"એ મરી રહયો હતો..મારી આંખો સામે... મારો પ્રેમ,મારી જીંદગી... આજે એક એક શ્વાસ માટે એ લડી રહ્યો હતો...પણ શું કામ એ આ લોહિયાળ જંગ મા આવ્યો?..આ જંગ તો એની હતી જ નહીં.. મારા ગયા જન્મ નો એ કાળો પડછાયો આજે મારા વર્તમાન ને પણ નષ્ટ કરવા બેઠો છે પણ આ વખતે એનો પનારો કોની સાથે પડ્યો છે એ એને જ્ઞાત જ નથી.. હું એટલે રોહી,આસામી સપ્ત શાસક ચૂડેલ પરિવાર ની વારસદાર... મારા ખાનદાન ની બધી શક્તિઓ ની માલકીન...મારા ખાનદાન મા કોઈ એ પણ પોતાની શક્તિ નો ઉપયોગ કદી ખરાબ કાર્ય મા નથી કર્યો.પણ કોઇ એક તો હતુ જે અમારા થી

Full Novel

1

રકત યજ્ઞ - 1

"એ મરી રહયો હતો..મારી આંખો સામે... મારો પ્રેમ,મારી જીંદગી... આજે એક એક શ્વાસ માટે એ લડી રહ્યો હતો...પણ શું એ આ લોહિયાળ જંગ મા આવ્યો?..આ જંગ તો એની હતી જ નહીં.. મારા ગયા જન્મ નો એ કાળો પડછાયો આજે મારા વર્તમાન ને પણ નષ્ટ કરવા બેઠો છે પણ આ વખતે એનો પનારો કોની સાથે પડ્યો છે એ એને જ્ઞાત જ નથી.. હું એટલે રોહી,આસામી સપ્ત શાસક ચૂડેલ પરિવાર ની વારસદાર... મારા ખાનદાન ની બધી શક્તિઓ ની માલકીન...મારા ખાનદાન મા કોઈ એ પણ પોતાની શક્તિ નો ઉપયોગ કદી ખરાબ કાર્ય મા નથી કર્યો.પણ કોઇ એક તો હતુ જે અમારા થી ...વધુ વાંચો

2

રકત યજ્ઞ - 2

આંખ માં આંસુ સાથે સાત માતાઓ એ રોહી ને વિદાય આપી અને ઘરે આવ્યા. "દીદી વર્ષો વીતી ગયા નહી?"સોના બોલી એ સાથે બધા જાાણે ભૂતકાળમાં ખોવાઇ ગયા20વર્ષ પહેલાં,મયાંગ,આસામ આજે જાણે આખું તારામંડળ મયાંગ માં ઉતરી આવ્યુ છે.અને કેમ ન હોય ચૂડેલો માં શ્રેષ્ઠ અને સૌથી મોટી બહેેેેન ના લગ્ન તેના પ્રેેમી સાથેે થવાના છેે "અરે વાહ!આજે તો ચંદ્ર પણ તમારી સુંદરતા આગળ ઝાંખો પડશે હીર દીદી"લાવણ્યા ના આમ બોલતા જ હીરે શરમાઈ ને બન્ને હાથ થી પોતાનો ચહેરો ઢાંકી દિધો..એના આમ કરતાં જ સાતેય બહેનો હસવા લાગી.. એમનુ આ હાસ્ય ...વધુ વાંચો

3

રકત યજ્ઞ - 3

"હા,મમ્મી, હું પહોંચી ગઈ અને સામાન પણ ગોઠવાઇ ગયો,... તમારી બહુ યાદ આવે છે મા,લવ યુ.."આંખ માં આંંસુ સાથે એ ફોન મૂક્યો.. હોસ્ટેલ માં આજે તેનો પહેલો દિવસ હતો..આમ તો કોલેજ મૂંબઇ ની હતી પણ તે જંગલ જેવો વિસ્તાર હતો,કોલેજમાં અભ્યાસ કરનાર દરેકે હોસ્ટેલ માં રહેવું પડતુ..હોસ્ટેલ કોલેજ કૅમ્પસ માં સ્થિત હતી અને હોસ્ટેલ ની પાછળ થી જંગલ વિસ્તાર શરુ થતો. બોયઝ અને ગલ્સ હોસ્ટેલ ની વચ્ચે નીશ્ચીત અંતર હતુ. રોહિ તો કુદરત ના સાનિધ્યમાં જ મોટી થઈ છે એટલે તેણે બારી જેમાં થી જંગલ દેખાતુ હતુ તે બૅડ પસંદ કર્યો.. આમ પણ હજી તેની રૂમ પાર્ટનર આવ્યા નહોતા..રોહિ ...વધુ વાંચો

4

રકત યજ્ઞ - 4

ભાગ મોડા મૂકવા માટે માફ કરશો પણ ભાગ જમા કરાવ્યા બાદ અપ્રૂવલ માં મોડી તારીખ મળે છે તો પ્લીઝ સહકાર આપજો..રોહિ ગુસ્સામાં,પલળેલા કપડા સાથે હોસટેલ તરફ લગભગ દોડતી જતી હતી અને પાછળ પાછળ રીના અને જૈના પણ એના નામ ની બૂમો પાડતી આવતી હતી.. તેને આવી રીતે આવતી જોઈ વૉર્ડન તેની તરફ દોડી ગયા અને પૂછવા જાય છે ત્યાં તો રોહિ તેમને વળગી ને રડવા લાગે છે રીના અને જૈના તો આ જોઈ ચોકી ગઇ એમને લાગ્યું કે હવે વૉર્ડન ના ગુસ્સા નો સામનો કરવો પડશે પણ એમના આશ્ચર્ય વચ્ચે વૉર્ડન પ્રેમ થી રોહિ ની પીઠ પસવારતા એને છાની ...વધુ વાંચો

5

રકત યજ્ઞ - 5

"એ બહાર નથી આવી, પણ એની શક્તિઓ એ એના વિસ્તારમાં જરૂર થી કામ કરે છે, મારી ના હોવા છતાં પહેલા તમે ત્યાં ગયા એ ભૂલ ને કારણે લાવણ્યા ની આ હાલત થઈ એના ઘા ઘણા ઊંડા છે, ભરાતા સમય લાગશે ત્યા સુધી તમે લોકો આશ્રમ માં રહી શકો છો"આંખો બંધ કરતા પહેલા ગુરૂજી એ મલ્લિ ને જવાબ આપતા કહ્યુ.શંકર નાથ આંખો બંધ કરી ને રોહિ ની શક્તિઓ જોવા લાગ્યા.. અને એ કયારે એને જાગૃત કરી શકાય એ જોવા લાગ્યા "હમમ,તો આ છે જે રોહિ ની શક્તિ ને જાગૃત કરી શકશે, અને કેવી રીતે રોહિ ની શક્તિ જાગૃત થશે એનો ...વધુ વાંચો

6

રકત યજ્ઞ - 6

"તો આજે દરેક ક્લાસ ગ્રુપ ના સજેશન જમા કરાવવા નો દિવસ છે,નેક્સ્ટ લેક્ચર માં દરેકે પોતાના પસંદ કરેલ જ્ગયા ડીટેલ્સ જમા કરાવી દેવી,15 દિવસ બાદ ક્યાં જવું તે નક્કી કરવામાં આવશે"પ્રોફેસર આટલુ જણાવી ને ભણાવવા નુ શરૂ કર્યુ..બીીજા તાસ માં રોહી પોોતાના સજેશન પણ જમા કરાવ્યાં અને પછી રોહિ. અનેેરાજ કેેેન્ટટીીન માંં બેઠા.. રાજે રોહિ ના હાથ પર હાથ મૂકી કહ્યું"છેલ્લા બે મહિના થી હુ ઈઝહાર કરું છું પણ તું હા નથી પડતી કે નથી ના પાડતી મારે બીજું કશું નહીં પણ તારો જવાબ જોઈએ છે હું જાણું છું તુ પણ મને પ્રેમ કરે છે, તારીી આંખોમાં મારી માટે ...વધુ વાંચો

7

રકત યજ્ઞ - 7

જંગલ નાવાતાવરણ માં અચાનક બદલાવ આવવા લાગ્યો. ઘુવડ અને ચીબરી નો અવાજ વાતાવરણમાં ગુંજવા લાગ્યો.. અચાનક જાણે એક સામટા કુતરા રડવા લાગ્યા.. અને આવા વાતાવરણમાં રોહિ જાણે કોઈના વશમાં હોય તેમ ચાલી જતી હતી જંગલની મધ્યમાં આવીને રોહી ઊભી રહી ગઈ અને એની સામે પેલો બિલાડો આવીને ઉભો રહી ગયો એ બિલાડો રોહિની સામે ઘુરકિયાં કરવા લાગ્યો જાણે રોહિ ને અહીંથી પાછા ચાલ્યા જવાનું કહેવા માંગતો હોય..... પણ રો હી એ માત્ર હાથના એક ઇશારાથી તેને દૂર ફેંકી દીધો તે છતાંય બિલાડો પાછો ઊભો થઈને રોહિ તરફ આવવા લાગ્યો અને જ્યારે તે ચાલી રહ્યો હતો ત્યારે તેનું રૂપ બદલાવા ...વધુ વાંચો

8

રકત યજ્ઞ - 8

" તો આજે આપણે જે સ્થળ ફાઇનલ કર્યું છે તે જાહેર કરવાના છે તો એ સ્થળ છે આસામનો માયા જેની ફાઈલ details રાજે અને તેના ગ્રુપે આપેલી છે, તો કાલે સૌ કોઈ ને એક ફોર્મ આપવામાં આવશે જેમાં તમારે તમારા પેરેન્ટ્સ કે પછી તમારા ગાર્ડિયન નીસહી કરાવવાની રહેશે," પ્રિન્સિપલ સાહેબે એસેમ્બલીમાં એનાઉન્સમેન્ટ કરતા કહ્યું" મરી ગયા રોહી તું કેવી રીતે સહી કરાવીશ? જો તું ફોર્મ ને મોકલીશ તો એમને ખબર પડી જશે કે તું આસામ આવી રહી છે અને તે તને ત્યાં નહીં આવવા દે" માથા પર હાથ મૂકીને જૈૈના બોલીરોહિ-" એ બધું મારા પર છોડી દે પણ હમણાં ...વધુ વાંચો

9

રકત યજ્ઞ - 9

આ તરફ ગુરુ શંકર નાથ રોહીના ચક્ર જાગૃત કરવાની વિધિ કરતા હતા અને તેમાં તેમને ખુબ જ ઝડપ મળી હતી એનું કારણ એમને ત્યારે ખબર પડી જ્યારે તેમણે રોહી નું ધ્યાન રાખવા માટે મોકલેલ તેમનો શિષ્ય તેમને રાજ ના શરીર પર ના નિશાન વિશે જણાવવા આવ્યો.." ઓહો તો તેમનું મિલન થઇ ગયો છે હવે રોહિને માયા નો અંત કરવાથી કોોઈ નહી રોકી શકે હવે બસ એક વાર રોહી અહીં આવી જાય પછી પુરે પુરા માયા મહેલ નો વિનાશ થઈ જશેઆ તરફ રોહી એ પોતાના જાદુનો ઉપયોગ કરીને પોતાની મા લાવણ્ય ની સહી કરી લીધી અને ફોર્મ જમા કરાવી દીધું ...વધુ વાંચો

10

રકત યજ્ઞ - 10

બધા વિદ્યાર્થીઓ માયા મહેલમાં આવ્યા.અંદર પ્રવેશતા જ રોહિ ને અજીબ ગભરામણ થવા લાગી.. પણ તેણે કોઈ ને કહ્યું નહી. બધા વિદ્યાર્થીને જૂથમાં સ્થાન ફાળવવામાંં આવ્યા છે અને તે રીતે તમારે જે તે સ્થાન નું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરવાનું છે આપણે સાત દિવસ સુધી તે જગ્યાના વિશે જાણવાનું છે અને રિપોર્ટ પ્રમાણે માર્ક નું વિતરણ કરવામાં આવશે અને તે માર્ક તમારે ફાઇનલ પરીક્ષામાં ગણવામાં આવશે માટે ધ્યાનથી કામ કરવું અને કોઈપણ પૌરાણિક વસ્તુને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું હવે ફટાફટ જે પ્રમાણે ગ્રુપ ડિવાઇડ કરેલા છે તે રીતે કામ કરવાનું શરૂ કરો વિક્રમ અને સારા જે ગ્રુપમાં હતા ...વધુ વાંચો

11

રકત યજ્ઞ - 11

માયા મહેમાન પહોંચતા જ કાગડો માનવ સ્વરૂપે આવ્યો જેને કાળા રંગના કપડા પહેર્યા હતા ટોપી તેનું મોં ઢંકાયેલું હતું રૂમાલ લઈને જોરજોરથી હસવા લાગ્યો હવે મારી માલિકને આવતા કોઇ નહીં રોકી શકેએ કાળા કપડાં પહેરેલો વ્યક્તિ માયા મહેલ ના ભોયરા મા ગયો જ્યાં રાજ અને રોહિ એ સંદૂક જોયુ હતુ .તે વ્યક્તિ એ સંદૂક ખોલ્યું અને તેમાં રહેલી મૂર્તિ બહાર કાઢી યજ્ઞ કુંડ સામે બેઠો તેણે એક હાથ પોતાની જમણી તરફ ખુલ્લો કરતાની સાથે એક ચક્ર રચાયો ચક્રમાં એકતારો રચાયો અને તારા ની અંદર તેણે પહેલી મૂર્તિ મૂકી તેણે જેવો મંત્ર ચાર શરૂ કર્યો તેવો જ યજ્ઞકુંડમાં અગ્નિ શરૂ ...વધુ વાંચો

12

રકત યજ્ઞ - 12

"મારે એની દીકરી ને ખતમ કરવી પડશે"માયા શૈતાન ને કહી રહી હોય છે ત્યારે બહાર તેમની વાત કોઈ સાંભળી હતું.."છુપાઇ ને કોઈ ની વાત સાંભળવી એ ખરાબ આદત છે પિતાશ્રી"આમ કહી માયા એ હાથ લાંબો કરી ને દરવાજા પાછળ સંતાયેલા પોતાના પિતા ને ઉચકી કમરા માં પછાડ્યા.."માયા,મારી દિકરી,તુ આવી નથી, તને આ શૈતાને ભરમાવી છે,રોહિ તો હજુુ એક માસ ની છે એ તને શું નુકસાન પહોંચાડી શકે, એવું ના કરીશ દીકરી, એવો અનર્થ ના કરીશ" માયાના પગમા પડીને કરગરતા તેના પિતાા બોલ્યાશેતાન જ્યારના મળ્યા છીએ ત્યારે મેં તમને કોઈ ભેટ નથી આપીને ? આ લો,મનુષ્ય તમારી ભેટ છે"ખૂબ ક્રુરતાની ...વધુ વાંચો

13

રકત યજ્ઞ - 13

"આ તો મને ખબર પડી, પણ માયા જ્યારે રોહી ને અડી ત્યારે તે દઝાવા કેમ લાગી?.....સોમનાથ..... રોહી નો એક અને તેનુ લોહી મારે જોઈએ છે... તુ તે અત્યારે જ લઈ આવ..",ગુરૂ શંકર નાથ સોમનાથ ને સુચન આપી કક્ષ માં થી બહાર નીકળી આશ્રમ ના મંદિરમાં ગયા અને સોમનાથ બાજ રૂપે ગુરૂજી એ સોપેલ કામ કરવા નીકળી પડ્યો....સવાર થઈ ગઈ હતી... બધા ઊઠી,નિત્યક્રમ થી પરવારી નાસ્તો કરવા ડાઇનિંંગ હોલ માં ભેેગા થયા.... રોહી પોતાના રૂમ માંંથી નીકળી હોલ તરફ જતી હતી..ત્યારે બીલાડો તેને જે હાથમાં વાગ્યુ હતુ એ ના પર ઝપટ્યયો અને તેના નખ વાગવા.થી તેને ફરી એકવાર લોહી નીકળવા ...વધુ વાંચો

14

રકત યજ્ઞ - 14

મેના એ યજ્ઞની શરૂઆત કરી.....યજ્ઞ ની આસપાસ 100 ચુડેલો બંધક અવસ્થામાં પોતાના પ્રાણ બક્ષવા કહી રહી હતી..ચોતરફ ચીખપુકાર મચી હતી,ઢોલ-નગારાં જાણે મ્રુત્યુ ના સુર છોડી રહ્યા હતા... મોટા અવાજે મેના યજ્ઞ કરી રહી હતી..આખુ વાતાવરણ ભયાનક હતુ...મેના આ યજ્ઞ કરી ને પ્રથમ ચુડેલ જેટલી શક્તિ હાસિલ કરી દુનિયા પર રાજ કરવા માગતી હતી...પુસ્તક માં લખેલ વિધી અનુસાર તેણે યજ્ઞ ચાલુ રાખ્યો... આ કિતાબ માટે પણ તેણે અથાગ પરિશ્રમ કર્યો હતો...પેલી નાની છોકરી જેણે એ કિતાબ ગુફા માં થી બહાર કાઢી તેના જન્મ પુર્વ થી મેના એ તેની કુંડળીમાં જોઈ તેનુ કામ આ લોકો જ કરશે એમ નકકી કરી લીધુ હતુ.... એ ...વધુ વાંચો

15

રકત યજ્ઞ - 15

આ વાત. થી અજાણ મેના ઝીલ ને જોઈ ને સમજી ગઇ કે ઝીલ ચુડેલો ના સૌથી શક્તિશાળી વંશ સુરુચ વંશજ હતી...પહેલા તો તેને આશ્ચર્ય થયુ કે સુરુચ વંશ તો લુપ્ત થઈ ગયો હતો તો પછી આ છોકરી કોણ છે?"ચુડેલો માં માત્ર સુરુચ વંશી જ પાંખો ધરાવતા હોય છે અને તેમની પાંખો માં એટલી તાકાત હોય છે કે તે મીલો સુધી ઉડી શકે અને માત્ર એક વાર પાંખો હલાવી ને મોટા મોટા પર્વત પણ ઊખેડી શકે...કદાચ એ છોકરી ને આ વાત નો અંદાજ નહી હોય..."શેતાન મેના ની સામે જોઈ ને બોલ્યો...મેના-"ક્યાં થી હોય? તેનો આખો વંશ તો સમાપ્ત થઇ ગયો ...વધુ વાંચો

16

રકત યજ્ઞ - 16

ઓહ...તો મેના એ જ માયા છે...અને ઝીલે પણ પુનર્જન્મ લીધો છે.... રોહી ના રૂપ માં... આ કારણોસર જ માયા ની પાછળ પડી છે..પમ હવે મને તે હથિયાર વિશે ખ્યાલ છે જે માયા માટે નર્ક ના દ્વાર ખોલશે...રોહી એ ગયા જન્મ માં પોતાના પાંખો નુ બલિદાન આપી નર્ક ના દ્વાર ખોલાવ્યા હતા...."માયા ના ગયા જન્મ વિશે જાણી ને ગુરૂજી બોલ્યા...આ તરફ આ બધા થી અજાણ રોહી આજાણતા જ માયા ને આઝાદ કરી ચુકી હતી...અને માયા રોહી ને મારવા તેની પાછળ લાગી જાય છે..માયા મહેલ થી નીકળી ને બધા વિધ્યાર્થી ઓ હોટેલ તરફ જવા બસ માં બેઠા....જંગલ વાળો વિસ્તાર આવતા જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો