ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના મોજા પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ઢાબાની લાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા. બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી. આ બધુ પેલેથી જ નક્કિ હતુ. હુ તારા લીધે જાવ છુ, એવુ નથી. હુ તારા લગ્નજીવનને ક્યારેય નુકશાન પહોચાડવા માંગતી નથી.

Full Novel

1

ફરી મળીશુ - પ્રકરણ-1

· નોવેલનો અત્યંત અગત્યનો વળાંક ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ઢાબાની લાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા. બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી. ...વધુ વાંચો

2

ફરી મળીશુ - પ્રકરણ-2

કોલેજનો સમય સાત વાગ્યાનો છે એટલે આપણે લેટ થઈ ગયા એમ સમજીને ક્લાસરૂમમાં ત્રણેક છોકરીઓ પ્રવેશ કરે છે. શ્યામ સિવાય કોઇ જ નહિ, બધુ જ સુનકાર એકદમ નિરવ શાંતિ. ત્રણેય મનમાં ને મનમાં ગુસપુસ ચાલુ કર્યુ કે શુ કરવુ? આપણને ખોટો ટાઇમ તો નથી આપ્યો ને? શ્યામ તો એના કામમાં જ મસ્ત હોય છે. એને કઇ જ ન લાગે વળગે. એ એના કામમાં એટલો મસ્ત હતો પેલી છોકરીઓ વિચાર કરતી હતી કે બોલાવવો કે ન બોલાવવો પણ ધીરે ધીરે ક્લાસમાં બધા આવવા લાગ્યા હતા. ક્લાસમાં ત્રણ નવા ચહેરા જોઇને બધા અંદર અંદર ગુપસુપ કરતા હોય છે. ક્લાસમાં નિરવ શાંતિ ...વધુ વાંચો

3

ફરી મળીશુ - પ્રકરણ-3

· પ્રથમ પ્રેમની કુંપળ શ્યામ પહેલીવાર કોઇ સ્ત્રી ગાડી ચલાવતી અને એની બાજુમાં બેઠો હતો અને એનાથી નવીન વાત તો એ હતી કે તે લકઝરી ગાડીમાં બેઠો હતો. તે એકીટશે મીરાને જોઇ રહ્યો હતો. મીરા બધુ નોંધ લેતી હોય એમ પુછે છે કે શુ જોવે છે? આ બધુ પહેલી વાર જોયુ લાગે છે. શ્યાન પાસે કોઇ જવાબ ન હતો, ના બસ એવુ કઈ નથી હા બોલ બોલ શુ કેતી હતી? મીરા ચાલુ ગાડીએ જ થોડી વાર શ્યામ શાંત જોઇને પોતે બોલવાની શરુઆત કરી દિધી, શ્યામ તુ કાલ કોલેજ પુરી થતા ક્યા ગાયબ થઇ ગયો હતો? હુ તને શોધતી હતી ...વધુ વાંચો

4

ફરી મળીશુ - પ્રકરણ-4

· વેલેન્ટાઇન ડે પહેલો વેલેન્ટાઇન ડે આવ્યો. બધાને એમ જ હતુ આ વખતે મીરા શ્યામ બન્ને એકબીજાને પ્રપોઝ કરશે. સામાન્ય રીતે એવુ જ હોય કે કોલેજમાં જે પણ બે વચ્ચે સારી દોસ્તી હોય એની અનેક ધારણાઓ થવા લાગે. અમુક ધારણાઓ તો, ક્યારેક હદથી પણ આગળ નિકળી જાય છે. રોજની જેમ જ વેલેન્ટાઇન ડે ના દિવસે રેગ્યુલર આવે એમ જ વાઇટ ટિ શર્ટ અને બ્લુ જીન્સ, સ્પોર્ટ શુઝ આમ તો શ્યામનો કાયમનો લુક આ જ હોય. આવીને પોતાનુ સ્ટડી શરૂ કરી દિધુ. થોડિવારમાં સુદિપ અને વીર આવી ગયા. વેલેન્ટાઇન ડે હોય એટલે સામાન્ય રીતે બધા જ રેડ અથવા પીંક કપડા ...વધુ વાંચો

5

ફરી મળીશુ - પ્રકરણ-5

· સુદિપ સાથે ઘર્ષણ સુદિપ જેને પ્રપોઝ કરવાનો હતો એ છોકરી ટીના લઈને આવે છે.એ છોકરી જેને જોતા જ એવુ લાગે કે, આના આંખ અને કાન અલગ અલગ દિશામાં કામ કરતા હશે. દેખાવમાં તો એવરેજ પણ મેકઅપ અને લિપસ્ટિક પરથી એવુ લાગે કે ઘરનુ બ્યુટી પાર્લર હશે અને દર પાંચ મીનીટે પર્સમાંથી કાચ કાઢીને કાચમાં જોવે પાછી લીસ્પટીક કરે, વાળ સરખા કરે પાછી કાચમાં જોવે લટ સરખી કરે પાછી કાચમાં જોવે અને છેલ્લે પેરેલીસીસ થઇ ગયુ હોય એમ બે વાર મોં કરે આવુ દર દસ મિનીટે કરતી હતી. સુદિપ ટીનાને બધાની ઓળખાણ કરાવે છે. સુદિપ શ્યામ પાસે આવીને ...વધુ વાંચો

6

ફરી મળીશુ - પ્રકરણ-6

· શ્યામની મીરાના મમ્મી પપ્પા સાથે મુલાકાત શ્યામ કહે ના હો પોસીબલ જ નથી, શુ વિચારે તારા મમ્મી પપ્પા? મીરા બિન્દાસ્ત બોલી, શુ વિચારે એટલે શુ? તુ મારો ફ્રેન્ડ છે એ તો સત્ય છે અને આ વાત તો મે ઘણા દિવસ પહેલા જ ઘરે કહિ દિધી હતી. શ્યામ નવાઇથી કહે છે, સાલુ ગજબ કહેવાય મીરા હુ તો છોકરો છુ તો પણ ઘરે કેતા ફાટે છે અને તે તો મારુ વિવરણ પણ કરિ દિધુ હશે. શ્યામ પ્લીઝ તારી સાથે બીજી કોઇ વાત નથી કરવી તુ આવે છે કે નહિ એ કહિ દે, મીર સીધુ સટ જ પુછે ...વધુ વાંચો

7

ફરી મળીશુ - પ્રકરણ-7

સુદિપની આત્મહત્યાથી શ્યામને આઘાત શ્યામ નિયમિત તો સાંજે જોબ પરથી ઘરે જાય. જમીને પોતાની બુક્સ લઈ ઘરના ટેરેસ પર જાય અથવા તો લાઇબ્રેરીમાં જાય. આજે કઈક અલગ મુડ હતુ એટલે લાઇબ્રેરી જવાનુ ટાળીને ટેરેસ પર તેના કઝીન તથા માસા અને માસી સાથે વાતમાં લાગી જાય છે. કદાચ એવુ જ વિચારતો હશે કે આજ દિવસનુ જે બન્યુ એ ભુલાઇ જાય છે. શ્યામના માસી પુછે કે કેવુ ચાલે છે સ્ટડી ? કેવી તૈયારી છે ? સારું ચાલે છે હમણાં પરીક્ષા છે. એટલે પૂરી થાય એટલે એક ચિંતા પુરી શ્યામ જવાબ આપે છે માસી પાસે થોડી વાર બેઠો પણ આજ મન લાગતુ ...વધુ વાંચો

8

ફરી મળીશુ - પ્રકરણ-8

· વિદાય સમારંભ છેલ્લા દિવસે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો. બધા શિક્ષકો અને બધા જ ગ્રાઉન્ડમાં ભેગા થયા. વીર અને બીજા મિત્રને સહારે શ્યામ પણ બિમાર હાલતમાં આવ્યો. બધા શ્યામને માન અને સન્માન આપતા હતા. એના માટે બેસવાની જગ્યા કરી. અહિ આવી જા અહિ આવી જા એમ કહેવા લાગતા હતા. સર આ બધુ દ્રશ્ય જોતા હતા. આજે હસતા રમતા આ કોલેજના કેમ્પસમાં મજાક મસ્તી કરતા સ્ટુડન્ટ આજ ગંભીર હતા. એવુ હતુ જ નહિ કે તેઓ કાયમ માટે અલગ થઇ જવાના પણ હવે કોલેજમાં નહિ મળે. હવે તેને માત્ર મનમાં આ સમયની સ્મૃતિઓને કંડારવાની છે. તેને સમય આવે વાગોળીને મન ભારે ...વધુ વાંચો

9

ફરી મળીશુ - પ્રકરણ-9

· કોલેજ પછી શ્યામનો સંઘર્ષ બીજે દિવસે સવારેથી તો શ્યામને ફુલ ટાઇમ લાગી ગયો. સમય ધીરે ધીરે વિતતો જાય છે. શ્યામ અને મીરા પણ એકબીજાની નજીક આવતા જ જાય છે.હવે તો ઘણી વાર લોંગ ડ્રાઇવ પર પણ જઈ આવે. સમય સાથે શ્યામ પોતાના સ્વપ્ન પણ ધીરે ધીરે સાકાર કરતો જાય છે. જે કંપનીમાં નોકરી કરતો હતો. એ જ કંપની હવે પાર્ટનરશીપમાં બેસી જાય છે. શ્યામને બિઝનેસમાં અનેક વખત નિષ્ફળતા અને દગાખોરીનો સામનો કરવો પડ્યો. કેટલીયવાર ગોટાળા અને કૌભાંડનો સામનો કરવો પડ્યો. અનેક વાર પોતાના ભાગીદારો પાસે નિષ્ફળતાના પાઠ શીખ્યા પણ આ તો જુદી જ માટીનો હતો. બધી જ લડત ...વધુ વાંચો

10

ફરી મળીશુ - પ્રકરણ-10

· મામા શ્યામથી પ્રભાવિત મામા બસમાંથી ઉતરે છે. મામા હાથમાં બેગ અને ત્રણ બીજા કોથળા કોથળી. શ્યામ મામાનો બધો સામાન ગાડીમાં નાખીને ઘરે જતા હોય છે. રસ્તામાં મામા વાતો કરતા જાય છે. ગામડે વર્ષોથી ખેતી કરતા વ્યક્તિ કપડા મેલા અને મન ચોખ્ખા હોય. એ લોકો બોલે નહિ પણ એના મોં પર એનો પરિશ્રમ અને તેનુ સ્વાભિમાન, મર્યાદા, મોભો દેખાયા વગર રહે નહિ એવા ગામડાના લોકો હોય.મામા શ્યામની ગાડીમાં બેઠા એટલે મામાએ વાતની શરુઆત કરી. શ્યામ બેટા તુ તો બહુ મોટો થઈ ગયો. મારા ઘરે આવ્યો હતો ત્યારે નાનો એવો હતો. મે તને ક્યારેય પછી જોયો જ નથી. ...વધુ વાંચો

11

ફરી મળીશુ - પ્રકરણ-11

· મીરા પંદર દિવસનો સમય માંગે છે. મામાને પપ્પા ઓફિસમાં બેઠા ચા પાણી પીધા. થોડિવાર શ્યામે પોતાના પ્રોજેક્ટ પોતે જે વિષય પર કામ કરે એ દેખાડ્યુ. મામા એ ટીવીમાં અને મુવીમાં જે જોયુ હોય એ બધુ પ્રેક્ટીકલમાં જોતા હોય એવુ લાગતુ હતુ. મામાને વિદાય આપી ને શ્યામ ઓફિસમાં બેસીને વિચારતો હતો કે મામા તો એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે એટલે કઇક નવાજુની કરશે. આની પહેલા પણ માંડ છટક્યો હતો. . ઘરે મીરાને જાણ કર્યા વગર જ વાત કરૂ અને જો મીરાનો વિચાર કઈક અલગ જ હોય તો? પણ અલગ કઇ રીતે હોય અને અલગ હોય પણ કેમકે ...વધુ વાંચો

12

ફરી મળીશુ - પ્રકરણ-12

· શ્યામની રાધિકા સાથે પ્રથમ મુલાકાત એક છોકરી હાઇટ સાડા પાંચ ફુટ એકદમ સફેદ, લાંબાંવાળ પ્રદર્શનકરવાનુ હોય એમ ખુલ્લા રાખિને આવેલી.બ્લુ કુર્તી અને બ્લેક જીન્સ, ગળામાં સ્કાફ નાખીને એના પ્રશ્ન પુ્છવાનો સમય આવતા પોતાના એકદમ શાંત મધુર સ્વરથી પ્રશ્ન પુછે છે, બધામાં ઘોંઘાટમાં તેનો ઝીણો અવાજ સંભળાતો નથી. શ્યામ હાથ ઉચો કરીને કહે છે, એવરી બડી સાઈલેન્ટ પ્લિઝ. બધા જ એકદમ ચુપ થઈ ગયા. એક સુંદર ઢીંગલી જ જોઇલો એવી એકદમ વિનમ્ર સ્વભાવની છોકરી કહે છે સર મારુ નામ રાધિકા છે. સર અમે એક ઓફિસમાં જોબ કરીએ છીએ. ત્યા અમારી પાસે વધુ પડતુ કામ કરાવી લેવામાં આવે ...વધુ વાંચો

13

ફરી મળીશુ - પ્રકરણ-13

· અંતિમ નિર્ણયનો શ્યામ અસ્વીકાર કરે છે એ તો ડુમસ પહોચી ક્યારે એની ખબર પણ ન પડી. ડુમસ પહોચ્યો અને દર વખતે મળતા હતા. ત્યા જ શાંત બીચ અને કોઇક કોઇક જ પબ્લીક દેખાતુ હોય છે. ત્યા શ્યામ તો ગાડી ઉભી રાખીને ગાડીના ટેકે ઉભો રહી રાહ જોવા લાગ્યો. દિલની જગ્યાએ આંખો ધડકતી હોય. આ રાહ જોવાની પળ પણ અજીબ હોય છે.એક એવા મોડ પર હતો કે પલ પલ માટે એ તડપતો હતો. મીરા દુરથી આવતી દેખાય છે, અને મીરા પણ શ્યામને જોઇ જાય છે. મીરા ગાડી ઉભી રાખે છે. મીરા બહાર નીકળીને શ્યામ ઉભો હોય ત્યા આવે છે ...વધુ વાંચો

14

ફરી મળીશુ - પ્રકરણ-14

· શ્યામ રાધિકા સાથે સગાઇ કરી લે છે. શ્યામ ઘરે આવે છે, ઘરે જ બેઠા હતા. શ્યામ આવતા જ બધા શ્યામને અભિનંદન આપીને કહે છે કે, આવતી ૨૫ તારીખે તારી સગાઇ છે.શ્યામ પણ મહામુસિબતે ચહેરા પર હાસ્ય લાવીને બધાને “થેન્ક્સ” કહેતો જાય છે. બહુ કપરિ પરિસ્થિતિ હતી. મનમાં એટલુ દુઃખ કે ગમે તે ક્ષણે રડી પડે અને બહાર ખુશી એ પણ પોતાના માટે જ. શ્યામ તેના મમ્મી સામે જોઇ કહે છે મમ્મી મારૂ જમવાનુ તૈયાર કરો હુ ફ્રેશ થઈ કપડા ચેન્જ કરીને આવુ. પોતાના રૂમ નો દરવાજો બંધ કરીને અંદર જઈને પોતાના આંસુઓ રોકી નથી શક્તો ખુબ રડે ...વધુ વાંચો

15

ફરી મળીશુ - પ્રકરણ-15

· શ્યામ મીરાની અંતિમ મુલાકાત, અચાનક એક દિવસ મીરાનો કોલ કે, આજે સાથે ડિનરની ઇરછા છે. શ્યામને પણ પેલા જેવી લાગણી કે આકર્ષણ હતુ નહિ એટલે હા કહ્યુ. મીરાના ચહેરા પરનુ નુર હણાઇ ગયુ હતુ. જાણે એવુ લાગતુ હતુ કે તેને સતત આરામની જરુર છે તો આ તરફ શ્યામની હાલત પણ કઇક એવી જ હતી. તેની ઓળખ સમી સ્માઇલ જે ક્યારેક જ આવતી હતી અને પરફેક્ટ બનીને રહેવા વાળો આજે સાદા કપડામાં સામાન્ય વ્યક્તિ હોય એવો બનીને આવ્યો હતો. બન્નેને એકબીજાની ખોટ કેટલી હદે વર્તાતી હશે એ તો ખબર પડી જ ગઈ છે. શ્યામ આજ પણ ...વધુ વાંચો

16

ફરી મળીશુ - પ્રકરણ-16

· શ્યામના લગ્ન પપ્પા શ્યામને કહે છે કે, તુ સાંજે મોડો આવ્યો એટલે વાત કરવાની રહી ગઈ. હુ કાલ તારા સસરાને ત્યા ગયો હતો. તારા લગ્નની તારીખ ૧૪ નક્કિ થઈ છે. હવે આપણી પાસે એક મહિનાનો સમય છે, એટલે તૈયારી પુરજોશ માં કરવી પડશે. તુ તારા બિઝનસ માથી થોડો સમય ઘર માટે આપજે. શ્યામ હસતા હસતા કહે છે, મારા સસરાને ઉતાવળ હતી કે તમને ? તૈયારી ચાલુ કરો દો. સમય વિતતો જાય છે. એક મહિનો કેમ નીકળી જાય એ જ ખ્યાલ નથી રહેતો.મીરાને પણ કંકોત્રી આપવામાં આવી હતી, પણ એ આવવાની તો હતી જ નહિ એ સૌ જાણતા હતા. લગ્નનો ...વધુ વાંચો

17

ફરી મળીશુ - પ્રકરણ-17

· મીરા ફરી વાર મુંબઇમાં મળે છે. ફોનમાં વાત કરતા કરતા દરીયા ચાલી રહ્યો હતો. ક્યાય પ્રેમી પંખીડા તો ક્યાંક પરિવાર સાથે દરિયાની શિતળતાનો અનુભવ કરતા હતા. દરીયાના મોજા દિવાલ સુધી અથડાતા હતા.આ વાતાવરણ મનને શાંતિ આપતુ હતુ.આમ પણ દેશમાં મરીન લાઇન એ એક જ એવી જગ્યા હશે ત્યારે એક તરફ શહેરનો વૈભવ અને એક તરફ સમુદ્ર નો વૈભવ એક સાથે જોવા મળે. દર વખતે શ્યામ મુંબઇ આવે એટલે એકવાર તો મરીન ડ્રાઇવ પર ચાલવા નિકળે જ એવી જ રીતે આજે પણ શ્યામ નિકળ્યો હતો પણ અચાનક જ શ્યામ ઉભો રહી ગયો અને ફોન પર પણ કોલ યુ લેટર ...વધુ વાંચો

18

ફરી મળીશુ - પ્રકરણ-18

· શ્યામને મીરાનો પત્ર બન્ને ત્યાથી અલગ પડે છે. શ્યામ પણ હોટલમાં હોલ્ટ કરીને સવારે વહેલા નિકળવાનુ નક્કિ કરે છે. શ્યામ બાલ્કની બહાર આવે છે. ત્યારે જ મીરા ગાડીમાં આગળની શીટ પર સુતેલી જુએ છે. બધો સામાન લઈને પ્રિયા અને મીરા બન્ને જતા દેખાય છે. શ્યામ પણ સવારમાં નીકળે છે. શ્યામ ઘર જવાના બદલે સીધો જ ઓફિસ પહોચે છે. ઓફિસનુ કામકાજ બધુ જોઇ તેની ચેર પર બેઠો હતો અને પોતાનુ બ્લેઝર કાઢીને બાજુના ટેબલ પર મુકે છે અને અચાનક સાઈડ પોકેટમાં કઈક હોય એવુ લાગે છે તો, અંદર જોવે છે એક પત્ર હોય છે. શ્યામને જાણ પણ નથી એ ...વધુ વાંચો

19

ફરી મળીશુ - પ્રકરણ-19

· શ્યામ અને રાધિકા મીરાને મળવા પહોચે છે. રાધિકાને તો નવાઇ જ છે, પણ શુ કામ? બધુ બરાબર તો છે ને શ્યામ ઉતાવળમાં સામેથી કઈ પણ જવાબ આવે એ પહેલા જ ફોન કટ કરી નાખે છે, એ વાત કરવાનો સમય જ નથી હુ તને પછી બધુ કહુ હુ ફોન કરૂ એટલે સોસાયટીના ગેટ પર આવી જા. અચાનક જ યાદ આવે છે ડો કશ્યપ. ડો કશ્યપને કોલ કરે છે અને વિગત પુછે છે તો કહે છે, હા હું મીરાની જ ટ્રિટમેન્ટ કરવા ગયો હતો અને એ સિરિયસ છે એટલે મારી હોસ્પિટલમાં શિફ્ટ કરી છે. શ્યામ ફોન કટ કરે ...વધુ વાંચો

20

ફરી મળીશુ - પ્રકરણ-20 - છેલ્લો ભાગ

· શ્યામને મીરાની સ્મૃતિ સાથે વિદાય મીરાના પપ્પા પાસે જઈને કહ્યુ અંકલ અમે જઇએ. સુરત આવો એટલે તમારુ જ ઘર છે, આપ આવજો. મીરા સાથેનો સંબંધ એમના પરિવાર સાથે યથાવત જ છે.કાયમ આ પરિવાર મારો પરિવાર જ છે. મીરાના પપ્પા નોકરને ઇશારો કરે છે, તે કવર લઈને આવે છે. બેટા આ કવર તને મીરાએ આપવા કહેલુ. મીરાને એમ હતુ કે, તુ નહિ મળી શકે પણ સદભાગ્ય કે મળ્યો. અંકલ સાચુ કહુ તો મીરાએ મને ભુલેચુકે જો ગંધ આવવા દિધી હોત કે તેને આ પ્રોબ્લેમ છે તો અંતિમ સમય સુધી હુ તેને ખુશ રાખતે. શ્યામ કહે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો