પ્રત્યક્ષ-પરોક્ષ

(311)
  • 40.4k
  • 32
  • 16.7k

માનવ ભગવાનનું સુંદર સર્જન. કહે છે માનવ તરીકે જન્મ લેવા માટે ૮૪ લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. ભગવાનનાં બનાવેલા સંસારમાં દરેક જીવને ૮૪ લાખ યોનિમાં જન્મ લેવો પડે છે. તમામ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. દરેક માનવનો ચહેરો એકબીજાથી જુદો, કોઈનાં નાકનો ઘાટ બીજાનાં નાકનાં જેવો નહીં. આંખ, ગાલ, કાન, હોઠ કોઈની સાથે મળતું ના આવે. અવાજનું તો કહેવું શું, કોઈનો અવાજ પણ બીજા જેવો સાંભળવા ના મળે એવી અજાયબ ભરેલી વાચા આપી છે. દરેકની વિચારવાની શક્તિ અને કામ કરવાની ધગસ જુદી છે. કોઈનો સ્વભાવ સારો તો કોઈની કામ કરવાની આવડત સારી. દરેક માણસ બીજાથી અલગ તરી આવે.

નવા એપિસોડ્સ : : Every Monday & Thursday

1

પ્રત્યક્ષ-પરોક્ષ - ૧

માનવ ભગવાનનું સુંદર સર્જન. કહે છે માનવ તરીકે જન્મ લેવા માટે ૮૪ લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. ભગવાનનાં બનાવેલા સંસારમાં દરેક જીવને ૮૪ લાખ યોનિમાં જન્મ લેવો પડે છે. તમામ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. દરેક માનવનો ચહેરો એકબીજાથી જુદો, કોઈનાં નાકનો ઘાટ બીજાનાં નાકનાં જેવો નહીં. આંખ, ગાલ, કાન, હોઠ કોઈની સાથે મળતું ના આવે. અવાજનું તો કહેવું શું, કોઈનો અવાજ પણ બીજા જેવો સાંભળવા ના મળે એવી અજાયબ ભરેલી વાચા આપી છે. દરેકની વિચારવાની શક્તિ અને કામ કરવાની ધગસ જુદી છે. કોઈનો સ્વભાવ સારો તો કોઈની કામ કરવાની આવડત સારી. દરેક માણસ બીજાથી અલગ તરી ...વધુ વાંચો

2

પ્રત્યક્ષ-પરોક્ષ - ૨

પ્રત્યક્ષ-પરોક્ષ - ૨ ડો. હિના દરજી અચાનક રુહી બેભાન થઈ હતી. ઉમેશ તાત્કાલિક ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આવી રુહીને તપાસે છે. રુહી ભાનમાં આવી હતી. ડોક્ટર સવાલ પૂછે છે. રુહીનાં જવાબ સાંભળી ડોક્ટર ટેસ્ટ કરાવવાનું કહે છે: “ઉમેશભાઈ, રુહીને તમારે ટેસ્ટ કરાવવા માટે ક્લિનિક પર લાવવી પડશે... કદાચ એ પ્રેગનેન્ટ છે... સાચી વાત ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે...” ડોક્ટરની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ જાય છે. રુહી ફરી બેભાન થાય છે. કેયૂર બેલેન્સ ગુમાવી શ્રીધરને પકડે છે. શ્રીધર ભાઈ સામે જોવે છે. પૂંજાભાઈ ગુસ્સામાં રૂમમાંથી બહાર જાય છે. દામિની જમીન પર ફસડાય છે. પ્રદીપ કપાળ પર હાથ મૂકી સોફા ...વધુ વાંચો

3

પ્રત્યક્ષ-પરોક્ષ - ૩

પ્રત્યક્ષ-પરોક્ષ - ૩ ડો. હિના દરજી બીજા દિવસે કેયૂર, દામિની અને મનીષા હોસ્પિટલમાં રુહી સાથે આવે છે. ડોક્ટર રુહીને ચેક કરે છે અને યુરીન ટેસ્ટ કરાવે છે. જે ટેસ્ટ પોઝિટિવ આવે છે. કેયૂર અને રુહીને હજીપણ વિશ્વાસ આવતો નથી કે એવું કેવી રીતે બની શકે? દામિની બાંકડા પર શૂન્યમનસ્ક બેસી જાય છે. દામિની પણ એ સાંભળી બેસી જાય છે. કેયૂરનું મગજ ચકરાવે ચઢે છે. રુહી ચક્કર ખાઈ નીચે પડે છે. ગુંજન અને શ્રીધર કોઈ જાણે નહીં એ રીતે આવ્યા હતા. સંતાઈને બન્ને બધું જોતાં હતા. ગુંજન ટેન્શનમાં આવી ગઈ હતી. હવે શું થશે? રુહી પોતાને કેવી રીતે સંભાળશે? મમ્મી, ...વધુ વાંચો

4

પ્રત્યક્ષ-પરોક્ષ - ૪

પ્રત્યક્ષ-પરોક્ષ - ૪ ડો. હિના દરજીપૂંજાભાઈ કેયૂર પાસે આવે છે: “કેયૂર, અત્યારે હું તને આ લગ્ન માટે હા નથી પણ રુહી એબોર્શન કરાવે તો વિચારીશ... રુહી તને પણ કહું છું... મારે વિચાર કરવા માટે સમય જોઈએ છે... અને એવી આશા રાખું છું કાલે એબોર્શન થઈ જશે...”પૂંજાભાઈ જે બોલીને ગયા એના પર રુહી અને કેયૂરને વિશ્વાસ આવતો નથી. પૂંજાભાઈએ આડકતરી રીતે રુહીને પૌત્રવધૂ તરીકે સ્વીકારી હતી. પ્રદીપ અને દામિની બન્ને રુહીને એબોર્શન કરાવવા માટે સમજાવવા લાગે છે. ઉમેશ અને મનીષાને કોઈ તકલીફ હોય એવું દેખાતું નહોતું, પણ બન્ને મૂંઝાયેલા હતા. ગુંજન અને શ્રીધર બહાર દાદા પાસે જાય છે. ઉમેશ અને મનીષા ...વધુ વાંચો

5

પ્રત્યક્ષ-પરોક્ષ - ૫

પ્રત્યક્ષ-પરોક્ષ - ૫ડો. હિના દરજીરુહી ઘરે આવ્યા પછી નોર્મલ થવાની કોશિશ કરતી હતી. કેયૂર ઓફિસના કામમાં મન પરોવવાની કરતો હતો. બન્નેના માતાપિતા બને એટલું સંતાનોને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. પૂંજાભાઈ દિવસનો મોટાભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતા હતા. જૂના આલ્બમ કાઢી વારંવાર ફોટા જોતાં રહેતા હતા. આખો દિવસ કોઈ વિચારમાં ખોવાયેલા રહેતા. શ્રીધરે ઓફિસ જવાનું શરૂ કર્યુ હતું. શ્રીધર અને ગુંજન વચ્ચે થયેલી વાત પ્રમાણે એ બન્નેને ઓફિસનાં કોઈ કર્મચારી પર શક હતો. શ્રીધરે ઓફિસમાં કામ કરવાનાં બદલે બધાની હિલચાલ અને આદતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ગુંજને રુહી સાથે પહેલાની જેમ વાતો અને મજાક-મસ્તી શરૂ કરી હતી. પરંતુ ...વધુ વાંચો

6

પ્રત્યક્ષ-પરોક્ષ - ૬

પ્રત્યક્ષ-પરોક્ષ - ૬ડો. હિના દરજીપૂંજાભાઈ ખોંખારો ખાય છે: “રુહી, મારી પાસે આવીને બેસ...” રુહી એમની પાસે જઈ બેસે એની નીરસ આંખોમાં કોઈ ઉત્સાહ કે પીડા દેખાતી નહોતી. જાણે એક અઠવાડીયામાં એના જીવનમાંથી બધા રસે વિદાઇ લઈ લીધી હતી. પૂંજાભાઈ એના માથા પર હાથ મૂકે છે.રુહી અપલક નયને પૂંજાભાઈ સામે જોવે છે. એની આંખોની નીરસતા જોઈ પૂંજાભાઈને પણ દુ:ખ થાય છે. એ રુહીનાં માથા પરથી હાથ લઈ આલ્બમ પર હાથ ફેરવવા લાગે છે. બધા પૂંજાભાઈ સામે જોઈ રહ્યા હતા. એમની ચુપકીદી હવે બધાને કંટાળો આપી રહી હતી. પૂંજાભાઈ પોતે વાત ક્યાંથી શરૂ કરવી એ સમજી શકતા નહોતા, એટલે એ પોતે ...વધુ વાંચો

7

પ્રત્યક્ષ-પરોક્ષ - ૭

પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ડો. હિના દરજીશ્રીધર ડ્રાઈવરને કહે છે એટલે એ દૂર જઈ ઊભો રહે છે. પૂંજાભાઈ બન્નેને ગાડીમાં કહી પોતે બેસે છે: “શ્રી, ગુંજન તમારે બન્નેએ મારૂ એક કામ કરવાનું છે... રુહી સાથે જે વ્યક્તિએ આટલું ખરાબ કામ કર્યુ છે... એ માણસને તમારે બન્નેએ શોધવાનો છે...”પૂંજાભાઈની વાત સાંભળી શ્રીધર અને ગુંજન એકબીજા સામે જોવે છે.પૂંજાભાઈ બન્ને સામે હાથ લંબાવે છે: “શ્રી, મને વચન આપ... આપણાં ઘરની લક્ષ્મીને અપાર દુ:ખ આપનારને તું શોધીશ... માત્ર શોધીશ નહીં... એને સજા પણ અપાવીશ...”શ્રીધર દાદાના હાથ પર હાથ મૂકે છે. ગુંજન બન્નેના હાથ પર હાથ મૂકે છે: “દાદાજી, મારે તો ક્યારનોય એ ગુનેગારને શોધવો ...વધુ વાંચો

8

પ્રત્યક્ષ-પરોક્ષ - ૮

પ્રત્યક્ષ-પરોક્ષ - ૮ડો. હિના દરજીશ્રીધર અને ગુંજન એવી શોધખોળ માટે નીકળ્યા હતા જ્યાં એમને ખબર નહોતી, કે કેવી મુસીબતોનો કરવો પડશે. જે માણસની શોધ કરી રહ્યા છે એ માણસ મળશે કે નહીં એ દૂરની વાત હતી. પણ બીજી મુસીબતો એમની રાહ જોતી હતી એનો કોઈ અણસાર બન્નેમાંથી કોઈને નહોતો.દાદાને આપેલા વચનને પૂરું કરવા માટે બન્ને સજ્જ હતા. બીજા દિવસે શ્રીધર મુંબઈ હોટલમાં પ્રવેશ કરે છે. ગુંજન ઓફિસમાં નોકરી શરૂ કરે છે. ઓફિસમાં કામ કરતાં દરેક પુરુષ પર નજર રાખવાનું કામ શરૂ થાય છે. ઓફિસના એમ્પ્લોઇમેન્ટ રજીસ્ટરમાંથી દરેકના સરનામા તથા પરિવારની માહિતી મેળવે છે. ૨૦ થી ૩૦ વર્ષના કર્મચારીની આખી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો