભુલ ગઈ ગઈ છે એ હુ સ્વીકારૂ છુ. પણ સમાજમાં અમારી આબરૂ ના ધજાગરા થશે. આ સાભળીને નિર્વાણ ને અચાનક યાદ આવે છે કે તેને પણ તેના મમ્મી પપ્પા સાથે ખોટું કર્યુ છે. મિ.જોશીએ તો તેના સંતાનોના ભવિષ્ય માટે થઈ ને આ બધું કર્યું છે.પણ મારી પાસે તો એવો કોઈ પ્રોબ્લેમ નહોતો છતાં મારા પપ્પા જેટલા સક્ષમ દેખાવા મે આ બધુ કર્યુ. એમાં ...વધુ વાંચો

24

સંગ રહે સાજનનો - 24

પ્રેમલતાને સવાર સવારમાં જ એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. તે હજુ નાહીને બહાર આવીને પુજા કરવા માટે કરી રહી છે... તે ફોન ઉઠાવે છે તો કોઈ છોકરી નો અવાજ છે, આન્ટી હુ વિરાટની ફ્રેન્ડ બોલુ છું. વિરાટ ત્યાં છે તેને ફોન આપશો ?? પ્રેમલતા : પણ તમે કોણ ?? વિરાટ તો અહી નથી .એના નંબર પર ફોન કરોને ?? છોકરી : તેનો ફોન નથી લાગતો એટલે જ તમારા પર કર્યો. પ્લીઝ એની સાથે વાત કરાવોને. કેમ એ તમારી સાથે નથી રહેતો ?? પ્રેમલતા : ના. કંઈ વાધો નહી આન્ટી . સવાર સવારમાં તમને ડિસ્ટર્બ કરૂ છું પણ ...વધુ વાંચો

25

સંગ રહે સાજનનો -25

આયુષી ના ત્યાંથી જતા જ સમય પ્રેમલતા પાસે આવે છે. પ્રેમલતા : ભગવાનનો લાખ લાખ ઉપકાર છે કે આ અનર્થ થાય એ પહેલાં મારી આખો ઉઘાડી દીધી...નહી તો કદાચ આજે બધુ અનર્થ હુ મારા હાથે જ કરત...મારા દીકરાની જિંદગી ઉજાળી દેત. સમય : શું થયું આન્ટી કેમ આવુ કહો છો ?? આયુષી તમારી સાથે કેમ વાત કરવા આવી હતી ?? આટલી બધી શું વાત કરી એણે ?? પ્રેમલતા તેને આયુષી એ કહેલી બધી વાત જણાવે છે. અને કહે છે કદાચ મે અત્યારે વિશાખા ને મારી વહુ તરીકે ન સ્વીકારી હોત તો કદાચ હુ આ માટે રખે ને તૈયાર થઈ ...વધુ વાંચો

26

સંગ રહે સાજનનો -26

વિશાખા પર તેની મમ્મીનો ફોન આવે છે અને તે કહે છે, બેટા હુ કાલે ત્યાં બોમ્બે આવુ છું પાસે .તારી તબિયત સારી નથી તો. વિશાખા : (ખુશ થઈને) પહેલાં તો તુ હમણાં આવવાની ના પાડતી હતી હવે કેમ અચાનક તૈયાર થઈ ?? મિતાબેન : બસ એમ જ. તેઓ તેને એવું નથી જણાવતા કે તેના સાસુએ જ તેને અહીં આવવા કહ્યું છે. વિશાખા : હા મમ્મી તો તો જલ્દી આવ. મિતાબેન : પણ મારી સાથે બીજું પણ કોઈ આવે છે તારા ઘરે કોઈને વાધો નથી ને ?? વિશાખા : કોણ ?? પપ્પા કે ભાઈ ?? મિતાબેન : ના એ બેમાંથી ...વધુ વાંચો

27

સંગ રહે સાજનનો -27

વિશાખા આજે બહુ ખુશ છે.તેના મમ્મી આજે તેના લગ્ન પછી બીજી વાર અહીં આવી રહ્યા છે અને પાછા એ તેની સાથે રહેવા. વિરાટે કહ્યું હતું કે તે સાજે આવીને તેના મમ્મીને લઈ આવશે તેમના આવવાના સમયે. તે વિરાટને યાદ કરાવવા ફોન કરે છે કે તે જલ્દી આવી જાય લેવા જવાનું છે તો. પણ એક રીગ વાગે છે ત્યાં જ ફોન કટ થઈ જાય છે. વિશાખા વિચારે છે કદાચ કામમાં હશે એટલે કાપ્યો હશે એટલે પછી ફોન કરશે સામેથી વિચારીને તે કામમાં લાગી જાય છે.... આયુષી એક છોકરી થઈને અત્યારે વિરાટને પામવા એટલી હદે ...વધુ વાંચો

28

સંગ રહે સાજનનો - 28 (સંપૂર્ણ )

એક દિવસ વિરાટના ઘરે બધા નાસ્તો કરીને બેઠા હોય છે. વિશાખા અંદર તેના રૂમમાં કંઈ કામ કરતી હોય છે. પ્રેમલતા પણ તેને મદદ કરાવતી હોય છે. કારણકે આજ સુધી આવુ કંઈ કામ તેને જાતે નહોતું કર્યું પણ જ્યારથી તેને વિશાખા ને અપનાવી છે તેની સારી આદતો પણ અપનાવી દીધી છે. અચાનક અમસ્તા જ પ્રેમલતા પુછે છે કે તુ પાયલને દીદી કહેતી હતી તો એ તારાથી મોટી છે ?? તારી સાથે એને સારૂ બનતુ લાગે છે. વિશાખા : હા એ મારાથી ત્રણ વર્ષ મોટા છે. તેમના મમ્મી પપ્પા બધા ગામડે રહે છે. તે હમણાં એક વર્ષથી જ અમદાવાદ જોબ કરે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો