( એક નામ મુજને સાંભર્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજયો,તાત્ તણો ઉપદેશ.) નમ્ર નિવેદન : આ મારી પ્રથમ નવલકથા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતાં એક અનેરો આનંદ અનુભવ કરી રહી છું , જે મારા માટે વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થતાં અને પ્રતિલિપિ દ્વારા એ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે નો માર્ગ મળતાં આજે હું એને પૂર્ણ થતાં જોવું છું..!! હજી આગળ વધવા માટે આપ સૌના સાથ , સહકારની જરૂર છે. માર્ગદર્શન આપવા યોગ્ય હોય તો જરૂર આપશો. આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. !! ' ચાલ ટ્રેન નીચે કૂદી ને આપઘાત કરી લઈએ,' રવિ બોલ્યો પૂજા એકટક
નવા એપિસોડ્સ : : Every Saturday
રાહ...
( એક નામ મુજને સાંભર્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજયો,તાત્ તણો ઉપદેશ.) નમ્ર નિવેદન : આ મારી નવલકથા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતાં એક અનેરો આનંદ અનુભવ કરી રહી છું , જે મારા માટે વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થતાં અને પ્રતિલિપિ દ્વારા એ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે નો માર્ગ મળતાં આજે હું એને પૂર્ણ થતાં જોવું છું..!! હજી આગળ વધવા માટે આપ સૌના સાથ , સહકારની જરૂર છે. માર્ગદર્શન આપવા યોગ્ય હોય તો જરૂર આપશો. આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. !! ' ચાલ ટ્રેન નીચે કૂદી ને આપઘાત કરી લઈએ,' રવિ બોલ્યો પૂજા એકટક ...વધુ વાંચો
રાહ.. - ૨
( પહેલાં ભાગ માં પૂજા ને લેવા તેના ભાઈ આવેલાં અને એને લઈ જાય છે. અને રવિ એને રોકવા નાકામ કોશિશ થી આત્મહત્યા નું વિચારે છે. હવે આગળ ) અમદાવાદ થી દિલ્હી થઈ ને હરિદ્વાર જવાનું છે. સાંભળીને પૂજા તો જાણે આસમાન માં ઉડવા લાગી. ચુલબુલી નટખટ પૂજા ખુશખુશાલ થઈ બેગ ભરવા લાગી, બારમાં ની પરીક્ષા હંમણા જ પતી હતી. વેકેશન જ હતું, બધાં ને ખબર જ હતી. પૂજા પાસ જ થવાની છે. હર વખતે એક થી પાંચ માં જ રહેતી પૂજા ને રિઝલ્ટ નું કોઈ ટેન્શન નહોતું. વારે વારે પપ્પાને હરિદ્વાર નું કંઈ ને કંઈ ...વધુ વાંચો
રાહ... - 3
(આગળના ભાગ માં હરિદ્વાર માં પૂજા જાય છે. એક જ દિવસ માં બધાં ના દિલ જીતી લે છે . નિમિત્તે ત્યાં ભેગા થયેલા છે. હવે આગળ..) " પૂજા ઓ પૂજા " અવાજ સાંભળીને પૂજા ઝડપથી બેઠી થઈ , પરેશભાઈ ને જોયાં , આજુબાજુ જોયું તો એ ટ્રેન માં હતી .વર્તમાનમાં તરતજ આવી . બોલી : "હા , મોટાભાઈ , " " ચાલ ,આપણે ઉતરવા નું છે ." પરેશભાઈ એ કહ્યું . " કેમ , આપણે તો અમદાવાદ જવાનું છે ને મોટાભાઈ ? " પૂજા એ પૂછ્યું . " હા હા અમદાવાદ જ પણ આપણે ...વધુ વાંચો
રાહ... - ૪
(આગળના ભાગ માં હરિદ્વાર માં શાહી સ્નાન હોવાથી સવારે વહેલાં ગંગાજી માં સ્નાન કરવા બધાં જાય છે, ગીરદી લીધે બધાં જુદા જુદા થઈ જાય છે, અંધારું અને ગીરદી ને લીધે કોઈ દેખાતું ન હોવાથી ત્રિપુટી હરકતમાં આવે છે. ) રવિ ભગીરથ અને મનોજ ત્રણેય આ વાત ધ્યાનમાં રાખી જ હતી, સખત ગીરદી હશે જ , ત્યારે આ બધાં ને સાચવીને ઉતારા પર પાછા લઈ આવવા માટે આગલા દિવસે ત્રણેય જવા ના રસ્તે થી પાછા આવવા ના રસ્તા સુધી ચાલીને જોઈ આવ્યાં હતાં ...વધુ વાંચો
રાહ... - ૫
( પૂજા અમદાવાદ પહોંચે છે . ઘરે જવાને બદલે હિંમતનગર જવાનું નક્કી કરે છે .રવિ અમદાવાદ જવા નીકળી છે . પૂજા વિચારો થી હિંમત હારી જાય છે . પૂજા ને શોધવા રવિ પુલ ઉપર જાય છે ,ત્યાં આગળ નો ભાગ તૂટી જાય છે . હવે આગળ ..) હિંમતનગર ઘરે પહોંચ્યા , બધાં રાહ.. જોઈને જ બેઠાં હતાં . પૂજા પચીસ દિવસ પછી ઘરે આવી .કાકાની છોકરી ટીના સાથે બહુ બને . દર વેકેશન માં આખું વેકેશન સાથે જ રહેવાનું નાનપણથી નિયમ બની ગયો હતો . પૂજા ગઈ ના ખબર સાભળીને ત્રણ થી ચાર દિવસ સુધી તો ખૂબ ...વધુ વાંચો
રાહ... - ૬
( ગયા ભાગમાં પૂજા હિંમતનગર પહોંચે છે , હજી મનમાં બોજ છે .આરામ કરે છે , હરિદ્વાર માં પુલ જતાં રવિ પૂજા ને બચાવી લઈ આવે છે . સાધુસંતોની પંગતમાં ખૂબ મઝા આવે છે , રવિ અમદાવાદ માં દોસ્ત ના ઘરે બે દિવસ થી આવેલો છે.) પૂજા નાહીને તૈયાર થઈ ને નીચે આવે છે , ત્યારે કાકીને રસોઈ કરતાં જોઈ ને મદદ કરવા પૂછે છે , કાકીએ ના પાડી કહ્યું , " કંઈ ખાસ કામ નથી , તું બેસ . " પૂજા ને આજે કાકી ના અવાજ માં અને કહેવાના અંદાજ માં કંઈ ફેર લાગ્યો .પૂજા ને ...વધુ વાંચો
રાહ... - ૭
(ગયા ભાગમાં પૂજા હિંમતનગર થી અમદાવાદ આવવા નીકળે છે.નર્વશ થઈ જાય છે અને ઘરમાં આવતાં જ ત્યાં ની પરિસ્થિતિ આઘાત લાગતાં પડી જાય છે.) પૂજા જ્યારે ઘરમાં પહોંચી ત્યારે તેણે તેના પપ્પાને પથારીમાં સૂતેલા જોયાં . ત્રણથી ચાર રજાઈ ઓઢીને વર્ષોથી બિમાર હોય એમ સારવાર ચાલતી હોય એવાં માહોલમાં સૂતાં હતાં.પૂજા એમનો સીરીયસ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગઈ, આ બધાનું કારણ પોતેજ છે, તેવું લાગી આવતાં ગભરામણ થવા લાગી.સહન ના થતાં બેભાન થઈ ને ઢળી પડી. ઘરનાં બધાં એની સારવાર માં લાગી ગયાં.એને અંદર રૂમમાં સૂવડાવી પંખો કરીને એના મોં પર પાણી છાંટી મોકળાશ કરી જેથી ગભરામણ ...વધુ વાંચો
રાહ... - ૮
સૌથી પહેલાં તો દરેક ની માફી માગું છું... ખૂબ જ ટાઈમ ના અભાવે સમયસર વાર્તા નથી આપી શકાતી. ૧૦ ની જોબ સાથે ઘરના અને બહારના બધાં જ કામ જાતે એકલીને જ કરવાના હોવાથી લખવાના ઉપર જ કાપ મૂકવો પડે છે. થાકી જવું અને આરામ પણ હેલ્થ માટે જરૂરી હોય છે. હું મારી શારીરિક કેર પણ જાતે કરું છું.આ બધાથી મારી નવલકથા ને ન્યાય મળતો નથી.માટે હવે દરેક ભાગ નાના ૨ થી ૩ મિનિટ ના રેગ્યુલર આપીશ . સ્ટોરીમાં ખૂબ જુદા જુદા વળાંકો છે. મારી પરિસ્થિતિ સમજી સાથ સહકાર ...વધુ વાંચો
રાહ... - ૯
( ગયા ભાગમાં પૂજા એની મમ્મી ને સમજાવાની કોશિશ કરે છે. અને એને એના ઘરે પાછી જવા દેવા માટે કરે છે.) રવિ હવે પૂજા ને પાછી લાવવા માટે પૂજા ની ફ્રેન્ડ ને પણ મળે છે. જે પૂજા ના ઘરની બાજુના એપાર્ટમેન્ટ માં જ રહેતી હતી.પણ અત્યારે એણે કોઈ જ સપોટ આપવાની ના કહી દીધી. એટલે રવિ ઘરે જઈને તેણે તેના ભાભી સાથે પૂજા ને પાછી લાવવા માટે પ્લાન બનાવ્યો. બીજા દિવસે પૂજા ના મામા પૂજા ના ઘરે આવ્યાં. થોડીવાર એના પપ્પા સાથે વાતચીત કરી અંદર આવ્યાં. પૂજા ની બાજુ માં બેસી ,:" કેમ છે તું પૂજા ...વધુ વાંચો
રાહ... - ૧૦
( ગયા ભાગમાં પૂજા એના મામા સામે પોતાની મનોવ્યથા રજૂ કરે છે પણ કોઈ નતીજો નહીં મળતા ભાંગી પડે પૂજા થોડી નોર્મલ થઈ ને :" મામા તમે મને સાથ ના આપો ? મારે રવિને ફોન કરવો છે . એમનાં પાડોશી ને ત્યાં ઘરમાં ફોન છે .( એ જમાનામાં ઘરના જ ફોન હતા, જે પાડોશીઓ પણ સહિયારો વાપરતા હતાં) મને તમે નંબર મેળવી આપો ને ...!!!! અચાનક ઘરેથી નીકળતા આ નંબર લેવાનું રહી ગયું .. તમે તમારી છોકરી સમજી ને પણ મદદ કરો... પ્લીઝ..." પૂજા ને એનાં મામા એ સમજાવતાં કહ્યું , " જો હું પણ નંબર ...વધુ વાંચો
રાહ... - ૧૧
( આગળના ભાગમાં પૂજા ને મામા તરફ થી પણ કોઈ મદદ નહીં મળતા ભાંગી પડે છે અને એના પ્રભુને જાય છે.ચમત્કારિક ગેબી મદદ પણ મળી જાય છે.) રવિ દ્વારા મોકલવામાં આવેલ એડ્રેસ પૂજા ને મળતાં હવે શું કરવું ?એ પૂજા વિચારવા લાગી. ઘરમાં કહીને રવિને એક વખત ઘરે બોલાવી લઉં તો બધાંની ગેરસમજ દૂર થાય. એવો પૂજાને વિચાર આવ્યો.પણ એને માટે કોને વાત કરું તો મારી વાત સાંભળે? પૂજા ઘણું વિચાર્યું પણ કોઈ નામ એવું મળ્યું નહીં. પૂજા ફરી ઊંડા મનોમંથન થી વિચાર કરવા લાગી. હવે એના માટે જિંદગી એક પરીક્ષા બની ગઈ. પાસ કે નાપાસ ...વધુ વાંચો
રાહ... - ૧૨
પ્રકરણ - ૧૨ ઘણાં સમયથી આ અધૂરી નવલકથા પૂરી કરવા લઈ જ નહોતી શકાઈ... ફરીથી એને પૂરી કરવા જઈ રહી છું.... ઘણાં વાચકોએ એને પૂરી કરવા માટે મને જણાવ્યું હતું..... એ દરેકની લાગણી માટે વંદન.....??? પૂજા એ નક્કી કરી લીધું હું આ એડ્રેસ ઉપર પહોંચી ને જોવું તો સત્ય હકીકત મમ્મી પપ્પા ને સમજાવી શકીશ. . અને એ સાંજે જ પૂજા ને મોકો મળ્યો બહાર જવાનો કોઈ વસ્તુ લઈ આવવા એને એના મમ્મી એ કહ્યું , સીધી રોડ પર જઈ રીક્ષા કરી એ એડ્રેસ ઉપર પહોંચી ગઈ. બેલ વગાડી દરવાજો ખોલવા ની રાહ જોઈ ઊભી ...વધુ વાંચો
રાહ... - ૧૩
બીજા દિવસે આર્ય સમાજમાં લગ્ન વિધિ સંપન્ન થઈ જતાં રવિ અને પૂજા કાયમ માટે એકસૂત્રે બંધાઈ ગયાં. બે દિવસ જ રહીને વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા ગયાં. ચાર પાંચ દિવસ ફરીને પાછાં મામાના ઘરે આવીને લખનૌ જવા માટે નીકળ્યા... આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી..... અહીંથી શરૂઆત થાય છે.... એ આગળ તમે વાંચશો... એટલે તમને જણાશે.... ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાની હોવાથી થોડો નાસ્તો અને ઘરે બનાવેલી પૂરી અને અથાણું બધું મામીએ ભરી આપ્યું હતું.. એક અઠવાડિયાથી ખૂબ દોડધામમાં પૂજા થાકી ગઈ હતી.. એને નક્કી કરી રાખ્યું હતું... ...વધુ વાંચો
રાહ... - ૧૪
આટલાં દિવસની જુદાઈ થી પ્રેમનો વરસાદ એકસાથે આજે ધોધમાર વરસવાની તૈયારી હતી એની જાણ થઈ હોય એમ આકાશમાં વાદળોના સાથે વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.... એ વરસાદમાં રવિ અને પૂજા ભીંજાઈ ગયાં.... સોનેરી દિવસો સાથે પ્રિયતમનો સાથ આનંદ મંગલ માં દિવસો વિતતા ગયા.....એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું..... ખબર પણ ના પડી.... આ દિવસોમાં ક્યારેય પૂજાને એનાં મમ્મી-પપ્પા તરફથી કોઈ શોધવા માટે આવ્યું જ નહોતું.... એ વાતને ધ્યાનમાં રાખીને એનાં સાસુ અને નણંદ પૂજાને કોઈ વાતે ઓછું આવવા દેતા નહીં.... એટલે પૂજા પણ સારી રીતે ઘરમાં મિક્સ થઈ ...વધુ વાંચો
રાહ... - ૧૫
સવારે ઉઠીને પૂજાએ જોયું તો રવિ ઘરમાં નહોતો.... ઘરમાં પણ કોઈને એ ક્યાં ગયો છે.... ખબર નહોતી... પૂજા આજે જીવનનો ચઢાવ ઉતાર નો પ્રથમ અનુભવને કારણે વ્યથિત થઈ ગઈ.... અને આ તો હજી શરૂઆત હતી... આવાં અનુભવો તો હવે ડગલે ને પગલે થવાનાં જ હતાં.... દિવસ જેમ જેમ ઉપર ચઢતો ગયો.... પૂજા રવિના આવવાની રાહ જોતી રહી.... પોતાના મનની મનોવ્યથા કોઈ જાણી ન જાય તે માટે ઘરના કામમાં વ્યસ્ત રહેતાં રહેતાં પણ પૂજા દરેક ક્ષણે રવિની રાહ જોઈ રહી હતી.... બપોર પર પસાર થઈ ગઈ સાંજના આગમન ...વધુ વાંચો
રાહ... - ૧૬
રવિની આંખોમાં બંને હસતાં અને વાત કરતાં દેખાયાં.... એમના ગયાં પછી રવિ પૂજા સામે ગુસ્સાથી જોઈ રહ્યો.... પૂજાએ આપ્યું તો ગ્લાસ હાથમાંથી લઈને સીધો ઘા કરી દીધો..... શું થયું કંઈ નહીં સમજાતાં પૂજા અવાક્ થઈ ઉભી રહી ગઈ... આજે પ્રથમ વખત પૂજાને રવિના એક એક વ્યવહારમાં બદલાતા સ્વભાવ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવાનું શરૂ કર્યું.... એને ખબર જ નહોતી પડતી કે શા માટે થોડી થોડી વારે રવિનો સ્વભાવ બદલાઈ જાય છે... ક્યારેક તો એવું લાગતું હતું કે રવિને એનાં વગર એક મિનિટ પણ ચાલતું નહીં એટલો ગહન અને ...વધુ વાંચો