પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે મારા મનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

અનુબંધ - 1

પ્રકરણ :1 પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે મારા મનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી ...વધુ વાંચો

2

અનુબંધ - 2

પ્રકરણ :2 દિલ તો પાગલ છે મેં સાંજે મારા વતન જવાનું નક્કી કર્યું.હમણાં બે-ત્રણ દિવસ કોલેજ નહીં જઇ શકું.ઋત્વિકાને શકાય અથવા તેનો અવાજ સાંભળી શકાય એવી કોઈ વસ્તુ આજના દિવસ માટે તો શક્ય નહોતી.અનિચ્છાએ અમદાવાદ છોડ્યું.બસની સફરમાં મહેબૂબાની ધૂંધળી ઝાંખીઓ યાદ કરતો રહ્યો.બસની ગતિ સાથે મારા વિચારોનો વેગ પણ ઝડપથી ચાલતો હતો.ગામડું આવી ગયું તેની જાણ આંખથી નહીં પરંતુ ભીની માટીની સુગંધથી થઈ.હું બસસ્ટોપ પર ઊતર્યો,ઘર તરફ જવા પગને ઉપાડ્યા.રસ્તામાં ધીરૂચાચાનું ઘર આવતું હતું.તેમણે મળીને "જયશ્રીકૃષ્ણ" કહ્યા.આવી ગયો ભઇલા,તેમણે કહ્યું.અમારા ઘરની બાજુમાં એક ગોર રહેતા હતા.એમની સાથે અમારે ઘર જેવો સંબંધ હતો.એમની ત્રણ દીકરીઓમાંથી એક વચેટ દીકરી દર્પણા મારી ...વધુ વાંચો

3

અનુબંધ - 3

પ્રકરણ :2 દિલ તો પાગલ છે આગળ વાંચો રાત્રે જ્યારે હું. પથારીમાં પડ્યો ત્યારે અચાનક એક વિચારના ઘેરાવાથી એકદમ બેસી ગયો,પછી મારાથી મૂછમાં હસી જવાયું.અરે,વાહ આજે તો મેં પેલી કબૂતરી સામે જોયું જ નથી.મારૂ મક્કમ દિલ ઝાલ્યું રહ્યું તો ખરું. અરે જોવાની વાત તો બાજુ પર રહી,પરંતુ મને ઋત્વિકાની ઉપસ્થિતિનો પણ ખ્યાલ રહ્યો નહોતો.હું મારી જાતના મનોમન વખાણ કરતો હતો.એવામાં મમ્મીનો પડખું ફર્યાનો અવાજ કાને પડ્યો.મેં ઝડપથી પથારીમાં લંબાવી દીધું.મારા મગજમાં મનમાં અંકિત થયેલો ચેહરો જે આજ પૂરતો અજાણ્યો બની ગયો હતો તેનું ગડમથલ ચાલતું હતું અને એ ગડમથલમાં જ આખી રાત પસાર થઈ ગઈ.આજ તો સવારથી જ ચિત્ત ...વધુ વાંચો

4

અનુબંધ - 4

પ્રકરણ:૨ "" દિલ તો પગલ છે" - આગળ વાંચો તે મારી સામે જોઈ રહ્યા. મેં સંકોચ અનુભવતા કહ્યું, "કશું તને ખબર છે ને દર્પણાને મને ચિઢવવાની આદત પડી ગઈ છે.રેહવા દે તું.આના રવાડે ના ચઢીશ.અરે,હા ઘરમાં તું જોવા ન મળી,તો ક્યાં ગઈ હતી તું?" મમ્મીએ કહ્યુ", મંદિરે ગઈ હતી.ત્યાં પાછી દર્પણા વચમાં બોલી," કેમ આન્ટી,શું મારા ભાઈ માટે સુંદર કન્યાની પ્રાર્થના કરવા ગયા હતા ને...!એવું જ સમજ ને બેટા" મમ્મી કહ્યું "મેં કહ્યું",અરે,મમ્મી તમે આ બઘી લપ છોડો.બે દિવસ પછી મારે અમદાવાદ પાછા જવાનું છે.પછી ખબર નહીં હું પાછો ક્યારે આવીશ.મેં મમ્મીનો હાથા મારા હાથમાં પસારતા કહ્યું,મમ્મી મારો વિચાર ...વધુ વાંચો

5

અનુબંધ - 5

પ્રકરણ 3 : પ્રેમ જંગ જીતવો છે . મેં વિચાર્યું,હવે મારે જીવનના નવા સંગ્રામની તૈયારી કરવાની હતી.એ સુરજ કેવો અને કેવી સવાર લઈને આવશે તેનાથી હું અજાણ હતો.આમ વિચારતો હું આવતીકાલની સવારની રાહ જોતો પથારીમાં આડો પડ્યો.આંખો છત સામે ટીકી ટીકીને જોઈ રહી હતી,ચિત્તમાં તોફાન ઊમટ્યું હતું અને પાછો થાક પણ લાગ્યો હતો.આ તંદ્રામાં મને ઊંઘ પણ આવી ગઈ. સૂરજનાં કિરણ અને કલબલ કરતાં પંખીડાનો અવાજ સાંભરતાં જ હું પથરીમાં સફાળો બેઠો થઈ ગયો. હાથમાં ન્યૂઝપેપર લીધું, હેડિંગ અને નાની કોલમો વાંચી.મહા મુસીબતથી બાર વગાડ્યા જમવાની તો ઇચ્છા ન હોતી.કાકીને "જયશ્રીકૃષ્ણ" કહીને બહાર નીકળ્યો. બસસ્ટેન્ડ પર પહોંચી ચાલીસ નંબર ...વધુ વાંચો

6

અનુબંધ - 6

આજનો ચાંદલિયોં મને ખૂબ સોહામણો લાગતો હતો.ઋત્વિની અનુરાગભીની સંવેદના અને પ્રેમ મળ્યો તેનાથી રૂડો બીજો શું અવસર હોય મારી ? પ્રેમ પણ એક અવસર જ છે ને....! પ્રેમિકાના નાજુક મુખને બે હાથમાં પકડીને ચૂમવું એ માત્ર પ્રેમ નથી. એ ચહેરાની જેમ જ એની તમામ લાગણીઓને પણ હથેળીમાં કાળજીપૂર્વક સમાવીને એનું જતન કરવું એનું નામ જ " સાચો પ્રેમ "... હું ઋત્વિના પ્રેમનું જતન કરીશ એવો મેં નિર્ધાર કરી લીધો. મારી બસ મુકાઈ ગઈ હતી.મારા નંબરની સીટ પર જઈને બેઠો.બેઠા બેઠા ઋત્વિના જ વિચારો કરતો હતો.બહાર વર્ષા ઋતુ જામી હતી.ઝરમર વરસાદ ચાલુ હતો.આ ભીની મૌસમમાં ઋત્વિને બાહોમાં સમાવીને ચૂમી લેવાનું ...વધુ વાંચો

7

અનુબંધ - 7

આજની સવાર ખુશનુમાં લાગી રહી હતી.મારા મનનો મોરલો થનગની રહ્યો હતો. બધું જ વાતાવરણ મને મધુર મીઠું અને સુવાસિત લાગી રહ્યું હતું.જેનું મૂળ કારણ નવા પ્રાંગરેલા પ્રેમના કુણા- કુણા બીજ,જે એકબીજામાં ઓતપ્રોત થઈને પહેલી મુલાકાત ઝંખે છે.જેમ ક્ળીમાંથી તાજાં ખીલેલા પુષ્પો ભ્રમરાઓથી મીઠી મધુર અને પ્રશંસનીય વાતાવરણનું સર્જન કરીને મોહક બનાવે છે,તેમ આજે આ બે હૈયાના ધબકારા મળતા જ મુલાકાત મોહક મીઠી માધુરી યાદગાર બની રહેશે.આજનો આ દિવસ આજની તારીખ ૧૧ સપ્ટેમ્બર, આજનો ટાઈમ બપોરના ૨ વાઅને આજની અમારી પહેલી પ્રીતની પહેલી મિલન-મુલાકાતની જ્ગ્યા લૉ ગાર્ડન યાદગાર દિવસ.જિંદગીમાં ગમે તેટલા તોફાનો કે ઝ્ંઝવાતો સર્જાય પરંતુ મારા આ ખૂબસૂરત દિવસની ...વધુ વાંચો

8

અનુબંધ - 8

તો ," યસ...... મેડમ.............. કયાં જવું છે.તમે જયાં લઈ જશો ત્યાં..... હવે એ જ મારી મંજિલ હશે ....વાહ ..... તો શાયરીમાં જવાબ આપવા લાગી છે ને.... તારા પ્યારે મને દિવાની તો બનાવી દીધી છે અને હવે ....તેણે મરકતા કહ્યું.ચાલ,હવે શું અહિયાં જ સમય પસાર કરવો છે.........?મેં જરા રોમેન્તિંક બનીને કહ્યું.સ્થળની પસંદગી મેં તારા પર છોડી છે.....હું હસી પડ્યો .....અને .....કાઇનેટિકનું સ્ટિયરિંગ હાથમાં લીધું.ચાલો મેડમ .... પાછળની સીટ તમારી રાહ જુવે છે.........ઓહ..... સ્યોર.....તો ચલે સાહેબ અનેઅમારી પવન પાવડી ઉપડી.સિગ્નલો વતાવતા અમે અમદાવાદની બહાર નીકળી ગયા.કલોલ હાઇવે પર મેં એક રેસ્ટોરન્સ પાસે કાઇનેટિક ઊભું રાખ્યું.સુંદર બગીચો ... ...વધુ વાંચો

9

અનુબંધ - 9

*++ પ્રેમ મુલાકાત મિલન ઝરૂખેથી કેટલી યાદો હું અમદાવાદમા છોડીને આવ્યો હતો.નીંદર મારી ગાયબ થઈ ગઈ હતી.હું આમથી તેમ પડખાં ફેરવે જતો હતો અને જેને લઈને આવતા પલંગના અવાજને કારણે મમ્મી પણ બબડતી હતી કે,અલ્યા પ્રથમા પડખાં ઘસવાનું છોડ...."સૂઈ જા....બહુ રાત વીતી ગઈ છે.અહીંયા ઊંઘ પણ મારી વેરાન બની હતી ....શું કરું ?પછી ....પડખાં જ ફેરવું ને.....હું પોતે જ હું નહોતો રહ્યો.બધું જ ...વધુ વાંચો

10

અનુબંધ - 10

પ્રેમ -મુલાકાત મિલન ઝરૂખેથી આગળ વાંચો : જગ્ગા હવે શું છે ...આવીને ચ્હા પી લે....મમ્મીએ રસોડામાંથી બૂમ મારી.રેડિયો બંધ રસોડામાં ગયો.ચ્હા પીધી.મમ્મીને કહ્યું હું ગામની ભાગોળે જઈને આવું છું.સારું,વાળું ટાણે આવી જજે ....એમ બોલીને મમ્મી તેના રસોડાના કામમાં પરોવાઈ ગઈ.હું મમ્મીને જેશીક્રષ્ણ બોલી ચંપલ પહેરીને ઓસરીની બહાર નીકળ્યો.ચાલતો ચાલતો ભાગોળની નદી તરફ વળ્યો.પગમાથી જૂતાં ઉતારીને કિનારા પર ...વધુ વાંચો

11

અનુબંધ - 11

પ્રેમ-મુલાકાત મિલન ઝરૂખેથી આગળ વાંચો ,,,,, મારી આંખ ઉઘાડી ત્યારે સુરજ ક્ષિતિજની ધરા પર આવ્યો નહોતો....આકાશમાં માત્ર ભરભાંખરું થયેલું હતું. પથારીમાથી ઉઠી મેં દાતણ લીધું અને તે પતાવ્યા પછી ...વધુ વાંચો

12

અનુબંધ - 12

પ્રેમ-મુલાકાત-મિલન-ઝરૂખેથી આગળ વાંચો પછી મેં બાજુની ખીંટીમાં પપ્પાની લટકાવેલી છબીને નમન કર્યા.કેવું છે આપણું જીવન...ખીંટી વર્ષોથી એક સ્થાને છે....અને તેના પર લટક્યાં કરે છે નવા તારીખિયા .....અને તેની સાથે બદલાય છે આપણું જીવન અને વ્યવસ્થા પણ....એવામાં કયારે ઉઠ્યો જગ્ગા ....?મમ્મીએ ઘરમાં પ્રવેશતાં જ પૂછ્યું. બસ અડધો કલાક થયો....મેં મમ્મીને કહ્યું.દેવદર્શને જય આવી..?હા...જઇ આવી અને પાછા ફરતા ...વધુ વાંચો

13

અનુબંધ - 13

પ્રકરણ :13 ...વધુ વાંચો

14

અનુબંધ - 14

બસમાં ચઢ્યા પછી હું ઋત્વિ સાથે વાતચીત કરવાની તક શોધતો હતો.મારું નાનું અમથું બિચારું દિલ બેબાકળું બની રહ્યું હતું.આ દર્પણા,કુંજલિકા વાતોમાં એવા ડૂબેલા હતા કે જાણે તેઓની સાથે હું છું એવો તેમણે આભાસ પણ નહોતો.પણ હું કંઇ હાર માનું એમ નહતો.મેં પણ ઠાણી લીધું હતું કે,હું મારો ઉદ્દેશ્ય જરૂરથી પૂરો કરીને જ રહીશ,અને મેં ચપટી વગાડતા જ તેનો ઉકેલ પણ શોધી લીધો હતો.હું ધીમેથી ઋત્વિ તરફ સરક્યો.તેના કોમળ,અણીદાર આંગળીઓ સાથે રમવા મેં જરા મારો હાથ લાંબો કર્યો ત્યાં તો દર્પણાના મોંમાથી ભા...નીકળીને.... ભી ....શબ્દ બિચારીએ મારી સામે આંખ મેળવતા પરાણે ગળી જવો પડ્યો ...જાણે કોઈ કડવી દવા ન પીવડાવી ...વધુ વાંચો

15

અનુબંધ - 15

જ્ગ્ગા આવી ગયો બેટા .....મમ્મી ખાટ પરથી ઊભા થતાં બોલી.મૂકી આવ્યો એ છોકરીઓને ....તરત બીજો સવાલ કર્યો.પણ ....શું મમ્મી કંઇ કહેવું છે ....આટલી મોડી રાત્રે એ બંને છોકરીઓ એકલી બસમાં મુસાફરી ....મમ્મીના આ શબ્દો સાંભળીને મારા શરીરમાંથી કંપન છૂટી ગઇ.ઠંડીમાં પણ મારા લલાટ પર પરસેવાના રેલા નીકળવા લાગ્યા.મેં હાથમાં રાખેલા નેપકિનથી પરસેવાના નીકળતા રેલા લૂછતા કહ્યું ....હા મમ્મી .....મોડું તો થઈ ગયું છે,પણ તે લોકોએ જીદ કરી કે,અમારે આજે અમદાવાદ પહોંચવાનું છે ....આટલું બોલતા -બોલતા મને શ્વાસ ચઢવા લાગ્યો.થોડો ઊંડો શ્વાસ લઈને હું મમ્મીની પાછળ ચાલવા લાગ્યો.મમ્મી રસોડામાં મારા માટે દૂધ ગરમ કરવા ગઈ એવામાં મેં દર્પણાને ફોન ...વધુ વાંચો

16

અનુબંધ - 16

મમ્મી પાસેથી ખસીને મામા મારી પાસે આવીને બેઠા અને હસતાં હસતાં મને કહેવા લાગ્યા તારી માની આગળ મારે હથિયાર જ મૂકવા પડે છે.મેં પણ મામાની હા માં હા મેળવી.મમ્મી રસોડામાંથી બોલતી જતી હતી કે,પહેલા ભાભી હતા અને હવે હું .....મારું જ ઘર છે ને....હું અને મામા પત્તા રમવા લાગ્યા.બે થી ત્રણ ગેમ રમ્યા હશે ત્યાં મમ્મી ભોજનની થાળી પીરસીને લાવી. અમે ત્રણેય બેસીને જમ્યા.આરામ કરીને થોડો થાક ઉતાર્યો.સાંજે અમે ત્રણેય ગામની ભાગોળે આવેલા મંદિરે ગયા.દર્શન કરીને મંદિરના ઓટલે બેઠા.મારું ભ્રમિત મન પણ અહીં આવીને શાંતિનો અનુભવ કરી રહ્યું હતું.મારું પ્રતિબધ્ધ મન હળવું થઈ રહ્યું હતું.હું ચિત્ત મને એકાગ્રતા સાધવાનો ...વધુ વાંચો

17

અનુબંધ - 17

જીવનમાં આવેલા આ અણધાર્યા વળાંકથી તાજુબ જરૂર થતું હતું.મેં ક્યાંક ઉતાવળીએ નિર્ણય તો નથી લીધો ને !મારે ઋત્વિ ને ....સલાહ લેવી જોઈતી હતી .....સમજણ પડતી નહોતી ....ગરવી ગુજરાતના જે માલિક હતા તે મુસલમાન હતા એટલે મન સંકોચાતું હતું.બીજી તરફ એ પણ વિચાર આવતો હતો કે,મારે આગળ વધવા માટે કૂદકો મારવો પણ એટલો જ જરૂરી છે.દેશદાઝ પણ જરૂરી છે .....પણ જો હું આ તકને ગુમાવીશ તો પછી મારે ઋત્વિ સાથે આગળ વધવું હશે તો વધી નહીં શકાય.આ એકવીસમી સદીમાં .....ના ....ના....મેં મારૂ કાળજું કઠણ કરી લીધું .....હવે આ પાર કે પેલે પાર ....સાગર ખેડવો છે તો બહાદુર બનવું જ રહ્યું ...વધુ વાંચો

18

અનુબંધ - 18

મેં કેબિનને બહારથી નોક કર્યું.અંદરથી મિસ્ટર રાવલે "comning soon" નો રિપ્લાય આપ્યો.હું ધીમી ચાલે અંદર એન્ટર થયો.મિસ્ટર રાવલ સામે ઊભો.રાવલે ચેર તરફ ઈશારો કરીને યંગ મેન "હેવ એ સીટ" ....મેં ચેર ને મારી તરફ ખસેડીને ચેરની આગળ આવીને બેઠો.મેં મિસ્ટર રાવલ સામે મારા એકડમીક ડોક્યુમેન્ટ્સની ફાઇલ આગળ ધરી.મિસ્ટર રાવલે "Thank You"કહીને ફાઇલ હાથમાં લીધી.તેમની નજર મારા ડોક્યુમેન્ટસના એક પછી એક પાનાં પર ફરી રહી હતી.હું પણ ધ્યાનથી તેઓની હરકતને જોઈ રહ્યો હતો.મિસ્ટર રાવલના ચહેરા પર ખુશી ઉભરાઈને બહાર આવતી જોવા મળતી હતી.તેમણે ફાઇલ બંધ કરી ફાઈલને મારા હાથમાં આપી,પછી મને કહ્યું તો બોલો યંગ મેન શું કહેવું છે તમારે? ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો