મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

વંદના - 1

આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મારી વાર્તા Room Number આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો. વંદના આજે ખૂબ જ ખુશ હોય છે વારે વારે ધડિયાળ ને તાકતી રહે છે જાણે કોઈની રાહ જોતી હોય તેમ બેબાકળી થઇ ને ...વધુ વાંચો

2

વંદના - 2

વંદના-2ગત અંક થી ચાલુ.. અમન અને કૉફીશોપમાં પ્રવેશે છે. અમન કોફિશોપમાં નજર ફેરવે છે તો કોફિશોપમાં ક્યાંક કોઈ ટેબલ પર દોસ્તોના ગ્રૂપનો રમજમાટ ચાલી રહ્યો છે તો ક્યાંક કોઈ ટેબલ પર નવ યુગલો કોફીના સીપ સાથે પ્રેમભરી વાતોની મજા માણી રહ્યા. આખું કોફી શોપ ભરચક હતું એટલામાં અમનની નજર કોર્નર પર આવેલા એક ખાલી ટેબલ પર પડે છે એ જોઈને અમનનાં ચેહરા પર સ્મિત છવાઈ જાય છે. અમન એ કોર્નર ના ટેબલ તરફ જઈ ખુરશી ખેંચી ને વંદનાને પ્રેમથી બેસવાનું કહે છે."અરે વાહ! આજે તો તું બહુ જ સજ્જન માણસની જેમ વર્તે છે ...વધુ વાંચો

3

વંદના - 3

વંદના - ૩ગત અંકથી શરૂ.... વંદનાને આમ ઓટોરિક્ષામાં બેસીને જતા જોઈ અમન થોડીવાર મુકાઈ જાય છે કે એ વંદનાની પાછળ જાય કે નહિ. એક વરસની મિત્રતામાં આ પહેલી વાર આવું બન્યું હતું કે તે વંદનાને તેના ઘરે મૂકવા જઈ ના શક્યો. અને વંદનાની નારાજગી જોતા તેને આમ વંદના ના ઘરે જવું પણ હિતાવહ ના લાગતા તેણે હોટેલની બહારથી જ વંદનાને ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઈ જવા છતાં વાંદનાએ ફોન ઉપાડ્યો નહિ. તેને ઘણી વાર વંદનાનો ફોન લગાડવાની કોશિશ કરી પણ દર વખતે નિસફળતા જ મળી. અચાનક યાદ આવ્યું કે તે એને વોટસઅપ દ્વારા મેસેજ કરીને વાત ...વધુ વાંચો

4

વંદના - 4

વંદના-4 ગત અંકથી શરૂ.. અચાનક ફોનની રીંગ વાગતા અમન તંદ્રા માંથી બહાર આવે છે. અમન સ્ક્રીન પર જોવે છે તો વંદનાની મમ્મી સવિતાબહેનનો ફોન હોય છે. અમન થોડી અસમંજસમાં મુકાઈ જાય છે કે અચાનક વંદનાની મમ્મી નો ફોન શા માટે આવ્યો હશે? ક્યાંક વંદનાને કંઇક થયું તો નહિ હોય ને? વંદના સહી સલામત ઘરે તો પહોંચી ગઈ હશે ને? કે પછી ક્યાંક વંદના એ એના મમ્મી ને બધી વાત કહી તો નહિ દીધી હોય ને? ઘણી અસમંજસ ભર્યા વિચારો સાથે અમન ફોન ઉપાડે છે." હેલો હા આન્ટી બોલો? શું થયું?"" બેટા આજે વંદના કંઇક મૂંઝવણ માં હોય તેવું લાગે ...વધુ વાંચો

5

વંદના - 5

વંદના-૫ગત અંકથી શરૂ.. વંદના તેની માતા દ્વારા પૂછાતા પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તે જવાબ આપે. થોડી વાર કંઇક વિચારીને કહે છે" કાઈ નથી થયું મમ્મી પણ મને આજે આરામ કરવો છે. એટલે ના પાડતી હતી." દીકરા તારી તબિયત તો સારી છે ને તું કાલે ઓફિકથી આવી છે ત્યારથી હું જોવું છું કે તું કંઇક મૂંઝવણમાં હોય એવું લાગે છે. શું થયું છે તું મને નહિ કહે? સવિતાબહેન પોતાની દીકરીને લાડ લડાવતા કહ્યું.. વંદના તેની માતાની વાત સાંભળીને અમન ના વિચારોમાં ખોવાઈ જાય છે. વંદના અસમંજસમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. વંદનાની માતા તેને આમ ...વધુ વાંચો

6

વંદના - 6

વંદના- 6 ગત અંકથી શરૂ..."ના ના આન્ટી હું જમીને જ આવ્યો છું. આ તો આજે ઓફિસમાં રજા છે એટલે મારો સમય નોહતો જતો એટલે વિચાર્યું કે અહીંયા વંદનાને મળવા આવી જાવ અને તમે કાલે ફોન પર કહેતા હતા ને કે વંદનાને માથું દુખે છે તો એ આરામ કરે છે એટલે મને એની તબિયતની થોડી ચિંતા થતી હતી એટલે વેહલો આવી ગયો." અમન એ થોડું સંકોચ વ્યક્ત કરતા કહ્યું."" અરે બેટા એ તો સામાન્ય દુખાવો હતો. તે જ કહ્યું હતું ને કે હમણાં થી ઓફિસમાં કામ વધારે હોય છે તો થાક ના લીધે હશે કદાચ. સવિતાબહેન અજાણતા નો ડોળ કરતા કહ્યું.." ...વધુ વાંચો

7

વંદના - 7

વંદના-૭ગત અંકથી શરૂ...વંદના અમનની સામે નજરના મિલાવી શકી આંખોના પોપચાં નીચા ઢાળી ધીમા અને અચકાતા અવાજે કહ્યું કે "હું માતા પિતાની અડોપટેટ ચાઈલ્ડ છું" અમન વંદનાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયો. છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરી. થોડીવાર અમન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એને સમજાયું નહિ કે તે શું પ્રતિક્રિયા આપે છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરતા કહ્યું કે" હા તો એમાં શું થયું વંદના? મને કોઈ વાંધો જ નથી. મારો પ્રેમ આ બધી સિમાઓથી પર છે એમાં કોઈ જાત પાત નો પણ સમાવેશ નથી. હું વર્તમાનમાં જીવવા માંગતો માણસ ...વધુ વાંચો

8

વંદના - 8

વંદના -૮ વંદના અચાનક વાત કરતા કરતા અટકી જાય છે. એટલા માં ચાની લારી પર કામ કરતો ચા આપવા આવે છે અને અમન ને પૂછે છે કે " સાહેબ બીજુ ચા સાથે નાસ્તામાં કાઈ લાવું?"" અરે ના નાસ્તામાં કાઈ નહિ જોઈએ પણ હા એક પાણીની બોટલ આપી જજે ને " અમને કહ્યું.." જી સાહેબ" કહેતો છોટુ પાણીની બોટલ લેવા જાય છે. વંદના પોતાના અતિત ને વાગોળતા ખુબજ ભાવુક થઈ ગઈ હોય છે. જાણે પોતાના અતિત માં પોતાના અસ્તિત્વને ખોજતી હોય તેમ આકાશ તરફ શૂન્યાવકાશ થઈને જોઈ રહી હતી. તેના આંસુ અમનને ભીંજવી રહ્યા હતા. અમને વંદનાની આવી હાલત ...વધુ વાંચો

9

વંદના - 9

વંદના - ૯ગત અંકથી શરૂ..... મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારી બીમારીને સારી કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી. કદાચ મારી જિંદગીના બદલામાં એની જિંદગી કુરબાન કરવી પડે તો પણ તૈયાર હતી. અશોક કાકાએ ભોગ આપવાની વાત કરી ત્યારે પણ કંઈ પણ વિચાર્યા વગર અશોક કાકાની વાત માં હા માં હા મેળવી હતી. પરંતુ મારી માતાની એ હા અમારી જિંદગી બેહાલ કરવા માટે કાફી હતી. અશોક કાકા મારી માતાને તેના મિત્ર પાસે લઈ ગયા. તેમના મિત્રનો બંગલો ખૂબ જ વિશાળ હતો. બંગલામાં પ્રવેશતા જ પહેલા મોટું ગાર્ડન હતું. મેઈન ...વધુ વાંચો

10

વંદના - 10

વંદના-૧૦ગત અંકથી શરૂ..આટલું સાંભળતા જ મારી માતાના શરીર માં ધ્રુજારી ફરી વળી. તેનો ચેહરો ફિકો પડી ગયો. એક ગહેરી ફરી વળી કાપો તો લોહીના નીકળે તેવી તેની હાલત થઈ ગઈ. લાચારીમાં શરત મંજૂર તો કરી લીધી પરંતુ હવે શું કરે એ ચિંતા તેને અંદર અંદર ખાયે જતી હતી. તેને મજૂરી કરીને એક એક પાઈ જોડીને પૈસા ચૂકવવાનું મંજૂર હતું પણ આ રીતે પોતાની ઇજ્જત કોઈના હાથમાં સોંપી દેવી એ મંજૂર ન હતું. ઘણું વિચારીને તેને નક્કી કર્યું કે તે એ શેઠને વિનંતી કરી અને કહેશે કે તે થોડા સમયમાં તેના પૈસા ઉપરાંત વ્યાજ પણ ચૂકવશે પરંતુ આ રીતનું નીચ ...વધુ વાંચો

11

વંદના - 11

વંદના-૧૧ગત અંકથી ચાલુ... મારી માતાને અશોક કાકાના મિત્રે મોડી રાત સુધી ત્યાં જ રેહવાનો આદેશ આપ્યો આવા આલિશાન બંગલામાં ભવ્ય પાર્ટી થવાની છે તે વાત સાંભળીને હું તો ખૂબ જ ખુશ થઈને કુદા કુદ કરી રહી હતી. મે પણ મારી માતા સાથે તે પાર્ટીમાં હાજર રહેવાની જીદ કરી. પરંતુ મારી માતાએ મને તે પાર્ટીમાં સાથે લઈ જવું ઉચિત લાગતું ના હોવાથી તે મને સમજાવવાના પર્યત કરી રહી હતી." જો બેટા! તું હજી નાની છે તારાથી ત્યાં ના અવાઈ અને તું ત્યાં કરીશ શું? હું ત્યાં કામ માટે જાવ છું"" માં હું તને કામમાં મદદ કરાવીશ. અને હા હું ...વધુ વાંચો

12

વંદના - 12

વંદના-12ગત અંકથી શરૂ.. માણસે પોતાના હાથ મારી કમર ફરતે વિટાડી રાખ્યા હતા. હું તેના બાહુપાશ માથી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ મારું કમજોર શરીર અને બાળક બુદ્ધિ ના કારણે તે વ્યક્તિની ભયંકર કાયા આગળ મારા કોઈ પણ પ્રયત્ન કામ ના લાગ્યા.એજ સમયે તે માણસને કોઈના આવવાના પગરવના અવાજથી તે ચેતી ગયો તેણે તરત જ સમય સૂચકતા વાપરી મારા મોઢા પર પોતાનો હાથ રાખી દીધો અને તેની બાજુમાં આવેલા રૂમમાં મને ઢસડીને લઇ ગયો. ત્યારે આવેલા પગરવના અવાજ બીજા કોઈના નહિ પણ મારી માતા ના જ હતા એ હું સમજી ગઈ હતી ...વધુ વાંચો

13

વંદના - 13

વંદના-૧૩ગત અંકથી ચાલુ... સતત પગમાં વાગી રહેલા નાના પથ્થરો થી પગમાંથી લોહીના ટચિયા ફૂટવા લાગ્યા હતા. છતાં મારી મારી હિંમત વધારતા મને સતત દોડતા રહેવાની સૂચના આપી રહ્યા હતા. સતત ચાલતા ચાલતા અમે કેડી પરથી હાઇવે ના રસ્તા પર આવ્યા. હાઈવેના રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ અને થોડા ઘણા વાહનોની અવર જવર જોઈને અમને થોડો હાશકારો થયો પરંતુ અચાનક વીજળીની ગર્જના થવા લાગી. ઘનઘોર ઘેરાતા વાદળો અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસી પડયો. છતાં પણ સખત ફૂંકાતા પવન સાથે વરસાદમાં મારી મા મને ઝડપી ચાલવાનો આદેશ આપી રહી હતી. પરંતુ વરસાદના કારણે રસ્તો પણ ખૂબ જ ધુંધળો દેખાતો હતો. ...વધુ વાંચો

14

વંદના - 14

વંદના-14ગત અંકથી ચાલુ... મારી માતાના કહેલા એ એક એક શબ્દો મારા ગુંજી રહ્યા હતા. જાણે એકાએક મારા પર આભ તુટી પડ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. મારી માતા હવે આ દુનિયામાં નથી રહી એ વિચાર માત્રથી જ મારા આખા શરીરમાં કંપારી ફરી વળી, મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા જીવનનો આધાર છીનવી લીધો. મે મારી અંદર રહેલી તમામ શક્તિ એકઠી કરીને મારી માતાને પોકારવાની કોશિશ કરી પરંતુ જાણે મારું સમગ્ર અસ્તિત્વ વિખરાઈ ગયું હોય તેમ હું ભાંગી પડી ને ત્યાં જ હું બેહોશ થઈ ગઈ. મને ...વધુ વાંચો

15

વંદના - 15

Vndna-15 વંદના એ થોડીવાર કંઇક વિચારતા એક લાંબો નિઃસાસો નાખતા કહ્યું" અમન જ્યારે હોસ્પિટલમાં બે પછી મને હોશ આવ્યો ત્યારે સર્વ પ્રથમ મે પણ એ દંપતીને આ જ પ્રશ્ન પૂછ્યો કે મારા દાદા દાદી ક્યાં છે? કેમ આટલા વખતમાં એક વાર પણ એ લોકો મને મળવા ના આવ્યા? શું એ લોકોને ખબર નહિ હોય કે મારી માતા નું મૃત્યુ થયું છે અને હું અહીંયા જીવીત છું હજુ? થોડી ક્ષણો માટે તો તે દંપતિ એકબીજાની સામે જોઈ રહ્યા. મારી માતા એ લોકોને મારા દાદા દાદી વિશે પણ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા દાદા દાદી ...વધુ વાંચો

16

વંદના - 16

વંદના -16ગત અંકથી ચાલુ...આખરે તે દંપતિ મારી જીદ્દ સામે નમતું મૂકી દીધું ને મને મારા ઘરે મારી દાદીને મળવા ગયા. પરંતુ મારા ઘરમાં તાળું લાગેલું હતું. આસપાસ બધાને પૂછ્યું પણ એ લોકો મને જીવીત જોઈને અચંબિત થઈ ગયા. મારા દાદી એ લોકોને ને મારી માતા સાથે હું પણ મૃત્યુ પામી છું એવા સમાચાર આપ્યા હતા. આસપાસ કોઈને પણ ખબર ના હતી કે મારા દાદી ક્યાં છે કઈ હાલતમાં છે. ઘણી મથામણ કર્યા પછી મને અચાનક સૂઝ્યું કે કદાચ મારા દાદી દિલ્હીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર પાસેના આશ્રમમાં જ ગયા હશે, મારા દાદી ઘણી વાર સ્વામિનારાણ મંદિરમાં સેવા આપવા જતા. મારા ...વધુ વાંચો

17

વંદના - 17

વંદના -17 આશાનો સુરજ ડૂબ્યો ને ફરી જાણે કાળી અંધારી રાત આવી. લીલા બાની વાત પણ હતી. ભલે તે રેકર્ડમાં મારી માતા એ મારી જવાબદારી એ લોકોને સોંપી હતી. પરંતુ મારા દાદીના મરજી વિરુદ્ધ એ લોકો મને ના લઈ જઈ શકે. આખરે હું એમનું લોહી હતી મારા ઉપર પહેલો હક્ક મારા દાદીનો જ હતો. બંને પતિપત્ની એ પરસ્પર ખૂબ વિચારીને નક્કી કર્યું કે તે લોકો મારા દાદીને સમજાવશે અને જરૂર પડે તો તે લોકો મારા દાદીને પણ મારી સાથે લઈ જશે. અને એમની સેવા કરશે. અમન ભાગ્યે જ આવા માણસો મળતા હોય છે. જે પોતાની ભૂલને ભૂલ માનીને ...વધુ વાંચો

18

વંદના - 18

વંદના- 18ગત અંકથી ચાલુ... થોડી વાર સુધી તો ઓરડીમાં મૌન ગયું. મારા દાદી મને પોતાના ખોળામાં બેસાડીને એવી રીતે જકડીને રાખી હતી જાણે તે લોકો હમણાં જ મને એમની પરવાનગી વગર તેમનાથી દૂર લઈ જશે. મારું મન પણ એક અજીબ ડર થી ઘેરાયેલું હતું. હું પણ મારા દાદીથી દુર જવા તૈયાર હતી જ નહી. કેટલું અદભુત દર્શ્ય હતું એ મારા દાદીની હું ઢીંગલી એમના ખોળામાં મારી ઢીંગલી સાથે રમતી હતી. એ પ્રેમમાં કેટલું વાત્સલ્ય હતું. એમના આલિંગન ની હુંફ હું આજે પણ મહેસૂસ કરું છું. એ સ્પર્શમાં પણ મને માની મમતાનો અહેસાસ થતો હતો. ...વધુ વાંચો

19

વંદના - 19

વંદના -19ગત અંકથી ચાલુ... અમન વંદનાના ભૂતકાળમાં જાણે ખોવાઈ ગયો હોય એમ વંદનાની વાતને ખૂબ ધ્યાનથી ને પ્રેમથી હતો. વંદનાના ચહેરાની માસૂમિયત અને તેની ભૂતકાળને યાદ કરીને વારંવાર ભીની થતી તેની આંખો અમનને તેના તરફ વધુ ને વધુ આકર્ષિત કરતી હતી. અમનને તો ખબર જ નાહતી કે વંદનાની આ કોરી કટ લાગતી આંખોમાં કેટકેટલા ઝરણાંના ધોધ વહે છે. બહારથી ખૂબ મજબૂત દેખાતી વંદનાની અંદરથી જાણે આખે આખો લાગણીનો દરિયો ઉમટતો હોય એમ અમન તો આ લાગણીના દરિયામાંથી ઉઠતી લહેરો સાથે વહેતો જતો હતો. અમન તો જાણે આ લાગણીના દરિયામાં ડૂબી ગયો હોય એમ વંદનાની વાતોને મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો ...વધુ વાંચો

20

વંદના- 20

વંદના- 20ગત અંકથી ચાલુ.. જેટલી ઝડપે કાર દોડી રહી હતી તેટલી જ ઝડપે અમનના મનમાં હજારો સવાલો ઉઠી હતા. "અચાનક મમ્મીને શું થયું હશે?" "ભગવાન કરે એને કોઈ ગંભીર બાબત નાહોય" " પપ્પાની હાલત શું હશે અત્યારે?" "અત્યારે સૈથી વધારે પપ્પાને મારી જરૂર છે અને હું જ એમની સાથે નથી." ના જાણે કેટકેટલા આવા સવાલો મનમાં ને મનમાં ઘુમરાયા કરતા હતા. હોસ્પિટલ સુધીની સફર કાપવી અમનને અંદરને અંદર મૂંઝવી રહી હતી. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે વર્તાતી હતી. વંદના પણ એને આમ અકળાયેલો જોઈને પરેશાન થઈ રહી હતી. અમન વારે ઘડીએ કાર ચાલકને કાર ઝડપી ચલાવવા માટે ...વધુ વાંચો

21

વંદના - 21

વંદના-21ગત અંકથી ચાલુ.. ડોકટર બે ઘડી અમન સામે જોઈ રહ્યા. ફરી એકવાર એકસરે પર નજર કરતા વેલ મિસ્ટર અમન શાહ વાત થોડી ગંભીર છે."" ગંભીર વાત મતલબ ડોકટર એવી તો શું વાત છે?" અમન તરત જ હળબડાટમાં બોલી ઉઠ્યો.." પહેલા તમે મારા પ્રશ્નોના ઉતર આપો પછી હું તમારી માતાની અત્યારની હાલત વિશે કહીશ."ડોકટર મોદીએ કહ્યું..." હા ડોકટર કહો ને શું પૂછવું છે તમારે!" અમન એ તરત વળતો જવાબ આપ્યો..એટલામાં ડોકટર મોદીની કલીક નેહા પણ અમનના પિતા ને લઈને કેબિનમાં આવી પહોંચી હતી.ડોકટરે અમનના પિતા દિલીપભાઈ ને પણ સામેની ખુરશી પર બેસવાનું કહ્યું. પછી થોડા ગંભીર અવાજમાં બોલ્યા," હા ...વધુ વાંચો

22

વંદના - 22

વંદના-22ગત અંકથી ચાલુ.. અમન તેના પિતાની આવી હાલત જોઈને ખૂબ હેબતાઈ ગયો. તેનું મગજ પણ જાણે સુન થઈ ગયું અચાનક ભગવાને આ તે કેવી પરેશાનીમાં મૂકી દીધા. તે કઈજ સમજાતું નહતું. ડોકટર મોદી પણ બંને બાપ દીકરા ને સાંત્વના આપતા બોલ્યા." જોઓ મિસ્ટર દિલીપભાઈ શાહ તમે આમ હિંમત ના હારો. ભગવાન ઉપર ભરોસો રાખો. આખરી નિર્ણય ભલે ભગવાનનો હોય છતાં પણ અમે અમારી પૂરી કોશિશ કરીશું પ્રીતિબહેન ને બચાવવાની. બાકી તો પછી ઉપરવાળાની મરજી." અમન પોતાની ભીની આંખે ડોકટર મોદી સામે એક જ નજરે જોઈ રહ્યો ડોકટરની વાત ઉપર પોતે શું પ્રતિક્રિયા કરે એ કાઈ સમજમાં જ નહોતું આવતું. ...વધુ વાંચો

23

વંદના - 23

વંદના-23ગત અંકથી ચાલુ.. અચાનક આઇસીયુનો દરવાજો ખૂલે છે.અને એક અજાણ્યો ચહેરો અંદર આવે છે. અંદર આવતા જ તેમને અમનને થી બહાર આવવાનો આદેશ આપતા કહ્યું." મિસ્ટર અમન શાહ! સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારું નામ ઇન્સ્પેકટર રાજીવ મહેતા છે. મને તમારા માતાના કેસમાં થોડી જાણકારી જોઈએ છે. તો તમે જરા પ્લીઝ બહાર આવશો. અહીંયા આઈસીયુમાં વાત કરવી ઉચિત નથી. ખોટું પેશન્ટની હેલ્થ પર અસર થાય. એટલે તમે ઝડપથી બહાર આવશો તો સારું.".... અમન અચાનક અચંબિત થઈ ગયો. એને કઇ સમજાયું નહી કે અચાનક પોલીસ અહીંયા શું કરે છે.? અને શેનો કેસ? અમન અજીબ અસમંજસમાં આવી ગયો. એને કંઈ સૂઝતું ન ...વધુ વાંચો

24

વંદના - 24

વંદના -24ગત અંકથી ચાલુ...રાજુ એ અમનને જનરલ વોર્ડના બેડ પર સુવડાવી દીધો. અને ડોકટર મોદીના આદેશ પરમાણે ઇંજેક્શન પણ જેથી અમનને આરામ મળે.. વંદના અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વોર્ડબોય રાજુના કહેવાથી ડોકટર મોદીના કેબિનમાં પહોંચે છે. જ્યાં ડોક્ટર મોદી વંદનાને અમનની હાલતની જાણ કરે છે. વંદનાને જાણ થતાં જ વંદના એકદમ ચિંતિત થઈ જાય છે. તેના ચહેરા પર ચિંતાની ગહેરી લકીર ફરી વળે છે. થોડીવાર તો વંદનાને કઈ સૂઝ્યું નહિ કે તે શું કરે? એકબાજુ અમનના પિતા પણ ગહેરા સદમાં માં હતા. શું કરવું? શું ના કરવું કંઇપણ સુજતું ન હતું. થોડીવાર કઈક વિચારીને વંદના બોલી" ડોકટર મોદી પ્લીઝ ...વધુ વાંચો

25

વંદના - 25

વંદના -25ગત અંકથી ચાલુ...વંદનાની વાત સાંભળીને ડોકટર મોદી અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતાનાં ચહેરા પર વંદના માટે સન્માન ના ભાવ ગયા. બંને એકબીજા સામે ગર્વથી જોવા લાગ્યા. વંદના અચાનક તે બંનેનું ધ્યાન દોરતાં બોલી" ઇન્સ્પેકટર સાહેબ હવે તમારે કંઈ પૂછવું છે મને?""હમમ હા મેડમ એક વાત જરૂર પૂછીશ કે તમે અમને આ કેસ માં મદદ કરશો પણ શા માટે? શું તમે તમારા દોસ્તની ખિલાફ જઈ શકશો?"ઇન્સ્પેકટર રાજીવ મહેતા એ વંદનાને પૂછ્યું..."મે તમને હમણાં જ કહ્યું કે મારા માતાપિતા એક Ngo માં કામ કરતા ખૂબ જ ઈમાનદાર અને વરિષ્ઠ કાર્યકર્તા છે. મારા માતા પિતાએ પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું ...વધુ વાંચો

26

વંદના - 26

વંદના-26ગત અંકથી ચાલુ.....વંદના એકદમ જ કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ પછી અચાનક કંઈક યાદ આવતા બોલી" પચીસ દિવસ પહેલા હું અને અમન એક બિઝનેસ ટ્રીપમાં મુંબઇ ગયા હતા. ઓહ યેસ એનો મતલબ કે આ ઘટના એ વખતમાં જ બની હશે.અને કદાચ અમનને તો આ વાતની જાણ પણ નહિ હોય."..."ઓહ, હા કદાચ તમારો અનુમાન સાચું હોય શકે. પરંતુ દિલીપભાઈ! એમને તો આ વાતની ખબર હોવી જોઇએ ને? કે પછી આ નિશાન અમનની ગેરહાજરીમાં દિલીપભાઈએ જ આપ્યા હોય?" ડોકટર નેહા પોતાની શંકા વ્યક્ત કરતા બોલી...વંદના દિલીપભાઈ નું નામ સાંભળતા જ સતબ્ધ થઈ ગઈ. થોડીવાર કંઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. અચાનક ડોકટર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો