સફર-એક અનોખા પ્રેમની...

(396)
  • 174.6k
  • 32
  • 86.3k

પ્રેમ શબ્દ એક અદ્ભૂત શબ્દ છે, માણસને પ્રેમની જગ્યાએ ક્યારેક નફરત પણ મળે છે, જેનું કારણ ક્યારેક તે પોતે પણ હોઇ શકે છે.પણ જ્યારે તેને તેનો અહેશાશ થાઈ અને પછી તે પોતે પોતાનો પ્રેમ પ્રાપ્ત કરવા ગમે તે મુશ્કેલીનો સામનો કરે છે, જ્યારે બીજી બાજું સંપત્તિની લાલચમાં ખોટો પ્રેમ પણ જોવા મળે છે.તો જરૂર જોજો પ્રેમનો આ એક અનોખો સફર..

Full Novel

1

સફર-એક અનોખા પ્રેમની... - ભાગ ૧

ૐઆજે વેલેન્ટાઈન ડે પર શહેરનાં અલગ-અલગ ગ્રુપના બધાજ બિઝનેસ કપલ માટે જંગલમાં બે દીવસ નો કેમ્પ ગોઠવ્યો હતો. રાત ગઇ હતી અને ત્યાં આવેલ બધાં કપલ કેમ્પની વચ્ચોવચ તાંપણું કરીને આજુ-બાજું યથાયોગ્ય સ્થાન લઇ ને બેઠા હતાં અને પોતપોતાનાં મેરેજની સ્ટોરી કહેતાં હતાં, ધીમે-ધીમે બધાનો વારો આવતો ગયો. હવે કેમ્પમાંનું એક કપલ બાકી રહ્યુ હતું, તે કપલનાં હજું નવા નવાં જ લગ્ન થયાં હોય તેવું લાગતું હતું.ત્યાં ઉપસ્થિત એક કપલે કહ્યુ ,"અરે તમે તો સહુંથી યંગ કપલ છો, લાગે છે કે, હમણાં ...વધુ વાંચો

2

સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 2

ભાગ : 2ૐ( નમસ્કાર, આપણે આગળના ભાગમાં જોયું કે એક સુમસામ રાતમાં નીયા અને વિરાજની મુલાકાત થાય છે, તેમજ સામનો ગુંડા સાથે થાય છે, અત્યારની છોકરીઓની હિંમત અને બહાદુરીનો પરચો દેખાડતા નીયા ગુંડાઓને મારે છે, જ્યારે વિરાજ નીયાનું ઋદ્ર સ્વરૂપ જોતોજ રહી જાય છે, તે પણ નીયાનાં વખાણ કરે છે, પછી નીયા વિરાજને પોતાના ઘરે લઇ જાય છે, હવે આગળ....)વિરાજ તો નીયાનું ઘર જોતો જ રહી ગયો, બહારથી આલીશાન લાગતો એ વિશાળ બંગલો જોઇ ને તે સ્તબ્ધ રહી જાય છે. તે વીશાળ ગેટ દ્વારા પ્રવેશે છે. એક બાજુ વીશાળ ગેસ્ટહૉઉસ છે. તેમજ બીજી બાજું ખુબજ સુંદર અને મનમોહક ગાર્ડન ...વધુ વાંચો

3

સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 3

ભાગ : 3ૐ( આપણે આગળનાં બે ભાગમાં જોયું કે કેવી રીતના મી. & મિસિસ. મલ્હોત્રા બધાને પોતાના ભૂતકાળમાં લઇ છે જેમા અંધારી રાતમાં નીયા અને વીરાજ મળે છે, વિરાજ નીયાનાં ઘરમાં પ્રવેશે છે ત્યારબાદ વિરાજ અને નીયા બને ફ્રેન્ડ્સ બની જાય છે. હવે નીયાની વિરાજ સાથેની ફ્રેન્ડશીપ તેનાં જીવનમાં શું બદલાવ લાવશે તે જોવાનું છે.)બીજે દિવસે સવારે નીયા જ્યારે તૈયાર થઈ ને નીચે ઉતરી તો તેણે જોયું કે વિરાજ તેનાં પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. અને બધા હસી-મજાક કરતા હતાં. વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો-મળેલો જોઇ ને નીયા ખુશ થઈ ગઇ.પછી નીયા વિરાજને લઈ ને તેનાં મિત્રના ઘરે ...વધુ વાંચો

4

સફર-એક અનોખા પ્રેમની... - 4

ભાગ:4 ૐ (આગળ આપણે જોયું કે નીયા વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો - મળેલો જોઇ ને ખુશ થાય છે, વિરાજને નીયાનાં ઘરે આવ્યાને 1 મહિનો થઈ ગયો અને પોતાની પહેલી સેલેરી પર નીયાનાં પરિવારને રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો, ત્યાં તે નીયા અને ગુંડા વચ્ચે ફોન પર થયેલ વાત-ચિત્ત સાંભળે છે અને ઘરે જતી સમયે નીયાને તેનાં વિશે પૂછે છે, નીયા તેને બધુંજ જણાવે છે પણ નીયા વાત ને હળવાશમાં લે છે. પરન્તુ વિરાજને આખી રાત ચિંતા થાઈ છે. હવે આગળ...)બીજે દિવસે નીયા જ્યારે નહાઈ રહી ...વધુ વાંચો

5

સફર-એક અનોખા પ્રેમની... - 5

ભાગ: 5 ૐ(આગળના ભાગમાં આપણે જોયુંકે નીયાને ફોન પર ગુંડાનાં કૉલ આવતાં હતાં, તેથી વિરાજ ચિંતિત થઈ ને તે નંબર પર કોલ કરે છે, તો ખબર પડે છે કે તે કોઈ ગુંડો નહીં પણ નીયાની નાનપણની બેસ્ટફ્રેન્ડ અનન્યા છે, પછી તેની સાથે બધી વાતચીત કરી પ્લાન બનાવીને રાતનાં ડિનરનો પ્લાન કરે છે. હવે આગળ...)નીયા અને વિરાજ બંગલોનાં ગેટ પાસે ઉભા રહીને અનન્યાની રાહ જોતાં હોય છે, તેઓ સરપ્રાઇઝ વીશે વિચારતા હોય છે કે શું હશે સરપ્રાઇઝ ? ત્યાંજ એક બ્લુ કલરની નવી ચમકતી કાર બંગલાની બાર ઊભી રહે ...વધુ વાંચો

6

સફર-એક અનોખા પ્રેમની... - 6

ભાગ:6 ૐ( આગળના ભાગમાં જોયું કે નીયા અનન્યાને તેનાં બંગલો પર મળે છે, નીયાને ખબર પડે છે કે પેલા બનીને ધમકી દેનાર બીજુ કોઈ નહીં પરન્તુ અનન્યા જ હતી,અને આ વાત ની વિરાજને પણ ખબર પડી ગઇ હતી આથી નીયા તે બન્નેને ગુસ્સામાં મારવા દોડે છે અને અંતે નીયા તે બન્નેને માફ કરી દે છે. પછી અનન્યા પોતાના બન્ને સરપ્રાઇઝ બતાવે છે અને બધાં ડિનર કરે છે, અનન્યા નીયાને વિરાજ પ્રત્યેના નીયાનાં પ્રેમ વિશે વાત કરે છે, પરન્તુ નીયા તે વાતને ટાળે છે, પણ અનન્યા હાર ન માનતા પ્રિયાભાભીની મદદ માંગે છે, હવે આગળ..)પછી ત્યારેજ પ્રિયાભાભી નીયાનાં રૂમમાં ગયા ...વધુ વાંચો

7

સફર-એક અનોખા પ્રેમની... - 7

ભાગ: 7 ૐ(આગળના ભાગમાં જોયું કે પ્રિયા નીયાને તેનાં પ્રેમનો અહેસાસ કરાવે છે, નીયા વિરાજને વેલેન્ટાઇન-ડેની રાત્રે ડિનર પર લઇ જવાનો પ્લાન બનાવે છે, વિરાજ નીયાને તેનાં બેસ્ટ ફ્રેન્ડ મિતનાં ઘરેથી તેને પીક કરવાનું કહે છે, અનન્યા નીયાને તૈયાર કરે છે, નીયા બધાંની શુભેચ્છા લઇને નીકળે છે. પરન્તુ નીયાને ગયાને માંડ એકાદ કલાક થાય છે કે તે પાછી ઘરે આવી જાય છે અને તેની આંખોમાંથી આસુુ દળદળ વહેતા હોય છે, તેની રાહ જોતી અનન્યા પણ આ જોઇને સ્તબ્ધ થઇ જાય છે. હવે આગળ..)નીયાની આંખો રડીને લાલચોળ થઈ ગઇ હતી, ચાંદનાં ...વધુ વાંચો

8

સફર-એક અનોખા પ્રેમની... - 8

ભાગ:8 ૐ (આગળનાં ભાગમાં જોયું કે નીયા રડતી - રડતી ઘરે આવે છે, અને વીરાજની બધીજ હકીકત પોતાના પરીવારને જણાવે છે. અને પોતે મજબૂત બને છે, અનન્યા તેને પૂછે છે કે તેનાં મગજ માં શું ચાલે છે, તો તે કહે છે કે સમય આવ્યે ખબર પડી જશે. હવે આગળ...)ત્યાંજ મેહુલ કિચનમાં જાય છે અને રીમા બહેનને કહે છે,"મમ્મી, તમારે અહિં બધું કામ પતી ગયું?"રીમા બહેન: હા, બેટા બધુંજ કામ પતી ગયુ,પણ તું કેમ આવુ પૂછે છે? તારે કાઈ કામ છે?મેહુલ: ના, પપ્પા કહેતાં હતાં કે તારે આજે ઓફિસે ઘણું કામ હતું, ...વધુ વાંચો

9

સફર-એક અનોખા પ્રેમની... - 9

ભાગ:9 આગળનાં ભાગમાં જોયું કે નીયા વિરાજની રાહ જુએ છે, વિરાજ આવે છે, અને નીયા તેનો પગ મચકોડાઈ ગયો તેવું બહાનું કાઢે છે, વિરાજ નીયાનાં પગની માલીશ કરી દે છે, નીયા સુઈ જાય છે, અને વિરાજ નીયાનાં બેડ પર માથું ઢાળી અને ત્યાંજ બેડની નજીક જમીન પર સુઈ જાય છે, સવારે વિરાજ બધાને અમદાવાદ જવાની વાત કહે છે અને રેઝીગ્નેશન આપવા નીયાસાથે તેની ઓફિસે જય છે, હવે આગળ..)ઓફિસે આવ્યાં બાદ નીયા વિરાજને એક લેટર આપે છે.વિરાજ:આ લેટર શેનો છે?નીયા: તે જે રેઝીગ્નેશન લેટર આપ્યો હતો ને તો તેની સહમતી દર્શાવતો આ ...વધુ વાંચો

10

સફર-એક અનોખા પ્રેમની... - 10

ભાગ:10 ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ નીયાનું અજુગતું વર્તન જોઇને ચકરાવે ચડી જાય છે, પરન્તુ થોડિવારમાં તેને વિચાર આવે છે કે નીયા અને તે લોકોથી હું બચ્યો, અને જ્યારે વિરાજ તે ઘરમાંથી નીકળે છે ત્યારે નીયા તેને છેલ્લીવાર મળવા પણ ના આવી. વિરાજે નીયા માટે લીધેલ ગિફ્ટને અનન્યાને આપી અને નીયાને આપવા કહ્યુ અને બીજું કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો, અને ત્યાંજ રિતેશભાઈને કોઈનો ફોન આવ્યો અને બધાં ફટાફટ ત્યાંથી ચિંતામાં નીકળી ગયા, હવે આગળ..) ઘરનાં બધાં નીયાની ઓફિસે જવા નીકળી જાય છે. રીમા બહેન: જલ્દી ચલાવ મેહુલ, ...વધુ વાંચો

11

સફર-એક અનોખા પ્રેમની... - 11

ભાગ:11 ૐ(આગળનાં ભાગમાં આપણે જોયું કે નીયા બેહોશ થઇ ગઇ હતી, તેમજ નીયાની ડાયરી પણ ખોવાઇ ગઇ હોય છે, અને ઘણાં પ્રયત્નો કરવા છતા તે મળતી નથી, તે થોડાં દીવસ માટે બધાંથી દુર એકલી શાંતી આશ્રમ જવાની તૈયારી કરે છે. હવે આગળ..)નીયા શાંતી આશ્રમ પહોંચી ગઇ છે, વિશાળ બગીચો, જેમાં જાત-જાત નાં વૃક્ષો, આ વિશાળ ક્ષેત્રમાં વચ્ચે ખૂબ સુંદર અને સીધુ-સાદું મકાન જેમાં એક બાજું પ્રાથનાખંડ, ત્યાં આવતાં લોકો રોજ ભજન કરતા અને મનની શાંતી અનુભવતા, તેમજ ત્યાં ધ્યાન ધરીને શાંતીથી બેસવા માટેની પણ સારી વ્યવસ્થા હતી.નીયાએ અહીં થોડા દિવસો ...વધુ વાંચો

12

સફર-એક અનોખા પ્રેમની... - 12

ભાગ:12 ૐ (આગળ આપણે જોયું કે વિરાજ અને નીયા બન્નેનો રસ્તો અલગ થઈ જાય છે અને બન્ને પોત-પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. અહીં હવે સ્ટોરીમાં નવોજ વળાંક આવે છે, વિરાજનાં ડેડની ઓફિસમાં એક પ્રિતી નામની છોકરી ઇન્ટરવ્યૂનાં ત્રણેય રાઉન્ડ પાર કરીને તેમની નવી કંપનીની સેક્રેટરી બને છે, તે રાત્રે પ્રિતી પોતાની કોઈ ફ્રેન્ડ મિસ. સિરિયસ સાથે ફોન પર વાત કરે છે, પ્રિતી મિસ.સિરિયસને ફોનમાં કહે છે કે, "તારા કહેવા મુજબ મે વિરાજની કંપનીમાં જોબ મેળવી લઇને તેની ઓફીસમાં તો પગ મુકી દીધો છે,હવે તેમનાં ઘરમાં પ્રવેશી અને તે બન્ને બાપ-દિકરા ...વધુ વાંચો

13

સફર-એક અનોખા પ્રેમની... - 13

ભાગ:13 ૐ (આગળનાં ભાગમાં જોયું કે પ્રિતી વિરાજનાં ઘરનાં સાથે સારી રીતે ભળી જાય છે. એક દીવસ પ્રિતી વિરાજને અજયભાઈ અને વિરાજની વચ્ચેનાં મૌનનું કારણ પૂછે છે ત્યારે વિરાજ ઘણી આનાકાની કર્યા બાદ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં અકાળે તેનાં માતા-પિતા અને દીદીનું મૃત્યુ થાય છે હવે આગળ..)પ્રિતી પોતાનો કૉલ પૂરો કરે છે અને આગળની વાત જાણવા માટે તે વિરાજને કહે છે, "વિરાજ આગળ.."વિરાજ: ફરી દાદા-દાદી હસતા થઈ ગયા હતાં. ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, હું કોલેજમાં આવી ગયો હતો. દાદા-દાદી, હું ...વધુ વાંચો

14

સફર-એક અનોખા પ્રેમની... - 14

ૐ(આગળના ભાગમાં જોયું કે વિરાજ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં તેનાં માતા-પિતા અને દીદીનાં મૃત્યુ બાદ સાવ થઈ ગયેલ વિરાજ ફરીથી ખુશ રહેવા લાગે છે. પરન્તુ તેની ખુશી વધુ સમય રહેતી નથી. કારણકે થોડા સમયમાં તેનાં દાદા-દાદી પણ મૃત્યુ પામે છે. હવે તેનો એક માત્ર સહારો અજય અંકલ હોય છે પરન્તુ તેનાં દાદા દ્રારા વિરાજ માટે છોડી ગયેલ પત્રમાં બહુ મોટુ રહસ્ય બહાર પડે છે. જેથી વિરાજ અજયભાઈ સાથે બોલવાનું ઓછું રાખે ...વધુ વાંચો

15

સફર-એક અનોખા પ્રેમની... - 15

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ અને અજય અંકલ વચ્ચે ઝઘડો થાય છે. વિરાજ પોતાના પિતાને વધું પડતાં વચનો કહે છે. જેથી અજય અંકલ વિરાજને તેનાં સાચા ભૂતકાળમાં લઇ જાય છે. હવે આગળ...)આટલું બોલી અજયભાઈ થૉભ્યા. ટેબલ પર મુકેલ પાણીનો ગ્લાસ એકજ શ્વાસે ગટગટાવી ગયા. અને પોતાની આંખોમાંથી ખારા પાણીનાં ઝરણાને વહેવા દીધાં.વીરાજ તો ધડ કરતો જમીન પર બેસી ગયો. તે તેની સૂઝ-બૂઝ ખોઈ બેઠો. શું કરવું? શું બોલવું? કાંઈજ સમજાતું નહતું.વિરાજનાં રૂમની ચારેય દિવાલો સાથે દરવાજા અને દરવાજાનાં કાન દ્રારા પોતાના કાનમાં આ બધી વાતો સમાવતિ પ્રિતીની આંખોમાં પણ અજયભાઇનું બલિદાન જાણી પાણી આવી ગયા.થોડી ક્ષણો માટે તો ...વધુ વાંચો

16

સફર-એક અનોખા પ્રેમની... - 16

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજને તેનાં ડેડ પ્રત્યે થયેલી ગેરસમજણ દુર થાય છે અને તે તેનાં ડેડની માંગે છે. વિરાજ અને અજયભાઈને ખબર પડે છે કે પ્રિતીએજ તેમને બન્ને ભેગા કર્યા છે આથી તેઓ બન્ને પ્રિતીનો આભાર માને છે ત્યારબાદ પ્રિતી ઓફિસે જાય છે, અને આખો દીવસ વિરાજ અને તેનાં ડેડ મુંબઈમાં તેની મોમનાં મનગમતાં સ્થળો પર ફરે છે. રાત્રે જ્યારે વિરાજ પોતાના રૂમમાં પ્રવેશે છે ત્યારે તેને એક બ્લેક બેગ દેખાય છે.હવે આગળ..)વિરાજ તે બ્લેક બેગને ઉપાડે છે, તેમાં આછી-આછી ...વધુ વાંચો

17

સફર-એક અનોખા પ્રેમની... - 17

ૐ(આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ જ્યારે રાતનાં સમયે પોતાના રૂમ પર પરત આવે છે, ત્યારે તે બ્લેક બેગમાંથી ડાયરી કાઢી અને તેને વાંચે છે,તેમાં તે નીયાની પોતાની સાથે ની ફ્રેંન્ડશીપથી માંડીને નીયાનાં પ્રેમ સુધીની બધી વાતો જાણી લે છે.તેને પોતાના પર ગુસ્સો આવવા લાગે છે અને તે જમીન પર ધડામ કરતો પડે છે,કાંઇક પડવાનો અવાજ સંભળાતા અજયભાઈ સફાળા બેઠા થઈ ને વિરાજનાં રૂમ તરફ જાય છે.હવે આગળ...) અજયભાઈ વિરાજનાં રૂમમાં પ્રવેશ્યા .તેઓએ જોયું કે વિરાજ ખુરશીની નજીક જમીન પર ઢળેલો પડ્યો હતો, ...વધુ વાંચો

18

સફર-એક અનોખા પ્રેમની... - 18

ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અજયભાઇને નીયા સાથે થયેલી બધીજ ઘટના કહે છે, અને નીયાની ડાયરી પણ છે.આ બધી હકીકત જાણી અને અજયભાઈને પણ દુઃખ થાય છે. પણ તેઓ એક વાત જાણી ગયા છે કે વિરાજ નીયાને પ્રેમ કરવા લાગ્યો છે.તેઓ વીરાજને આ વાતથી જાણકાર બનાવે છે અને વિરાજ પણ નીયાને મનાવવાનું નક્કી કરે છે. હવે આગળ...) બન્ને બાપ-દિકરો જોગિંગ કરી અને ઘરે આવ્યાં, થાકેલા બન્ને આવીને તરત સોફા પર બેસી ગયા. વિરાજ:ડેડ,તમે કહેતાં હતાં કે આજે ઘણુ કામ છે, શું કામ છે આજે ? અજયભાઈ:વિરાજ,એક વીક પછી અહિ મુંબઈમાં એક હોટેલમાં એવોર્ડ અને સાથે-સાથે ...વધુ વાંચો

19

સફર-એક અનોખા પ્રેમની... - 19

ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે અજયભાઈ વિરાજને એવોર્ડ-ફેમેલિ ફંકશન વિશે જણાવે છે અને તેને એક કામ સોંપે છે, બાજું નીયાને એવોર્ડ મળવાનો હોવાથી તે ખુબજ ખુશ હોઇ છે, ફંકશનની સાંજ આવી જાય છે, સમગ્ર મુંબઈમાંથી બિઝનેસમેન એન્ડ વૂમેન આવેલા હોઇ છે.અનન્યા અને અવિનાશ હોસ્ટિંગ કરે છે, નાના ગરીબ બાળકો ડાન્સ કરે છે અને અને આવા ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ટ્રસ્ટ બનાવવાની જાહેરાત પણ અજય ભાઈ દ્રારા કરવામાં આવે છે. બેસ્ટ બિઝનેસ મેન-વૂમેનનો એવોર્ડ અપાય છે હવે આગળ..) અનન્યા: અત્યારની નવી જનરેશન જેમાં અમારો પણ સમાવેશ થાય છે તેવી નવી જનરેશન એ દેશ નું તેમજ આખા ...વધુ વાંચો

20

સફર-એક અનોખા પ્રેમની... - 20

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને બેસ્ટ બિઝનેસનો એવોર્ડ વિરાજના હાથે મળે છે.વિરાજ તો ખુશ હોઈ છે પણ કે નીયાના ઘરનાં લોકોમાંથી કોઈ ખુશ નહતું.નીયાના પરિવારને બેસ્ટ બિઝનેસ-ફેમેલી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.બીજા હોલમાં ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બધું સાદું-સિમ્પલ અને રજવાડી ભોજન હતું.જેથી બધા ખૂબ ખુશ હતા.નીયા વોશરૂમમાંથી હોલ તરફ જતી હતી કે કોઈએ તેને ખૂણામાં ખેંચી લીધી.નીયા જુવે છૅ કે તે વિરાજ છે.હવે આગળ..) નીયા ત્યાંથી નીકળી જતી હતી કે વિરાજે તેનો હાથ પકડી અને તેને રોકી.નીયાએ તેની સામે જોયું તો વિરાજે તેનો હાથ છોડી દીધો અને બોલ્યો,"નીયા પ્લીઝ બે મિનિટ માટે ...વધુ વાંચો

21

સફર-એક અનોખા પ્રેમની... - 21

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા વચ્ચે વાત-ચિત્ત થાય છે. જેમાં નીયા વિરાજને છેલ્લે ઝાપટ મારી ત્યાંથી રોતી-રોતી નીકળી જાય છે, વિરાજ પણ પોતાના આસુંઓને લૂછી અને ત્યાંથી નીકળી જાય છે. તેઓ હોલમાં પહોચે છે જયાં અંતાક્ષરી ની ગેમ રમાય છે જેમાં વિરાજ અને અજયભાઇ સાથે બીજા કેટલાંક સભ્યોનું પાંચમું ગ્રુપ "સીંગિંગ દીવાને"હારી જાય છે. પછી છેલ્લે નીયા અને વિરાજ વારા-ફરતી સોંગ ગાઈ એકબીજાને પોતાના દિલની વાત આડકતરી રીતે કહે છે.બધાં ઘરે જવા નીકળી જાય છે. વિરાજ પણ હોટેલથી ક્યારનો નીકળી ...વધુ વાંચો

22

સફર-એક અનોખા પ્રેમની... - 22

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ મરીન ડ્રાઇવની પાળી પર બેઠો હોઇ છે તે ત્યાં રાજ ને ફોન અને બોલાવે છે. રાજ તેની પાસે જાય છે. અને રાજને જોતાં વિરાજ તેને ગળે લાગી રડવા માંડે છે પછી બન્ને વચ્ચે ઘણી લાગણીભરી વાતો થાય છે અને છેલ્લે પેલા જેવા જ મસ્તી કરતા બન્ને વિખુટા પડે છે. બીજે દિવસે સવારે વિરાજ અને રાજ બન્ને ચાની લારી પર બેઠા હોઇ છે કે ત્યાં મેહુલ અને અવિનાશ પણ આવે છે. મેહુલ આ તકનો લાભ ઉઠાવી અને વિરાજને મારે છે,પરન્તુ વિરાજ સામો પ્રત્યાઘાત કરતો નથી આથી મેહુલભાઈ તેને પૂછે છે,"શું તું નીયાને ...વધુ વાંચો

23

સફર-એક અનોખા પ્રેમની... - 23

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મેહુલભાઈએ પૂછેલા સવાલોનો જવાબ આપે છે, જે સાંભળીને મેહુલભાઈ લાગણીવશ થઈ અને વિરાજને લાગી જાય છે, પછી બન્ને વચ્ચે થોડીક વાત-ચીત થાય છે અને વિરાજ ડરતા-ડરતા મેહુલભાઈને પૂછે છે કે,"તમે નીયા સાથે દસ વર્ષ પહેલા ઘટેલી ઘટના કહેશો?"જેમાં થોડીક-વાર વિચાર કર્યા બાદ મેહુલભાઈ તેને હા પાડે છે. રાત્રે અવિનાશ અને મેહુલ અનન્યા સહીત તેનાં પરિવારને નીયાની ગેરહાજરીમાં સવારે બનેલી ઘટના કહે છે.પ્રિયા-મેહુલ,અનન્યા-અવિનાશ અને વિરાજ આટલા કોફી શોપ પર ભેગા થાય છે અને અનન્યા અને મેહુલભાઈ નીયાનો અને ...વધુ વાંચો

24

સફર-એક અનોખા પ્રેમની... - 24

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ અને અનન્યા બન્ને મળીને પ્રિયા,અવિનાશ તેમજ વિરાજને નીયા અને તેમનો ભૂતકાળ કહે અને પછી બધાં ત્યાંથી છુટા પડે છે. હવે આગળ...) વિરાજ ઘરે આવી અને સુવા માટે પથારી પર આડો પડે છે. વારે-ઘડીએ તેનાં કાનમાં મેહુલભાઈએ કહેલું વાક્ય 'વિરાજ નીયાનાં પ્રેમને નાં સમજી શક્યો' તેજ ફરી રહ્યુ હતું. વિચારો કરતા-કરતા તેને નીંદર આવી ગઇ.વિરાજમાં હવે નીયાની સામે આવવાની હિમ્મત ન હતી,આથી તે હવે પોતાનું ધ્યાન કામમાં પરોવવા લાગ્યો.આમને આમ સમય વીતતો ગયો અને છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો.... આ બાજું નીયા પણ પોતાના કામમાં પરોવાઈ જાય છે. આજે ઓફિસે વર્ક વધું ...વધુ વાંચો

25

સફર-એક અનોખા પ્રેમની... - 25

ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજમા હવે નીયાની સામે આવવાની હિંમત નહતી આથી તે પોતાના કામમાં ધ્યાન પરોવવા બાજું છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો નીયા પણ પોતાના કામ પરજ ધ્યાન આપતી હતી,ત્યાંજ તેને એક આલોક મહેતા નામનાં યુવાન સાથે પરિચય થાય છે. હવે આગળ...) નીયા આલોકને "હાઈ" નો મેસેજ કરીને સુઈ ગઇ.સવારે ઉઠી અને તેણે મેસેજીસ ચેક કરવા વોટ્સએપ ખોલ્યું તો તેણે જોયું કે સામે આલોકે લખ્યું હતુ."હાઈ, તમે નીયા?" નીયાએ સામો હા માં રીપ્લાય આપ્યો. (કારણકે નીયાએ આલોકને ફક્ત હાઇનો મેસેજ ...વધુ વાંચો

26

સફર-એક અનોખા પ્રેમની... - 26

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે આલોક અને નીયા વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ થાય છે અને નીયાનાં ઘરે વર્ષો અભિજીતભાઈ અને હેત્વિબહેન આવવાનાં હોય છે જેથી નીયા ખુશ હોય છે પણ પોતાનો આલુ તેને યાદ આવતા તે દુઃખી થઈ જાય છે. બીજે દિવસે જ્યારે અભિજીતભાઈ અને હેત્વિબહેન નીયાનાં ઘરે આવે છે ત્યારે તેની સાથે તે કારવાળો યુવાન આલોક પણ હોઇ છે જે પોતાને અભિજીતભાઈ અને હેત્વીબહેનનો દિકરો કહે છે. આ સાંભળતા નીયા બેહોંશ થઈ જાય છે,અનન્યા અને આલોક ઉપર નીયા પાસે રહે છે અને નીચે બધાં અભિજીતભાઈ અને હેત્વિબહેનને સવાલોથી ઘેરી લે છે ...વધુ વાંચો

27

સફર-એક અનોખા પ્રેમની... - 27

ૐ (આગળના ભાગમાં અભિજીતભાઈ ઘરના બધા સભ્યોને આલોકના ભૂતકાળ વિશે કહે છે. હવે આગળ...)આલોકની વાત સાંભળ્યા પછી બધા શાંત અને બધાની આંખો પણ ભીની હતી આથી મેહુલ હળવું વાતાવરણ કરવા બોલ્યો, "વાહ...કુદરતની કરામત.. વાહ...આપણને આપણો આલોક પાછો મળી ગયો... ભગવાનનો આભાર."રીમાંબહેન બોલ્યા, "હા, હો મેહુલ, તે સાચું કહ્યું, ભગવાનનો આભાર માનીએ એટલો ઓછો છે."રીતેશભાઈએ કહ્યું, "પેલા, કારવાળા બહેનનો પણ આભાર માનવો પડે હો...""હા, જો તેમણે પોતાની ચિંતા કરી હોત અને ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો કદાચ આલોક...પણ તેમણે આલોકની ચિંતા કરી અને તેને હોસ્પિટલે પહોંચાડ્યો."રાહુલભાઈએ કહ્યું.અભિજીતભાઈ બોલ્યા, "અમે તે બહેનને કદી ભૂલી નહિ શકીએ....તેનો સ્વભાવ કેવો સારો હતો. હજુ તે ...વધુ વાંચો

28

સફર-એક અનોખા પ્રેમની... - 28

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ નીયા અને અનન્યાને અલોકના ભૂતકાળ વિશે કહે છે. પછી બધા ફરવા જાય છે ત્યાં આલોક અને નીયા વચ્ચે ઘણી વાત-ચિત થાય છે. હવે આગળ...) બીજા દિવસે બધા પોત-પોતાના કામોમાં પરોવાઈ ગયા. રાત્રે અલોકના ઘરે જમવાનો પ્લાન હોવાથી સાંજે બધા અલોકના ઘરે પહોંચી ગયા. અભિજીતભાઈએ જોયું કે બધા આવી ગયા છે પણ નીયા નથી આવી, તેણે રિતેશભાઈને પૂછ્યું,"રિતેશ, નીયા કેમ ના આવી ?"રિતેશભાઈ બોલ્યા, "મેં હમણાં જ તેને ફોન કર્યો હતો, તેણે કહ્યું કે તેને એક ઈમ્પોર્ટન્ટ મીટીંગ ચાલુ છે એટલે એ મીટીંગ પુરી થતા જ આવી જશે." અભિજીતભાઈએ "ok" કહ્યું.રીમાબહેન અને હેત્વીબહેન રસોડામાં ...વધુ વાંચો

29

સફર-એક અનોખા પ્રેમની... - 29

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે આલોકની મુલાકાત પ્રિયંકા સાથે થઈ અને બન્ને વચ્ચે ઘણી વાત-ચિત થઈ, પ્રિયંકાએ આલોકને અરીજીતસિંહના કોન્સર્ટની તેની પાસે જે એક્સ્ટ્રા ટિકિટ હતી તે પણ આપી, હવે આગળ...)સાંજના છ વાગ્યા હતા, આલોક પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, ત્યાંજ હેત્વીબહેન આલોકના રૂમ પાસેથી પસાર થયા અને તેમણે ગીત ગાવાનો અવાજ સાંભળ્યો એટલે તેઓ આલોકના રૂમમાં ગયા, ત્યાં તેમણે જોયું કે આલોક ગીત ગાતા-ગાતા તૈયાર થઈ રહ્યો હતો એટલે તેમણે આલોકને પૂછ્યું, "ક્યાં જાય છે બેટા ?"આલોક અરીસામાં જોઈ પોતાના વાળ સેટ કરતા બોલ્યો, "મમ્મી આજે અહિં નજીકમાંજ મારા ફેવરિટ સિંગર અરીજીતસિંહનો કોન્સર્ટ છે , અને તને ...વધુ વાંચો

30

સફર-એક અનોખા પ્રેમની... - 30

ૐ (આગળ આપણે જોયું કે આલોક ઘરે આવે છે ત્યારે અભિજીત ભાઈ અને હેત્વીબહેન તેની સમક્ષ પોતાનો હંમેશ ભારત રહેવાનો વિચાર રજુ કરે છે. જેમાં આલોક પણ પોતાની સંમતિ દર્શાવે છે. આલોક અને તેનો પરિવાર અમેરિકામાં બધી કાર્યવાહી પૂરી કરી હંમેશ માટે ભારત વસવાટ કરવા આવી જાય છે, જેને ઘણો સમય થઈ ગયો હોય છે. હવે આગળ...) આમ, જેમ સમય વિતતો જતો હતો તેમા આલોક અને નીયા એક-બીજાથી દૂર થતા જતા હતા અને આ જ કારણથી આલોક અને પ્રિયંકા એક-બીજાની વધુ નજીક આવી ગયા ...વધુ વાંચો

31

સફર-એક અનોખા પ્રેમની... - 31

(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજિતભાઈ અને હેતવી બહેન આલોક સમક્ષ નીયા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે આ આલોક મૂંઝાઈ જાય છે. તેની સામે એક બાજુ પ્રિયંકા છે તો બીજી બાજુ નીયા હવે તેને કોઈ એક બાજુ જવાનું છે...)આલોક ગાર્ડનમાં પોતાના બન્ને હાથ માથા પર રાખી અને માથું નીચે રાખીને બાંકડા પર બેઠો હતો. તેને કઈ સમજાતું નહતું, મગજ જાણે બંધ પડી ગયો હતો. તેને અચાનક કંઈક સૂઝ્યું અને તેણે પોકેટમાંથી પોતાનો ફોન કાઢ્યો અને પ્રિયંકાને ફોન કર્યો. પ્રિયંકા કૉલ રિસીવ કરતા જ બોલી, "હેલ્લો, માય ડિયર, હજુ તો આપણે હમણાં જ મળ્યા હતા અને તને આટલી જલ્દી ...વધુ વાંચો

32

સફર-એક અનોખા પ્રેમની... - 32

અભિજીત ભાઈ સાથે રીતેશભાઈને ફોન પર વાતચીત થઇ હતી, તે રાત્રે રીતેશભાઈ નીયાના રૂમ માં ગયા. નીયા રીતેશભાઈને જોઈને "પપ્પા તમે અત્યારે ?શું થયું ?તમારે અહીં ઉપર ધક્કો ખાવાની શી જરૂર હતી ? મને બોલાવી હોત તો હું આવી જાત ને ....." "હવે, બસ....બસ...એકસાથે આટલા સવાલ ?! મારે તારુ જરૂરી કામ હતું એટલે હું જ આવી ગયો." રીતેશભાઈ રૂમમાં પ્રવેશતા બોલ્યા.નીયા હસતાં-હસતાં બોલી, "સોરી....સોરી..બેસો. "રીતેશભાઈ રૂમમાં લેપટોપ, બોલપેનો,ફાઈલો, વગેરે જેવી વસ્તુઓને અસ્ત-વ્યસ્ત પડેલ જોઈને હસીને બોલ્યા, "આમાં ક્યાં બેસું ?""ઓહ, સોરી એ તો હું એક પ્રોજેક્ટ પર કામ કરતી હતીને એટલે....." આટલું બોલી નીયા બધું સરખું કરવા જતી હતી ત્યાં ...વધુ વાંચો

33

સફર-એક અનોખા પ્રેમની... - 33

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયા રીતેશભાઇના સમજાવવાથી આલોક સાથે લગ્ન કરવાની હા પાડે છે જેથી તેના પરિવારના ખુશ થાય છે. નીયા અને આલોકની સાથે જ અનન્યા અને અવિનાશની સગાઈ અને લગ્નનું મુહુર્ત કઢાવવા માટે પંડિતજીને બોલાવવામાં આવે છે. હવે આગળ...)આલોક અને તેનો પરિવાર, રાહુલભાઈ, અવિનાશ અને અનન્યા તેમજ નીયા અને તેનો પરિવાર બધા હોલમાં ગોઠવાયા. આલોક અને નીયાની નજર બહુ ઓછી મળતી હતી અને જ્યારે મળતી ત્યારે તેઓ બન્ને ફક્ત સ્માઈલ જ કરતા. પંડિતજી આવ્યા અને તેમણે મુહૂર્ત કાઢ્યું. નીયા અને આલોક તેમજ અનન્યા અને અવિનાશ બન્નેની સગાઈનું મુહૂર્ત ડિસેમ્બરમાં નીકળ્યું અને તેના એક મહિના બાદ લગ્નનું મુહૂર્ત ...વધુ વાંચો

34

સફર-એક અનોખા પ્રેમની... - 34

ૐ નીયા-આલોક તેમજ અનન્યા-અવિનાશની સગાઈ થઈ ગયા બાદ બધાં બીજા દિવસે પોત-પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયા. તમે લોકો પણ રોજિંદા કામોમાં પરોવાઈ ગયા હશો. તમને બધાંને સગાઈમાં ખુબજ મજા આવી હશે એવું હું આપ સહુનાં સુંદર પ્રતિભાવ પરથી કહી શકુ છું. આપનો આભાર. સગાઈનાં પછીના દિવસે જ્યારે નીયા ઓફિસે પહોંચી ત્યારે પ્રીયંકાને પોતાની ઓફિસમાં આવવા કહ્યુ. પ્રીયંકા ગભરાતાં-ગભરાતાં તેની સાથે ગઇ. નીયા તેને પોતાના કેબિનની મોટી વિન્ડો પાસે લઇ ગઇ. નીયાનો ગુસ્સાવાળો ચહેરો જોઇને પ્રીયંકાને ડર લાગી રહ્યો હતો કે "નીયામેમ ક્યાંક બધુ જાણી તો નથી ગયા ને?" નીયા ગુસ્સામાં બોલી, "પ્રીયંકા, તું કાલ મારી સગાઈમાં કેમ નહતી આવી ...વધુ વાંચો

35

સફર-એક અનોખા પ્રેમની... - 35

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મિતને અમુક લોકો પર નજર રાખવા મોકલે છે. બે દિવસ બાદ મિત એક વાત જણાવે છે. જે સાંભળી વિરાજ એક પ્લાન બનાવે છે અને તે મિતે કહેલી જગ્યા પર પહોંચવા માટે નીકળી પડે છે. હવે આગળ....) કોફી શોપનાં એક ટેબલ પર એક ચેર ખાલી હતી અને બીજી ચેર પર મિત બેઠો હતો. તે પોતાની બાજુંનાં ટેબલ પર બેઠેેલ બે વ્યક્તિ પર નજર રાખી રહ્યો હતો. તે બે વ્યક્તિમાં એકે કાળો કોટ પહેર્યો હતો તે કોઈ વકીલ લાગી રહ્યો હતો જ્યારે તેની સામેની બાજું એક બીજો વ્યક્તિ બેઠેલો હતો. પણ આ શું? આ ...વધુ વાંચો

36

સફર-એક અનોખા પ્રેમની... - 36

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે અભિજીતભાઈ નીયાની સંપતી મેળવવા માટે તેનાં લગ્ન આલોક સાથે કરાવી રહ્યાં છે અને વિરાજ મળવા જાય છે અને તેમને જણાવે છે કે તેને આ કાવતરા વિશે ખબર છે અને કહે છે કે તે અભિજીતભાઈનાં આ પ્લાનમાં ખુશ છે. ત્યારબાદ વિરાજ ત્યાંથી નીકળી અને તેનાં ડેડે મંગાવેલી વસ્તુ લેવા મોલમાં જાય છે. ત્યાં જ તે બાજું નીયા જ્યારે બાળકો સાથે શોપિંગ કરવા જાય છે ત્યારે રસ્તા વચ્ચે પરીને ટ્રક ટકકર મારવાનું જ હોય છે કે એક યુવક તેને બચાવી લે છે. અને નીયાને ખબર પડે છે કે તે યુવક બીજુ કોઈ નહીં પણ વિરાજ છે. ...વધુ વાંચો

37

સફર-એક અનોખા પ્રેમની... - 37

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે નીયા અને વિરાજ બન્ને મળે છે પણ નીયા વિરાજને બોલાવ્યા વગર ત્યાંથી મોલમાં જવા બાળકો સાથે નીકળી જાય છે. મોલમાં નીયા જ્યારે શોપિંગ કરતી હોય છે ત્યારે ત્યાં પણ તેને વિરાજ મળે છે. વિરાજ ફરીથી નીયાને સામેથી બોલાવે છે પણ નીયા તેનાં પર ગુસ્સો કરીને ત્યાંથી નીકળી જાય છે. બીજે દિવસે સાંજે જ્યારે નીયા આલોક સાથે ગાર્ડનમાં જાય છે ત્યાં તેમને પ્રિયંકા મળે છે. બીજે દિવસે નીયા આલોકનાં ઘરે લંચ માટે જાય છે ત્યાં તે ડોરબેલ વગાડવા જ જતી હોય છે કે તેને કાંઇક સંભળાય છે અને તેનાં હાથ ત્યાંજ થંભી ગયા. હવે આગળ...)નીયા ...વધુ વાંચો

38

સફર-એક અનોખા પ્રેમની... - 38

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે, નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન વચ્ચેની વાત-ચિત સાંભળી લે છે અને નીયાને ખબર પડી જાય કે તેઓ નીયાની સંપતી હડપવા આલોકનાં લગ્ન તેની સાથે કરાવી રહ્યાં છે. આ બધુ સાંભળી નીયાને આઘાત લાગે છે અને તે ત્યાંથી નીકળતી જ હોય છે કે તેની સાથે વિરાજ અથડાય છે. આમ, બન્નેની મુલાકાત થતા, બન્ને એક-બીજા સાથે વાત કરે છે. ત્યાંજ આલોકનો ફોન આવે છે અને તે નીયાને પુછે છે કે તે ક્યાં છે? નીયા હવે શું જવાબ આપવો તેનાં વિશે વિચારે છે. હવે આગળ...)આલોકે નીયાને પુછ્યું, "નીયા ક્યાં છે તું? હું ઘરે પહોચી ગયો છું. કેમ તું ...વધુ વાંચો

39

સફર-એક અનોખા પ્રેમની... - 39

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા બન્ને અભિજીતભાઈ અને હેત્વિબહેન વિરૂદ્ધ પુરાવાઓ મેળવવા માટે એક પ્લાન બનાવે અને બધુંજ તે લોકોનાં પ્લાન મુજબ થઈ રહ્યુ છે. હવે આગળ....)વિરાજ સાથે ફોન પર પ્લાન વિશે ચર્ચા કર્યા બાદ નીયા સુઈ ગઇ. અડધી રાત્રે નીંદરમાં નીયાને કોઈનો અવાજ સંભળાયો, "નીયા...", "નીયા..."નીયાએ આવા અવાજો સાંભળ્યા એટલે તે ડરી ગઇ અને બોલી, " આ અવાજ તો આલોકનો....!"નીયા આમથી તેમ જોવા લાગી. ત્યાં તેને તેનાં રીડિંગ ટેબલ પાસે ચેર પર નાનકડો સોળ વર્ષનો આલોક દેખાયો... તે જ ચહેરો, આગળથી કપાળ સુધી પહોચી જતાં વાળને તે હાથેથી સરખા કરી રહ્યો હતો, તેણે રશિયા જતી ...વધુ વાંચો

40

સફર-એક અનોખા પ્રેમની... - 40

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને સપનામાં આલોક મળવા આવે છે. નીયા અને વિરાજ 31stની પાર્ટીની તૈયારી કરે પાર્ટીમાં નીયા બધાં સમક્ષ અભિજીતભાઈ અને હેત્વિબહેનનું રાઝ બહાર પાડે છે અને નીયા તેમને બીજુ સત્ય બહાર પડવાનું કહે છે. હવે આગળ...)"એ તો તું તારા મમ્મી-પપ્પાને જ પૂછ. અંકલ-આંટી... આલોકને, સોરી...સોરી... રિતિકને સચ્ચાંઈ તો કહો." નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન સામું લુંચ્ચું સ્મિત કરતા બોલી. અભિજીતભાઈ અને હેત્વિબહેન બન્નેને નીયાનાં મોઢેથી રિતિકનું નામ સાંભળી આશ્ચર્ય થયુ. તેઓએ નીયા સામું જોયું એટલે નીયા બોલી, "અરે...એમા, સંકોચ શાનો? કહી દો...રિતિકને." નીયા ફરી તેઓની સામું સ્મિત કરતા બોલી.આલોક બોલ્યો, "રિતિક? કોણ? મમ્મી-પપ્પા, નીયા આ ...વધુ વાંચો

41

સફર-એક અનોખા પ્રેમની... - 41

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે, આલોકને પોતે આલોક નહીં પણ રિતિક છે. તેની જાણ થઈ જાય છે. આ વાત તેનાં મગજ પર જોર પડે છે. જેને કારણે તે બેહોશ થઈ જાય છે. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પ્રીયંકાને આ વાતની જાણ થતાં તે પણ હોસ્પિટલે પહોંચી જાય છે. અભિજીતભાઈ બધાને પોતે કઇ રીતે સંપતી ગુમાવી બેઠા તે વિશે કહે છે. અને આ બધી વાતની જાણ થતાં આલોક કહે છે કે તેનો તો ઉપયોગ જ કરવામાં આવ્યો છે ને!!?.. હવે આગળ...)"ના બેટા, તારો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો." હેત્વિબહેન આલોકનાં માથા પર હાથ ફેરવતા બોલ્યા. આલોકે પોતાનુ મોં બીજી ...વધુ વાંચો

42

સફર-એક અનોખા પ્રેમની... - 42

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોકનો એટલે કે રિતિકનો ભૂતકાળ કહે છે. બધાંને આલોક અને પ્રીયંકાની કહાની વિશે ખબર પડે છે. પરિવારો વચ્ચેની બધી ગેરસમજણ દુર થાય છે. નીયા અને પ્રીયંકા મોલમાં શોપિંગ કરવા માટે જવાના હોય છે. હવે આગળ....)સાંજે નીયા અને પ્રીયંકા ઓફિસેથી ડાયરેક્ટ મોલ પહોચે છે. નીયા અને પ્રીયંકા બન્ને એક કોસ્મેટીકની શોપ પર જાય છે. પ્રીયંકા તેનાં માટે લિપસ્ટિક જોવા માંડે છે અને નીયા ત્યાં બાજુંની ચેર પર ફોનમાં વ્યસ્ત હોય છે. ત્યાંજ શોપનો દરવાજો ખુલે છે અને શોપમાં એક યુવતી એન્ટર થાય છે. ત્યાંજ તેની પાછળથી અવાજ આવે છે..."પ્રિતી યાર, કેટલી ઝડપથી ...વધુ વાંચો

43

સફર-એક અનોખા પ્રેમની... - 43 (અંતિમ)

ૐ(આપણે આગળનાં ભાગમાં જોયું કે નીયા પ્રીયંકા સાથે મોલમાં આવે છે. ત્યાં વિરાજ અને પ્રિતી પણ શોપિંગ કરવા માટે હોય છે. પ્રિતી અને પ્રીયંકા બન્ને શોપિંગમાં લાગી જાય છે અને નીયા અને વિરાજ મોલમાં ચક્કર મારવા માટે નીકળે છે. ફૂડ કોર્ટમાં બેસીને બન્ને ઘણી વાતો કરે છે. વાત-વાતમાં વિરાજ કહે છે કે 'એક વ્યક્તિને કારણે તેનાં જીવનમાં ઘણુ પરિવર્તન આવી ગયુ છે.' આ સાંભળી નીયા તેને તે વ્યક્તિનું નામ પુછે છે ત્યારે વિરાજ નીયાને તે વ્યક્તિ સાથે મળવા એક કપડાંની શોપ પર લઇ જાય છે જયાં દીવાલમાં લાગેલા અરીસામાં નીયાને તેનુજ પ્રતિબિંબ દેખાડીને કહે છે કે, "નીયા જ એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો