ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ)

(616)
  • 91.2k
  • 263
  • 29k

૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ચન્દ્ર સાથે જેના માટે તેમણે એક ગોળો ત્યાં મોકલવાનો નિર્ણય લીધો. તેમના પ્રમુખ, બાર્બીકેન, આ સાહસના પ્રોત્સાહકે, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અવકાશશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ, આ અભૂતપૂર્વ સાહસની સફળતા માટે બનતા પગલા લીધા હતા જેને મોટાભાગના નિષ્ણાતોએ શક્ય હોવાનું જાહેર કર્યું હતું. જાહેર ભંડોળ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે લગભગ ૧.૨૦૦,૦૦૦ ડોલર્સ ભેગા કર્યા હતા અને ત્યારબાદ આ વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Full Novel

1

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ)

૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ચન્દ્ર સાથે જેના માટે તેમણે એક ગોળો ત્યાં મોકલવાનો નિર્ણય લીધો. તેમના પ્રમુખ, બાર્બીકેન, આ સાહસના પ્રોત્સાહકે, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અવકાશશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ, આ અભૂતપૂર્વ સાહસની સફળતા માટે બનતા પગલા લીધા હતા જેને મોટાભાગના નિષ્ણાતોએ શક્ય હોવાનું જાહેર કર્યું હતું. જાહેર ભંડોળ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે લગભગ ૧.૨૦૦,૦૦૦ ડોલર્સ ભેગા કર્યા હતા અને ત્યારબાદ આ વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ...વધુ વાંચો

2

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 1

બરાબર દસ વાગ્યે, માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ અસંખ્ય મિત્રોની વિદાય લીધી. બે કુતરાઓ, ચન્દ્ર પર કેનીન વંશને આગળ વધારવાના હેતુસર સાથે જઈ રહ્યા હતા તેમને પણ ગોળાની અંદર પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્રણેય મુસાફરોએ વિશાળ કદની કાસ્ટ આયર્નની ટ્યુબ તરફ ડગ માંડ્યા અને એક ક્રેન દ્વારા તેમને ગોળાના શંકુઆકારના મુખ પર મૂકી દીધા. મુસાફરોને એલ્યુમિનિયમના વાહન સુધી પહોંચવા માટે આ ખાસ મુખ બનાવવામાં આવ્યું હતું. ક્રેન સાથેનું દોરડું બહારથી ખેંચવામાં આવ્યું હતું અને કોલમ્બિયાડનું મુખ તેના અંતિમ ટેકાઓથી તરતજ મુક્ત થઇ ગયું હતું. નિકોલ જ્યારે પોતાના સાથીદારો સાથે ગોળાની અંદર પહોંચ્યો ત્યારે તેણે તેનું મુખ એક મજબૂત પ્લેટ વડે બંધ કર્યું જે કાર્ય શક્તિશાળી સ્ક્રુ દ્વારા જ શક્ય હતું. અન્ય પ્લેટો જે નજીક નજીક રાખવામાં આવી હતી તેણે મસૂરની દાળના આકારના કાચને જોડતી હતી અને મુસાફરો પોતાના આ લોખંડી પાંજરામાં સંપૂર્ણપણે બંધ થઇ ગયા હતા અને ગહન અંધકારમાં ઘેરાઈ ગયા હતા. ...વધુ વાંચો

3

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 2

શું થયું? એ ડરામણા ધક્કાને લીધે શું થયું? શું કૌશલ્યથી બનાવેલા ગોળાએ ધાર્યું પરિણામ મેળવ્યું? શું ધક્કાને સ્પ્રિંગ, ચાર પાણીના તકિયા અને ભાગલા પાડેલી બ્રેકને લીધે ઓછો કરી શકાયો? શરૂઆતની સ્પીડ જે અગિયાર હજાર યાર્ડથી પણ વધુ હતી, જે એક જ સેકન્ડમાં પેરિસ કે ન્યૂયોર્ક પહોંચાડવા જેટલી સક્ષમ હતી તેના ગભરાવી દેવા દબાણને તાબે થઇ? આ દ્રશ્યને જોનારા હજારો દર્શકોના મનમાં આ સવાલ જરૂર થયો હતો. તેઓ મુસાફરીનું લક્ષ્ય ભૂલી જઈને માત્ર મુસાફરો વિષે જ વિચારી રહ્યા હતા. અને તેમાંથી એક – ઉદાહરણ તરીકે જોસેફ ટી મેટ્સન – તેણે ગોળાની એક ઝલક જોઈ હોત તો તેણે શું જોયું હોત? તો કોઈએ કશુંજ જોયું નહીં. અંધકાર ગાઢ હતો. પરંતુ તેના સીલીન્ડ્રો કોનિકલ વિભાગોએ સારી રીતે કાર્ય કર્યું. તેના પર કોઇપણ પ્રકારની તોડફોડ જોવા ન મળી. તે અદભુત ગોળો પાવડરના અત્યંત જ્વલનશીલ હોવા છતાં બિલકુલ ગરમ ન થયો, કે પછી તે ઓગળ્યો પણ નહીં, જેનો એલ્યુમિનિયમની હાજરી હોવાને લીધે અગાઉ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. ...વધુ વાંચો

4

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 3

આ વિચિત્ર પરંતુ સંપૂર્ણ સત્ય એવા ખુલાસા બાદ, ત્રણેય મિત્રો તેમની નિદ્રા તરફ પરત વળ્યા. શું તેમને એક શાંત ઉપયોગી જગ્યા મળી ઉંઘવા માટે? પૃથ્વી પરના આવાસો, નગરો, કોટેજો અને દેશને એ તમામ આઘાતનો અનુભવ થયો જેણે તેમને પૃથ્વીની બહાર મોકલ્યા હતા. સમુદ્રમાં મોજાઓ ઉછાળતા વહાણો હજી પણ વહી રહ્યા હતા, હવામાં વિમાનો અલગ અલગ સ્તરે વિવિધ અંતરે થરથર કાંપી ગયા હતા. માત્ર આ ગોળો જ વ્યવસ્થિત અવકાશમાં ઉડી રહ્યો હતો, વ્યવસ્થિત શાંતિની વચ્ચે, જે વ્યવસ્થિત આરામ આપી રહ્યો હતો. આમ શૂરવીર પ્રવાસીઓની નિંદ્રા કદાચ અચોક્કસ મુદ્દત સુધી લંબાઈ જાત જો તેમને બીજી ડિસેમ્બર, એટલેકે તેમની વિદાય બાદના આઠ કલાક બાદ, સવારે સાત વાગ્યે એક અનપેક્ષિત અવાજે તેમને જગાડી દીધા ન હોત તો. ...વધુ વાંચો

5

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 4

એ રાત્રી કોઇપણ બનાવ વગર પસાર થઇ ગઈ. ‘રાત્રી’ શબ્દનો ઉપયોગ અહીં જો કે ભાગ્યેજ કરી શકાય એમ છે. સૂર્ય ગોળાની પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર થયો ન હતો. અવકાશશાસ્ત્રની ભાષામાં પ્રકાશ નીચેના હિસ્સામાં હતો અને રાત્રી ઉપરના હિસ્સામાં, આથી આમ જ્યારે કહેવામાં આવે ત્યારે તેનો મતલબ એમ થાય કે તે પૃથ્વી પર સૂર્ય ઉગવાના અને આથમવા વચ્ચેના સમયને દર્શાવે છે. ...વધુ વાંચો

6

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 5

આ ખુલાસો માથે વિજળી તૂટી પડી હોય એ રીતે સામે આવ્યો. ગણતરીમાં આવી ભૂલ થશે એવી તો આશા પણ રાખી હોય? બાર્બીકેન તો માની જ શકતા ન હતા. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા હતા અને તે બરોબર હતા. આંકડાઓને નિશ્ચિત કરનાર દાખલા પર શંકા કરવાનો કોઈજ મતલબ ન હતો એ સત્ય હતું કે તટસ્થ બિંદુ પર પહોંચવા માટે ગોળો છૂટે ત્યારે તેની પહેલી સેકન્ડે જ તેની ગતિ સત્તર હજાર યાર્ડ્ઝની હોવી જરૂરી હતી. ત્રણેય મિત્રોએ એકબીજા તરફ મૂંગા મોઢે જોયું. નાસ્તાનો કોઈજ વિચાર આવી રહ્યો ન હતો. ભીડાયેલા દાંત સાથે, ભેગી કરેલી ભ્રમરો સાથે અને બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેરવીને બાર્બીકેન બારીની બહાર જોઈ રહ્યા હતા. નિકોલ અદબ વાળીને પોતાના આંકડાઓ તપાસી રહ્યો હતો. માઈકલ આરડન ગણગણી રહ્યો હતો: “તમે આ બધું વૈજ્ઞાનિકો જેવું જ કરી રહ્યા છો તે લોકો બીજું કશુંજ ન કરે. મારો દાવો છે કે જો કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના આંકડાઓમાં બાળકો જેવી ભૂલો ન મળે તો હું વીસ પિસ્તોલને મારા પગ નીચે કચડી નાખવા માટે તૈયાર છું.” ...વધુ વાંચો

7

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 6

ચોથી ડિસેમ્બરે જ્યારે મુસાફરો ચોપન કલાકની મુસાફરી બાદ જાગ્યા ત્યારે ક્રોનોમીટર પૃથ્વીના સમય અનુસાર સવારના પાંચ દેખાડી રહ્યું હતું. જુઓ તો તેમણે ગોળામાં પોતાની સફર શરુ કરી ત્યારબાદ માત્ર પાંચ કલાક અને ચાલીસ મિનીટ જેટલો જ સમય વીત્યો હતો પરંતુ તેમણે તેમની સફરની સાત તૃત્યાંશ જેટલી મજલ કાપી લીધી હતી. આમ તેમની સતત ઘટતી જતી ગતિને કારણે બન્યું હતું. ...વધુ વાંચો

8

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 7

એક ઘટના, જે વિચિત્ર હતી પરંતુ સમજાવી શકાય એવી પણ હતી, તે આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં બની રહી હતી. ગોળમાંથી ફેંકવામાં કોઇપણ વસ્તુ તેની સાથે સાથેજ ચાલવાની હતી અને જ્યાં સુધી ગોળો ન રોકાય ત્યાં સુધી તે પણ રોકાવાની ન હતી. આ એક એવો વિષય હતો જેના પર પૂરી સાંજ ચર્ચા થઇ શકે તેમ અને તો પણ પૂરી થાય એમ ન હતી. આ ઉપરાંત ત્રણેય મુસાફરોનો ઉત્સાહ એટલે પણ વધ્યો કારણકે તેઓ પોતાની સફરના અંત તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે અજાણ્યા અકસ્માતોની આશા રાખી હતી, કોઈ નવી ઘટના થવાની આશા રાખી હતી હવે જે પ્રકારની માનસિકતામાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા કશું પણ તેમને આશ્ચર્ય પમાડી શકે તેમ ન હતું. તેમની અતિઉત્સાહિત કલ્પના ગોળાથી પણ વધુ તિવ્ર ગતિએ આગળ વધી રહી હતી, જેની ખુદની ગતિ ઘટી રહી હતી, જેની પ્રત્યે તેઓ સંવેદનાહીન હતા. પરંતુ ચન્દ્ર એટલો બધો વિશાળ થઇ ચૂક્યો હતો કે તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેને વળગી પડશે. ...વધુ વાંચો

9

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 8

શું થયું હશે? આ એક માત્ર નશો જે કદાચ અત્યંત વિનાશકારી નીવડશે? માઈકલની એક સામાન્ય ભૂલ, જે સદનસીબે નિકોલે સુધારી લીધી. થોડીક બેચેની બાદ, જે કેટલીક મીનીટો સુધી જળવાઈ રહી હતી, કેપ્ટન સહુથી પહેલાં સ્વસ્થ થયો અને તેણે તરતજ પોતાનું ભાન એકત્ર કરી લીધું. જો કે તેણે માત્ર બે કલાક અગાઉ જ નાસ્તો કર્યો હતો, તેમ છતાં તેને ભૂખ લાગી રહી હોવાનો અનુભવ થયો જાણેકે તેણે ઘણા દિવસોથી કશું ખાધું જ ન હોય. તેના પેટથી માંડીને મન બધુંજ અત્યંત ઉત્તેજીત થઇ રહ્યું હતું. તે ઉભો થયો અને તેણે માઈકલ પાસેથી વધારાના ભોજનની માંગણી કરી. માઈકલ કોઇપણ વિવાદ કર્યા વગર ઉભો થયો, તેણે કોઈ જવાબ પણ ન આપ્યો. ...વધુ વાંચો

10

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 9

બાર્બીકેનને હવે મુસાફરીના મુદ્દે કોઈજ ડર ન હતો, ખાસકરીને ગોળાની ગતિ અંગે જે સવાલો હતા તે અંગે તે ખુદની ગતિની મદદથી પોતાને તટસ્થ રેખાથી પણ આગળ લઇ જવાનો હતો તે પૃથ્વી પર પરત બિલકુલ થવાનો ન હતો તે આકર્ષણની રેખા પર સ્થિર તો થવાનો જ ન હતો. માત્ર એક સંભાવનાનો જવાબ મળવાનો બાકી હતો અને એ હતી, ચન્દ્રના આકર્ષણની પ્રકિયાને લીધે ગોળાનું તેના ગંતવ્ય પરનું આગમન કેવી રીતે થવાનું છે. ગોળો ૮,૨૯૬ લિગ્ઝની ગતિએ ચન્દ્ર પર ઉતરાણ કરવાનો હતો, જો એમ સાચું હોય તો, જ્યારે પૃથ્વીના વજન કરતા અહીં તેના છઠ્ઠા ભાગનું વજન જ અમલમાં આવવાનું હતું, પરંતુ તેમ છતાં ગોળાનું ઉતરાણ કરવું પ્રચંડ હોવાનું હતું અને આથી જ તમામ પ્રકારની સાવચેતી અત્યારથી જ રાખવી જરૂરી હતી. ...વધુ વાંચો

11

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 10

બાર્બીકેન દેખીતીરીતે વિચલનના તર્કસંગત કારણ સુધી પહોંચી ગયા હતા. જો કે વિચલન ભલે ઓછામાં ઓછું થયું હોય તો પણ ગોળાનો રસ્તો તો બદલી જ નાખ્યો હતો. આ એક કરુણતા હતી. એક સાહસિક પ્રયાસ આકસ્મિક કારણોસર નિષ્ફળ ગયો હતો અને હવે તો કોઈ અજાયબી જ તેમને ચન્દ્રની ધરતી પર ઉતરાણ કરાવી શકવાની હતી. શું તેઓ એટલી નજીકથી પસાર થઇ શકશે કે જેનાથી ભૌતિક અને ભૌગોલિક કારણો જે અત્યાર સુધી જવાબ વગરના રહ્યા છે તેના જવાબ મળી શકે? આ પ્રશ્ન, આ એક માત્ર પ્રશ્ને અત્યારે આ ત્રણેય મુસાફરોના મનને ઘેરી લીધા હતા. આ એક એવું ભવિષ્ય હતું જેના વિષે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. ...વધુ વાંચો

12

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 11

“શું તે ક્યારેય ચન્દ્રને જોયો છે?” એક પ્રોફેસરે પોતાના એક વિદ્યાર્થીને વ્યંગમાં પૂછ્યું. “ના સર! વિદ્યાર્થીએ વધારે વ્યંગાત્મકતાથી જવાબ આપતા “પરંતુ મારે એ જરૂરથી કહેવું જોઈએ કે મેં તેના વિષે સાંભળ્યું છે અને કહ્યું પણ છે.” એકરીતે જોવા જઈએ તો એ વિદ્યાર્થીનો વ્યંગાત્મક જવાબ આ દુનિયાના કોઇ સંસારી જીવે પણ આપ્યો હોત. એવા કેટલા લોકો હશે જેને આપણે ચન્દ્ર વિષે બોલતા સાંભળ્યા હશે પરંતુ તેમણે ક્યારેય તેને જોયો નહીં હોય – કાચ કે પછી ટેલિસ્કોપ દ્વારા પણ નહીં! એવા કેટલા હશે જેમણે પોતાના ઉપગ્રહના નકશાનો અભ્યાસ ક્યારેય નહીં કર્યો હોય? ...વધુ વાંચો

13

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 12

ગોળા દ્વારા જે માર્ગ લેવામાં આવ્યો હતો, જે આપણે પહેલેથી જાણીએ છીએ કે તે મુસાફરોને ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ જતો હતો. મુસાફરો ચન્દ્રના કેન્દ્રથી ઘણા દૂર રહેવાના હતા જ્યાં તેમને ખરેખર ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ત્યારેજ શક્ય હતું જ્યારે તેમનું વાહન એક તસુભાર પણ પોતાનો રસ્તો બદલીને ન ચાલ્યું હોત. મધ્યરાત્રી પસાર થઇ ચુકી હતી અને બાર્બીકેને તે સમયનું અંતર સાતસો પંદર માઈલ જેટલું અંદાજયું, જે ચન્દ્રની ત્રિજ્યા કરતા વધારે હતું અને જેમ જેમ તેઓ ચન્દ્રના ઉત્તર ધ્રુવ નજીક આવતા જવાના હતા તેમ તેમ તે અંતર ઘટવા લાગવાનું હતું. ગોળો ત્યારે વિષુવવૃતની બરોબર નહીં હોય પરંતુ તે ત્યાંથી દસમાં અક્ષાંશ પર હોવાનો હતો, આ ગણતરી અત્યંત ધ્યાનપૂર્વક નકશામાં આવેલા ધ્રુવને જોઇને નક્કી કરવામાં આવી હતી, અને આ સ્થિતિ એવી હતી જ્યાંથી બાર્બીકેન અને તેમના બંને સાથીદારો ચન્દ્રનું અત્યંત આરામથી નિરીક્ષણ કરી શકવાના હતા. અલબત્ત દૂરબીનોની મદદથી ઉપર જણાવેલું અંતર ઘટીને માત્ર ચૌદ માઈલથી સહેજ જ રહી જવાનું હતું. રોકી માઉન્ટનના ટેલિસ્કોપે ચન્દ્રને ઘણો નજીક લાવી દીધો હતો પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેની શક્તિ ઓછી થઇ જતી હતી. આથી બાર્બીકેને આ ગોળામાં એવા દૂરબીન રખાવ્યા હતા જે પૃથ્વીના નિરીક્ષકો માટે અદ્રશ્ય પદાર્થો હોય તેનું પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરી શકવાના હતા. ...વધુ વાંચો

14

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 13

પરોઢિયે અઢી વાગ્યે ગોળો ચન્દ્રના તેરમા રેખાંશ અને પાંચસો માઈલના અંતરે હતો જેને ઘટાડીને ટેલિસ્કોપે પાંચ માઈલ જેટલું કરી હતું. તે હજી પણ અસંભવ લાગતું હતું, જો કે તેઓ હજી પણ ચન્દ્રના કોઈ એક ભાગને તો સ્પર્શ કરશે જ એવી શક્યતા જરૂર હતી. તેની હેતુ પ્રાપ્ત કરવા માટેની ગતિ એટલી સાધારણ હતી કે પ્રમુખ બાર્બીકેન માટે તે તદ્દન અયોગ્ય હતી. ચન્દ્રથી માત્ર આટલે દૂર હોવાથી ખરેખરતો ગોળો તેના આકર્ષણને પ્રાપ્ત કરી ચૂક્યો હોવો જોઈતો હતો. કશુંક અસાધારણ તેને એમ કરવાથી બચાવી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ આમ થવાનું કારણ શોધવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ચન્દ્રની તમામ રાહત હવે તેમનાથી દૂર થઇ રહી હતી અને તેઓને તેની એક પણ વિગત ચૂકી જવી પોસાય તેમ ન હતું. ...વધુ વાંચો

15

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 14

આ સમયે જ્યારે આ ઘટના અત્યંત ઝડપથી બની રહી હતી, ગોળો ચન્દ્રના ઉત્તર ધ્રુવથી પચીસ માઈલ જેટલો જ દૂર અંતરીક્ષના અંધકારમાં કુદકો મારવા માટે ગણતરીની જ સેકન્ડ્સ પર્યાપ્ત હતી. પરિવર્તન એટલું ઝડપથી થયું હતું કે, કોઇપણ પ્રકારના પડછાયા વગર, પ્રકાશના ક્રમશઃ ઘટાડા વગર, ચન્દ્રના નિર્બળ મોજાઓ વગર આ ઉપગ્રહ જાણેકે કોઈ શક્તિશાળી આઘાતને લીધે ઝાંખો પડવા લાગ્યો. ...વધુ વાંચો

16

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 15

આપણને એ જોઇને કદાચ આશ્ચર્ય થાય કે બાર્બીકેન અને તેમના સાથીદારો જેઓ લોઢાની એક જેલમાં અંતરીક્ષની અનંત સફરે નીકળી હતા તેમને પોતાના ભવિષ્યમાં શું લખ્યું છે તે અંગે ભાગ્યે જ કોઈ ચિંતા હતી. એવું પૂછવા કરતા કે તેઓ કઈ તરફ જઈ રહ્યા છે તેઓ પોતાનો સમય પરીક્ષણ કરવામાં વિતાવી રહ્યા હતા, જાણેકે તેઓ શાંતિથી અભ્યાસમાં જ સ્થાપિત થઇ ગયા હતા. ...વધુ વાંચો

17

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 16

ગોળો એક ખતરનાક ભયમાંથી અને જેની ક્યારેય ભવિષ્યવાણી શક્ય નથી તેમાંથી બચી ગયો હતો. ઉલ્કાઓ સાથે આ પ્રકારની મુલાકાતોની પણ કોણે કરી હોય? આ રખડુ શરીરો મુસાફરો માટે ગંભીર પરિણામો ઉભા કરી શકે તેમ છે. તેમની પરિસ્થિતિ અત્યારે એવા ખલાસીઓ જેવી હતી જેઓનું એવું બદનસીબ હોય છે જેનાથી તેઓ ભાગ્યેજ બચી શકતા હોય છે. પરંતુ શું એમણે આ માટે અવકાશનો વાંક કાઢ્યો? ના કારણકે કુદરતે તેમને એક ઉલ્કાને તેના પ્રમાણમાંથી ફાડીને એક અદભુત નઝારો દેખાડ્યો હતો અને આ એક એવી અપ્રતિમ આતશબાજી હતી જેનું અનુકરણ રુગેરી પણ ન કરી શકત, કારણકે તેણે અમુક સેકડો સુધી ચન્દ્રની છુપાયેલી સુંદરતા દેખાડી હતી. એ ચમકારામાં ખંડો, દરિયો અને જંગલો તેમના માટે દ્રશ્યમાન થયા હતા. તો પછી, શું વાતાવરણે આ અજાણ્યા ચહેરાને જીવન આપતા કણ લઇ આપ્યા છે? આ સવાલનો હજીપણ ખુલાસો થઇ શકે તેમ ન હતો અને તે માનવીય અપેક્ષાઓ માટે સદા માટે બંધ થઇ ગયો હતો. ...વધુ વાંચો

18

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 17

સાંજે છ વાગ્યે દક્ષિણ ધ્રુવથી ગોળો માત્ર ચાળીસ માઈલ દૂરથી જ પસાર થયો, આ એટલું જ અંતર હતું જેનાથી ધ્રુવ પર પહોંચી શકાતું હતું. અંડાકાર વળાંકનો જબરદસ્તીથી પીછો કરવામાં આવ્યો. આ સમયે મુસાફરો ફરીથી સૂર્યના આશિર્વાદરૂપ કિરણોના વિસ્તારમાં પ્રવેશ્યા. તેમણે ફરીથી એ તારાઓ જોયા જેઓ ધીરેધીરે પૂર્વથી પશ્ચિમ તરફ સફર કરતા હતા. ચમકદાર સિતારાનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રકાશ સાથે ગરમી પણ મળી જે લોઢાની દીવાલોમાંથી અંદર આવી. તેના વધવાને સાથે બરફના થર પીગળવા લાગ્યા અને તરતજ કરકસરની તાતી જરૂરિયાત રૂપે ગેસને બંધ કરવામાં આવ્યો, વાયુનું આ સાધન તેના કાયમી જથ્થાનો ઉપયોગ કરી રહ્યું હતું. ...વધુ વાંચો

19

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 18

પરંતુ ગોળો ટાયકોના કિલ્લાને પસાર કરી ગયો અને બાર્બીકેન અને તેમના બંને સાથીદારો એ તેને સ્થિતપ્રજ્ઞ થઈને જોયો એ કિરણો જેણે એ પર્વતના પડછાયાને જિજ્ઞાસાપૂર્વક ક્ષિતિજ સુધી લંબાવ્યો હતો. આ તેજસ્વી ખ્યાતી શેની છે? આ ઉત્સાહી કિરણોને કઈ ભૌગોલિક ઘટનાએ આકાર આપ્યો છે? આ પ્રશ્નોએ બાર્બીકેનના મનને ઘેરી લીધું. ...વધુ વાંચો

20

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 19

થોડો સમય બાર્બીકેન અને તેમના મિત્રો શાંત રહ્યા અને જે વિશ્વથી તેઓ દૂર જઈ રહ્યા હતા તેને દુઃખ સાથે રહ્યા હતા, એજ રીતે જે રીતે મોઝેઝે કેનનની દુનિયા જોઈ હતી એ રીતે કે તેઓ આ જગ્યાએ ફરીથી ક્યારેય પરત આવવાના નથી. ચન્દ્રના સંદર્ભમાં ગોળાની પરિસ્થિતિ બદલાઈ હતી અને તેનું તળિયું હવે પૃથ્વી તરફ થઇ ગયું હતું. આ બદલાવને બાર્બીકેને સ્પષ્ટ કર્યો અને તેને લીધે તેમને આશ્ચર્ય પણ થયું. જો ગોળાને ચન્દ્રના કેન્દ્ર તરફ લંબગોળ ભ્રમણકક્ષામાં ઝૂકવાનું હતું તો પછી તેનો સહુથી ભારે ભાગ તેની તરફ કેમ ન ફર્યો, જ્યારે ચન્દ્ર પૃથ્વી તરફ ફર્યો? આ એક મુશ્કેલભર્યો સવાલ હતો. ...વધુ વાંચો

21

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 20

“તો પછી, લેફ્ટનન્ટ, અને આપણા અવાજો?” “સાહેબ, મને લાગે છે કે ઓપરેશન તેના અંત તરફ છે,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે જવાબ આપ્યો. એવું કોણે વિચાર્યું હતું કે દરિયાકિનારાની સાવ નજીક આટલી ઊંડાઈ મળશે અને અમેરિકન સમુદ્રી કિનારાથી માત્ર બસ્સો માઈલ જ દુર?” “ચોક્કસ બ્રોન્સફિલ્ડ, અત્યારે ખૂબ મોટી ઓટ ચાલે છે, “કેપ્ટન બ્લોમ્સબેરીએ કયું, “આ એ જગ્યા છે જ્યાં સબમરીન વેલી હમબોલ્ડના પ્રવાહમાં ભળી જાય છે જે અમેરિકાના દરિયા કિનારાને છેક મેગેલેનની ભૂશિર સુધી લઇ જાય છે.” ...વધુ વાંચો

22

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 21

“એટલેકે તેઓ આવી પહોંચ્યા છે!” યુવાન ખલાસીએ ફરીથી કહ્યું, અને તમામ લોકો તે સમજી ગયા. કોઈને પણ શંકા ન કે પેલી ઉલ્કા એ ગન ક્લબનો ગોળો જ હતો. પરંતુ અંદર રહેલા મુસાફરો વિષે મતમતાંતર જરૂર હતા. “તેઓ મૃત્યુ પામ્યા છે!” એક વ્યક્તિએ કહ્યું. “તેઓ જીવતા છે!” બીજાએ કહ્યું, “ખાડો ખુબ ઊંડો છે અને તેનો ધક્કો જબરદસ્ત હતો.” “પરંતુ તેમને હવા તો જોઈએને?” ત્રીજાએ ચાલુ રાખ્યું “તેઓ ગૂંગળાઈને જરૂર મૃત્યુ પામ્યા પશે.” “સળગી ગયા હશે!” ચોથાએ જવાબ આપ્યો, “ગોળો જ્યારે વાતાવરણમાં પ્રવેશ્યો ત્યારથી અત્યારસુધી સળગતો હતો.” ...વધુ વાંચો

23

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 22

એ જગ્યા જ્યાં ગોળો સમુદ્ર ખાબક્યો હતો તેની તો ખબર હતી પરંતુ તેને સમુદ્રના તળીયેથી સપાટી પર લાવવા માટે સાધનોની કમી વર્તાઈ રહી હતી. આવું સાધન હજી શોધવાનું બાકી હતું, તેને બનાવવાનું પણ બાકી હતું. લોઢાના પક્કડો એક વાર જોડી દેવામાં આવે પછી તેમની મદદથી ભલેને ગોળાનું વજન કેટલું પણ ભારે હોય અથવાતો તે પાણીમાં ગમે તેટલી ઊંડાઈએ પડ્યો હોય તેને આસાનીથી ખેંચીને બહાર લાવી શકાય તેમ હતું. ...વધુ વાંચો

24

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 23

આપણને એ યાદ જ છે કે જ્યારે મુસાફરો રવાના થયા હતા ત્યારે તેમની સાથે કેટલી બધી લાગણીઓ જોડાઈ હતી. સાહસના શરૂઆતમાં જૂની અને નવી પેઢીમાં લાગણીઓની ઉત્તેજના એટલી ઉંચાઈએ હતી તો વિચાર કરો કે તેમના પરત આવવા પર ઉત્સાહની સીમા કેટલી હશે! લાખો લોકોએ ફ્લોરીડાના દ્વિપકલ્પને ઘેરી લીધો હતો શું તે લોકો આ ઉત્કૃષ્ટ સાહસિકોને મળવા તેમને ઘેરી વળશે નહીં? અજાણ્યા લોકોની ફોજ જે સમગ્ર વિશ્વમાંથી અમેરિકાના દરિયાકિનારે આવી પહોંચી હતી શું તે લોકો બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડનની એક ઝલક પામ્યા વગર ત્યાંથી જતા રહેશે? ના! જનતાનો ઉત્સાહી જુવાળ આ સાહસની મહાનતા પ્રત્યે જે રીતે ઉમટી પડ્યો હતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો