દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો. પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને ઘરમાં પ્રવેશ કરવાના હતાં. નીરવની મમ્મી તુલસીએ પલ્લવી અને નીરવના આ આવનારા બાળકનાં સ્વાગતની બધી જ તૈયારીઓ કરી રાખી હતી. તુલસી બહુ નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. તુલસીનો પતિ સાહિલ નીરવ માત્ર છ વર્ષનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યો હતો. એટલે તુલસીએ નીરવને એકલા હાથે જ મોટો કર્યો હતો.
શિખર - 1
પ્રકરણ - ૧ દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો. પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને ...વધુ વાંચો
શિખર - 2
પ્રકરણ - ૨ પલ્લવીએ દરવાજો ખોલ્યો એટલે નીરવ તરત જ રૂમમાં આવ્યો અને એણે દરવાજો બંધ કરી દીધો. આ તો પલ્લવી વધુ ભડકી ઉઠી અને બોલી, "નીરવ! મને તો એ જ સમજમાં નથી આવતું કે તું તારી મમ્મીથી એટલું કેમ ડરે છે? તારા જેવો છોકરો મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયો. મેં અનેકવાર જોયું પણ છે અને અનુભવ્યું પણ છે કે, તારો તારી મમ્મીની સામે કોઈ દિવસ કોઈ પણ જાતનો અવાજ જ નથી નીકળતો. તારા મોઢામાં મગ જ કેમ ભર્યા હોય છે? તું એમની સામે ક્યારેય કશું બોલતો જ નથી. ક્યારેક તો મોઢું ખોલ નીરવ." "એમ વાત નથી પલ્લવી! ...વધુ વાંચો
શિખર - 3
પ્રકરણ - ૩ બીજા દિવસની સવાર પડી એટલે આખા ઘરમાં દોડાદોડી થઈ ગઈ. નીરવ હવે પલ્લવીને શોધવામાં લાગી ગયો. ક્યાં ગઈ હશે શિખરને લઈને? એ એને સમજાઈ રહ્યું નહોતું. એ વારંવાર પલ્લવીને ફોન કરી રહ્યો હતો પરંતુ સામે છેડે માત્ર રીંગ જ વાગી રહી હતી. કોઈ રિપ્લાય આવી રહ્યો નહોતો. નીરવની હાલત પલ્લવીને ન જોતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ બાજુ તુલસીની હાલત પણ કંઈ બહુ સારી કહી શકાય એવી તો નહોતી જ. એ પણ શિખરના ચાલ્યા જવાથી દુઃખી હતી. એ નીરવને પૂછી રહી, "શું થયું નીરવ બેટા! પલ્લવી આમ અચાનક શિખરને લઈને ક્યાં ચાલી ગઈ હશે? ...વધુ વાંચો
શિખર - 4
પ્રકરણ - ૪ તુલસી પલ્લવીની આ ડાયરી વાંચીને એકદમ જ ભૂતકાળમાં સરી પડી. એને યાદ આવ્યું કે, જયારે નીરવ જ વાર પલ્લવીને પોતાના ઘરે લઈને આવ્યો હતો. એ દિવસે નીરવે તુલસીને પલ્લવીની ઓળખાણ કરાવતા જ કહ્યું હતું કે, "મમ્મી! આ પલ્લવી છે અને એ મારી સાથે કૉલેજમાં ભણે છે." "હા, દીકરા! અને તને આ છોકરી ખૂબ જ પસંદ છે અને તું એની જોડે લગ્ન કરવા ઈચ્છે છે કેમ? ખરું કહ્યું ને દીકરા?" તુલસી તો નીરવને જોઈને જ સમજી ગઈ હતી કે, એ શા માટે પલ્લવીને ઘરે લઈ આવ્યો છે. " હા! મમ્મી! પણ તને કેમ ખબર પડી ગઈ કે, ...વધુ વાંચો
શિખર - 5
પ્રકરણ - ૫ સામે પલ્લવીના માતાપિતાને જોઈને તુલસી એકદમ જ ચોંકી ઉઠી. પણ તુલસીએ પોતાના મોઢા પર એ વાત કળાવા ના દીધી કે, પલ્લવી શિખરને લઈને આ ઘર છોડીને ચાલી ગઈ છે. એણે બિલકુલ સામાન્ય જ રહેવાનો પ્રયત્ન કર્યો. એણે પલ્લવીના માતા પિતાને પ્રેમથી આવકાર આપ્યો. એ બોલી ઉઠી, "અરે! આવો આવો પાર્વતીબહેન. આવો! આવો! ઓમકારભાઈ! અમારાં આ નાનકડા એવાં ઘરમાં તમારું સ્વાગત છે. તમે તો કોઈ દિવસ આ બાજુ ભૂલા પડતાં જ નથી! આજે ઘણાં વખતે તમને અમારી યાદ આવી કેમ? ખરું ને?" "હા, તુલસીબહેન. હા! જુઓ ને! વાત જ એવી છે ને! તમે તો જાણો જ છો ...વધુ વાંચો
શિખર - 6
પ્રકરણ -૬ નીરવ ઘરે આવ્યો એટલે તુલસીએ એને તરત જ કહ્યું, "દીકરા! તારા માટે ખૂબ સારા સમાચાર છે. પલ્લવી પાછી આવી ગઈ છે." આ સાંભળતાં જ નીરવ એકદમ ઉછળી પડ્યો અને તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી! શું કહે છે તું? ખરેખર પલ્લવી પાછી આવી ગઈ છે? તો ક્યાં છે પલ્લવી?" "હા બેટા! ખરેખર! પલ્લવી તારા દીકરા શિખરને લઈને પાછી આવી ગઈ છે અને ઉપર તારા રૂમમાં તારી રાહ જોઈ રહી છે પરંતુ મને તો એ બહુ ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું છે. ખબર નહિ શું કારણ હોય! પરંતુ એ મારી જોડે વાત કરવા માટે બિલકુલ રાજી નથી અને ...વધુ વાંચો
શિખર - 7
પ્રકરણ - ૭ નીરવ અને પલ્લવી એ બંને વચ્ચે અત્યાર સુધી જે કંઈ પણ સંવાદ થયો એ બધું જ સાંભળી લીધું હતું પરંતુ એ વાતથી નીરવ અને પલ્લવી બંને જણાં હજુ પણ અજાણ જ હતા. ત્યાં જ અચાનક નીરવની નજર દરવાજા પાસે ઉભેલી તુલસી પર પડી એટલે એ તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી? તું ક્યારે આવી? અમારું તો ધ્યાન જ નહોતું. અહીં અંદર આવ ને!" "હું હજુ હમણાં જ આવી બેટા! અત્યારે મારે અંદર નથી આવવું પરંતુ હું તારા એકલાં જોડે ખાસ અગત્યની વાત કરવા ઈચ્છું છું. હું નીચે હોલમાં તારી રાહ જોઈ રહી છું તો ત્યાં આવી ...વધુ વાંચો
શિખર - 8
પ્રકરણ - ૮ પલ્લવી અને નીરવ બંને હવે ઘરથી જુદાં થઈ ગયા હતા અને પોતાની રીતે પોતાનું ઘર વસાવી હતાં. શિખર પણ હવે ધીમધીમે મોટો થવા લાગ્યો હતો. ચાર પગે એ ભાખોડિયા પણ ભરવા લાગ્યો હતો. પલ્લવી અને નીરવે શિખરનાં ઉછેર માટે આયા તરીકે શીલાને રાખી લીધી હતી. શીલા લગભગ એકવીસ વર્ષની ઉંમરની હતી. તુલસીથી જુદાં થયા પછી નીરવ અને પલ્લવીને શિખરના ઉછેરમાં થોડી તકલીફ તો પડી જ રહી હતી. કારણ કે, બંને જણાં નોકરિયાત હતાં એટલે શિખરના ઉછેરમાં પોતાનો પૂરતો સમય આપી શકતાં નહોતાં અને માટે જ એમણે શીલાને શિખરના ઉછેર માટે રાખી લીધી હતી. પલ્લવી અને નીરવ ...વધુ વાંચો
શિખર - 9
પ્રકરણ - ૯ મનુષ્ય ઈચ્છે છે કંઈક અને થાય છે એથી કંઈક અલગ જ. તુલસી, પલ્લવી, નીરવ અને શિખરના પણ કંઈક આવું જ બનવાનું હતું. પલ્લવી અને નીરવનો અકસ્માત થતાં જ ગાડી પાણીમાં ખાબકી ત્યારે ત્યાં આજુબાજુમાં કોઈ હાજર નહોતું. રસ્તા પરથી થોડાં ઘણાં વાહનો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈ મદદ કરવા માટે ઊભું રહેતું નહોતું. નકામો પોલીસ કેસ થાય અને ફસાઈ જવાય તો એવી બીકને લીધે કોઈ આ લપમાં પડવા ઈચ્છતું નહોતું. પલ્લવી તો બિલકુલ બેભાન જ થઈ ગઈ હતી પરંતુ નીરવ હજુ થોડો હોશમાં હતો એટલે એણે ગાડીના દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. મહામહેનતે એ ગાડીમાંથી ...વધુ વાંચો
શિખર - 10
પ્રકરણ - ૧૦ પલ્લવીને અકસ્માત થયો એટલે એણે ન છૂટકે તુલસીના ઘરે જ રહેવા ફરી પાછું આવી જવું પડ્યું માટે એ બિલકુલ રાજી ન હતી. પરંતુ એ મજબૂર હતી. એ કંઈ પણ કરી શકે એમ જ ક્યાં હતી? કારણ કે, પોતાની તો હવે કામ કરવાની ત્રેવડ રહી ન હતી અને શિખરનો ઉછેર પણ એ કરી શકે તેમ હાલ એની પરિસ્થિતિ ન હતી. એટલે એણે ફરજિયાત તુલસી પાસે જ રહેવું પડ્યું. ઓપરેશન પછી તુલસી પલ્લવી, નીરવ અને શિખરને લઈને પોતાના ઘરે આવી. છ મહિનાનો શિખર એની મમ્મીનાં પગમાં પાટો બાંધેલો જોતો એટલે એ એની મમ્મીથી ડરવા લાગ્યો હતો અને એ ...વધુ વાંચો
શિખર - 11
પ્રકરણ - ૧૧ શિખર આજે પહેલીવાર પોતાના પગ પર ઉભો રહીને ચાલવા લાગ્યો હતો. શિખરને આ રીતે કોઈપણ સહારા પોતાના પગ પર ઊભેલો જોઈને પલ્લવી, નીરવ અને તુલસી ત્રણેય જણા ખૂબ જ ખુશ થઈ ગયા. હજુ તો આ ત્રણેય જણા બહુ ખુશ થઈ જ રહ્યા હતા ત્યાં જ એમના ઘરની ડોરબેલ વાગી. પલ્લવીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે રોનિત, માધુરી અને એની બંને દીકરીઓ દિશા અને ઈશા ઊભા હતા. ઘણા સમયે પોતાના કાકાજી સાસુ સસરા અને એમની દીકરીઓને જોઈને પલ્લવીને ખૂબ જ આનંદ થયો. એમણે એ ચારેયને આવકાર આપ્યો. તુલસી અને નીરવ પણ બંને બહાર આવ્યા. નીરવ પણ પોતાના ...વધુ વાંચો
શિખર - 12
પ્રકરણ - ૧૨ શિખરની ઉંમર પણ હવે જોતજોતામાં વધવા લાગી હતી. સમય કેટલો ઝડપથી પસાર થઈ જતો હોય છે સમયની ગતિ પણ ઘડિયાળન સેકંડ કાંટાની જેમ જ કદાચ ખૂબ તેજ હોય છે. શિખર પણ તેજ ગતિથી વૃદ્ધિ પામવા લાગ્યો હતો. શિખર હવે ત્રણ વર્ષનો થઈ ગયો હતો એટલે આજે પલ્લવી અને નીરવ બંને એનું શાળામાં એડમિશન લેવા માટે જવાના હતા. પોતાનો દીકરો આજે પહેલીવાર શાળાએ જશે એ વાતની ખુશી એ બંને માતા-પિતાના ચહેરા પર ખૂબ જ છલકી રહી હતી. પોતાના બાળકને પહેલીવાર શાળાએ મોકલવાનો આનંદ તો દરેક માતાપિતાને અનેરો આવતો જ હોય છે. નીરવ અને પલ્લવી પણ એમાંથી બાકાત ...વધુ વાંચો
શિખર - 13
પ્રકરણ - ૧૩ શિખરની શાળા શરૂ થવાને હવે માત્ર એક જ મહિનાની વાર હતી. પરંતુ મનુષ્યની ઈચ્છાઓની ધારણા બહાર કુદરત કંઈક ને કંઈક કરતી જ હોય છે. કોઈએ ક્યારેય પણ વિચાર્યું નહોતું કે કુદરત આ રીતે કઠોર રમત રમશે. શિખરને શાળાએ જવાને હજુ મહિનો બાકી હતો. તેવામાં એક દિવસ નીરવે ટીવીમાં સમાચાર જોયા. ચીનમાં કોરોના વાયરસનો વધતો જતો પ્રકોપ. ચીનમાં આ વાયરસ દિવસે ને દિવસે ફેલાતો જઈ રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી રહ્યા છે. કારણ કે, આ વાયરસ એકબીજાને અડવાથી પણ ફેલાઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને માટે આ વધુ જોખમકારક સાબિત ...વધુ વાંચો
શિખર - 14
પ્રકરણ - ૧૪ કોરોનાના વધતાં જતાં પ્રકોપને કારણે શિખર હવે ઓનલાઈન ક્લાસીસમાં ભણવાનો હતો. શરૂઆતમાં એને શાળામાંથી વિડીયો મોકલવામાં અને એ પ્રમાણે એક્ટિવિટી કરાવતા. જેમાં ક્યારેક ગીત પ્રમાણે એક્શન કરવાની હોય, ક્યારેક રાયમ્સ બોલવાની હોય તો કયારેક બાળકોને વેજીટેબલ સેન્ડવીચ અને લીંબુ શરબત બનાવવાનું પણ શીખવાડતા. અને શિખર એ હોંશે હોંશે શીખતો પણ ખરો. શરૂઆતમાં બધાંને લાગતું હતું કે, આ બહુ લાંબુ નહીં ચાલે પરંતુ ધીમે ધીમે જે રીતે કેસોની સંખ્યા વધી રહી હતી એ જોઈને આ ખરેખર ચિંતાજનક બાબત તો હતી જ. સમાચારની દરેક ચેનલમાં આ કોરોના વાયરસના જ ન્યુઝ આવતા હતા. એ સિવાય બીજું કંઈ જ નવું ...વધુ વાંચો
શિખર - 15
પ્રકરણ - ૧૫ કોરોના નામના આ વાયરસે આ આખી પૃથ્વી પર કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાંય પરિવારો વિખરાઈ ગયા. લોકો મૃત્યુ પામ્યાં. કેટલાંક લોકો એમાંથી સુખરૂપ બચી પણ ગયાં. અને આ બધામાં જો કોઈએ સૌથી વધુ કમાણી કરી હોય તો એ હતી ફાર્મા કંપનીઓ. માત્ર માસ્ક, સેનીટાઈઝર વગેરે...કે જેની કોઈ કિંમત નહોતી એ ખૂબ જ મોંઘા મોંઘા ભાવે વહેંચ્યા. સાદી તાવની દવાઓ જેવી કે, પેરાસીટામોલ પણ ખૂબ ઉંચા ભાવે વહેંચી. એ પછી આ વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન પણ બનાવવામાં આવી અને લોકોને એ વેક્સિન આપવામાં આવી. સરકારે પણ આ વાયરસને નાબૂદ કરવાં તેમજ એને ફેલાતો અટકાવવા માટે ઘણાં ...વધુ વાંચો
શિખર - 16
પ્રકરણ - ૧૬ પલ્લવી, નીરવ, શિખર અને તુલસીના જીવનમાં ઘાત આવી અને ગઈ. પહેલાં તો કોરોના નામની ઘાત આવી પછી નીરવની નોકરી જતી રહી અને એ જ સમય દરમિયાન આ વાઈરસે પલ્લવીને પણ પોતાના હોવાનું સબૂત આપ્યું. પલ્લવી એનો ભોગ બની. પણ ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું હતું નીરવને એની નોકરી પાછી મળી ગઈ અને શિખરની શાળા પણ ચાલુ થઈ ગઈ. શિખર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ભણવું એને ગમતું પણ હતું અને એ ખૂબ મહેનતુ પણ હતો. પરંતુ ધીમે ધીમે એની આ હોશિયારીને કારણે એની પાસેથી ઘરના બધાં જ સદસ્યોની અપેક્ષાઓ ખૂબ જ વધવા લાગી હતી. જેનું ...વધુ વાંચો
શિખર - 17
પ્રકરણ - ૧૭ આજે શિખરનો જન્મદિવસ હતો. પરંતુ શિખરના ઘરમાં આજે એના બર્થ ડે ના ઉત્સાહ કરતા પણ એને પ્રોજેક્ટ માટે ગાંધીનગર જવાનું હતું એનો ઉત્સાહ એના ઘરમાં વધુ હતો. પલ્લવી એને સમજાવતાં કહી રહી હતી, "તમે લોકો બરાબર પ્રેઝન્ટેશન આપજો. કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હા! ચિંતા બિલકુલ કરતાં જ નહીં. મને પૂરો વિશ્વાસ છે કે, તમે જરૂર નેશનલ લેવલ સુધી પહોંચી જ જશો." શિખરનું પલ્લવીની આ બધી વાતમાં કોઈ જ પણ પ્રકારનું ધ્યાન ન હતું. એને તો પોતનો બર્થ ડે ઉજવવો હતો પણ એના ઘરમાં કોઈને પણ એનો બર્થ ડે ઉજવવાની ઈચ્છા હોય ...વધુ વાંચો
શિખર - 18
પ્રકરણ - ૧૮ શિખર અને તેના મિત્રો ગીતા મેડમ અને રવિ સર બધાં જ હવે વિજ્ઞાન ભવન આવી પહોંચ્યા ગુજરાતની અનેક શાળાના વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. ખૂબ સુંદર રીતે આ આખા વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને લગનથી પોતપોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા. વિદ્યાર્થીઓ તો ઉત્સાહી હતાં જ પરંતુ એમની સાથે આવેલાં શાળાના શિક્ષકો પણ એટલાં જ ઉત્સાહી હતા. શિખર અને એની ટીમે પણ એક ખૂબ જ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. એમણે રોબોટનું વર્કિંગ મોડેલ બનાવ્યું હતું. એ લોકોએ એવું મોડેલ બનાવ્યું હતું કે, જેને જો બરાબર કમાન્ડ આપવામાં આવે તો એ એકદમ ...વધુ વાંચો
શિખર - 19
પ્રકરણ - ૧૯ શિખર અને એની ટીમે શાળાનું નામ રોશન કર્યું હતું એ બદલ એમની શાળા તરફથી પણ આ વિદ્યાર્થીઓને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા. બધાંને આ વાતનો ખૂબ જ આનંદ હતો. એટલું ઓછું હોય એમ શિખરનો પરિવાર પણ શિખરની આ જીતને ઉજવવામાં પાછો ન પડ્યો. શિખરની જીત પણ ફરી આખા પરિવારે એકસાથે ઉજવી. પલ્લવી અને નીરવ બધાંને કહેતા થાકતાં નહોતાં કે, "શિખર સ્પર્ધામાં ઈનામ જીતીને આવ્યો છે." પલ્લવી અને નીરવની આવી વાતો સાંભળીને ક્યારેક કોઈક મજાક પણ કરી લેતાં કે, "જો જો હો દીકરાને બહુ દોડાવવાની લાયમાં અને એના પર ખૂબ અભિમાન લેવામાં ક્યાંક એ ઘમંડી ન બની જાય. ...વધુ વાંચો
શિખર - 20
પ્રકરણ - ૨૦ નવમા ધોરણમાં ભણતો શિખર હવે શાળાએ તો રોજ જતો રહેતો હતો પરંતુ એનું ધ્યાન હવે ભણવામાં નહોતું. એનું ચિત્ત હવે ભણવામાં બિલકુલ ચોંટતું નહોતું. મનથી તો એ જાણતો હતો કે મારે મારું બધું જ ધ્યાન ભણવામાં આપવું જોઈએ પરંતુ એ કરી શકતો ન હતો. એ કોશિશ તો કરતો કે, એનું ધ્યાન ક્યાંય ભટકે નહીં પરંતુ એ વારંવાર વિચલિત થઈ ઉઠતો. એનું ધ્યાન વારંવાર શ્રેયા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યું હતું. એક ગજબનું આકર્ષણ એ શ્રેયા પ્રત્યે અનુભવી રહ્યો હતો. શાળામાં શિક્ષક જ્યારે ભણાવી રહ્યા હોય ત્યારે પણ એની નજર હંમેશા શ્રેયા તરફ જ રહેતી. એ હંમેશા શ્રેયાને ...વધુ વાંચો
શિખર - 21
પ્રકરણ - ૨૧ તુલસીએ શિખરનું શ્રેયા બાબતનું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એણે પલ્લવી સાથે આ બાબતે વાત કરવાનું નક્કી કર્યું જ્યારે પલ્લવી રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે તુલસી ત્યાં આવી અને બોલી કે, "પલ્લવી! આજે તું રસોઈમાં શું બનાવી રહી છો?" "મમ્મી! આજે હું ગુવાર ઢોકળીનું શાક અને રોટલી બનાવી રહી છું. તમને તો ખબર છે શિખર અને નીરવ બનેનું આ પ્રિય શાક છે." "હા! અને આપણાં બંનેનું પણ." "હા, એ પણ સાચું હો મમ્મી! તમે જો ફ્રી હોવ તો ગુવાર સમારવામાં મારી મદદ કરો ને તો ત્યાં સુધીમાં હું ઢોકળી બનાવી લઉં." "હા, લાવ તું મને ગુવાર આપી ...વધુ વાંચો
શિખર - 22
પ્રકરણ 22 શિખરના રૂમમાંથી બળવાની વાસ આવતી હતી એટલે તુલસી, નીરવ અને પલ્લવી ત્રણેય જણાં એના રૂમ તરફ દોડ્યા. તરત જ દોડતી શિખરના રૂમમાં પહોંચી અને જોરજોરથી રાડો નાખવા લાગી, "શિખર! સોરી દીકરા! અમારા બધાંની ભૂલ થઈ ગઈ. બેટા! દરવાજો ખોલ. તું અંદર શું કરી રહ્યો છે અને તારા રૂમમાંથી આટલી બધી બળવાની વાસ કેમ આવી રહી છે?" હજુ તો તુલસી એટલું બોલી ત્યાં જ પલ્લવી પણ બોલી ઉઠી, "શિખર! મારાં દીકરા મને માફ કરી દે. સોરી બેટા! મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારા પર ક્યારેય આટલો ગુસ્સો નહીં કરું. પ્લીઝ! બેટા દરવાજો ખોલ." ત્યાં જ નીરવ પણ ...વધુ વાંચો
શિખર - 23
પ્રકરણ ૨૩ શિખરના રૂમમાંથી બળવાની વાસ આવતી હતી એટલે તુલસી, નીરવ અને પલ્લવી ત્રણેય જણાં એના રૂમ તરફ દોડ્યા. તરત જ દોડતી શિખરના રૂમમાં પહોંચી અને જોરજોરથી રાડો નાખવા લાગી, "શિખર! સોરી દીકરા! અમારા બધાંની ભૂલ થઈ ગઈ. બેટા! દરવાજો ખોલ. તું અંદર શું કરી રહ્યો છે અને તારા રૂમમાંથી આટલી બધી બળવાની વાસ કેમ આવી રહી છે?" હજુ તો તુલસી એટલું બોલી ત્યાં જ પલ્લવી પણ બોલી ઉઠી, "શિખર! મારાં દીકરા મને માફ કરી દે. સોરી બેટા! મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારા પર ક્યારેય આટલો ગુસ્સો નહીં કરું. પ્લીઝ! બેટા દરવાજો ખોલ." ત્યાં જ નીરવ પણ ...વધુ વાંચો
શિખર - 24
પ્રકરણ - ૨૪ ઘણી જ મથામણના અંતે નીરવ અને પલ્લવીને શિખર માટે યોગ્ય શિક્ષક મળી ગયા હતા. શિખરને નવા શિક્ષકનું નામ હતું અનુશ્રી. અનુશ્રી મેડમના આવવાથી શિખર હવે ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો અને મન દઈને ભણવા લાગ્યો હતો. ઘરનું વાતાવરણ તો આમ પણ એના માટે પહેલેથી જ ભારરૂપ હતું પરંતુ અનુશ્રી મેડમના આવવાથી એને ઘણી રાહત થઈ હતી. અનુશ્રી મેડમ ખુબ જ હોશિયાર હતા. એને તરત જ ધ્યાનમાં આવી ગયું હતું કે, શિખર ખૂબ હોશિયાર તો છે જ પરંતુ એના પરિવારનું ખાસ કરીને એની મમ્મી પલ્લવીની શિખરને શિખર પર બેસાડવાની જે અપેક્ષા છે એ ખૂબ જ વધુ ...વધુ વાંચો
શિખર - 25
પ્રકરણ - ૨૫ પલ્લવીએ અનુશ્રી મેડમને ઘરમાંથી કાઢી મૂક્યા પછી શિખર પલ્લવી પર ખૂબ જ ધૂંધવાયો હતો. એ પોતાના જઈને કૃષ્ણ ભગવાનના ફોટા સામે જોઇને પ્રાર્થના કરવા લાગ્યો હતો કે, "હે ઈશ્વર! કોઈક તો ચમત્કાર કર કે, જેથી અનુશ્રી મેડમ મારી જિંદગીમાં ફરી આવી જાય. હું મમ્મી પાસે નથી જ ભણવા માગતો." હજુ તો એ ભગવાનને આ પ્રાર્થના કરી ગયો હતો કે ત્યાં જ પલ્લવી એની પાસે આવી અને કહેવા લાગી, "જો શિખર! હું તારી મમ્મી છું. મમ્મી પોતાના બાળકને ખૂબ સારી રીતે ઓળખતી હોય છે. તારી ભલાઈ શેમાં છે એ હું ખૂબ જ સારી રીતે જાણું છું અને ...વધુ વાંચો
શિખર - 26
પ્રકરણ - ૨૬ ગણિતના પેપરના દિવસે અચાનક શિખરને શું થયું કે એ પેપર પૂરું છોડીને આવતો રહ્યો. જે કંઈ વાંચ્યું હતું એ બધું જ એ ભૂલી ગયો. સુપરવાઇઝરને પૂરું પેપર પરત કરીને એ ઘરે આવતો રહ્યો હતો એ જેવો ઘરે આવ્યો કે એની મમ્મીએ એમને તરત પૂછ્યું, "શિખર! દીકરા! તારી ગણિતનું પેપર કેવું ગયું?" શિખરને થોડીવાર તો સમજાયું નહીં કે એ શું જવાબ આપે? પણ પછી એ હિંમત ન હાર્યો અને એણે પલ્લવીને સાચું જ કહી દીધું. એ બોલ્યો, "મમ્મી..! મમ્મી..! હું...હું....પેપર કોરું મૂકીને આવ્યો રહ્યો. મે જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ હું ભૂલી ગયો. મને ...વધુ વાંચો