આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા છે,જેમાં ખુશી નો સોનેરી રંગ છે,તો દુઃખ નો સફેદ અને ડર નો કાળો રંગ પણ છે,કેમ કે કોઈ એક રંગ ની ગેરહાજરી પણ જીવન રૂપી મેઘધનુષ ને અધૂરો રાખે છે.તો આવો સાથે મળી ને આ નવી જ કલરફુલ વાર્તા ને માણીએ. ભગવાને ધરતી પર અલગ અલગ જીવ બનાવી સરસ સંસાર ની ઈચ્છા કરી,એટલે જ એમને દરેક રંગ ના અલગ અલગ જીવ બનાવ્યા,દરેક ની આગવી સુંદરતા અને મહત્તા આપી,તેમનું પોષણ થાય એટલે અલગ અલગ વનસ્પતિ પણ આપી અને અંતે એ સંસાર ને ચલાવવા માણસ બનાવ્યો,એક માત્ર એવો જીવ જે પોતાની બુદ્ધિ થી સારાસાર નો વિચાર કરી

Full Novel

1

કલર્સ - ૧

આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા છે,જેમાં ખુશી નો સોનેરી રંગ છે,તો દુઃખ નો સફેદ અને ડર નો કાળો રંગ છે,કેમ કે કોઈ એક રંગ ની ગેરહાજરી પણ જીવન રૂપી મેઘધનુષ ને અધૂરો રાખે છે.તો આવો સાથે મળી ને આ નવી જ કલરફુલ વાર્તા ને માણીએ. ભગવાને ધરતી પર અલગ અલગ જીવ બનાવી સરસ સંસાર ની ઈચ્છા કરી,એટલે જ એમને દરેક રંગ ના અલગ અલગ જીવ બનાવ્યા,દરેક ની આગવી સુંદરતા અને મહત્તા આપી,તેમનું પોષણ થાય એટલે અલગ અલગ વનસ્પતિ પણ આપી અને અંતે એ સંસાર ને ચલાવવા માણસ બનાવ્યો,એક માત્ર એવો જીવ જે પોતાની બુદ્ધિ થી સારાસાર નો વિચાર કરી ...વધુ વાંચો

2

કલર્સ - ૨

અગાઉ આપડે જોયું કે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા રાઘવ અને વાહીદ એક ક્રુઝ ની સફર થી આઇલેન્ડ પર છે,જ્યાં તેમને ભારતીય અમેરિકન આફ્રિકન એમ અલગ અલગ જગ્યા ના લોકો મળે છે. સંપૂર્ણ સુવિધા વાળા આ ક્રુઝ પર રાઘવ ને એક ભારતીય અને એમાં પણ ગુજરાતી મળી જાય છે.હવે આગળ... એ ઉપરાંત ક્રુઝ પર કેપ્ટન અને તેની ટિમ ના લગભગ પચીસ લોકો હતા,એક અમેરિકન ફેમિલી હતું જેમાં પતિ પત્ની અને તેના બાળકો હતા તે પણ રાઘવ ના બાળકો ની ઉમર ના જ હતા.આમ બાળકો ને પોતાનું ગ્રૂપ મળી ગયું અને મોટેરાઓ ને તેમનું.એક ઓલ્ડ એજ ગ્રૂપ પણ તેમાં સામેલ ...વધુ વાંચો

3

કલર્સ - 3

અગાઉ આપડે જોયું કે ક્રુઝ પર બધા યાત્રી ખૂબ મજા કર્યા બાદ પીટર ને કોઈ અવાજ સંભળાય છે પણ કદાચ એનો વહેમ હતો,એવું સમજી ને એ ફરી ઊંઘી જાય છે અને જાગી ને જોવે છે કે... પીટર ખૂબ જ ખુશ હતો કે નિયત સમયે અને નિર્વિઘ્ને તે પોતાના ક્રુઝ મેમ્બર સાથે આ નવા આવેલા આઇલેન્ડ પર પહોંચી ગયો હતો.પીટર ની ટિમ દર વર્ષે કોઈ ને કોઈ નવા આઇલેન્ડ પર જતી,જો ત્યાં નો અનુભવ સારો રહે તો તે વર્ષ મેં ચાર પાંચ વાર ત્યાં બીજી ટ્રીપ કરતા. આઇલેન્ડ દેખાવ માં ખૂબ જ સુંદર હતો,ચોતરફ હરિયાળી અને ટેકરીઓ દેખાતી હતી,ઉંચા ઉંચા ...વધુ વાંચો

4

કલર્સ - 4

અગાઉ આપડે જોયું કે આઇલેન્ડ ની ખુબસુરતી દૂરથી જોઈ ને બધા ખૂબ જ ઉત્સાહ માં હતા.પીટર અને તેની ટીમે જ ઝડપ અને ચપળતા થી ત્યાં બધા ના રહેવા ની વ્યવસ્થા કરી દીધી છે.પીટર બધા ને આ અજાણ્યા આઇલેન્ડ પર ગ્રૂપ માં રહેવા અને દૂર સુધી ના જવા ની વિનંતી કરે છે.હવે આગળ... જો કે બધા માં રાઘવ નું ગ્રૂપ તેનું ફેવરિટ બની ગયું હતું. કેમ કે તેમાં બધા જ લોકો ખુશમિજાજ હતા.બપોરે જમ્યા બાદ પીટર તેના અમુક લોકો ને સાથે લઈ ને જંગલ તરફ જવાનો હતો,જેથી બીજા દિવસે કઈ તરફ જવું એ નક્કી થઈ શકે. એ દિવસ તો બધાનો ...વધુ વાંચો

5

કલર્સ - 5

અગાઉ આપડે જોયું કે પીટરે આઇલેન્ડ પર પહોંચતા જ બધા માટે સરસ રહેવા માટે ટેન્ટ અને બીજી વ્યવસ્થા કરી દિવસે દરેક વ્યક્તિ એ ત્યાં જ ખૂબ મજા કરી.હવે આગળ.. આપડે બધા અત્યારે અહીં થી જંગલ તરફ ફરવા જવાના છીએ,કેમ કે અજાણ્યું જંગલ છે સો..બધા પોતાના ગ્રૂપ માં જ રહેશો અને મારી સાથે જ ચાલશો. અહીં ની કોઈપણ વનસ્પતિ કે ફ્રુટ ખાવું કે અડકવું હિતકારી નથી તો ખાસ બાળકો એ કઈ પણ અડકવું નહિ.અને કેમ કે અહીં મોબાઇલ નેટવર્ક નથી તો કોઈ એક પણ અલગ થયું તો તેમને શોધવું મુશ્કેલ થશે. સો...પ્લીઝ...પ્લીઝ સ્ટે ટુગેધર એન્ડ કો ઓપરેટ મી. આટલું કહી ...વધુ વાંચો

6

કલર્સ - 6

અગાઉ આપડે જોયું કે પીટર એક ખૂબ સારો કેપ્ટન છે,તે બધી સાવચેતી સાથે બધા યાત્રીઓ ને લઈ ને જંગલ જાય છે,ત્યાં તેઓ એક એવી જગ્યા એ જાય છે,જ્યાં ની ખૂબસૂરતી જોઈ ને બધા ખુશ થવા કરતા વધુ ડરી જાય છે.હવે આગળ... પીટર અને રાઘવ ની વાત સાંભળી હવે વાહીદ નું ધ્યાન આ બાબત પર ગયું,તે લોકો સિવાય એક બીજી પણ વ્યક્તિ હતી જેનું ધ્યાન આ બાબત પર હતું અને તે હતો નિલ.તે પણ આ બાબતો થી મુંજાયેલો લાગતો હતો,અને તેની પત્ની જાનવી સાથે આ બાબતે ચર્ચા કરતો હતો.કેમ કે જાનવી પુરાતત્વ વિભાગ માં હતી કયો પથ્થર કેટલો જૂનો છે!કઇ ...વધુ વાંચો

7

કલર્સ - 7

અગાઉ આપડે જોયું કે પીટર અને બધા યાત્રીઓ એ જંગલ માં એક એવી જગ્યા જોઈ જે અત્યાર સુધી ના કરતા અલગ હતી,પીટર બધા ને ત્યાંથી ફરી ટેન્ટ પાસે લઈ આવે છે,પણ ત્યાં નો નજારો બધા ને હેરાન કરી નાખે છે,અને ત્યાં જ રોન નો અવાજ સંભળાય છે.હવે આગળ... રોન આસપાસ નજર કરી ને બોલ્યો જાણે કોઈ એને સાંભળી જવાની બીક હોઈ,સર...સર...તમે અહીંથી ગયા ત્યારબાદ બધું સરસ જ હતું,મેં અને જોને ક્રુઝ પર સાફ સફાઈ કરી,મેરી અને રોઝ અહીં કામ કરતા હતા,અને બપોરે અચાનક જોરદાર પવન ચાલવા લાગ્યો,આકાશ કાળું નહતું પણ વાતાવરણ વરસાદી બની ગયું,આ વૃક્ષો તો જાણે હમણાં જમીનદોસ્ત ...વધુ વાંચો

8

કલર્સ - 8

રોન ની વાત સાંભળી બધા યાત્રીઓ માં એક ડર પેસી જાય છે,પીટર અને બીજા યાત્રીઓ ત્યાંથી નીકળવામાં પણ અસમર્થ જાય છે.હવે આગળ... કેપ્ટન..કેપ્ટન આ બધી તમારી જ ભૂલ છે,અહીં આવતા પહેલા એકવાર તમારે આ ટાપુ વિશે થોડું જાણી લેવાની જરૂર હતી!લાગભગ સિત્તેર ના આરે પહોંચેલા મિસ્ટર ક્રોક નારાજગી જતાવતા બોલ્યા. હા હું પણ ક્રોક સાથે સહમત છું,અમારા જીવ ને જોખમ માં મૂકી ને તમે શું સાબિત કરવા માંગો છો?ક્રોક ના મિત્ર એવા જ્હોન બોલ્યા કે જે એમની જ ઉમર ના હતા.આ આખું ગ્રૂપ અહીં પોતાના ફેમિલી થી દુર શાંતિ અને મોજ મજા કરવા આવ્યા હતા. સર માન્યું કે જગ્યા ...વધુ વાંચો

9

કલર્સ - 9

આગલા દિવસ ના ખરાબ અનુભવ પછી બીજા દિવસે પીટર અને તેની ટિમ પાણી ન ધોધ પાસે જાય છે,ત્યારે રસ્તા કાલ કરતા વધુ ધ્યાન રાખે છે.આજે દરેક વસ્તુ ને જોવાની નજર અલગ હોય છે.હવે આગળ... જાનવી એ પોતાની પાસે રહેલા સાધનો ઉપરાંત એક બીજી નાની કીટ કાઢી જે હમેશા તેની સાથે હોઈ,જેમાં ઘણા નાના અણી વાળા સાધનો હતા,એક માટી ખોદવાનું સાધન પણ હતું,તેનાથી ત્યાં ની જમીન અને વૃક્ષો ના મૂળ તેની ડાળી અને ફળો બધું તપાસ કરવા લાગ્યા,પણ તેને અજુગતું ના લાગ્યું,તે જમીન નું બંધારણ સામાન્ય જમીન જેવું જ હતું,પણ ત્યાં ના વૃક્ષો લગભગ મહિના દિવસ પહેલા જ ઉગાડેલા હતા!જાનવી ...વધુ વાંચો

10

કલર્સ - 10

પીટર ની ટિમ ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,જ્યાં જાનવી ને ત્યાં ના બંધારણ વિશે થોડું અચરજ જણાય અને તેની ટિમ આજે બીજી દિશા મા જાય છે, જ્યાં હજી સુધી તો તેમને કોઈ અચરજ જોવા મળતું નથી હવે આગળ... રોઝ ને ઉદાસ જોઈ વાહીદ તેની ઉદાસી નું કારણ પૂછે છે.. સર મને તો એવું લાગે છે કે આપડે કોઈ ભૂલભુલામણી માં ફસાઈ ગયા છીએ.એમાંથી નિકળીશું કે કેમ એ મોટો પ્રશ્ન છે!!રોઝે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. અરે તું આમ નિરાશ નહીં થા,કાંઈક રસ્તો ચોક્કસ મળશે.રોને પોતાની પત્ની ને સાંત્વના આપી.પણ અંદરથી તે પણ મૂંઝાતો હતો કે શું ખરેખર ...વધુ વાંચો

11

કલર્સ - 11

અગાઉ આપડે જોયું કે પીટર ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,અને ત્યાં ના બંધારણ વિશે નવું જાણવા મળે વાહિદ જે ટેકરી પર ગયો ત્યાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હોઈ એવું જ બંધારણ છે.હવે આગળ... આ તરફ વાહીદ અને રોન તે નાની ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યા,નીચે રોઝે અને બીજા મેમ્બરે તેમને હેમખેમ ફરેલા જોઈ શાંતિ અનુભવી.બધા ઉપર શુ હતું એ પૂછવાલાગ્યા. પણ જ્યારે તેમને વાહીદ અને રોન ની વાત સાંભળી તે તેઓ બધા મુંજાઈ ગયા,અને બધા ને એવું લાગ્યું કે કોઈ પ્રશ્ન નો જવાબ તો ના મળ્યો પણ એક નવો પ્રશ્ન ઉદભવી ગયો!હવે કરવું શું?પણ ત્યારે વાહીદે ...વધુ વાંચો

12

કલર્સ - 12

અગાઉ ના ભાગ માં આપડે પીટર દ્વારા બનાવેલી ટિમ અને તેના દ્વારા થયેલી અલગ અલગ જગ્યા ની સફર વિશે ચોથી રાઘવ ની ટિમ હજુ પરત ફરી નથી, બધા તેની રાહ માં છે,ત્યાં જ જંગલ તરફ થી કશો સળવળાટ સંભળાય છે.હવે આગળ... જે જગ્યા એ ટેન્ટ બાંધેલા હતા ત્યાં તો ખૂબ જ લાઈટ હતી,અને જંગલ તરફ ઘોર અંધકાર એટલે બધા ને આ અજ્વાળા પાછળ ના ચેહરા દેખાતા નહતા.ધીમે ધીમે તે નજીક આવતા ગયા,બધા ના મન માં ભય અને ચિંતા ની મિશ્રિત લાગણી હતી.અને જેવા તે ઓળા નજીક આવ્યા તો બધા ના ચેહરા પર ભય ની જગ્યા એ ખુશી છવાઈ ગઈ. ...વધુ વાંચો

13

કલર્સ - 13

અગાઉ આપડે જોયું કે દરેક ટિમ ને અલગ અલગ રસ્તે અલગ અલગ અનુભવો થયાં,પણ રાઘવ ની ટિમ ને થયેલો સાવ જુદો અને અલગ જ છે,જોઈએ કે શું તે જ રસ્તો છે અહીંથી બહાર નીકળવાનો!કે પછી વળી કોઈ નવી પહેલી લાવી છે આ જગ્યા... અમે એ ઝાડ ની નજીક ગયા તેની આસપાસ ચારેતરફ જોયું પણ ત્યાં કોઈ જ નહતું,અમેં કોઈ છે...એવી બૂમ પણ પાડી પરંતુ કોઈ જ જવાબ ના આવ્યો,એ પ્રકાશ એ ઝાડ માંથી ક્યાંથી આવતો હતો તે પણ સમજાતું નહતું!અમે પાછા વળતા હતા અને ત્યાં જ જોને મારા નામ ની બૂમ પાડી..રાઘવ સર... મેં પાછળ ફરી ને જોયું તો ...વધુ વાંચો

14

કલર્સ - 14

રાઘવ ને થયેલો વિચિત્ર અનુભવ બધા ના મન માં અહીંથી નીકળવાની એક આશા જગાડે છે,પીટર ને યાત્રીઓ ની સલામતી ચિંતા ને લીધે ઊંઘ નથી આવતી અને નાયરા સાથે તે સમુદ્ર કિનારે બેસે છે...હવે આગળ...આટલા યાત્રીઓ ની સલામતી નો સવાલ છે ઊંઘ કેમ આવે!પીટર ના ચેહરા પર સ્પષ્ટ નિરાશા હતી. ઉદાસ નહિ થાવ કેપ્ટન કેમ કે આમાં તમારો કોઈ જ વાંક નથી,અમારી કિસ્મત જ અમને અહીં લઈ આવી છે,અને અમારી કિસ્મત માં હશે તો અમે અહીંથી પાછા પણ જઈશું. નાયરા ના હકારાત્મક વિચાર સાંભળી ને પીટર નું મન થોડું શાંત થયું.પણ હજી આગળ શું કરવું એ પ્રશ્ન તો ઉભો જ ...વધુ વાંચો

15

કલર્સ - 15

નિરાશ પીટર ના મન ને નાયરા ની વાત થી સારું લાગે છે.તે બધા ના હાથ માં ફળ આપે છે,પરંતુ ફળ ના રંગ માં ફરક પડતો નથી.અંતે તેઓ ફરી વાહીદ અને રાઘવ જે તરફ ગયા હતા ત્યાં જવાનું નક્કી કરે છે,હવે આગળ... આ તરફ વાહીદ અને પીટર ટેકરીના રસ્તે નીકળ્યા,અને રાઘવ અને નિલ પેલી ગુફા વાળી જગ્યા એ.આ વખતે દરેક ટિમ મેમ્બર ત્યાં જ ગયા હોવાથી બધા સાથે મળી ને ત્યાં આસપાસ ની દરેક વસ્તુ ચકાસતા હતા. આ તરફ નાયરા લિઝા અને જાનવી કિનારે બેસી પોતાની મસ્તી માં મશગુલ હતા.તેમાં જાનવી ને જાણવા મળ્યું કે કઈ રીતે નાયરા એ એક ...વધુ વાંચો

16

કલર્સ - 16

અગાઉ આપડે જોયું કે પીટર અને વાહીદ ટેકરી પરથી એક ઇમારત જોવે છે અને ત્યાં આગળ વધે છે,આ તરફ જાનવી ને સ્વિમિંગ શીખવતી હોઈ છે અને અચાનક જ તે બંને ક્યાંક ગાયબ થઈ જાય છે.હવે આગળ... જોર્જ પ્લીઝ કિપ કામ!!!મિસિસ જોર્જે તેને સમજાવતા કહ્યું.જો અત્યારે અહીં આપડે જ એમને શોધવાના છે,કેમ કે ઓલ્ડએજ ગ્રૂપ ને આ વાત ની ખબર પડશે તો નાહક વાત વધશે.એક કામ કરો તમે અહીં બધા ને સાંભળજો હું અને લિઝા નજીક માં શોધવા જઈએ છીએ. મિસ્ટર જોર્જ ને હવે પરિસ્થિતિ નું ભાન થયું,કેમ કે કાલ તેમના બાળક સાથે બનેલા બનાવ બાદ તેઓ બંને આજે અહીં ...વધુ વાંચો

17

કલર્સ - 17

એક તરફ પીટર બધા ને અહીં થી સહી સલામત કાઢવા માટે પોતાની બનતી બધી કોશિશ કરી રહ્યો છે,અને એ તે ઇજાગ્રસ્ત થઈ જાય છે,અને બીજી તરફ નાયરા અને જાનવી ક્યાંક ખોવાઈ ગયા છે!લિઝા અને મિસિસ જોર્જ તેમને આસપાસ શોધે છે પણ હજી તેમની કોઈ ભાળ મળી નથી,અંતે નિલ અને રાઘવ ને આ વાત ની જાણ થતાં તેઓ તેમને શોધવા જાય છે.હવે આગળ... આ તરફ નાયરા અને જાનવી ના ગાયબ થવાની વાત ધીમે ધીમે બધા ને જાણ થઈ ગઈ.વૃધ્ધો એ તો લિઝા પર ગુસ્સો કરવા માંડ્યો,અને કુશ, ક્રીના અને નીરજા એ તો રડવાનું ચાલુ કર્યું. રાઘવ અને નિલ બંને હજી ...વધુ વાંચો

18

કલર્સ - 18

પોતાની પત્ની ની શોધ માં નીકળેલા નિલ અને રાઘવ હવે એ જ ઇમારત પાસે આવી ને ઉભા જે તેમની એ જોઈ હતી પરંતુ તેઓ ત્યાં જ છે કે પછી ક્યાય બીજે.આ તરફ પીટર પણ તેની મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે.હવે આગળ... શું લાગે છે?આ શું હોઈ શકે?જોર્જે શંકાથી પૂછ્યું.નિલ અને રાઘવે એકબીજા સામે જોયું,ખબર નહીં!પણ જે કાંઈ પણ છે ત્યાં પહોંચવાનું તો છે જ!રાઘવ મક્કમ સ્વરે બોલ્યો. રાઘવે ડગ આગળ માંડ્યા,નિલ અને મેક તેને અનુસર્યા.તેમને જતા જોઈ જોર્જે પણ તેમની પાછળ જવું પડ્યું.તે મકાન ની નજીક જતા જ એક ડર બધા ના મન માં લાગી રહ્યો હતો,કેમ કે ...વધુ વાંચો

19

કલર્સ - 19

રાઘવ અને નિલ એક ખૂબ જ ડરામણી અને રહસ્યમય જગ્યા એ આવી ને ઉભા છે,હજી સુધી નાયરા અને જાનવી છે એ ખબર નથી.પરંતુ એ રહસ્યમય જગ્યા માં એમના સિવાય બીજા કોઇના પગરવ સંભળાય છે!કોણ છે આવનારું,કોઈ પોતાનું કે પારકું?... લિઝા આંટી મારી મમ્મા ક્યાં ચાલી ગઈ?શું તેને અહીં નું ભૂત ઉઠાવી ગયું?નાના કુશે પ્રશ્ન કર્યો. લિઝા ને પહેલા તો ગુસ્સો આવ્યો કે આને ભૂત ની વાત કહી કોને?પણ પછી કુશ ને પોતાના ખોળા માં બેસાડી વ્હાલ કરતા કહ્યું:તારી મમ્મા ને કોઈ ભૂત ઉઠાવી ગયું નથી,એ તો કેટલી બહાદુર છે!!તે જોયું તું ને પેલો તારો ફ્રેન્ડ પાણી માં ડૂબતો હતો ...વધુ વાંચો

20

કલર્સ - 20

અગાઉ આપડે જોયું કે નિલ અને રાઘવ જે જર્જરિત હવેલી એ પહોંચે છે,પીટર અને વાહીદ પણ ત્યાં જ આવે જાનવી વિશે સાંભળી પીટર વધુ મુંજાઈ જાય છે,અને હવે બધા તે બંને ને શોધવા અને આ ટાપુ પરથી નીકળવાનો રસ્તો સાથે મળી ને શોધે છે,તે માટે તેઓ હવેલી ની અંદર જાય છે.હવે આગળ... નિલ,રાઘવ,પીટર અને વાહીદ બધા ત્યાં ની સીડી પર અલગ અલગ બે ભાગ માં આગળ વધે છે,ઉપર ખૂબ જ વિશાળ રૂમ અને તેના બારી દરવાજા જોવા મળે છે.તો પીટર અને વાહીદ જે તરફ ગયા હતા,ત્યાં ત્રણ મોટા રૂમ હતા,જેના દરવાજા અને બારીઓ પણ વિશાળ હતા, એ આખો ફ્લોર ...વધુ વાંચો

21

કલર્સ - 21

એક તરફ રાઘવ,નિલ ,પીટર અને વાહીદ પેલી અજાણી હવેલી જેવી ઇમારત માં નાયરા અને જાનવી ને શોધવા ગયા છે,જ્યાં ઘણી અજાયબી જોવા મળે છે,જ્યારેબીજી તરફ લિઝા ટેન્ટ પર બાળકો ને મિસિસ જોર્જ ની પાસે છોડી અને લિઝા પોતે એકલી નાયરા અને જાનવી ની શોધ માં નીકળી પડે છે,તે હજી તો ઇમારત તરફ જોવે એ પહેલાં જ અચાનક જ તે એક ખાડા માં પડી જાય છે.હવે આગળ... હવેલીની સજાવટ જોઈને કોઈ જુના જમાના ના રાજા નું અહીં રાજ્ય હોઈ તેવું લાગતું હતું.એ સાથે જ એમને જોયું કે એક બીજી સીડી ઉપર ની તરફ જતી હતી.આ વખતે પણ પીટરે સેફ્ટી માટે ...વધુ વાંચો

22

કલર્સ - 22

એક તરફ લીઝા એક ખાડા માં પડી જાય છે, જયાંથી તેને કોઈ છૂપો રસ્તો મળે છે અને તે તેને કોઈ અજાણી જગ્યાએ પહોંચી જાય છે, જયારે બીજી તરફ પીટર અજાણી જોવા મલેલી ઇમારત ના રહસ્યો ઉકેલવા મથે છે.હવે આગળ... પીટર અને વાહીદ ની ટિમ અગાશી ના બીજી તરફ ના ખુલ્લા ભાગ માં જવાની કોશિશ કરે છે,પરંતુ વચ્ચે લગભગ પાંચ ફૂટ જેટલું અંતર હોઈ થોડી મુશ્કેલી થાય છે.આસપાસ તપાસ કરતા એક જૂની લાકડાની સીડી મળે છે,જેને તે લોકો બીજી તરફ ટેકવી ને જવાની કોશિશ કરે છે,પીટર એકલો જ ત્યાં જાય છે,અને તે તરફ ના ઝરૂખા નું બારણું ખોલી ને જોવે ...વધુ વાંચો

23

કલર્સ - 23

લીઝા ને તો ફક્ત એક શસ્ત્ર રાખવાનો રૂમ મળ્યો,પણ તેનાથી આગળ કોઈ રસ્તો મળ્યો નહિ.આખી હવેલી ફર્યા બાદ હવે ની ટીમ ત્યાંથી જતી જ હોય છે કે,પેલા માયાવી અરીસા ની સામેની દીવાલ માં એક બીજો એવડો જ અરીસો લટકાવેલો હોઈ છે.જોઈએ એ અરીસો હવે શું રંગ લઇ ને આવશે. પીટરે તેના ખભા પર હાથ રાખી સાંત્વના આપી,અને ત્યાંથી જવા લાગ્યો,નીલ તેની આ પ્રતિક્રિયા ને પેહલા તો સમજી ના શક્યો પછી જ્યારે પીટરે બધા ને ત્યાંથી બહાર જવાનું કહ્યું ત્યારે તે સમજી ગયો કે અવાજ ફક્ત પોતાને જ સંભળાયો લાગે છે.તે જેવો ત્યાંથી પગથિયાં ઉતરવા લાગ્યો કે ફરી તેને ...વધુ વાંચો

24

કલર્સ - 24

એક તરફ રાઘવ અને નીલને તેમની પત્ની નો અવાજ સંભળાય છે,બીજી તરફ લીઝા પેલા છુપા રસ્તે આવતા તેની ટોર્ચ પડી જાય છે,અને તે મૂંઝાઈ જાય છે,ટેન્ટ પર રહેલા બાકી ના લોકો આ બધા ની ચિંતા કરે છે.હવે આગળ... પીટર તું સમજતો કેમ નથી આ અમારો વહેમ નથી,શરૂઆત માં મને પણ એમજ લાગ્યું કે આ નીલ નો વહેમ છે પણ જ્યારે મને નાયરા નો અવાજ સંભળાયો ત્યારે મે તેની વાત સાચી માની,તું...તું...એક કામ કર તું અને વાહિદ બંને અહી આવો, અમારી પાસે મને પણ અહી આવ્યા પછી જ એ અવાજ સંભળાયો.રાઘવે પીટર અને વાહીદ ને સમજાવવાની કોશિશ કરી. રાઘવ અમે ...વધુ વાંચો

25

કલર્સ - 25

પીટરે લીધેલા પગલાં થી બધા ખૂબ આઘાત માં છે,રોઝ ના ચાલ્યા જવાથી રોન પણ ઉદાસ છે.પોતાની આંખે આવો ચમત્કાર કોઈની તૈયારી નહતી,લીઝા હજી ગુફા માં જ ફસાયેલી છે.જોઈએ આગળ... ધીમે ધીમે રાત જામવા લાગી હતી, વાહિદ અને તેની ટીમ સતત બે રાત ના ઉજાગરા પછી આજે ખૂબ થાક નો અનુભવ કરતી હતી,એટલે તે હવેલી ના પગથિયાં પર જ બધા બેઠા બેઠા ઝોકાં ખાવા લાગ્યા,નીલ અને રાઘવ ની આંખ માં ઊંઘ ના બદલે દુઃખ હતું,તે બંને સિવાય રોન પણ પોતાની પત્નીના વિરહ નો અનુભવ કરી રહ્યો હતો. બહાર ચાંદા નું આછું આછું અજવાળું આવતું હતું,રાત ના સમય માં હવેલી માં ...વધુ વાંચો

26

કલર્સ - 26

પીટર અને રોઝ અરીસા માં ગાયબ થઈ જવાથી બધા પરેશાન છે,અને અચાનક જ લીઝા ત્યાં આવી પહોંચે છે, જેની સુધી ના સફર ની વાત સાંભળી બધા આશ્ચર્ય પામે છે.હવે આગળ... હવે એ વાત જવાદો,સારું તો એ છે કે તું સહી સલામત છે,વહિદે લીઝા સામે જોઈ ને કહ્યું. હા પણ આ બધું શું હતું, નાયરા,જાનવી પીટર અને રોઝ આમ અરીસા માં કેદ?આ કેવું આશ્ચર્ય? અને વાહીદે સવાર થી અત્યાર સુધી બનેલી બધી ઘટના કહી.લીઝા આ બધું સાંભળીને વધુ ગૂંચવાઈ ગઈ. હવે!!હવે આગળ શું કરશું?લીઝા એ બધા સામે પ્રશ્ન કર્યો. ખબર નથી!નીલ કે જે હવે સંપૂર્ણ નિરાશ થઈ ગયો હતો તેને ...વધુ વાંચો

27

કલર્સ - 27

રોન, નીલ અને રાઘવ હવે પોતાની પત્ની ને શોધવા નવો વ્યૂહ ઘડે છે,લીઝા અને વાહીદ ગુપ્ત રસ્તા નું અને આવતા અવાજ નું રહસ્ય જાણવા જાય છે,રાઘવ નીલ અને રોન ઉપર ના ઝરૂખા માંથી આવતા અવાજ નું રહસ્ય શોધવા જાય છે.હવે આગળ .. બંને એ ધડકતા હ્રદયે તે જૂની કાર્પેટ હટાવી,ઘણો સમય થી આમ જ પડી રહેલી તે કાર્પેટ ઠેર ઠેર થી ફાટી ગઈ હતી અને ક્યાંક થી જમીન સાથે ચોટી પણ ગઈ હતી.થોડી વાર તેને ઘસવાની મહેનત કરી ત્યારબાદ બાદ તે કાર્પેટ બધી તરફથી નીકળી,અને નીચે નું દ્રશ્ય જોઈ બંને અવાક્ રહી ગયા.ત્યાં એક દરવાજો હતો. લીઝા અને વાહીદ ...વધુ વાંચો

28

કલર્સ - 28

અગાઉ આપડે જોયું કે,નીલ રાઘવ અને વાહિદ અલગ અલગ ટીમ બનાવી હવેલી માં અલગ અલગ જગ્યાએ ફરે છે,જ્યાં તેમને શંકાસ્પદ વસ્તુ મળે છે.હવે આગળ... બધાની નજર જૂની બેગ માંથી મળેલ નકશા પર હતી,જ્યારે લીઝા નું ધ્યાન પેલી બુક્સ માં હતું,કેમ કે એ ગ્રીક ભાષા માં હતું,લીઝા પોતે ખ્રિસ્તી હોઈ,અને ગ્રીક ભાષા ની જાણકાર હોઈ,એટલે તેને તે બુક વાંચવાની કોશિશ કરી. તે બુક માં થોડા ચિત્રો અને થોડું લખાણ એવું હતું,અને જોતા જોતા લીઝા ના ચેહરા પર આશ્ચર્ય અને ડર મિશ્રિત ભાવ આવવા લાગ્યા,લીઝા ના ચેહરા ના બદલતા ભાવ જોઈ ને વાહીદ મૂંઝાઈ ગયો, શું થયું લીઝા?શું છે એ બુક ...વધુ વાંચો

29

કલર્સ - 29

બધા ની મહેનત ના અંતે હવેલી માં થોડો સામાન મળ્યો છે,જે જોતા અરીસામાં કેદ લોકો ને કાઢી શકવાનો કોઈ હોઈ તેવું દેખાય છે.પણ હવે કેવી રીતે?તે જોઈએ આગળ... હજી બધા થોડા અસમંજસ માં હોઈ તેવું લાગતું હતું.જોવો આ બુક અનુસાર આકાશ માં ત્રણ તારા મતલબ સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી,આ જ્યારે એક લાઈન માં આવશે ત્યારે એ દરવાજો ખુલશે,અને સમય નું એક ચક્ર મતલબચોવીસ કલાક. આનો મતલબ એવો થાય છે કે કાલે બપોરે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આ અરીસા નો દરવાજો ખુલશે,અને આપડે નાંયરા,જાનવી રોઝ અને પીટર ને બહાર કાઢી શકીશું!બરાબર ને નીલ? ના.. એ અરીસા ની અંદર જઈ શકાશે એ ...વધુ વાંચો

30

કલર્સ - 30

અગાઉ આપડે જોયું કે હવેલી માંથી જે બુક અને નકશો મળ્યો તેના અનુસાર અરીસા માં જવાનો રસ્તો ખૂલવાનો હતો,જેમાં વાહીદ,લીઝા અને રોન જવાના હતા, બધી તૈયારી બાદ હવે બધા એ સમય ની રાહ જોઈ રહ્યા છે.હવે આગળ... લગભગ દસેક મિનિટ વીતી હશે,સૂરજ જાણે થાકી ને જરાવાર આરામ કરવા રોકાયો હોઈ તેમ તેનો તાપ થોડો ઓછો થયો,વાતાવરણ માં નીરવ શાંતિ હતી,દરેકની નજર ઘડિયાળના કાંટા પર હતી,અને અચાનક અરીસા માંથી તેજપુંજ નીકળ્યો,નીલ,વાહીદ,લીઝા અને રોન અરીસા ની સામે ગોઠવાઈ ગયા,થોડીવાર માં એ તેજ એટલી હદે વધી ગયું કે બધાની આંખો એ પ્રકાશ ના લીધે બંધ થઈ ગઈ, અને બીજી જ ક્ષણે ...વધુ વાંચો

31

કલર્સ - 31

જ્યારે ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે અચાનક જ દરિયો એના રૌદ્ર સ્વરૂપ માં આવે છે,ઊંચા ઊંચા મોજા કોઈને પણ ડરાવવા છે,એવા સમયે રાઘવ તેને એકદમ નજીકથી નિહાળી રહ્યો હોઈ છે.બીજી તરફ હવેલી ના પ્રાંગણ માં કોઈ પડછાયા દેખાઈ રહ્યા છે.કોણ છે એ?જોઈએ આગળ... રાઘવ હવેલી ના ઉંબરે ઊભો ઊભો પ્રકૃતિ નું રૌદ્ર રૂપ જોઈને થથરી ગયો હતો,અને ત્યાં જ તેના આંગણ માં કોઈ પડછાયા જોઈને તે ડરી ગયો,તે હજી કંઈ આગળ વિચારે ત્યાં તો... રાઘવ વોટ હેપ્પેન? સામે મિસ્ટર જોર્જ અને બીજા સાથીઓ હતા,રાઘવ ના જીવ માં જીવ આવ્યો. રાઘવ અમે દૂરથી જોયું તો અહીંનું વાતાવરણ ખૂબ જ ખતરનાક દેખાતું ...વધુ વાંચો

32

કલર્સ - 32

અગાઉ આપડે જોયું કે લીઝા, વાહીદ ,રોન અને નીલ અરીસા માં પ્રવેશ કરી ચૂક્યા છે,અને બીજા દિવસે રાઘવને પણ અવાજ સંભળાતા તે પણ અરીસા માં પ્રવેશી ચૂક્યો છે,અહી હવેલી માં રહેલા દરેક તેને શોધે છે,પણ રાઘવ ક્યાંય ના મળતા હવે આગળ શું કરવું તેની ચિંતા કરે છે.હવે આગળ... વિલીનું છેલ્લું વાક્ય સાંભળીને તો બધાના હોશ ઉડી ગયા,હવે કરવું શું?અહી રેહવું કે ત્યાં જવું?અને ત્યાં ગયા પછી એ બધા ને જવાબ શું આપીશું? આ તરફ ટેન્ટ પર બધા ચિંતા માં હતા કે હવે અરીસા માં ગયેલા ને પાછા કેમ કાઢીશું?જો કે એ લોકો એ વાતથી તદન અજાણ હતા કે બીજા ...વધુ વાંચો

33

કલર્સ - 33

રાઘવને અરીસા માંથી કોઈ બોલાવતું હોઈ તેવું લાગતા તે અરીસામાં ચાલ્યો ગયો,અહી તેને અરીસાની આભાસી દુનિયાના અવનવા અનુભવ થાય આગળ.... રાઘવ અચાનક જાણે સપના માંથી જાગ્યો,તેને આસપાસ જોયું કોઈ જ નહતું, એ વિશાળ જગ્યા માં પોતાને એકલા જોઈ રાઘવ એકવાર ઉદાસ થઈ ગયો,અને પછી મનમાં કઇક નક્કી કરી ફરી હવેલીની અંદર ગયો. આ વખતે રાઘવના મનમાં પોતાનાઓને મળવાની જીજ્ઞાશા હતી,એક નિર્ણય કરીને તે આવ્યો હતો કે હું નિયત સમય માં મારા સાથીઓ અને નાયરા ને છોડાવીને જ જઈશ. હવે પોતાની પાસે કેટલો સમય છે, એ જોવા જેવું રાધવે ઘડિયાળ તરફ નજર કરી,ફરી એક બીજો ઝટકો તેને લાગ્યો.અહીંનો સમય અને ...વધુ વાંચો

34

કલર્સ - 34

રાઘવને અરીસાની દુનિયામાં થોડા વિચિત્ર અનુભવ થયા બાદ તેને એક રૂમમાં બેભાન પડેલા રોન અને નીલ મળે છે,રાઘવ તે ભાન માં લાવે છે અને તેઓ બીજાની શોધ માં આગળ વધે છે.હવે આગળ.... અહીંયા તો ફકત આ મોટું મેદાન છે,અહી કોઈ હોઈ તેવું લાગતું નથી!!નીલે ચારેકોર નજર ફેરવી ને કહ્યું. હા બરાબર છે મને પણ એવું જ લાગે છે કે અહી કોઈ હોઈ શકે નહિ.રોને પણ નીલ ની વાત માં સૂર પુરાવ્યો. રાઘવ જાણે એ બંને ને સાંભળતો જ ના હોય તેમ તે પોતાની રીતે બધું જોઈ લેવા માંગતો હતો,તે થોડો આગળ વધ્યો હશે કે, રાઘવ...રાઘવ તું આવી ગયો? સામે ...વધુ વાંચો

35

કલર્સ - 35

રાઘવ ક્યાં ગયો હશે!એની અટકળો કરતા બધા હજી મૂંઝવણમાં છે,જ્યારે બીજી તરફ રાઘવ અરીસાની અંદરની દુનિયાના અવનવા અનુભવ કરી છે.હવે તે હવેલીમાં જ રહેવું કે ટેન્ટ પર જવું તે બાબતે બધા મુંજાય છે.હવે આગળ... હોઈ શકે આપડે ઊંઘતા હોઈને તેઓ ચાલ્યા ગયા હોઈ?પ્લીઝ આપડે અહી જ રોકાઈ અને તેમની રાહ જોઈએ,અને આમપણ ત્યાં જઈને બધાને જવાબ શું આપીશું??જીમ બધાને શાંતિથી સમજાવવાની કોશિશ કરતો હતો.હા... એ વાત પણ છે! મીસ્ટર જોર્જ આ સાંભળી એકદમ શાંત થઈ ગયા,તે વિચારતા હતા કે મોટાઓને તો કદાચ સમજાવી પણ શકાય પણ.....રાઘવ,નીલ અને વાહિદ ના બાળકોને કેમ સમજાવીશું??તો સારું છે કે ત્યાં જવું જ નહિ.પ..ણ ...વધુ વાંચો

36

કલર્સ - 36

આપડે જોયું કે રાઘવ અરીસાની દુનિયાની અલગ અલગ કસોટી પાર કરી રહ્યો છે.જીમ અરીસામાં જવાની કોશિશ કરે છે પણ તેને પાછો ધકેલી દે છે.હવે આગળ... મે રાઘવ સર ને એકલા જોયા,તેઓ કઇક ઘબરાયેલ લાગ્યા,મે જોયુ કે ત્યાં પણ અહી જેવી જ હવેલી છે પણ તે થોડી રોનક વાળી હતી,પણ તે હવેલી નો દરવાજો બંધ હતો,અને એવું લાગતું હતું કોઈ તે ખોલવા માટે તેના પર પ્રહાર કરતું હોય!રાઘવ સર વારેવારે પાછળ જોતા હતા,કોઈ મૂંઝવણ માં લાગતા હતા,પણ મને ત્યાંના આવવા દીધો, અને ધક્કો મારી દીધો.બસ મને એટલું જ દુઃખ છે કે હું તેમને કાઈ કામ ના આવી શક્યો.જીમ ખૂબ દુખી ...વધુ વાંચો

37

કલર્સ - 37

રાઘવે પોતાની મેહનત અને હોશિયારીથી તેના મિત્રો અને પત્નીને અરીસાની બહાર તો કાઢ્યા,પણ હજી મુખ્ય અરીસામાંથી અને આ ટાપુની નીકળવાનું બાકી છે.તો જોઈએ આગળ રાઘવ અને તેના મિત્રો શું કરે છે... એક એક કરીને બધા અરીસા માંથી બહાર આવી ગયા, અને બહાર આવવાની ખુશીમાં થોડીવાર બધા સમયચક્રને પણ ભૂલી ગયા,અને એકબીજાના હાલ વિશે પૂછવા લાગ્યા. રાઘવ એક વાત તો કે દોસ્ત તને એ કેમ ખબર પડી કે અમે અહીથી જ બહાર આવીશું?? વાહીદે રાઘવ ને પૂછ્યું. બહારની એટલે કે અરીસાની પેલી તરફ જે છે તે બધું જ અહી છે,હા માન્યું કે અહી થોડું વિરોધાભાસ છે,પણ છે ખરા!બસ એક આ ...વધુ વાંચો

38

કલર્સ - 38

હવેલીની બહાર કોઈને જોઈને રાઘવના બધા મિત્રો સ્તબધ થઈ જાય છે,બીજી તરફ નીરજાની સમજદારી ભરી વાતો મિસિસ જોર્જ માં આશા જગાડે છે.હવે આગળ... હેલો કીડ્સ કેમ બધા ઉદાસ છો??આન્ટી અમારા મોમ ડેડ વગર ગમતું નથી,તે ક્યારે આવશે?ક્રિશ બોલ્યો.જો બેટા આપડે રેસ કરતા હોઈ તો જેમ રેસ લાંબી હોઈ તેને પૂરી કરતા વાર લાગે?મિસિસ જોર્જ બાળકો ને સમજવાની કોશિશ કરતા હતા.બધા એ ફ્કત હકારમાં માથુ ધુણાવ્યું.તો તમારા બધાના મોમ ડેડ ખૂબ જ બ્રેવ છે,એટલે તેઓ આપડે અહીથી જલ્દી ઘરે જઈ શકીએ તેના માટે એક રેસ જીતવા ગયા છે,જે થોડી લાંબી છે,તમને ટ્રસ્ટ છે ને કે તમારા મોમ ડેડ કેટલા બ્રેવ ...વધુ વાંચો

39

કલર્સ - 39

ઓહ દરવાજા ની બહાર ઊભેલા પોતાના જેવા જ માણસો ને જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા,પણ રાઘવ પાસેથી બધી સાંભળી હવે બધા માં આગળ વધવાની હિંમત વધી ગઈ,અને લીઝાનાં મનને પણ હવે સંતોષ થયો.હવે આગળ... લીઝા હવે આગળનો રસ્તો તારે બતાવવાનો છે,હવે આપડે શું કરવાનું છે!રાઘવ ફરી સતર્ક થઈ ગયો કેમ કે સમયચક્ર તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું હતું. લીઝાએ જરાપણ સમય ગુમાવ્યા વિના તરત જ પેલો નકશો અને બુક ખોલ્યા,તે બંને વસ્તુનું નિરીક્ષણ કરી રહી હતી,બધા ઉત્સુકતાથી તેની સામે જોતા હતા,અને તેના જવાબની રાહ જોતા હતા. રાઘવ, વાહીદ હવે આપડે પેલા સાત રૂમ તરફ જવાનું છે,ચાલો જલ્દી ...વધુ વાંચો

40

કલર્સ - 40 - અંતિમ ભાગ

આપડે જોયું કે પેલા સાત દરવાજા પાર કાર્ય બાદ તે રૂમની અંદર બીજા તેવા જ સાત દરવાજા આવે છે,પણ તે ખોલવાની ના કહે છે.હવે આગળ.... કેમ કે આ વખતે પેલા દરવાજા કરતા ઊંધું છે.આ વખતે રાઘવ જાનવીની જગ્યા એ ઊભો રહેશે અને ત્યાંથી બધા આગળ ઊભા રહેશે.ઓહ્ એવું?પીટરને તો પરસેવો વળી ગયો.ચાલો રાઘવ લીઝા કહે તેમ કરો!આમ કહી વાહીદ લીઝા ને ચિડવતા ચીડવતા પોતાની જગ્યા બદલી નાખી. અને ફરી એકવાર લીઝાના ઇશારાથી આ બીજા દરવાજાને બધા એ ધક્કો માર્યો. જેવો બધાએ ધક્કો માર્યો એ સાથે જ દરવાજો ખૂલ્યો,પણ આગળનો દરવાજો બંધ થઈ ગયો.એક સાથે બધા જ રૂમના આગળના દરવાજા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો